Book Title: Samadhino Pranvayu
Author(s): Vijayajitshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar
Catalog link: https://jainqq.org/explore/023296/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ lદ્ધાનું ચાર્વાક દર્શન જૈનાદના વિશેષિક દર્શન જૈન દર્શનની વિશ્વને અમૂલ્ય ભેટ-સ્યાદ્વાદ-અનેકાંતવાદ સમાધિનો પ્રાણવાયુ પ્રેરક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. “યાયિક દરીના - મીમાંસકીનું સાંખ્ય દર્શન 1 * * ' ES' . ' '18 .52; Page #2 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. સકલસંઘહિતચિંતક અનેકાંત દેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. Page #3 -------------------------------------------------------------------------- ________________ W સમવસરણમાં સ્યાદ્વાદની પ્રરૂપણા કરે છે ચતુર્મુખા તીર્થંકર ભાગાવીલી Dix Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભુવનભાનુ-પદાર્થ-પરિચય-શ્રેણિ-૨ || જયઉ સવ્વણુસાસણું-શ્રી વર્ધમાનસ્વામિને નમઃ ।। ।। શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-જયઘોષ-હેમચંદ્રગુરૂભ્યો નમઃ ।। સમાધિનો પ્રાણવાયુ (જૈન દર્શનની વિશ્વને અમૂલ્ય ભેટ-સ્યાદ્વાદ-અનેકાંતવાદ) -: પ્રેરક : પ.પૂ. સકલસંઘહિતચિંતક એકાંતવાદતિમિરતરણિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા -: લેખક : પ.પૂ. સાધ્વીજી ગણનાયક આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅભયશેખરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. પ્રભાવક પ્રવચનકાર સિદ્ધહસ્તલેખક આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજીતશેખરસૂરીશ્વરજી મ.સા. -: સંયોજક : પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોધિવિજયજી મ.સા. - પ્રકાશક : જૈનરિવાર 1 Page #5 -------------------------------------------------------------------------- ________________ m 3 DZ વીર સં. ૨૫૪૦• વિ. સં. ૨૦૭૦ • ઇ.સ. ૨૦૧૪ સમાધિનો પ્રાણવાયુ Samadhino Pranvayu પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજયઅજીતશેખરસૂરિજી મ.સા. Author's P.P. Acharyadev Shrimad Vijay Name Ajitshekharsuriji M.S. સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન...© પ્રથમ આવૃત્તિ • ૩૦૦૦ નકલ મૂલ્ય રૂા. ૬૦.૦૦ -: સંશોધક :પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજિતશેખરસૂરિજી મ.સા. પ.પૂ. પંન્યાસજી શ્રી મહાબોધિવિજયજી મ.સા. -: પ્રાપ્તિ સ્થાન :જૈનમ્ પરિવાર, અમદાવાદ. મો. ૮૯૮૦૧૨૧૭૧૨ 2 દિવ્યદર્શન, ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા, જિ. અમદાવાદ. મયંકભાઇ પી. શાહ, મો. ૯૮૨૧૦ ૯૪૬૬૫ a દેવાંગ અરવિંદભાઇ શાહ, મો. ૯૩૨૨૨૭૭૩૧૭ 2 અમિતભાઇ કે. શાહ, વડોદરા મો. ૯૮૯૮૫૮૬૨૨૪ 3 હસિત દિપકભાઇ બંગડીવાલા, સુરત મો. ૯૪૨૭૧ ૫૮૪૦૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વસંપત્તિના સદ્વ્યય દ્વારા જેમણે 'શાસનને સમૃદ્ધ અને પોતાના પરલોકને સદ્ધર બનાવ્યા. | પ.પૂ. પ્રભાવક પ્રવચનકાર પન્યાસજી શ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી અમદાવાદ નિવાસી સિદ્ધિતપના આરાધક ધર્મશ્રદ્ધાળુ પરિવાર શી વીવીલીબ્રી-પાણી-પરિવાર-મિલી weye gelse ele શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગચ્છ જૈન સંઘ-ઘાટકોપર (ઈ) ૦ થ્રી રીટ્ટર રીડ તીર છૂર્તિ પૂજક જૈવ સીઇ-૨૮ श्री भुवनभानु-पदार्थ-परिचय श्रेणि तत्त्वज्ञानश्रेणि के प्रस्तुत प्रकाशन में श्री मातृमंदिर जैन संघ तारदेव अपने ज्ञाननिधिसे सुंदर लाभ लिया है। मूल्य चुकाये बिना जैन गृहस्थ इस की मालकियत न करे 16 लेत Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીનો અgs(પત્ર Male/29.21 स र५- १00 RD RRBARINED ६.dia2.५४ 21-niga2414047-Amen as Gagain namai na 24112५ 200 240P4R५२१111 imarnan on 22८१ स rani स1310 Modinnear Ran250राज्य A ngulkalama Avti 2084 2014-Sam 951Hnt dan६९ ५२ 3 and garnie 2018) से 1 4nelhi-2, ७२०५12.६८ 25 minat canayer actihisti2004 neivो 'सwaitne 2012-rals सहिदinitter N EMAnna E Shin+41 messI440202 MAND2052483 runnine 2142 -१९१ २०n 4-40 YAAmnmai: 100 2040 4z HIN D unchine HTRanand५ Grumtarinालापन in aman Pat anana 441- ८ .५५ ५ ५१ ५२० Arari amarthatar Lamilaytgan D 201020) 2017 hisanmGroknayantiy 201480 2 512. 16120 Cain) को 1240 hi garnad RSONS स724 12 २०22 5 20 am alie n atomitra al Page #9 -------------------------------------------------------------------------- ________________ से 2411 Imprd Gaint Entertan Shareonl२५(५ 302 Mpmber 2030 2nd Gman 4. 48 2031-200संघ Rinm संत 0321 01 2110301 -2411 09.012-41५०० 4341५1720x10ained hecan-414 yantra in 44025 [M,५४ at 5420102445Cast+ naanti 2010 २१५५५२१५ 2 nd 20 सं4171218140 सोप- ५0 HO &am amragini 1 42 ॐati 12283411 2010 21(141 २ २७५ Act 0 RAPreshan2100संला 1441 AM तदार 04G सापड 21516that oat GET MEAC120 initiannaliyan30301220 Gitary nicht on५0 dPar 20५१4m 44saMbar (42140 ५ ६me 10 marn५१२, 45m - garera 24000 2110449 Raan 272 २१८ 412 2017 ६३nen. Nainita A27)Grum.s/THY Pxnavi n on 142 20411&amis 74 daantarent-200304 Diabd and Food Entr bur २२02-1-7m Siyar 24m vani LA perde 68421520 2 1 fath Marn RG22169301525 , 2010 gi nd 201inो IASh Mi 40 रन 448 . Page #10 -------------------------------------------------------------------------- ________________ HOn Ban 620 20241 2047 2 ,MLB94217M 246५२ २०८/2xNIK RADIRADHADharm 71012 21121544 Phot 203240 325441१17 2.६५ ३808 2017 Png 20yar 4202 0mas2072५varn 21 oxyhort 2014 Painार 20 2168 - 2010 BenerD 21 २.१ - 2nt and i nferent 82702-25cs meeti ५९" 2<Page #11 -------------------------------------------------------------------------- ________________ ના પ્રયાસો પ્રાકીય અનંતજ્ઞાનગુણસંપન્ન તીર્થકર ભગવંતો મોહના અંધકારમાં અથડાતા જીવોને સુખની ઓળખ અને સાચા સુખનો માર્ગ મળે તે માટે જ્ઞાનના પ્રકાશનું છૂટે હાથે દાન કરવા કેવલજ્ઞાની બન્યા પછી રોજ બે દેશના=૭ કલાક જિનવાણી પ્રકાશે છે. શાસનની સ્થાપના બાદ તુર્ત જ ગણધર ભગવંતોએ વ્યક્ત કરેલી તત્ત્વ-જિજ્ઞાસાના પ્રત્યુત્તરમાં પ્રભુએ સમગ્ર સંસાર સ્વરૂપને ઓળખવાની ચાવી રૂપ ત્રિપદી પ્રકાશી. ‘ઉપ્પષે ઇ વા, વિગમે છ વા, ધુવે ઇ વા', અને એ ત્રિપદીના નાના દ્વારમાં છુપાયેલો મહાતત્ત્વખજાનો ગણધર ભગવંતોએ પોતાની વિશિષ્ટ પ્રજ્ઞાથી દ્વાદશાહુગીરૂપે પ્રગટ કર્યો.... ( જિનશાસનના સારસર્વસ્વસમો એ દ્વાદશાંગીનો પ્રવાહ કાળબળે વિલુપ્ત થતો રોકવા પૂર્વાચાર્યોએ લેખન-વિવેચનસર્જન અને પ્રકરણ-ભાષ્ય આદિ ઉદ્ધરણરૂપે સતત પુરૂષાર્થ કરી ટકાવ્યો...પરંતુ કાળનું વિષમ આક્રમણ નિતનવા રૂપો ધારણ કરે છે. સંસ્કૃત-પ્રાકૃત ગિરાનો પ્રવાહ રુંધાયો અને પુણ્યપુરૂષોએ લોકબોલીમાં પ્રભુવાણીની ધારા વહાવી... પ.પૂ. સકલ ઘહિતચિંતક યુ વાજના દ્ધારક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ કોઇ પુણ્યવંતી ધન્યપળે જિનશાસનના તત્ત્વજ્ઞાનને વિષયવાર વિભાજિત કરી સરળ ભાષામાં પ્રકાશિત કરવાનો વિચાર વહેતો મૂક્યો...વર્ષો બાદ પ.પૂ. પરમાત્મભક્તિનિમગ્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોધિવિજયજી મ.સા.એ ગુરૂભક્તિથી એ વિચારને સાકાર કરવા કમર કસી, જબરદસ્ત જહેમત ઉઠાવી. અનેક મહાત્માઓને વિનંતી કરતા તે મહાત્માઓએ પણ શ્રુતભક્તિ, ગુરૂભક્તિ અને સંઘભક્તિના આ અવસરને વધાવી લીધો, જેની અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. | ૫.પૂ. શાસ્ત્ર-શાસનમર્મજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજિતશેખરસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. બહુશ્રુત પ્રવચનપટુ પંન્યાસજી શ્રી મહાબોધિવિજયજી મ.સા. એ આવેલ તમામ લખાણને પોતાની શાસ્ત્ર-પરિકર્મિત મતિથી સંશોધિત કરી આપ્યું છે તે બદલ પૂજ્યશ્રીઓના અત્યંત ઋણી છીએ. ' નિશ્ચિત કરેલા ૪૦ થી અધિક વિષયોમાંથી પ્રથમ ચરણ રૂપે ૧૧ પુસ્તકોનો સેટ પ્રકાશિત કરી રહ્યા છીએ, તેમાં સમાધિનો પ્રાણવાયુ (જૈન દર્શનની વિશ્વને અમૂલ્ય ભેટ-સ્યાદ્વાદ-અનેકાંતવાદ) પુસ્તક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજીતશેખરસૂરિજી મ.સા.શ્રીએ આગવી શૈલીમાં અને તમામ તત્ત્વોનો સમાવેશ કરીને લખી આપેલ છે. પૂજ્યશ્રીની ઋતભક્તિની અંતરથી અનુમોદના...એક જ વારની વિનંતિથી માર્મિક પ્રસ્તાવના લખી આપનાર પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકુલચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની અંતરથી અનુમોદના...પ્રિન્ટીંગનું કાર્ય દિલ દઇને કરી આપનાર શુભાય આર્ટ્સવાળા દિનેશભાઇ મુડેકર્ણને પણ હજારો સલામ. પ્રાન્ત, શાસનની, સંઘની, શ્રતની સર્વતોમુખી સેવા સાતત્યપૂર્વક, સમર્પણપૂર્વક અને સફળતાપૂર્વક કરી શકીએ એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.. જૈનમ્ પરિવાર Page #12 -------------------------------------------------------------------------- ________________ ભવોદધિતારક પ.પૂ. ગુરૂદેવશ્રીનો આશિર્વાદ પત્ર नमो नमः 91मये। 942m 101) म स्व. सियाम माया 20६ (योमा420 Hem. त्यो नमन (412 सपनि भयु संवत १८25 Cascaisy Agमसि ) स्च-गुरु सामान 812 Enend स्था2-24 24 यात 24JD COM) ) वधु ( Aj Hul . मन शान, 2014. . AAH, Huant, ote- यी) on) (450 समुदायनो सजन्य). त 1 4242, muन सुधा ) whats Pard या से स्व. न्यासहजसायात न्य YAसानु2mm, श्र , 60५ स QNE HIM. मान मन (AMSAL. जन मन ने संघ सेवामी बाणु न समर्पित थु. HARY37पाथो . netel सय २१६० MH साधना साते - समाधि साथे ५५८) 41] थी, 224ति की , ते yestion संचना । युय माटे ना यो तमना मनमा मा . जल 14 ) सभासयमा मानी A20 साना 420100 सायन्स २ . (२) Y AHANI CU22110 RICC २१ +२८0.6291 मानित+ncy 21100 230(२८, ( RA५-Altenan (न सेयमन म n ke Aai un. Fory le+ SAMHDको ताक पार EMACHAR नया Page #13 -------------------------------------------------------------------------- ________________ (या भावाना वायुमंडलमा गुमराह लवली नयी पेऊन अनुशास सिद्धांतोमा व्यवस्थित रखी 어에 (ड) मैने तेरो पाग अनुशासनले समय शो तथा प्रजेधो लाल पेठ सुध नेपाल तेमल पांसे होष्ट हती दरखान कंपननी व्यरमआग सुत संप्रमत्त यगे संयम लपर्नु यासन ईस्पानी साथै प्रलु शासन संघनाल् हय मारे तवेखो तुम्या शाल सेवा सेमना शिष्याहि परिवार पाग गुरुला अर्थने सागर छपानी रहा छ, जसो साधुखो मुद्दा गयला गुरुहरेको गरछ नामले गोम सेवा योमशीन मुनिजनी संख्या तसू सागत वह रह्यो छ.वायलाखो अपरानो, शिजीरो, वारे प्रवृत्तिरतो यांग स्वगुरुदेली रा मुभज सुंदर साल रही र्छ अलु शासनना भत्यो जगाने प्रगट fim लोमनी यावेनाली पूली मारे शाहपुर खाले मानस मेहिनी स्थापना पाग यही गयी छ, लेखामा सत्याहि दया ही पांग पूजन सामना शेप सार्ट गसरी जाडी छ) tipule दिषयो पर नानी नाल कसनुसे सरज लाषामा तैयार थाय रुके लेलो लाला प्राप्त व्यलछ विषयाक ज्ञान सरगनाश प्राप्त यद्य राजे तरेत पुण्याह गुरुयनी हरछा मार्ग स्वानो प्रारल मारो शिष्य खास ४ ५ होते प्रशस्य छ सेयम्‌बोधिलक्य आनंदना षय पं. दिल् या सार शास शंछ सेयम तपला पागा सारा सारांधेा छ सुज प्रलापना पाग सुंदर हरो ही सा डायलो तेस्रो सुंदर संरजताको प्राप्त रि खेरनु ४ बाहु पाग बेचनी तरिक ल्युध्यत गुरुध्यनी नाराधना साथै शासन र अन्य छायो पाग पूर्ण हरखा प्रयत्लास जने जले सहजताले पर डुमचंद्रसूर प शुभेच्छा-शुभाशीष, धनतेरस से २०५७ सुरन्द्रनगर Page #14 --------------------------------------------------------------------------  Page #15 -------------------------------------------------------------------------- ________________ परमाणुरुप प्रदेशों की अपेक्षा से अनन्त है, काल की अपेक्षा से संख्येय है, जिन आकाशप्रदेशो में रहा है उस क्षेत्र की अपेक्षा से असंख्येय है और वर्णादिसे अर्थात् भाव से अनन्त भी है। एकही पदार्थ स्वद्रव्य-क्षेत्र-काल-भाव से सत् है और परद्रव्य-क्षेत्र-काल भाव से असत् भी है। जैसे घट स्वरुप से सत् है और पररुप पटकी अपेक्षा से असत् है। _ एक ही पदार्थ द्रव्यरुप से नित्य है, जैसे कोई भी जीव जीवत्व की अपेक्षा से नित्य है। फिर भी पर्याय अवस्था-Form बदलते रहते हैं। मनुष्य आयुः पूर्ण होते ही मनुष्यत्व नष्ट होता है और देवत्वादि अन्यतम पर्याय अवस्था उत्पन्न होती है। अतः द्रव्य से नित्य होने पर भी पर्याय की अपेक्षा अनित्य है। सारांश सभी पदार्थ यावत् परमाणु से लगाकर आकाश तक नित्यानित्य है । यही अनेकांत है। . सारांश प्रत्येक पदार्थ अनन्त धर्मात्मक है। तो कोई एक धर्म को मुख्य करके निरुपण करना हो तब शेष धर्मों की संभावना भी द्योतित होनी चाहिए। यह संभावना अनेकान्तसूचक 'स्यात्' पद से ही द्योतित होती है। अत एव सिद्ध-हेमव्याकरण के रचयिता आचार्य श्री हेमचन्द्रसूरिजी म.सा. ने स्याद्वादात् सिद्धि' प्रथम सूत्र रचा है। इसी आधार पर किसी भी पदार्थ का स्यान्नित्यम्, स्यादनित्यम् , स्यानित्यानित्यम् इत्यादि सप्तभंगी द्वारा निरुपण हो तो वह न्याय्यपूर्ण है। अत एव अनेकान्तदर्शन सर्वव्यापक है और इसीलिए सर्वमान्य होना चाहिए। अब हम अनेकान्तदर्शन से होनेवाले लाभों की ओर नजर करेंगे । किसी की मान्यता कैसी क्यों है ? यह सोचने की विशाल दृष्टि अनेकान्तदर्शन से विकसित होती है । अर्थात् विचारों की उदारता का विकास होता है, समन्वय दृष्टि का उन्मेष होता है किसी के प्रति निबिड राग-द्वेष के परिणाम अटक जाते है। अनेकान्तदर्शन के प्रभाव से भौतिक पदार्थों में क्षणभङ्गुरता की प्रतीति होती है। अत एव अनादिकालीन आसक्ति क्षीणता को पाती है। जीवों के प्रति छाद्मस्थ्य सहज गुण-दोषों का अभिगम रहता है, अतः किसी के प्रति द्वेष भी नहीं रहता है और अन्धा राग भी नहीं। इस अवस्था में उदासीनता की वृद्धि होती है। अत एव संघर्ष स्वतः कम हो जाते है और शान्ति की अनुभूति अखण्ड रहती है। यही मोक्ष का उपाय है । अनेकान्तदर्शी अनादिकाल के राग-द्वेष के परिणामों को क्षीण करके रागद्वेष का संपूर्ण क्षय करता है । उसकी दृष्टि में ही रुप-कद्रूपता, संयोग-वियोग, हर्ष-शोक, लाभ-हानि, सरस-विरस, सुगंध-दुर्गंध, जय-पराजय, सुख-दुःख, यौवन-वार्धक्य, आरोग्य-अनारोग्य, जन्म-मृत्यु आदि द्वन्द्व एक ही सिक्के के दो पहलु है । इस तरह के ये द्वन्द्व पुद्गलों के परिणाम जानकर राग-द्वेष के र परिणाम से रहित उदासीन रहता है और यही उदासीनता मुक्ति की दूती है। फलतः अनेकान्तदर्शन समता द्वारा मुक्ति की प्रापिका है । अतः अनेकान्तदर्शन सभी के लिए उपादेय है 1 किंबहुना ? सिर्फ विषय की झाँकी कराने का प्रयास किया है । संपूर्ण विषय का ज्ञान तो प्रस्तुत ग्रन्थ पढने से ही होगा । म न जैन शासन सेवकआ. विजयकुलचन्द्रसूरि, सुरत, कतारगाम, ज्ञानपंचमी, वि.सं. २०७० Page #16 -------------------------------------------------------------------------- ________________ ના શ્રી સુમતિનાથાય નમઃ | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ II સિરસા વંદે મહાવીર ! એ નમઃ સિદ્ધમ વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખરસૂરિભ્યો નમઃ છે વિવિધતામાં એકતાઃ છે અૉકાંતવાદ... સ્યાદ્વાદની સ્થાપના અનંતગુણનિધાન અરિહંત પરમાત્માઓના અનંત ગુણો કદાચ ભૂ. જઇએ, તો પણ એક યથાર્થવાદિતા (વસ્તુના સ્વરૂપને જેવું હોય તેવું જ બતાવવું.) ગુણ એટલો બધો મહાન છે કે તેઓને એ નિમિત્તે અનંતવાર નમીએ તો પણ ઓછું ગણાય. તેથી જ પ્રભુના ચાર મૂળ-મુખ્ય-પાયાભૂત અતિશયોમાં વચનાતિશયનો માત્ર સમાવેશ છે, એમ નથી, એ મુખ્ય અતિશય છે. બાકીના ત્રણ અતિશય પણ આ અતિશયથી સિદ્ધ થાય છે અર્થાત્ આ અતિશય અન્ય ત્રણ અતિશયોનું કારણ બને છે. પ્રભુએ પોતાના વરબોધિરૂપ સમ્યકત્વના પ્રભાવે એવી તીવ્ર કરૂણાભાવના ભાવી કે “હું સમસ્ત જગતને શાશ્વત સુખરૂપ મોક્ષનો માર્ગ દેખાડું, એટલે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયીનો માર્ગ દેખાડું, એટલે કે બધાને શાસનરસી કરું. આના પ્રભાવે તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું. | તીર્થંકર નામકર્મનું વેદન (કર્મનો ફળરૂપ અનુભવ) અને નિર્જરા (કર્મનો નાશ) થાક્યા વિના ધર્મદેશના આપવાથી થાય છે. કહ્યું જ છેઅગિલાણાએ ધમ્મદેસણાએ.” પણ ધર્મદેશના આપતા પહેલા ધર્મ-અધર્મ આદિનું સ્પષ્ટ સ્વરૂપ જાણવું જરૂરી છે અને સંપૂર્ણ રીતે જ્ઞાન તો માત્ર કેવળજ્ઞાનથી જ થાય. તેથી કેવળજ્ઞાન જરૂરી ગણાય. પણ કેવળજ્ઞાન વીતરાગ થયા વિના આવે નહીં. માટે વીતરાગતા પણ જરૂરી ગણાય. સમાધિનો પ્રાણવાયુ - ૧ - Page #17 -------------------------------------------------------------------------- ________________ આમ યથાર્થવાદ માટે કેવળજ્ઞાન ને એ માટે વીતરાગતા. આમ અપાયાધગમ અને જ્ઞાન આ બંને અતિશય પણ યથાર્થવાદ માટે ઉપયોગી અતિશયો છે. વળી ઇદ્રો વગેરે આઠ પ્રાતિહાર્ય રચના વગેરે શોભા કરવારૂપે જે પૂજાતિશય કરે છે, તે પણ પ્રભુની ધર્મદેશના સાંભળવા ભવ્ય લોકો આકર્ષાય એ માટે હોય છે. તેથી જ ભક્તામર સ્તોત્રની તેત્રીસમી ગાથામાં “ઇલ્વે યથા તવ વિભૂતિ....” માં એમ જ કહ્યું છે કે ધર્મના ઉપદેશની વિધિમાં આપની જે વિભૂતિ થઇ, તેવી અન્ય કોઇ તીર્થસ્થાપકોની થઇ નથી. અન્યયોગ વ્યવચ્છેદમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ પણ કહે છે. “અયં જનો નાથ !” હે પ્રભુ ! આ પંડિતમાની=પોતાની જાતને પંડિત માનતો જીવ તારા બીજા બધા ગુણોથી તારી સ્તુતિ કરવાની ઇચ્છાવાળો છે જ. છતાં એક યથાર્થવાદ ગુણની જ સ્તવના કરવા ઉદ્યત થયો છે. વાત આ છે-અન્ય તીર્થકરોનું તીર્થસ્થાપન કાર્ય જગત માટે કલ્યાણકારી નીવડ્યું નથી અને નીવડતું નથી-તીર્થસ્થાપકનો કદાચ એ આશય હોય તો પણ. જ્યારે વીતરાગ અરિહંત પરમાત્માનું તીર્થસ્થાપન જગતના એકમાત્ર કલ્યાણ માટે નીવડે છે, એની પાછળ કારણ એમની યથાર્થવાદિતા. અન્ય તીર્થસ્થાપકોમાં યથાર્થવાદિતાના અભાવનું કારણ છે એકાંતવાદ અને પરમાત્મામાં યથાર્થવાદિતા હોવાનું કારણ છે એમણે બતાવેલો અનેકાંતવાદ. તેઓ અનેકાંતવાદ પણ એટલું જ બતાવી શક્યા કે તેઓ સર્વજ્ઞ હતા. જે કાંઇ “સ =વિદ્યમાન છે, એ “તત્' છે. એનું સ્વરૂપ એટલે તત્ત્વ. એ અંગેનું ચિંતન=તત્ત્વચિંતન, વિચારણા=તત્ત્વવિચારણા. પોતે કરેલા ચિંતનની રજુઆત કરી બીજાને એ સમજાવવાનો પ્રયત્ન તત્ત્વવાદ છે. સામે બીજો પોતાનો વિરોધી મત બતાવે, તો એને ખોટો ઠેરવવાના પ્રયત્નથી થાય છે વિવાદ. ને પછી પોતાનો પક્ષ ભૂલી જઇ બીજાને જ ખોટો ઠેરવવાના પ્રયત્નથી થાય છે વિતષ્ઠા. તત્ત્વને માત્ર એક જ પ્રકારે સ્વીકારનારા બધા એકાંતવાદી કહેવાય ને તત્ત્વને એકથી વધુ-પરસ્પર વિરોધી દેખાતા પણ પ્રકારે સ્વીકારનારા અનેકાંતવાદી છે. જો કે આ એકાંતવાદો અને અનેકાંતવાદ આ બધા વાદોની ઉત્પત્તિનું – અનેકાંતવાદ Page #18 -------------------------------------------------------------------------- ________________ બીજ છે પ્રભુએ ગણધરોને આપેલી ત્રિપદી-ઉપ્પન્ને ઇ વા, વિગમે ઇ વા, વે ઇ વા...' એમાંથી જેઓએ માત્ર ઉપ્પન્નેઇ વા અને વિગમે ઇ વા એટલા જ અંશ સ્વીકાર્યા, એ બધા થયા એકાંત અનિત્યતાવાદી. ને જેઓએ માત્ર ‘ધુવેઇ વા' અંશ સ્વીકાર્યો, એ બધા થયા એકાંત નિત્યતાવાદી. ત્રણેય અંશનો સ્વીકા૨ અનેકાંતવાદ છે. આમ મિથ્યાશ્રુતોના ઉત્પત્તિસ્થાન પણ પ્રભુ હોવાથી નંદિસૂત્રમાં પ્રભુની સ્તવનામાં ‘જયઇ સુયાણં પભવો...’ એમ કહ્યું. ત્યાં ‘શ્રુતોના’ આમ બહુવચન પ્રયોગનું તાત્પર્ય ટીકાકારે એ જ બતાવ્યું છે કે મિથ્યાશ્રુતોના પણ ઉદ્ગમસ્થાન પ્રભુજી છે. પ્રભુના વચનમાંથી એક અંશ પકડી તેઓએ પોતાનો મત સ્થાપ્યો. તેથી મને લાગે છે કે સૌથી પ્રથમ નિત્યાનિત્ય એકાંત પ્રગટ થયો. એ પછી એ એકાંતોને સિદ્ધ કરવાના પ્રયાસમાં ભેદ-અભેદ એકાંત વગેરે પ્રગટ થયા. એકાંતવાદોની સ્થાપનામાં અધુરા જ્ઞાન કરતાં પણ વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે આભિગ્રહિક મિથ્યાત્વ (કદાગ્રહની પકડ સહિતની ખોટી માન્યતા) જગતમાં મલી જતા એવા બે-ચાર દૃષ્ટાંત અથવા કલ્પી લીધેલા તેવા દૃષ્ટાંતોના આધારે સિદ્ધાંત સ્થાપી પછી એ સિદ્ધાંત ત્રૈકાલિક સત્યરૂપે (ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ-એમ ત્રણે કાળમાં રહેનારા સત્યરૂપે) સ્થાપવામાં એકાંતવાદ પ્રગટ થાય છે. સ્યાાદનું મહત્ત્વ એક ભાઇએ બીજાને પૂછ્યું-તને કેટલા વર્ષ થયા ? બીજાએ કહ્યું-બાવીસ વર્ષ ! પહેલાએ સવિસ્મય પૂછ્યું-અરે ! મેં તને થોડાક વર્ષ પહેલાં પૂછેલું. ત્યારે પણ તેં બાવીસ વર્ષ જ કહેલા ! આમ કેમ ? બીજાએ ટાઢકતાથી જવાબ વાળ્યો-હું સત્યવાદી છું અને સત્યવાદીઓ કદી પોતાના વચનને ફેરવતા નથી !! આને સત્યવાદી કહી શકાય ખરો ? ‘વચન ન ફેરવવા’ એ અલગ વસ્તુ છે, અને ‘બદલાતા સત્યને અનુરૂપ વચનો બોલવા' એ અલગ વસ્તુ છે. કેટલાક ટંકશાળી સત્યવચનો ત્રિકાળાબાધિત હોય છે. કદી ફેરવાતા નથી, સમાધિનો પ્રાણવાયુ ૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ કારણકે તેઓ વસ્તુના સંપૂર્ણ સ્વરૂપનો નિર્દેશ કરનારા હોય છે. સ્યાદ્ પદથી લાંછિત (યુક્ત) આ અવિચલિત સત્યો સંપૂર્ણ સત્ય છે. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ, તો પ્રમાણવાક્યો છે.દા.ત. ‘ઉત્પાદવ્યયૌવ્યયુક્ત સત્' (જે ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતાયુક્ત હોય, તેજ સત્ વસ્તુ છે.) વસ્તુનું આ સંપૂર્ણ સ્વરૂપ કદી ફેરવાતું નથી. તેથી આ વાક્ય સંપૂર્ણ સત્ય-પ્રમાણવાક્યરૂપ છે. બીજા કેટલાક સત્યો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદિ પરિસ્થિતિને અનુરૂપ ફરનારા હોય છે. જુદા જુદા અંશોને આગળ કરી બદલાતા રહે છે. આ સત્યો આંશિક સત્યો છે. શાસ્ત્રના શબ્દોમાં કહીએ, તો તેઓ નયવાક્ય છે.દા.ત. વસ્તુના પર્યાયઅંશને (થોડોક સમય રહેનારી અવસ્થારૂપ અંશને) આગળ કરી બોલાતા ‘‘વસ્તુ ક્ષણિક છે'' ઇત્યાદિ વચનો. આ બે પ્રકારના સત્યો વચ્ચે રહેલી ભેદરેખાને પારખવી ખૂબ આવશ્યક છે. અલબત્ત, આંશિક સત્યોનો સરવાળો સંપૂર્ણ સત્યની કોટિને પામી શકે છે. સર્વાભીષ્ટદાયક (તમામ મનવાંછિતને ઇષ્ટ તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરાવનાર) ‘સ્યાદ્’ મંત્રના પ્રભાવે પ્રમાણપદ પર પહોંચી શકે છે, પરંતુ જ્યારે આંશિક સત્યોને જ સંપૂર્ણ સત્યરૂપે સમજવાની ભૂલ કરાય છે, ત્યારે ભારે ગે૨સમજ ઊભી થાય છે અને તે સત્યો જ મહા અસત્યરૂપ બની જાય છે. આ વાત ઉપરના દૃષ્ટાંતથી સહજ સમજી શકાય છે. આંશિક-નયાત્મક સત્યો અનંતા સંભવી શકે છે. કારણકે (૧) આ સત્યની પ્રતીતિ વસ્તુના ધર્મો-પર્યાયોને અપેક્ષીને હોય છે, અને વસ્તુના ધર્મો અનંતા છે. (૨) છદ્મસ્થ જીવોનું જ્ઞાન ક્ષાયોપશમિક જ્ઞાન પર અવલંબે છે, અને ક્ષાયોપશમિક જ્ઞાન એટલું બધું વિચિત્ર છે, કે તેના અપરિમિત ભેદો સંભવે છે. પ્રતિવ્યક્તિ (દરેક વ્યક્તિમાં) ક્ષાયોપશમિક જ્ઞાન ભિન્ન સ્વરૂપ ધારણ કરે છે. તેથી પ્રતિવ્યક્તિ વસ્તુને જોવાની દૃષ્ટિ પણ જુદી જુદી હોઇ શકે છે. તથા (૩) પ્રતિવ્યક્તિ દ્રવ્યાદિ સામગ્રીમાં ભેદ હોય છે. આમ પ્રતિવ્યક્તિ એકની એક વસ્તુ ભિન્ન ભિન્ન (જુદા જુદા) ધર્મપર્યાય વગેરેને આગળ કરી ભિન્ન ભિન્ન રૂપે પ્રતીત થાય તે સહજ છે. તાર્કિક પ્રકાRsશ્રી સિદ્ધસેનદિવાકરસૂરિના ‘જાવઇયા વયાપહા’. (જેટલા વસ્તુને ઓળખવાના પ્રકારો છે તેટલી જુદી જુદી માન્યતાઓ હોય છે.) ઇત્યાદિવચનની સત્યતા અનુભવસિદ્ધ છે. ૪ = અનેકાંતવાદ Page #20 -------------------------------------------------------------------------- ________________ છ જન્માંધ પુરૂષોએ એક-એક અંગને પકડીને હાથી માટે ખોટું અનુમાન કરી એક બીજા સાથે કર્યો વાદ-વિવાદ. જ્ઞાની પુરૂષે આપ્યું સમાધાન. અન્યવાદ-સંઘર્ષરત જન્માંધ પુરૂષો, સ્યાદ્વાદ-જ્ઞાની પુરૂષ પાણીનો અર્ધો ગ્લાસ કોઇકને અર્થો ભરેલો દેખાય છે, તો કોઇકને અર્થો ખાલી, એકજ બાબતમાં અલગ-અલગ માન્યતા. Page #21 -------------------------------------------------------------------------- ________________ समान amaste यार विशेष चामा निक्षेप महावीर स्थापना निक्षेप तापस बाल महावीर 17710 भावनिक्षेप द्रव्य निक्षेप प्रभु ऋषभदेव की पार्थिव देह को प्रणाम करते इन्द्र। सजनता Page #22 -------------------------------------------------------------------------- ________________ વિશેષ મહત્તા આ દૃષ્ટિકોણની નથી, પણ ‘આ દૃષ્ટિકોણથી પ્રાપ્ત, થયેલા સત્યને કેવા રૂપે પકડવામાં આવે છે' તેની છે. દ્રવ્યાર્થિક નયો અને પર્યાયાર્થિક નયોના દ્રષ્ટિકોણમાં ભેદ છે. જ્ઞાનનય અને ક્રિયાનયની વિચારવાની ઢબ ભિન્ન ભિન્ન છે. વ્યવહારનય અને નિશ્ચયનયના રાહ અલગ-અલગ છે. નૈગમ વગેરે નયોનું દરેકનું પ્રતિપાદન જુદુ જુદુ છે, પણ ત્યાં સુધી વાંધો નથી. વાંધો ત્યાં આવે છે, જ્યાં તે-તે દૃષ્ટિકોણથી પ્રાપ્ત થયેલા આંશિક સત્યને સંપૂર્ણ સત્ય તરીકે સ્થાપવાનો પ્રયત્ન થાય છે. નયવાક્યને પ્રમાણવાક્ય કલ્પી લેવાની અયોગ્ય યેષ્ટા થાય છે. એક સત્યાંશના આધારે એકાંતવાદનો આશરો લેવાની ભૂલ અક્ષમ્ય છે, કારણકે આ એકાન્તવાદ દૃષ્ટિને સાંકડી, રાંકડી અને તુચ્છ બનાવી દે છે. એકાન્તવાદીઓ પોતાને પ્રાપ્ત થયેલા એક સત્યાંશને સર્વથા સત્ય તરીકે સ્થાપવાના ઝનુની પ્રયાસમાં બીજાને પ્રાપ્ત થયેલા સત્યાંશની માત્ર ઉપેક્ષા નથી કરતાં, પણ જોરશોરથી વિરોધ કરે છે. પરિણામે સર્જાય છે... કદી અંત નહીં પામનારી વાદોની વણઝાર... વાદાંશ્ચ પ્રતિવાદાંશ્વ... આ ઉક્તિને તેઓ સાર્થક કરે છે. એકાન્તવાદી પાસે બીજાને સમજવાનું દિલ નથી, બીજાના વિચારને અપનાવવાની તૈયારી નથી. ‘મારું એ સાચું’ એ તેમની માન્યતા છે. આની સામે અનેકાન્તવાદ-સ્યાદ્વાદ સિદ્ધાંત વિશાળ છે-મહાન છે, કેમકે તેની પાસે ઉમદા દૃષ્ટિ છે. બધા સત્યાંશોનો સુયોગ્ય સંગ્રહ કરવાની અનોખી આવડત છે. બધાને તિરસ્કારવાનું ઝેર નથી, પણ આવકારવાનું અમૃત છે. આશાવાદ કે નિરાશાવાદના દૂષણો નથી, પણ યથાર્થવાદનું ભૂષણ અદ્ભુત સમન્વયશક્તિ છે, આંશિક સત્યોના આધારે સંપૂર્ણ સત્યને તારવવાની કુશળતા છે. દૃષ્ટાંતઃ કોર્ટમાં એક મહત્ત્વના પ્રસંગનો કેસ ચાલતો હતો. ‘પ્રસંગ ક્યાં બન્યો ?' તે શોધવા જુદા જુદા સાક્ષીઓની જુબાની લેવાઇ રહી હતી... એક વિશ્વાસપાત્ર સાક્ષીએ કહ્યું, ‘આ પ્રસંગ ખુલ્લા આકાશ નીચે બન્યો છે.’ બીજા એટલા જ વિશ્વસનીય સાક્ષીએ કહ્યું ‘આ પ્રસંગ ચાર દિવાલની વચ્ચે બન્યો છે.’ પ્રથમ નજરે દેખાતા આ વિરોધાભાસે ગૂંચ ઊભી કરી. ત્યાં સ્યાદ્વાદ શૈલીના હાર્દને સમજતા ત્રીજા સાક્ષીએ કહ્યું ‘બન્ને સાચા છે ! પ્રસંગ એક નવા સમાધિનો પ્રાણવાયુ d. ૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ બનતા મકાનમાં બન્યો છે. પ્રસંગ બન્યો ત્યારે મકાનની દિવાલો ચણાઇ ગઇ હતી, છતનું કામ બાકી હતું અને બધી ગૂંચ ઉકલી ગઇ. કડીનું અનુસંધાન થઇ ગયું. અનેકાંતવાદી પાસે જ આવી બીજાના વિચારને અપનાવવાની મહાનતા છે, તેથી જ તુચ્છ પકડ, હઠાગ્રહ, કે મમતની ગ્રંથિ તેને સતાવતી નથી. અનેકાન્તવાદને વિશાળ સમુદ્રની અને એકાંતવાદને છીછરી નદીની ઉપમા વગર કારણે મળી નથી. સાત અંધ પુરુષ અને હાથીનું દૃષ્ટાંત પણ આજ કારણસર પ્રસિદ્ધ થયું છે. “યુ એટીટયુડ'-સામેની વ્યક્તિના દૃષ્ટિકોણથી વિચારવાની તૈયારી માત્ર સ્યાદ્વાદીને જ વરેલી છે. તેથી જ સ્યાદ્વાદી સકળજીવસૃષ્ટિ પ્રત્યે સહાનુભૂતિની સરવાણી વહાવી શકે છે. તે જ બધા સાથે મૈત્રીના ઉષ્માભર્યા સમ્બન્ધો રાખી શકે છે. બધા ગુણોના મૂળ સ્રોત સમાન “દિલની ઉદારતા' ગુણ સ્યાદાદીને જ સુલભ છે. “સાચું એ મારું'-એ તેમની ફિલસુફી છે. પરવાદનું ખંડન શા માટે ? અહીં પ્રશ્ન થાય, કે “જો સ્યાદ્વાદી પાસે સમન્વયદૃષ્ટિ હોય, બધાને આવકારવાનું દિલ હોય, તો પછી તૈયાયિક આદિ પરદર્શનોના દૃષ્ટિકોણને સમજીને સ્વીકારવાને બદલે તેઓનું ખંડન જૈન ગ્રંથોમાં કેમ થાય છે ? બીજાની લીટીને ટૂંકી કરી પોતાની લીટી મોટી દેખાડવાની આ પદ્ધતિ શું ઉપરોક્ત દાવા સાથે સંગત છે ? બીજાને પછાડી પોતાની ઊંચાઇ દર્શાવવામાં સમન્વયદૃષ્ટિને બદલે અસૂયાદૃષ્ટિ જ વ્યક્ત થાય છે.” આ પ્રશ્નનો ઉત્તર સમજતા પહેલા એક દૃષ્ટાંત સમજી લો. ભારે તાવમાં પટકાઈ પડેલો છોકરો કડવી ગોળી લેવા કેમે કરીને તૈયાર નથી. તેથી વાત્સલ્યમયી માતાએ યુક્તિ લડાવી. મીઠો મધ જેવો પંડો તૈયાર ર્યો અને તેની મધ્યમાં તાવ ઉતારનારી કડવી ગોળી ધરબાવી દીધી. પુત્રના મસ્તક પર પ્રેમાળ હાથ ફેરવી પૅડો ખાવા આપ્યો. પોતે બીજા કામમાં પરોવાઇ. થોડીવાર રહીને પૂછ્યું “બેટા પેંડો ખાધો ?' દીકરાએ ઠાવકા મોઢે કહ્યું-હા ! મા ! પેંડો ખાધો, અને તેમાં રહેલો ઠળિયો ફેંકી દીધો !! નયાયિક વગેરે પરવાદીઓની આ દશા છે. મહામોહ અને મિથ્યાત્વનો ઉદય તાવ જેવો છે. સ્યાદ્વાદનો સ્વીકાર મોહતાવને ઉતારનારું રામબાણ અનેકાંતવાદ Page #24 -------------------------------------------------------------------------- ________________ ઔષધ છે. મિથ્યાત્વના ઉદયમાં આ સ્યાદ્વાદ ગળે ન ઉતરે-કડવો લાગે તે સહજ છે. કરુણાસાગર તીર્થકરો પરમવાત્સલ્યમયી માતા છે, જુદા જુદા નયોને આગળ કરી પરમાત્માએ પ્રકાશેલી સુધાવાણી પૅડા તુલ્ય છે. જુદા જુદા નયને પ્રધાન કરનારી દેશના દ્વારા પરમાત્માને મૂળમાં તો મિથ્યાત્વ (ખોટાની પકડ)મોહ (સત્ય ન સમજાવું) રૂપી તાવ ઉતારનારું સ્યાદ્વાદ ઔષધ જ પાવું છે, કારણકે સત્ય વચનની-તત્ત્વની સિદ્ધિ સ્યાદ્વાદથી જ થઇ શકે-તે સુગમ્ય છે. પરદર્શનકારોએ પ્રભુની વાણીમાંથી પોત પોતાને ઇષ્ટ નયનો સ્વીકાર ક્ય. એ વાત નંદીસૂત્રના “જયઇ સુઆણે પભવો' વચનથી સિદ્ધ છે. આ પરદર્શનોએ પોતાને અનુકુળ વિચારધારારૂપ પેંડાનો સ્વીકાર ર્યો, અને સ્યાદ્વાદને ઠળિયાતુલ્ય માની ફગાવી દીધો. પેંડામાં પુષ્ટિદાયક ગુણ છે, પણ તાવ દૂર થાય તો. તાવની હાજરીમાં તો પેંડો ખાવાથી તાવ વધે જ. કડવી ગોળીથી પહેલા તાવ ઉતારવો આવશ્યક છે. બસ, આ જ પ્રમાણે સ્યાદ્વાદનો સ્વીકાર મોહ-મિથ્યાત્વ તાવને દૂર કરે, અને સમ્યકત્વરૂપ આરોગ્ય બક્ષે. તે પછી કરેલી નયોની વિચારણા અવશ્ય સમ્યકત્વરૂપ આરોગ્યને પુષ્ટિદાયક બને. પણ સ્યાદ્વાદને છોડી માત્ર તે-તે નયોને પકડવામાં મોહતાવ હટે તો નહિ, પણ ઉપરથી વધે જ. પરદર્શનકારોને મોહ-મિથ્યાત્વનો તાવ જોરદાર છે, તેથી તેમની પાસે નયસત્ય હોવા છતાં સ્યાદ્વાદદષ્ટિના અભાવમાં લાભને બદલે નુકસાન જ થાય છે. વસ્તુના એક ધર્મને પકડી વસ્તુને સંપૂર્ણતયા તે રૂપે જ માનવા-મનાવવાની તેમની ચેષ્ટા તેમના પ્રબળ મોહોન્માદને પ્રગટ કરે છે. નયસત્ય(એકપક્ષી સત્ય)ને તેની કક્ષામાં રહેવા દેવાને બદલે પ્રમાણ(સંપૂર્ણ સત્ય)ની કક્ષામાં લઇ જવામાં એ નય પ્રમાણ તો બની શકતો નથી, પણ નયરૂપે પણ રહેતો નથી, બલ્ક દુર્નય બની જાય છે. “આંશિક સત્યને સંપૂર્ણ સત્ય ઠેરવવા જતાં તે મહાઅસત્ય બની જાય છે. આ વાત તેઓ ભૂલી જાય છે. આભિગ્રહિક અને આભિનિવેશિક મિથ્યાત્વના પ્રબળ ઉદયે તેઓ પોતાની આ ભૂલને સત્યમાં ખપાવવા ઉદ્યમ કરે છે, અને તે માટે મતિઅજ્ઞાનાવરણના ક્ષયોપશમથી મળેલી દુર્બુદ્ધિનો ઉપયોગ કરે છે. અને બીજી અનેક અસત્કલ્પનાઓ ઘડી “એક જૂઠ સો જૂઠને ખેંચી લાવે' એ પંક્તિને સમાધિનો પ્રાણવાયુ Page #25 -------------------------------------------------------------------------- ________________ ચરિતાર્થ કરે છે. તેઓ મુગ્ધ લોકોને છેતરે છે, અને સન્માર્ગ પામેલાઓને ઉન્માર્ગી ઠેરવવાની બાલિશ ચેષ્ટાથી મહાપાપના પોટલા ભેગા કરે છે. તેઓની આ સ્વપરને પ્રબળ હાનિકારક ચેષ્ટા જોઇ અનંત કરુણાથી છલકાતા જૈન આચાર્યોએ તેમની પ્રરૂપણાઓને ખાંડી છે, અને તેમાં યોગ્ય સુધારા સૂચવ્યા છે. અહીં જૈન આચાર્યોએ-આ ભૂલા પડેલાઓ સન્માર્ગને પામે, તથા મુગ્ધલોકો તેઓથી ભરમાઇને ઉન્માર્ગે ન જાય, અથવા સન્માર્ગ પામેલાઓ તેઓની બુમરાણથી શંકા પામી સન્માર્ગ છોડી ઉન્માર્ગે ન વળેઆવા પવિત્ર આશયથી જ પરદર્શનોનું ખંડન ક્યું છે. આ ખંડનમાં ક્યાંય બીજાને હલકા ચીતરી પોતાની મોટાઇ બતાવવાની ક્ષુદ્ર મનોદશા નથી. ક્યાંય બીજાને પછાડી પોતાની ઉંચાઇ બતાવવાની તુચ્છ ચેષ્ટા નથી. ક્યાંય અસૂયા દૃષ્ટિનો અંશ નથી. વળી જૈન ગ્રંથોમાં ક્યાંય નયસત્યોનું ખંડન નથી ર્યું, પણ મિથ્યા દુર્રયોનું જ ખંડન ક્યું છે. વળી પ્રાયઃ પરદર્શનકારો સ્યાદ્વાદના સ્વરૂપને સમજી શક્યા નથી. તેથી તેઓ જ્યારે જ્યારે પોતાના ગ્રંથ વગેરેમાં સ્યાદ્વાદનું નિરૂપણ કે ખંડન કરે છે, ત્યારે ત્યારે પ્રાયઃ સ્યાદ્વાદને વિકૃતરૂપે જ રજુ કરે છે. તેઓને મન સ્યાદ્વાદ એટલે ‘નિરાશાવાદ’ ‘સંદિગ્ધવાદ' કે ‘બધા દર્શનોના ભેળસેળથી પ્રગટેલો વાદ.’ તેઓને ‘પોતાની આ માન્યતા ખોટી છે' એમ ખબર પડે, અને સ્યાદ્વાદસિદ્ધાંત ‘યથાર્થવાદ છે, અસન્દિગ્ધવાદ છે અને મૌલિક સિદ્ધાંત છે' એવું સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય એ જ આશય આચાર્યોનો છે. ખ્યાલ રાખો ! પોતાના અહિતમાં પ્રવૃત્ત થયેલા પુત્રને થપ્પડ મારીને પણ અટકાવતી મા ક્રૂર નથી, પણ કરૂણામયી જ છે. ત્રણ પરીક્ષા પતિ-પત્ની વચ્ચે જબરો ઝઘડો થઇ ગયો. વાત છુટાછેડા સુધી પહોંચી ગઇ. કોર્ટમાં હાજર થયેલા બંનેને ન્યાયાધીશે પૂછ્યું-ઝઘડાનું કારણ શું છે ? પતિએ કહ્યું-મારે મારા દીકરાને વકીલ બનાવવો છે. ત્યાં જ પત્ની તાડુકી-એ નહીં જ બને ! એ તો ડૉક્ટર જ થશે... કોર્ટમાં જ ફરી બંને લડ્યા... છેવટે વાત પતાવવા જજે કહ્યું-એમ કરો ! તમારા દીકરાને જ બોલાવો. એને જ પૂછીએતારી શું થવાની ઇચ્છા છે ! આ સાંભળી બંને ચૂપ થઇ ગયા. આથી અકળા જ અનેકાંતવાદ Page #26 -------------------------------------------------------------------------- ________________ યેલા જજે હવે ચૂપ થઇ જવાનું કારણ પૂછ્યું. બંનેએ કહ્યું-અમને હજી કોઇ દીકરો થયો જ નથી. આ તો એ થાય, તો એને શું બનાવવો એ વિચારતા ઝઘડો થયો. મૂળ જેને ભણાવવાની વાત છે, એ જ જો નથી, તો આ આખી વાતચર્ચા-લડાઇ નકામી જ છે ને ! વાત એ છે કે જગતના જુદા-જુદા ધર્મો વચ્ચે પણ લડાઈ છે કે કોનો ધર્મ સારો ? કોના ધર્મમાં સારી ક્રિયા-સારા આચારો બતાવ્યા છે ? પણ જૈનશાસન કહે છે-એ બધી વાત પછી, પણ પહેલા એનો તો નિર્ણય કરો કે ધર્મ કોના માટે છે ? આચાર કોના કલ્યાણ માટે છે ? ક્રિયાથી કોનો ઉદ્ધાર કરવો છે ? જેના માટે આ બધી ધમાલ છે, એ જ જો નહીં હોય, તો બધી ચર્ચા નક્કામી ઠરશે. આમ તો પ્રાયઃ બધા જ ધર્મો એકી અવાજે કહેશે-બીજા કોના માટે વળી, આત્મા માટે જ ધર્મ-ક્રિયા-આચાર છે ને ? ત્યારે ફરી જૈનશાસનનો પ્રશ્ન છે. તમે જે આત્મા કહો છો એ આત્મા કેવો છે ? તમે જેવો આત્મા માન્યો છે, એવો આત્મા છે ? ને એવા પ્રકારે જો એ હોય, તો એ આત્માને લાભ થઇ શકે ખરો ? શ્રી અષ્ટક પ્રકરણ વગેરે ગ્રંથોમાં ધર્મની કષ-છેદ-તાપ પરીક્ષા કહી છે. આ ત્રણ પરીક્ષા દ્વારા ધર્મરૂપી સુવર્ણ શુદ્ધ છે કે બનાવટી છે, તે જાણી શકાય છે. એમાં તે-તે ધર્મે કરેલા વિધાનો અને નિષેધો ઉચિત હોય, તો તે કષ પરીક્ષામાં ઉત્તીર્ણ ગણાય છે, જેમ કે જીવદયા પાળવી, જુહુ નહીં બોલવું. તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાન કરવું. પણ આ વિધિ-નિષેધ યોગ્ય રીતે અમલમાં આવી શકે એવા અનુષ્ઠાન-આચારો બતાવવા પણ જરૂરી છે. આચારોના આધાર વિનાના રજુ કરેલા સુંદર વિચારો એ તાળીઓ મેળવી લેવા રજુ કરેલા ક્વોટેશન માત્ર છે, કે જેઓનું વર્તમાનમાં ટનબંધ પ્રોડક્શન ચાલુ છે. દરેક આચારભ્રષ્ટ વક્તા સુંદર ક્વોટેશનો રજુ કરી રહ્યો છે. વેશ્યાઓ સતીના સ્વરૂપને વર્ણવી રહી છે. વિધિ-નિષેધ પોષક આચાર જે ધર્મમાં હોય, તે ધર્મ છેદ પરીક્ષામાં પાસ થાય છે. પણ આ વિધિ-નિષેધ કે આચાર જેના હિત માટે છે, એ આત્મા એવા સ્વરૂપનો હોવો જોઇએ કે જેથી એનું હિત થઇ શકે. આ પરીક્ષા તાપ પરીક્ષા છે. સમાધિનો પ્રાણવાયુ- - ૯ - Page #27 -------------------------------------------------------------------------- ________________ આત્માનું ને એના અનુસંધાનથી જગતના વસ્તુમાત્રનું જે યથાર્થ સ્વરૂપ દેખાડી શકે, એ જ ધર્મ શુદ્ધ સુવર્ણસ્વરૂપ છે. એના પ્રણેતા વાસ્તવમાં સર્વજ્ઞ છે. જો જગતમાં કોઇ પણ પ્રકારનો એકાંત જ તત્ત્વરૂપ હોત, તો અનંતકાળથી જગત એ પ્રમાણે જ ચાલતું રહેવાથી વારંવારના એક સરખા અનુભવના આધારે સમગ્ર જગતના સ્વરૂપનો નિર્ણય ક૨વા કોઇ પણ સક્ષમ બની શકે ને તેથી સર્વજ્ઞ થઇ શકે. પણ જગત અનંત વિચિત્રતાઓથી ભરપૂર છે. જીવો એક સ્વભાવી નથી, પણ તે-તે અવસ્થા-દશા-ભૂમિકાને સૂચવતા અનંત સ્વભાવવાળા છે. કર્મો પણ એક પ્રકારના નથી, એક પ્રકારની જ અસ૨વાળા નથી, ને જીવો પણ કર્મની તે-તે અસ૨ને લેવાવાળા છે, તેથી પણ અનંતી વિચિત્રતાઓ સર્જાય છે. આ જ સૂચવે છે કે અહીં પ્રાયઃ કોઇ વાતનો એકાંત નથી, પ્રાયઃ ક્યાંય એક સાથે કે ક્રમશઃ એકસરખાપણું દેખાતું નથી. તેથી જ એકવારના તેવા અનુભવથી બીજીવા૨ પણ એમ જ થશે તેવું સો ટકા ગેરંટીવાળું અનુમાન થઇ શકતું નથી. ને તેથી જ જગતની આવી તમામ વિચિત્રતાઓને જે સ્પષ્ટ જાણી શકે છે, ને તેથી જ એ વર્ણવી શકે છે, એને સર્વજ્ઞ માનવો જ રહ્યો. સર્વજ્ઞકથિત વસ્તુ સ્વરૂપ... વીતરાગ થઇ સર્વજ્ઞ થયેલા પ્રભુ તીર્થસ્થાપન વખતે ગણધર ભગવંતોના ‘ભયવં કિ તત્ત’ (ભગવાન ! તત્ત્વ શું છે ?) એવા પ્રશ્નના જવાબમાં જે ત્રિપદી આપે છે, એ જૈનમત માન્ય તત્ત્વસ્વરૂપ છે. પરમાત્મા કહે છે-‘ઉપ્પન્ને ઇ વા, વિગમે ઇ વા, વે ઇ વા,’ (ઉત્પન્ન પણ થાય છે, વિગમ (નાશ) પણ પામે છે, ધ્રુવ (કાયમી) પણ રહે છે.) આમાં દરેક પદ પછીનો ‘વા’ ‘સ્યાદ્’ નો દ્યોતક છે. એટલેકે કથંચિત્ (કંઇક અંશે) ઉત્પન્ન થાય છે... ઇત્યાદિ. આ ‘વા’ જ સૂચવે છે કે ઉત્પત્તિ-વિનાશ-ધ્રૌવ્ય ત્રણે એક બીજા સાથે સંકળાયેલા છે, ને દરેક સત્ વસ્તુ પ્રતિસમય આ ત્રણે ભૂમિકાને અનુભવે છે. જગતના ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ અને જીવ આ પાંચે અસ્તિકાયને ને કાળ-આમ છ એ દ્રવ્યને આ ત્રણે ય ભૂમિકા હંમેશા સ્પર્શે છે. શ્રીગણધર ભગવંતો આ ત્રિપદીના આધારે દ્વાદશાંગીની રચના મુહૂર્તમાત્રમાં (૪૮ મિનિટમાં) કરે છે. ૧૦ અનેકાંતવાદ Page #28 -------------------------------------------------------------------------- ________________ પછી જ્યારે ભગવાન શ્રીગણધર ભગવંતોની એ રચનાને માન્યતા આપવા ને તીર્થ સ્થાપવા એ ગણધર ભગવંતો પર વાસક્ષેપ કરે છે, ત્યારે કહે છે-દ્રવ્ય-ગુણ-પર્યાયથી તીર્થની અનુજ્ઞા આપું છું. જગતમાં જે કાંઇ સત્ છે, તે બધું કાં તો દ્રવ્યરૂપ છે, કાં તો ગુણરૂપ છે, કાં તો પર્યાયરૂપ છે. તત્ત્વાર્થસૂત્રમાં “ગુણપર્યાયવત્ દ્રવ્યમ્' આ સૂત્રથી ગુણો અને પર્યાયોને દ્રવ્યને આધારે રહેલા બતાવ્યા છે. ત્યાં જ કહ્યું છે. વ્યાશ્રિતા નિર્ગુણ ગુણા” ગુણો દ્રવ્યને આશ્રયીને રહ્યા છે. કોઇ ગુણ બીજા કોઇ ગુણનો આશ્રય નથી. (તમાં દ્રવ્યની સાથે જ ઉત્પન્ન થાય તે ગુણ. ક્રમશઃ આવતી અવસ્થાઓ તે પર્યાય. મુળભૂત પદાર્થ તે દ્રવ્ય.) આઇન્સ્ટાઇનને જગતને Law of Relativity.... સાપેક્ષવાદનો સિદ્ધાંત બતાવ્યો... જોકે સ્પેસ અને ટાઇમની અપેક્ષાવાળો આ સિદ્ધાંત મર્યાદિત બાબતોને જ સ્પર્શે છે. એમના મતે કોઇપણ પદાર્થ પ્રકાશની ઝડપ મેળવે છે ત્યારે તે કાળાતીત થાય છે. જિનેશ્વર પ્રભુએ બતાવેલો સ્યાદ્વાદ વસ્તુમાત્રને સ્પર્શે છે, આ વાત એટલે સુધી છે કે જે સ્યાદ્વાદમય નથી, તે વસ્તુ નથી, સત્ નથી. ધર્માસ્તિકા આદિ છ દ્રવ્યોમાંથી એક પણ દ્રવ્ય ઉત્પાદ-વ્યય અને પ્રીવ્યના એક સાથે સતત અનુભવથી રહિત નથી. કેવળજ્ઞાનરૂપ (સર્વજ્ઞતા-બધા જ પદાર્થોનું બધું જ જ્ઞાન થવું) સર્વશ્રેષ્ઠ, સર્વોત્કૃષ્ટ અને સંપૂર્ણ પ્રમાણથી આ સિદ્ધ થયું છે. કેવળજ્ઞાનરૂપ પ્રમાણથી જ દરેક વસ્તુ અનંતધર્માત્મક (અનંત ગુણધર્મોવાળી) પણ સિદ્ધ છે. બીજી રીતે કહીએ તો દરેક વસ્તુ સર્વધર્માત્મક છે. જગતની તમામ વસ્તુઓ (જીવ કે જડ)ના તમામ ધર્મો એક વસ્તુના પણ ધર્મો છે, ને એક વસ્તુના તમામ ધર્મો જગતની બીજી તમામ વસ્તુઓના પણ ધર્મોરૂપ છે. આમ જગત એક છે, સર્વમય છે ને પૂર્ણ છે. અહીં મને લાગે છે કે વસ્તુ તરીકે (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય અને (૪) વર્તમાન સમયરૂપ કાળ આ ચાર દ્રવ્યો તથા (૫) અનંતા પુદ્ગલ પરમાણુઓ અને (૬) અનંતા જીવો.. આ રીતે ગણતરી કરવી જોઇએ. ઘટ (ઘડો), પટ (કપડું) વગેરે સ્વતંત્ર વસ્તુ નક્ષી, પણ પુદ્ગલ સમાધિનો પ્રાણવાયુ – ૧૧ - Page #29 -------------------------------------------------------------------------- ________________ પરમાણુઓના પરિણામો-પર્યાયો છે. ઘડો ઘડા તરીકે àકાલિક અસ્તિત્વ ધરાવતો નથી, પણ પુદ્ગલરૂપે સૈકાલિક છે. જીવ મનુષ્ય-દેવ વગેરે રૂપે àકાલિક નથી, પણ જીવરૂપે સૈકાલિક છે. - - આ તમામ દ્રવ્યો સ્વપર્યાય અને પરપર્યાય દ્વારા સર્વ દ્રવ્યમય છે.દા.ત. એક યુગલ પરમાણુ ત્રણે કાળમાં જે-જે પરિણામો પામ્યો, પામી રહ્યો છે ને પામશે તે બધા એના સ્વપર્યાય છે. ને ત્રણે કાળમાં એ જે પરિણામો પામવાનો જ નક્ષી, એ બધા એના માટે પરપર્યાય છે, જેમ કે એ તેવા-કેવા પુદ્ગલ સ્કંધોમાં જોડાઇને ઘડો-કપડો વગેરે પર્યાય પામ્યો-પામશે, એ બધા એના સ્વપર્યાયો છે. પણ એ કદી જીવત્વ, સિદ્ધિત્વ વગેરે પરિણામો પામશે નહીં, તેથી એ બધા એના માટે પરપરિણામો છે અથવા દેવપણું, મનુષ્યપણું એના પર્યાયો નથી, તેથી એ બધા પરપર્યાયો છે. પોતાના પર્યાયો સાથે એનો અસ્તિત્વ (હોવું, થવું) સંબંધ છે ને પરપર્યાયો સાથે એને નાસ્તિત્વ ન હોવું, ન થવું) સંબંધ છે. એ પુદ્ગલરૂપ હોવા છતાં ધર્માસ્તિકાય આદિના ને જીવના પણ તમામ પર્યાયો સાથે નાસ્તિત્વ સંબંધથી જોડાયેલો છે. અર્થાતુ-એ પર્યાયો નાસ્તિત્વસંબંધથી એના પર્યાયો છે. અહીં સમજવા માટે એક કાલ્પનિક દૃષ્ટાંત લઇએ... રમણભાઇ શ્રીમંત છે. મગનભાઇ શ્રીમંત નથી. એટલે કે રમણભાઇમાં શ્રીમંતાઇનો ભાવ છે ને મગનભાઇમાં શ્રીમંતાઇનો અભાવ છે. હવે આ ભાવ અને અભાવ બંનેને સંબધિરૂપ ગણીએ, તો એમ કહી શકાય કે રમણભાઇમાં ભાવસંબંધથી શ્રીમંતાઇ છે ને મગનભાઈના અભાવસંબંધથી શ્રીમંતાઈ છે. જેનદાર્શનિકો આ ભાવસંબંધ અને અભાવસંબંધને જ ક્રમશઃ અસ્તિત્વ સંબંધ અને નાસ્તિત્વ સંબંધ તરીકે ઓળખાવે છે. આમ રમણભાઇ ને મગનભાઇ બંનેમાં શ્રીમંતાઈ છે, એકમાં ભાવસંબંધથી ને બીજીમાં અભાવસંબંધથી. એ જ રીતે રમણભાઇ ગરીબ નથી, મગનભાઇ ગરીબ છે. તેથી બંનેમાં ગરીબાઇ તો છે જ, રમણભાઇમાં અભાવ સંબંધથી ને મગનભાઇમાં ભાવ સંબંધથી. પ્રમાણ દ્રવ્યમાત્રના પૂર્વકાળસંબંધથી, વર્તમાનકાળસંબંધથી અને અનાગત-ભાવીકાળ સંબંધથી જે-જે પર્યાયો હોવા સંભવે છે, તે-તે પર્યાયોને સ્વપર્યાયરૂપે જ-અસ્તિત્વ સંબંધથી જ સ્વીકારે છે. - ૧૨ - - અનેકાંતવાદ Page #30 -------------------------------------------------------------------------- ________________ દા.ત. અત્યારે આપણા માટે નિગોદઅવસ્થાગત પર્યાયો પણ પૂર્વકાળસંબંધથી આપણા સ્વપર્યાયો છે, મનુષ્યપણું વગેરે વર્તમાનકાળસંબંધથી આપણા સ્વપર્યાયો છે ને સિદ્ધપણું વગેરે ભવિષ્યકાળસંબંધથી આપણા સ્વપર્યાયો છે, કારણ કે કેવળજ્ઞાનની પ્રજ્ઞામાં આ રીતે દેખાય છે. આમ નિગોદમાં જે હતો, એ પણ હું જ છું. આજે જે મનુષ્યરૂપે દેખાય છે, તે પણ હું જ છું ને ભવિષ્યમાં જે મોક્ષે જશે, તે પણ હું જ છું. જીવના પ૬૩ ભેદો જેમ વર્તમાનકાળે જગતમાં-સંસારમાં વિદ્યમાન તમામ જીવોનો સમાવેશ કરે છે, તેમ પ્રાયઃ હરેક જીવના કાલિક પર્યાયોને અપેક્ષીને તે-તે જીવમાત્રના એ પ૬૩ ભેદ છે. એટલે કે પ્રાયઃ દરેક જીવ અનંતકાળથી જીવના ૫૬૩ ભેદમાં ભમ્યા કરે છે. અહીં પ્રાયઃ શબ્દ એટલા માટે છેકે કેટલાક જીવો આ ૫૬૩ ભેદમાંથી અમુક ભેદ કદી પામતા નથી; જેમકે ભગવાન મહાવીર સ્વામીનો જીવ જીવના અનુત્તર દેવલોકસંબંધી જે ભેદો છે, તે ભેદો કદી પામ્યા નથી-પામવાના નથી. એ જ રીતે જે જીવો અનુત્તર દેવલોકસંબંધી જીવભેદ પર્યાય પામે છે, તેઓ પણ આ અનુત્તર ભેદ વધુમાં વધુ બે વાર જ પાળી શકે છે. તેથી વધુવાર નહી. તેથી પ્રાયઃ શબ્દ મૂક્યો છે. આમ પ્રાયઃ હરેક જીવમાં ત્રણકાળને અપેક્ષીને પ્રાયઃ ૫૬૩ જીવભેદો સંભવે છે. આમ વિચારવાથી એ લાભ થાય કે હે જીવ ! તું ભૂતકાળમાં અનંતવાર નિગોદ વગેરે જીવભેદ પર્યાય પામ્યો છે, ને હજી જો પ્રમાદ કરીશ, તો આ ભેદોમાં જ ભમ્યા કરીશ.... તને આ રીતે ભમ્યા કરવાનો કંટાળો આવવો જોઇએ. કેમ કે આમાં મનુષ્ય ભેદ ઘણી ઊંચાઇ બતાવે છે, ને નિગોદ ભેદ સાવ તળિયું બતાવે છે. તો શું તાજું ફરી અધઃપતન થાય એ ઇચ્છે છે ? જો તારી એવી ઇચ્છા ન હોય, તો તું પ્રમાદ છોડી સાધક થા.. જેથી હવે પછી તું માત્ર દેવ સંબંધી અને માનવસંબંધી સારા ગણાતા ભવભેદમાં જ ર્યા કરે ને એમ કરતા કરતાં અત્યારસુધી તું જે પર્યાય કદી પામ્યો નથી તે સિદ્ધ ભેદ પર્યાયને પામી જા. આ પર્યાય પામી ગયા પછી તારે બીજા એકપણ જીવભેદરૂપ પર્યાય પામવાનો રહેશે નહીં. સમાધિનો પ્રાણવાયુ ૧૩ - Page #31 -------------------------------------------------------------------------- ________________ આમ તો આ ક્ષણે પણ આપણા દરેકમાં અનંતા ધર્મો વિદ્યમાન છે. પણ એમાંથી કેટલાક ધર્મો વિનાશ પામ્યા છે, કેટલાક માટેની સ્વરૂપયોગ્યતા (સંભાવનાઓ જીવંત છે) ને કેટલાક પ્રગટરૂપે છે. જેમ કે અવ્યવહારરાશિપશુંરૂપ ધર્મ નાશ પામ્યો છે. સિદ્ધત્વ ધર્મ સ્વરૂપયોગ્યતામાં છે, ભવ્યત્વ પ્રગટરૂપે છે. એ જ રીતે ભૂતકાલીન નરકાદિપર્યાયો નાશ પામ્યા છે, ભવિષ્યકાલીન દેવઆદિ પર્યાયોની સ્વરૂપ યોગ્યતા છે કે મનુષ્યપર્યાય પ્રગટરૂપે છે. માનો કે કોઇ છગનભાઇ છે. તો અત્યારના પણ એમનામાં મનુષ્યપણું, ભારતીયપણું, પુત્રપણું, ભાઇપણું, પિતાપણું, પતિપણું વગેરે ઢગલાબંધ પર્યાયો પ્રગટરૂપે છે. પ્રમાણ કોઇપણ પર્યાય-ધર્મને મુખ્ય-ગૌણ કરે નહીં. પ્રમાણ માટે બધા જ ધર્મો-પર્યાયો એક સરખા છે. એક સરખા મુલ્યવાળા છે. તેથી જ પ્રમાણ તો કહે છે કે જ્યારે કોઇની એક પર્યાયને આગળ કરી શાબ્દિક ઓળખાણ અપાય છે, ત્યારે પણ અર્થથી તો એના તમામ પ્રગટ-અપ્રગટ પર્યાયોની ને એ પર્યાયોવાળા તરીકે એની ઓળખ થાય જ છે. તેથી જ પિતા, ભાઈ, પત્ની, પુત્ર વગેરે સાથે રહેતા છગનભાઇએ આ તમામ સાથેના સંબંધથી પોતાનામાં ઉત્પન્ન થતાં તમામ પુત્રપણું વગેરે ધર્મોને સમાનતયા જોવાના છો એટલે કે એ જેટલો પિતા માટે પુત્ર છે એટલો જ ભાઇ માટે ભાઇ છે, પત્ની માટે પતિ છે ને પુત્ર માટે પિતા છે. પતિએ પત્નીને ફરિયાદ કરી-લગ્ન પહેલા તો આપણે મળતા ત્યારે તું કહેતી હતી કે તમારા વિના મને ગમતું નથી ને હવે તો તને આખા દિવસમાં મને મળવાનો સમય પણ નથી મળતો. પત્નીએ કહ્યું-પહેલા તો તમે મારા પ્રિયતમ હતા. એ એક જ સંબંધ હતો. હવે તો મારે બધાને સાચવવાના છે. સાસુ-સસરા માટે હું પુત્રવધુ છું. દિયરો માટે ભાભી છું. નણંદ માટે ભોજાય છું ને છોકરાઓ માટે મા છું. એ બધા સંબંધોને સાચવવા જતાં તમે જ કહો, તમારી પત્ની તરીકે મને કેટલો સમય મળે ? તે-તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદિને આગળ કરી તે-તે એક ધર્મ વિશેષને આગળ કરે, મહત્ત્વ આપે એ નય છે. ઉચિત પ્રાધાન્ય આપે એ સુનય છે ને અનુચિત પ્રાધાન્ય આપે અથવા એક જ ધર્મને સ્વીકારે, બાકી બધા ધર્મોને - ૧૪ - અનેકાંતવાદ Page #32 -------------------------------------------------------------------------- ________________ સ્વીકારે જ નહીં, અથવા અવસરોચિત આપવા યોગ્ય પ્રાધાન્ય આપે નહીં, એ બધો દુર્નય પ્રકાર છે. અવસરોચિત એકને મુખ્ય કરવો ને બીજાને ગૌણ કરવો એ અનેકાંતમય અમૃતદષ્ટિ છે. પૂર્વના કાળમાં ભરવાડણ દહીના મોટા ગોળામાં રવૈયો ફેરવતી વખતે રવૈયાને દોરીથી ફેરવતી હતી. એ વખતે એક છેડો ખેંચે ને બીજા છેડે ઢીલ મુકે.. એ રીતે રવૈયો ફેરવવાથી દહીમાંથી માખણ તૈયાર કરતી હતી.... પ્રમાણભૂત દહીમાંથી સાર તત્ત્વરૂપ માખણ મેળવવા નયોનો રવૈયો આ રીતે ફેરવવાનો છે. કોઇ વ્યક્તિ પોતાના પુત્રત્વ ધર્મને ખૂબ મહત્ત્વ આપે ને પતિત્વ ધર્મને સાવ કોરાણે મુકી દે, તો લોકો એને માવડીયો ગણે છે. એની પત્ની એને સન-બાય-કા.. કહે છે. તો જે વ્યક્તિ પત્નીના ઇશારે નાચતો થઇ જાય ને મા-બાપને તગેડી મુકે, એકલા પાડી દે... અપમાનિત કરી નાખે, તો એ પુત્રત્વ ધર્મને કલંકિત કરે છે.... એ જોરુ કા ગુલામ ગણાય છે. બાયડીઘેલો મનાય છે. મા-બાપના નિઃસાસા પામેલો તે જીવનમાં છેવટે બરબાદ થઇ જાય છે. ન્યાયાલયમાં એ જો ન્યાયાધીશ છે, તો ન્યાયાધીશપણું ધર્મ મધ્યસ્થ ભાવથી સિદ્ધ થાય છે, ત્યાં સગપણ ધર્મને આગળ કરે, તો એ ન્યાયાધીશ તરીકે નાલાયક ગણાય. જહાંગીરનો ન્યાય એટલા માટે જ વખણાયો કે ન્યાય કરતી વખતે તે સગા પુત્રના સગપણને ગૌણ કરી દેતા હતા. પણ એજ ન્યાયાધીશ જો ઘરે પણ ન્યાયની ભાષામાં વાત કરે તો ? હાઇકોર્ટના ન્યાયાધીશને એના આઠ વર્ણના ચીંટુએ રોતા રોતા કહ્યું - પપ્પા ! મમ્મીએ મને માર્યું. તરત એ ન્યાયાધીશ બોલી ઉઠ્યા = સુપ્રિમ કોર્ટમાં થયેલી સજા માટે હાઇકોર્ટમાં અપીલ કરી શકાય નહીં ! વાત આ છે કે નયો કોઇ ને કોઇ ધર્મને આગળ કરે છે, પણ સાચો નયાભ્યાસ એ ગણાય કે જે વખતે જે ધર્મને આગળ કરવાનો હોય, તે વખતે તે ધર્મને આગળ કરે. જો કે એકાંતવાદમાં તો આવી કોઇ વાત જ સંભવતી નથી, કારણકે એ તો દરેક વસ્તુને એક નિશ્ચિત સ્વભાવવાળું કાયમ માટે માની લે છે. એકથી વધુ સ્વભાવ પણ માને તો અનેકાંતવાદ આવીને ઊભો રહી જાય. સમાધિનો પ્રાણવાયુ Page #33 -------------------------------------------------------------------------- ________________ હવે તમે કોઇ ગરીબને શ્રીમંત કરવા ધન આપો, તો એ દાન ફોગટ છે, કારણ કે જો એ ગરીબી નામના ધર્મ-સ્વભાવવાળો છે, તો એ ધર્મ-સ્વભાવ નિત્ય હોવાથી બદલાવાનો જ નથી. અલબત્ત આ તો સમજવા માટે આપેલી કલ્પના છે. મૂળભૂત રીતે એ જીવ જ્યારથી છે, ત્યારથી સુખસ્વભાવવાળો છે કે દુઃખસ્વભાવવાળો ? જો એ સુખસ્વભાવવાળો છે, તો ત્યારથી એ સુખી જ છે. એ દુઃખી થયો જ નથી કે જેથી એને સુખી કરવાની મહેનત કરવી પડે. ને એ જો પહેલેથી જ દુઃખસ્વભાવવાળો છે, તો તમે ગમે તેટલું કરો એનો સ્વભાવ બદલાવાનો જ નથી, તેથી દુઃખી જ રહેવા સર્જાયેલો છે. તેથી મહેનત માથે પડશે ! આમ એકાંતવાદમાં શુભ કે અશુભ કોઇ વ્યવહાર ઘટી શક્તા જ નથી. સર્વત્ર અનેકાંતથી જ કાર્યસિદ્ધિ પણ થાય છે ને બધા વ્યવહારો પણ સંપન્ન થાય છે. તેથી જ એકાંતવાદમાં ભાગ્ય-કર્મ પણ માત્ર શબ્દો જ રહે છે. તેથી કોઇ અર્થ સરતો નથી. દુઃખી સ્વભાવવાળાને પુણ્યકર્મ સુખી નહીં કરી શકે ને સુખી સ્વભાવવાળાને પાપકર્મ દુઃખી નહીં કરી શકે. અરે એ જે કોઇ મહેનત-પુરુષાર્થ કરે, એ પણ માથે જ પડે. કારણકે દુખસ્વભાવ છે, તો સુખી થવા ગમે તેટલા માથા પછાડે-મહેનત કરે, દુઃખી જ રહેવાનો છે. જેમ કે કોઇ માણસ હંમેશા દુઃખ માથે લઇને જ ફરતો હોય છે. શિયાળામાં એની ફરિયાદ “ઠંડી ખૂબ પડે છે” એ હશે... ઉનાળામાં એ કહેશેબાપરે ! શેકી નાખે એવી ગરમી છે' ચોમાસામાં આકાશમાંથી પાણીની સાથે એની આંખમાંથી ય પાણી નીકળતા હશે. “આ વરસાદમાં ક્યાંય જવાતું નથી.” રૂપિયા આવશે તોય રોશે-“રાખવા ક્યાં ? સંભાળવા કેવી રીતે ?” ને ગયા તો- “હાય ! ગયા ?' બસ એકાંતવાદ માનો તો જીવની હાલત કાં'ક આવી જ રહે.. કાં તો કાયમ સુખી... કાં તો કાયમ દુઃખી ! અનેકાંત જ સર્વત્ર બધી ઘટનાઓનો તાળો મેળવી આપે છે. એકવાર છોકરાએ લાત મારી તો બાપાએ એને છાતીએ વળગાડ્યો..એ જ છોકરાએ જ્યારે બીજી વાર લાત મારી ત્યારે બાપાએ એને કાયમ માટે અળગો કરી નાખ્યો..આમ કેમ ? અનેકાંત કહે છે-સંદર્ભ બદલાયા...અર્થ બદલાઇ ગયો. વ્યવહાર - ૧૬ - – અનેકાંતવાદ Page #34 -------------------------------------------------------------------------- ________________ બદલાઇ ગયા... છ મહીનાનો હતો... લાત લગાવી, વહાલી લાગી.. છવીસ વર્ષનો થયો, લાત લગાવી... વસમી લાગી. જે ભગવાન મહાવીર સ્વામીએ ભવિતવ્યતાવાદી ગોશાળાના મતને પકડીને બેઠેલા સદ્દાલપુત્ર આગળ પુરુષાર્થનું મહત્ત્વ બતાવ્યું, ને એમ કરી એને સમ્યક્ત્વ આપી મહાશ્રાવક બનાવ્યો... એજ પ્રભુ વીરે અંતિમ સમયે ઇંદ્રે એક ક્ષણ આયુષ્ય વધારવા કહ્યું ત્યારે એ શક્ય નથી એમ કહી કહ્યું-‘ભસ્માશિગ્રહનો મારા જન્મ નક્ષત્રમાં મારા નિર્વાણ પછી પ્રવેશ ને તેથી જૈનશાસન ૫૨ બે હજાર વર્ષ થનારી અસર, આ નિર્માણ થયેલો ભાવિભાવ છે-ભવિતવ્યતા છે-એમાં ફેરફાર થવો શક્ય નથી', કારણ કે ત્યાં ભવિતવ્યતાને જ આગળ કરવામાં સાર હતો. પુરુષાર્થવાદી અગ્નિભૂતિને પ્રભુએ કર્મની મહત્તા બતાવી. ભગવાને તેથી જ કાર્યસિદ્ધિમાટે ૧) સ્વભાવ ૨) કાળ ૩) વિતવ્યતા ૪) કર્મ અને ૫) પુરૂષાર્થ આ પાંચ કારણોનો સમવાય (પરસ્પર ઉચિત સમ્બન્ધપૂર્વકનો સમૂહ) બતાવ્યો છે. નિર્વાણયાત્રા માટે છઠ્ઠું અસાધારણ કારણ ભગવદ્ અનુગ્રહ ગણાયો છે. અભવ્યોનો મોક્ષ કેમ નહીં ? તો ત્યાં તેવા સ્વભાવ સિવાય બીજું કશું કારણ આપી શકાય નહીં. જેમાં દૃષ્ટાંત તરીકે કો૨ડુ મગ બતાવી શકાય. એકજ ખેતરમાં-અરે એક જ ફળીમાં રહેલા મગ દાણાઓમાં એક મગનો દાણો કોરડો હોય... ચુલ્કે ચડેલા બીજા દાણાઓ સીઝે... એ સીઝે નહીં... અચરમાવર્તમાં રહેલાના ધર્માનુષ્ઠાન તદ્વેતુ કે અમૃત અનુષ્ઠાન થાય જ નહીં, કેમ ? અચ૨માવર્તકાળ જ એમાં કારણભૂત છે. હજી કાળ પાક્યો નથી. એ સિવાય બીજું ક્યું કારણ આપી શકાય ? શ્રી પુંડરિકસ્વામી સાથે ચૈત્રી પૂનમે પાંચ કરોડ ભવ્યાત્માઓ મોક્ષે ગયા...એજ દિવસે પાંચ કરોડ જીવો અનાદિ નિગોદમાંથી બહાર નીકળ્યા... તો શું એ બધા ભવિષ્યમાં એક જ દિવસે મોક્ષે જશે ? ના... એવું એકાંતે ન કહેવાય... એ બધા જેવું તથાભવ્યત્વ સાથે લઇને આવ્યા હશે, એ પ્રમાણે મોક્ષ પામશે. કર્મ બળવાન કે જીવ બળવાન ? યોગબિંદુમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજે અનેકાંતમય કહ્યું - ક્યાંક ક્યારેક કર્મ બળવાન... ક્યાંક ક્યારેક જીવ સમાધિનો પ્રાણવાયુ ૧૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ બળવાન.... તદ્દન સ્કૂલ ભાષામાં કહીએ, તો સંસારમાં મળતી સફળતા-નિષ્ફળતામાં મુખ્ય ભાગ કર્મ ભજવે છે. ત્યાં બુદ્ધિ અને પુરુષાર્થ ગૌણભાવે છે. સાધનાના ક્ષેત્રમાં મુખ્ય ભાગ જીવની સબુદ્ધિ કે જીવનો પુરુષાર્થ ભજવે છે, કર્મ ગૌણભાગ ભજવે છે. સંસારમાં પુણ્ય જેટલું તીવ્ર એટલી મહેનત ઓછી ને મલાઇ વધુ ! શાલિભદ્ર જેવું પુણ્ય હોય, તો કશું કરે નહી ને રોજ નવાણુ પેટી ઉતરે ! પુણ્ય પરવારેલું હોય તો શ્રાદ્ધવિધિગ્રંથમાં સાગર શેઠની બતાવેલી કથા મુજબ હજારો ધંધા કરે.. મરી ફીટે.... હાથમાં કાંઇ બચે નહીં ! સફળતારૂપી નવનીત માટે ૧) પુણ્ય ૨) પુરૂષાર્થ અને ૩) પ્રજ્ઞા. આ ત્રણે જરૂરી. હવે સંસારની સફળતા માટે પુણ્ય દહીરૂપ છે, પુરુષાર્થ રવૈયામંથન સમાન છે ને પ્રજ્ઞા પાણી સમાન છે. સાધનાના ક્ષેત્રમાં સફળતા માટે પુરુષાર્થ દહીસમાન છે, પુણ્ય મંથન સમાન છે, ને બુદ્ધિ પાણી સમાન છે. આમ કહી શકાય. જો કે આમાં પણ અનેકાંત તો સમજવો જ પડે. નંદીષેણ મુનિના ભોગાવલી કર્મો બાકી હતા, તેથી સાધનાના પ્રચંડ પુરુષાર્થ પછી પણ નાના નિમિત્તે પતિત થયા. જંબુસ્વામીના પૂર્વભવમાં શિવકુમારે બાર વર્ષ ઉગ્ર તપ વગેરે ક્ય છતાં દીક્ષાની રજા મળી નહી. ને અઈમુત્તાને માતા-પિતાએ અપેક્ષાએ સહજતાથી દીક્ષાની રજા આપી. કર્મ અને પુરુષાર્થના કારણે જ સાધનામાં ચાર ભાંગા થાય છે. કેટલાક સિંહ જેવા ઉત્સાહથી દીક્ષા લઇ સિંહ જેવા ઉત્સાહથી પાળે છે. સિંહોત્યિક સિંહપાલિત... કેટલાક સિંહ જેવા ઉત્સાહથી દીક્ષા લઇ શિયાળ જેવી કાયરતાથી પાળે છે... સિંહત્યિત શિયાળપાલિત. કેટલાક નાછુટકે દીક્ષા લઇ સિંહ જેવા ઉત્સાહથી પાળે છે. શિયાળઉત્યિત સિંહપાલિત.. કેટલાક નાછુટકે દીક્ષા લઇ શિયાળ જેવી કાયરતાથી પાળે છે. શિયાઘઉસ્થિત શિયાળપાલિત... અનેકાંતવાદ Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈનશાસનમાં ચારેય પ્રકારના દેષ્ટાંત મળે છે. જેના કર્મ મંદ છે, ને ઉલ્લાસ પ્રબળ છે, એમના અદ્ભુત ચરિત્રના ઇતિહાસો લખાયા છે ને જેઓના મોહનીય કર્મ પ્રબળ થયા, પુરુષાર્થ ઢીલા પડ્યા એ બધા કાળના ગર્ભમાં ક્યાંક ખોવાઇ ગયા. સનતકુમાર ચક્રવર્તીએ મુનિપણામાં સાતસો વર્ષ સોળ રોગ પ્રસન્નતાથી સહન કર્યા, છતાં હજી દેવલોકમાં છે, મોક્ષ નથી મળ્યો ને સાધુઘાતક રાજાને તીવ્રતમ પશ્ચાત્તાપના કારણે ત્યાં જ મોક્ષ-કેવળજ્ઞાન થઇ ગયા. જગતમાં દેખાતી એક ઘટનાના આધારે પૂર્વાપરનો નિયમ જોડી હંમેશા એ ઘટના મુજબ જ થશે એવો કોઇ નિયમ બાંધવો નહીં એ અનેકાંતવાદ છે. રોજ કહ્યું માનતો છોકરો એજ ક્રમથી આજે પણ માનશે જ એવી જો ધારણા રાખશો, તો સંભવ છે કે તમે ખોટા પડશો. આજે કદાચ આકરું સંભળાવી પણ દે. દસ વખત જેના વિશ્વાસે વહાણ ચાલ્યા એ મિત્ર કે પાર્ટનર કે વેપારી અગ્યારમી વખત પણ વિશ્વાસપાત્ર જ રહેશે એવો કોઇ નિયમ નહીં બાંધવો. એ અગ્યારમી વખત એવો વિશ્વાસઘાત કરી શકે છે કે જેમાં દસ વખતનું પણ ધોવાઇ જાય. ચેડા રાજાનું બાણ કોશિક સાથેના યુદ્ધમાં દસ વખત સફળ . થયું, અગ્યારમી વાર નિષ્ફળ ! ગોશાળાએ આપેલા દૃષ્ટાંતમાં પણ હરેક રાફડામાંથી મનગમતું જ મળશે, એવો નિયમ રાખી શકાય નહીં, એક રાફડામાંથી સાપ પણ નીકળી શકે. શ્રી સુધર્માસ્વામી બ્રાહ્મણ પંડિતરૂપે એવી શંકાવાળા હતા કે જે જેવો હોય, તે મરીને તેવો જ થાય... ત્યારે ભગવાને એ જ કહ્યું, એવો નિયમ નથી, મનુષ્ય મરીને ક્રૂરતાથી નરકજીવ, માયાવિતાથી તિર્યંચ, સરળતાથી મનુષ્ય ને ઉદારતાથી દેવ પણ બની શકે છે. સ્યાદ્વાદ કહે છે, જો તમારે ચિત્ત પ્રસન્ન રાખવું હોય, તો આ ક્ષણે જે બને છે, તેને સહજ સ્વીકારી લો, પણ ભવિષ્ય માટે આના આધારે કોઇ પણ પ્રકારનો નિર્ણય કરી લેવો નહીં, એવા ચોક્કસ ધારણાવાળા આયોજનો કરવા નહીં ને કોઇ પણ વ્યક્તિની કોઇ પણ ભૂમિકાને કાયમી માની લેવી નહીં. ‘ફર્સ્ટ સમાધિનો પ્રાણવાયુ ૧૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ ઇંબેશન ઇઝ ધ લાસ્ટ ઇપ્રેશન' અનેકાંતને માન્ય નથી, ભંગાર ભવ્ય થઇ શકે છે ને ભવ્ય ભંગાર ! સુબુદ્ધિ મંત્રીએ રાજાને પ્રયોગથી બતાવી આપ્યું, કે ગટરનું ગંદું પાણી શ્રેષ્ઠતમ પાણી-ઉદકરન થઇ શકે છે. રામલીલામાં જે બાળકે રામનું પાત્ર ભજવ્યું હોય, તે જ પછી યુવાવયમાં રાવણનું પાત્ર ભજવી શકે એવી ભૂમિકાવાળો થઇ શકે છે, કારણ કે અને કાંતના મતે એક વ્યક્તિમાં અનેક અવસ્થાઓ સંભવી શકે છે ને સાથે સાથે એ અવસ્થાના નાશની સાથે એ અપેક્ષાએ એ અવસ્થાવાળી વ્યક્તિનો પણ નાશ થઈ શકે છે, છતાં બન્ને અવસ્થા પોતાની જ હોવાથી પોતે સ્થિર પણ રહે છે, આ આશયથી જ કહી શકાય, મનવા ! તુંહી જ રામ ! તુંહી જ રાવણ ! પદાર્થોના તાત્ત્વિક સ્વરૂપથી સત્યભૂતને તથ્થભૂત વિચારણા પણ સ્યાદ્વાદના આધારે જ શક્ય છે. અનેકાંતવાદના કારણે જ વસ્તુમાં જુદી જુદી અપેક્ષાએ અલગ-અલગ ને દેખીતા વિરોધી ધર્મો સંભવી શકે છે, જેમ કે દીવાના પ્રકાશથી પ્રકાશિત થઇ રહેલો ઘડો બાહ્યભાગની અપેક્ષાએ પ્રકાશિત છે ને અંદરના ભાગની અપેક્ષાએ અપ્રકાશિત છે, અને તે પણ એક જ સમયે ! અરે ! સ્યાદ્વાદ તો એમ કહે છે કે દેખીતા વિરોધી દેખાતા નિત્યતા (કાયમીપણું) અને અનિત્યતા (વિનાશીપણું) ધર્મો પણ વાસ્તવમાં પરસ્પર એકાંતે વિરોધી નથી. નિત્યતાને અનિત્યતા વિના ને અનિત્યતાને નિત્યતા વિના ચાલે એમ નથી. આ બંને પરસ્પર એવા એકમેક થયા છે કે જાણે માની લો દૂધ ને પાણી ! | સર્વજ્ઞકથિત જૈનમતે પદાર્થો પરિણામી નિત્ય છે. આમાં પરિણામ અનિત્યતા દ્યોતક છે. જે પોતાને વસ્તુ ગણાવે એને જો પોતાને નિત્ય ઠેરવવું હોય, તો ત્યાં એના પ્રતિક્ષણ બદલાતા અનિત્ય પર્યાયો હોવા જરૂરી છે, નહિંતર એ નિત્ય નથી, અસત્ છે. આમ વસ્તુમાં અનિત્યતાથી સંકળાયેલી નિત્યતા છે. જેને શાસ્ત્રીય પરિભાષામાં અનિત્યતાનુવિદ્ધ નિત્યતા કહી શકાય. એ જ રીતે સામાન્ય અને વિશેષ પણ સાવ વિરોધી નથી. હકીકતમાં તો બંનેને એકબીજા વિના જરા પણ ચાલતું નથી, જેમ કે રામ-લક્ષ્મણને એક બીજા વિના... “રામ મરી ગયા' ના સમાચાર મળવા માત્રથી લક્ષ્મણ મરી ગયા. એમાં તો વચ્ચે અસંખ્ય સમય ગયા.. - ૨૦ - - અનેકાંતવાદ Page #38 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વનિર્ણયસ્થળે તો જે ક્ષણે તમે એમ કહો કે નેયાયિકમાન્ય વિશેષમાં સામાન્ય નથી, એજ ક્ષણે એ વિશેષ વિશેષરૂપે પણ રહેતો નથી, માત્ર ખપુષ્પ જેવો રહે છે. જાણેકે “વિશેષ” પોતાનામાં સામાન્યનો અભાવ” આ સાંભળવા માત્રથી એવો આઘાત પામે છે કે પોતે વિશેષરૂપે પણ નાશ પામી જાય છે. બસ આજ રીતે ભેદને અભેદ વિના ને અભેદ ને ભેદ વિના જરા પણ ચાલતું નથી, જેમ કે દિવસને રાત વિના ! બોલો કેવી ગજબ વાત છે કે જ્યાં પ્રકાશ નથી એવા અલોકમાં અંધકાર પણ નથી. સાત નરકમાં જે અંધારું છે, ત્યાં પણ ચામડીની આંખે અંધારું છે, વિર્ભાગજ્ઞાની ને અવધિજ્ઞાનીઓ તથા કેવળજ્ઞાનીઓ તો ત્યાં પણ જે બને છે, તે જુએ પણ છે કે જાણે પણ છે. નરકના જીવોને એ દેખીતા અંધારામાં પણ વૈતરણી નદી ને અસિપત્રવન દેખાય છે ને ત્યાં શાતા મેળવવા દોડે છે. શાતાના બદલે અશાતા મળે છે એ જુદી વાત. ને તીર્થકરજન્મ વગેરે અવસરે તો ત્યાં પણ કાં'ક ઉજાશ તો થાય જ છે. એજ રીતે એકત્વ અનેકત્વ વિના એક ક્ષણ રહી શકતું નથી, જેમકે શબ્દ અર્થ વિના ! જે સ્યાદ્વાદ પરસ્પર વિરોધી દેખાતા ધર્મોમાં પણ સમન્વય સાધી શકે છે એ સ્યાદ્વાદને વરેલા આપણે જેનો કેટકેટલી બાબતમાં સમન્વય સાધી શકતા નથી ને અલગ-અલગ ચોકા ઊભા કરી દીધા છે એ વળી એક અલગ વાત છે, જાણે કે આપણે એમ કહેવા માંગીએ છીએ કે સ્યાદ્વાદીઓ સર્વત્ર સમન્વયવાદી જ હોય એવો એકાંત નથી ! જો કે એ વાત પણ ખરી છે કે સ્યાદ્વાદ બે પરસ્પર વિરોધી એકાંતવાદ વચ્ચે એકાંતને કાઢી સમન્વય કરી આપે છે, પણ સ્યાદ્વાદ કદી અનેકાંતવાદનો એકાંતવાદ સાથે સમન્વય કરતો નથી. અજવાળું ને અંધારું એકસાથે હોઇ શકે, પણ એક જ ન હોઇ શકે ને !!! સમાધિનો પ્રાણવાયુ - ૨૧ - Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણવાદ વસ્તુ સ્વરૂપમાં વિવાદ થાય, ત્યારે સત્ય તત્ત્વની ગવેષણા (શોધ) પ્રમાણના આધારે થાય. જોકે જુદા જુદા દર્શનો વચ્ચે પ્રમાણની વ્યાખ્યા, પ્રમાણની સંખ્યા ઇત્યાદિ અંગે પણ એકમત નથી. કેટલાક (૧) પ્રત્યક્ષ (૨) અનુમાન (૩) ઉપમાન (૪) આગમ (૫) સંભવ (૬) અર્થપત્તિ એમ છ પ્રમાણ માને છે. કેટલાક સંભવ પ્રમાણ નથી ગણતા, પણ એ સિવાયના ભાવસાધક (વસ્તુના અસ્તિત્વના સૂચક) પાંચ પ્રમાણ જ્યાં પ્રવૃત્ત થાય નહીં, ત્યાં અભાવ નામનું છઠું પ્રમાણ સ્વીકારે છે. નેયાયિક આદિ કેટલાક શરુઆતના ચાર પ્રમાણ સ્વીકારે છે. બૌદ્ધો પહેલા બે પ્રમાણ સ્વીકારે છે ને નાસ્તિકો માત્ર પ્રત્યક્ષ પ્રમાણ સ્વીકારે છે. જેનો (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ એમ બે રીતે પ્રમાણ સ્વીકારે છે. જોકે જૈનમતે જે પણ જ્ઞાન જે પણ રીતે સત્યતત્ત્વનો બોધ કરાવે, તે પ્રમાણભૂત છે. જે પણ રીતે એટલે કે પ્રત્યક્ષથી, અનુમાનથી ઇત્યાદિ પદ્ધતિ. જૈનમતે પ્રમાણની વ્યાખ્યા પ્રમાણનયતત્તાલોકમાં શ્રી વાદિદેવસૂરિએ “સ્વપરવ્યવસાયિજ્ઞાનું પ્રમાણમ્' આ રીતે બતાવી છે. અહીં સ્વ એટલે પોતાનો ને પર એટલે બાહ્ય ઘટાદિ વસ્તુનો વ્યવસાય = નિશ્ચય કરાવે તે જ્ઞાન પ્રમાણભૂત છે. જેમ દીવો વસ્તુને પ્રકાશતી વખતે પોતાને પણ પ્રકાશે છે, એટલે કે એ દીવાને જોવા બીજા દીવાની જરુરત પડતી નથી. એમ જ્ઞાન પણ પોતાનો અને વસ્તુનો બંનેનો બોધ કરાવે છે. એમાં દરેક જ્ઞાન પોતાના બોધ અંગે તો સત્યરૂપ જ હોય છે. વસ્તુના બોધ અંગે ચાર ભૂમિકા થાય છે. (૧) નિશ્ચય (૨) વિપર્યય - બ્રાન્ત નિર્ણય (૩) સંશય અને (૪) અનવ્યવસાય = લગભગ અનાભોગ જેવી અવસ્થા. એમાં જે જ્ઞાન વસ્તુના વાસ્તવિક સ્વરૂપનો નિર્ણય કરાવે છે, એ પ્રમાણ છે. આ જેન વ્યાખ્યા અન્ય તમામ દર્શનોની ઉધી કે અધુરી વ્યાખ્યા કરતાં વિશિષ્ટ અને પરિપૂર્ણ છે. જેમ કે નૈયાયિકો વગેરે માને છે કે અન્ય પ્રમાણથી જ્ઞાત થયેલા (જણાયેલા) અર્થનો બોધ કરાવતું જ્ઞાન સાચું હોય, તો પણ પ્રમાણભૂત નહીં. તેથી તેઓ સ્મૃતિને પ્રમાણભૂત માનતા નથી. તેઓને - ૨૨ - – અનેકાંતવાદ Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન કરીએ કે જો સાચી સ્મૃતિ પ્રમાણભૂત નથી, તો શું અપ્રમાણભૂત છે ? પ્રમાણાપ્રમાણ નામનો વિકલ્પ તો બે વિરુદ્ધના યોગરૂપ બને ને ! તો... તો સ્યાદ્વાદ સિદ્ધ થાય. તેથી તેઓએ સ્મૃતિને અપ્રમાણભૂત માનવાની રહે. બીજા બાજુ તેઓ સ્મૃતિને અનુમાન પ્રમાણનું સાધન માને છે, કેમ કે લિંગલિંગીના સંબંધના સ્મરણથી અનુમિતિ (અનુમાન) થાય છે. તેથી પ્રશ્ન થાય કે જો સ્મૃતિજ્ઞાન સ્વયં પ્રમાણભૂત નથી, તો પ્રમાણજ્ઞાનનું કારણ પણ કેવી રીતે બની શકે ? અલબત્ત તેઓ આ માટે જાત-જાતના જવાબ આપે છે, પણ એ બધી રેતીમાંથી તેલ કાઢવાની ચેષ્ટા બની રહે છે. એજ રીતે અન્ય મતવાળાઓ અગ્નિ આદિ સાધ્યને પર્વત આદિ પક્ષમાં અનુમિત-અનુમાન પ્રમાણથી નિશ્ચિત કરવા માટે અપાતા ધુમાડા આદિ હેતુઓ ત્રણ કે પાંચ વગેરે મુદ્દાઓથી યુક્ત માને છે, જેમ કે એ વિરુદ્ધ ન હોય, વ્યભિચારી ન હોય, અસિદ્ધ ન હોય... ઇત્યાદિ. જ્યારે જૈનદર્શન કહે છે, હેતુ એક જ સ્વરૂપવાળો છે, અન્યથા અનુપપત્તિ...જો સાધ્ય પક્ષમાં ન હોય, તો હેતુ જે રૂપે ઉપલબ્ધ થાય છે, એ રૂપે ઉપલબ્ધ થઇ શકે નહીં. પણ ઉપલબ્ધ થાય છે, માટે સાધ્ય પક્ષમાં નિશ્ચિત થાય છે. તેથી જ જ્યારે નૈયાયિકો વગેરે એ પકડીને બેઠા છે કે હેતુ અને સાધ્ય બંને સમાનાધિકરણ જ હોવા જોઇએ. તેથી બંનેને સમાનાધિકરણ કરવા માટે જાત-જાતના લાંબા લાંબા સંબંધો જોડે છે, ત્યારે જૈનમત એવા આગ્રહવાળો નથી. ‘આકાશમાં ચાંદ ઉગ્યો છે, એ વિના પાણીમાં એનું પ્રતિબિંબ પડે નહીં.' આ સીધી વાત છે. એમાં ચંદ્ર આકાશમાં છે. પાણી જમીન ૫૨ છે. છતાં અનુમાન અન્યથાઅનુપપત્તિથી થઇ જાય છે. જમીન પરના પાણીને આકાશના ચંદ્ર સાથે એક જ અધિકરણઆધારમાં બેસાડવા જતાં કેવા સંબંધો ગોઠવવા પડે ? અસ્તુ... આ પ્રમાણવાદથી જ જૈન સિદ્ધાંતોની સર્વજ્ઞમૂલકતા અને વૈજ્ઞાનિક સત્યતા જાણી શકાય છે. બીજા બધા આંખ વગેરેથી થતા બોધને પ્રત્યક્ષ પામે છે. જ્યારે જૈનદર્શન કહે છે, આત્માને જે સાક્ષાત્ બોધ થાય, તે જ વાસ્તવિક પ્રત્યક્ષ છે, ને તે (૧) અવધિજ્ઞાન (૨) મનઃ પર્યયજ્ઞાન અને (૩) કેવળજ્ઞાનરૂપ છે. એમાં પણ પ્રથમ બે પોતાના બોધની અપેક્ષાએ સાચા હોવા છતાં અધુરા છે. પરિપૂર્ણ સમાધિનો પ્રાણવાયુ ૨૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ તો માત્ર કેવળજ્ઞાન જ છે, કે જે જગતના ભૂત-વર્તમાન-ભાવીકાલીન તમામ શેયોને વિષય બનાવે છે. લોકોમાં આંખ વગેરે ઇંદ્રિયથી થતું જ્ઞાન પ્રત્યક્ષ ગણાય છે, તેથી જૈનમત એને સાંવ્યવહારિક પ્રત્યક્ષ માને છે. ખરેખર તો એ મતિજ્ઞાનરૂપે પરોક્ષજ્ઞાન છે. શ્રુતજ્ઞાન પણ પરોક્ષ જ્ઞાનરૂપ છે. આમ ત્રણ પ્રત્યક્ષ અને બે પરોક્ષ આ પાંચ જ્ઞાન પ્રમાણરૂપ છે. વસ્તુસ્વરૂપના નિર્ણય માટે મુખ્ય પ્રમાણ કેવળજ્ઞાન છે. લોકમાન્ય સાંવ્યવહારિક પ્રત્યક્ષ જે કહેવાય છે, તે મતિજ્ઞાનરૂપ છે કે જે પાંચ ઇંદ્રિય અને મનના આધારે થાય છે, આંખ વગેરેથી જે દેખાય છે એ પ્રત્યક્ષ છે એમ ભલે લોકોમાં કહેવાય, પણ એમાં સંશય પડે છે-જે સામે દેખાય છે તે ધૂળ છે કે ધુમાડો ? જે નથી તેનો નિર્ણય થવારૂપ વિપર્યય પણ છે. સ૨દા૨જીને ચોથે માળેથી જમીન ૫૨ જોતા ચાંદીનો સીક્કો લાગ્યો. ઝડપથી દાદરા ઉતરી ત્યાં જઇ ઝપટ મારી ને હાથમાં લેવા પર ખ્યાલ આવ્યો કે એ તો દૂધની બોટલનું બૂચ હતું. બે પાટા ભેગા થઇ જતા દેખાય છે. તાજમહાલ જોઇને આવનારા ત્યાં એવી રીતે ફોટો પડાવે છે કે જેથી ફોટામાં એમ જ લાગે-આ ભાગ્યશાળીના હાથ નીચે તાજમહાલ છે. આ બધા વિપર્યયના દૃષ્ટાંતો છે. ઘણી વખતે ફસાયેલા પૈસાની ચિંતાને ગળે વળગાડી ટી.વી. જોવા બેઠેલાને ટી.વી. ની સીરિયલ પૂરી થઇ જાય છતાં ખબર નથી હોતી કે મેં શું જોયું ? આ છે અનધ્યવસાય. અનુમાનાદિ અપ્રત્યક્ષ જ્ઞાનોમાં જેમ સંશયાદિ પડે છે, એમ ઇંદ્રિય પ્રત્યક્ષમાં પણ સંશયાદિ થતા હોવાથી એ બધા પરોક્ષજ્ઞાન છે. છતાં લોકવ્યવહાર પ્રત્યક્ષનો હોવાથી અને અપેક્ષાએ અનુમાનાદિ બીજા પરોક્ષજ્ઞાનો કરતાં વધુ સ્પષ્ટ હોવાથી એ સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. જૈનમતે અસર્વજ્ઞ માટે પારલૌકિક અથવા અતીન્દ્રિય પદાર્થો અંગે આગમ જ મુખ્યરૂપે પ્રમાણભૂત છે. જેનતર્કભાષામાં ‘આપ્તવચનાદાવિર્ભૂતમર્થસંવેદનમાગમઃ' એવું આગમ સંબંધી સૂત્ર છે... તાત્પર્ય: યથાર્થ વક્તાના ૨૪ અનેકાંતવાદ Page #42 -------------------------------------------------------------------------- ________________ વચનના શ્રવણથી જે અર્થસંવેદન-પદાર્થજ્ઞાન થાય તે જ્ઞાન ‘આગમ’ શબ્દથી ઓળખ પામે છે. જેના (૧) રાગ (૨) દ્વેષ અને (૨) મોહ નાશ પામ્યા છે, જેથી જેને જુઠું બોલવાના (૧) ક્રોધ (૨) લોભ (૩) હાસ્ય (૪) ભય આ કારણો નથી તથા જેના અજ્ઞાનનો સર્વથા નાશ થયો છે તે જ યથાર્થવક્તા છે. આમ વીતરાગ સર્વજ્ઞ આપ્ત છે. એજ યથાર્થવક્તા છે. આ આગમ પ્રમાણ સર્વત્ર વિધિ-નિષેધ (હોવું-ન હોવું) દ્વારા પોતાના વાચ્યાર્થને પ્રકાશતી વખતે સપ્તભંગીને અનુસરે છે, કારણકે સપ્તભંગી દ્વારા જ પરિપૂર્ણ અર્થની પ્રાપ્તિ થાય છે. જેનાથી પરિપૂર્ણ અર્થની પ્રાપ્તિ = બોધ થાય એ જ પ્રમાણ કહેવાય. પ્રમાણનું તાત્ત્વિક પ્રામાણ્ય છે પરિપૂર્ણ અર્થનો બોધ કરાવવો (નહિ કે એકાદ અંશનો.) આગમવચનમાં ક્યાંક ક્યારેક સપ્તભંગીમાંથી એકાદ ભંગનો જ સાક્ષાત નિર્દેશ ર્યો હોય તો ત્યાં પણ સપ્તભંગીમય પ્રમાણ અંગે ઘડાયેલી બુદ્ધિવાળા પ્રાજ્ઞો અર્થતઃ બીજા છ ભંગ પણ સમજી જાય છે, કારણ કે સપ્તભંગીના દરેક ભંગ વિકલ્પ બીજા બધા જ વિકલ્પોની અપેક્ષા રાખે છે. આમ જૈન તર્કભાષામાં કહ્યું છે. = આનું તાત્પર્ય એ છે કે એકપણ વિકલ્પની પરિપૂર્ણ સમજ તો જ પ્રાપ્ત થાય જો બાકીના સંભવતા તમામ વિકલ્પો પરિપૂર્ણ સમજાઇ જાય. આ સપ્તભંગીની વિચારણા આગળ કરીશું. આમ સપ્તભંગીમય જિનવચનરૂપ આગમ જ તત્ત્વજ્ઞાન માટે મુખ્ય પ્રમાણભૂત છે. જગતના કોઇ પણ પદાર્થનો સત્યભૂત તાત્ત્વિક પરિપૂર્ણ બોધ આ જિનવચનના આધાર વિના શક્ય જ નથી. જે સૂક્ષ્મ રજકણ માઇક્રોસ્કોપથી જ જોઇ શકાતી હોય એને જોવા માટે ચોપડી વાંચવા ઉપયોગી એવા ચશ્મા કામ લાગે નહીં. જગતમાં સામાન્યથી (૧) અતિ દૂરનું જોવા દૂરબીન જોઇએ... (૨) સામાન્યથી દૂરનું જોવા, દૂરના-જોવાના ચશ્મા જોઇએ... (૩) નજીકનું વાંચવા, વાંચવાના-નજીકના ચશ્મા જોઇએ (૪) સૂક્ષ્મતમ રજકણો જોવા માટે માઇક્રોસ્કોપ જોઇએ ને (૫) સૂરજના તડકાથી બચવા ગોગલ્સ જોઇએ. જિનવચનથી પ્રાપ્ત થતો વિવેક એકી સાથે આ પાંચેય કામ કરે છે. એ સમાધિનો પ્રાણવાયુ ૨૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ અતિ દૂરનો એટલે કે મોક્ષ અને તેનો માર્ગ પણ દેખાડે છે. એ આ જીવનના અંતે સમાધિ અને પરલોકમાં સદ્ગતિરૂપ સામાન્ય દૂરને જોવા માટે પણ ઉપયોગી છે. વિવેક જીવનના અંતે સમાધિ ને પરલોકમાં સદ્ગતિ કેવી રીતે મળે તે બતાવે છે. વિવેક જ નજીકના ચશ્માનું પણ કામ કરે છે. નજીકના ગણાતા સાથેના વ્યવહાર કેવી રીતે કરવાથી શાતા, સમતા ને પ્રસન્નતા જળવાયેલી રહે છે. તે વિવેક બતાવે છે. જગતના સૂક્ષ્મતમ પદાર્થોની ઉત્પત્તિ-સ્થિતિ વગેરે સ્વરૂપનું જ્ઞાન પણ જિનવચનપ્રાપ્ત વિવેકથી જ શક્ય છે. એજ રીતે મનના શુભાશુભ સૂક્ષ્મતમ પરિણામો ને એનાથી ભાવમાં આવનારા પરિણામોનું દર્શન પણ આ વિવેકથી જ શક્ય છે. કષાયોના ભયંકર સંતાપો કે જે ભરઉનાળાના સહરાના રણના બપોરના કિરણોના તાપ કરતાંય વધુ જાલિમ છે, એથી બચાવતા શ્રેષ્ઠ ગોગલ્સનું કામ પણ જિનવચનથી ભાવિત વિવેક જ કરી શકે છે. જિનવચનના આધારે મળતો બોધ-વિવેક પણ આટલો શ્રેષ્ઠ એટલા માટે જ છે કે એ જિનવચનદર્શિત સ્યાદ્વાદ-અનેકાંતવાદથી જ પૂર્ણતયા વ્યાપ્ત અનેકાંતવાદ-સ્યાદવાદનું મહત્ત્વ બતાવતા શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજે સન્મતિતર્કમાં (૩૧૬૮) કહ્યું છે.જેના વિના લોકોનો વ્યવહાર સર્વથા અઘટિત થાય છે, એ જગતના એકમાત્ર ગુરુસમાન અનેકાંતવાદને નમસ્કાર.. મહાન તાર્કિક ગણાતા શંકરાચાર્ય પણ આ સ્યાદ્વાદને કાં તો સમજી શક્યા નથી, કાં તો એમણે એ અંગે તલસ્પર્શી અભ્યાસ ક્યું નહીં હોય.. તેથી બાદરાયણના બ્રહ્મસૂત્રના ભાષ્યમાં એમણે સ્યાદ્વાદને સંશયવાદ કહ્યો. આનું પરિણામ એ આવ્યું કે શંકરાચાર્યને સર્વસ્વ ગણતા ઘણા હિંદુ આધુનિક વિદ્વાનોએ પણ સ્યાદ્વાદને સંશયવાદ, કદાચિત્ = કદાચ... ને અર્ધસત્યવાદ ઠેરવવાની ચેષ્ટા કરી છે. તેથી જ હિંદુ વિશ્વવિદ્યાલયના એક વખતના દર્શનશાસ્ત્રના મુખ્ય અધ્યક્ષ શ્રી ઉણિભૂષણ અધિકારીએ લખ્યું છે-જૈન ધર્મના સ્વાવાદ સિદ્ધાંતને જેટલો ખોટો સમજવામાં આવ્યો છે, તેટલો ખોટો તો બીજા કોઇ સિદ્ધાં અનેકાંતવાદ Page #44 -------------------------------------------------------------------------- ________________ તને સમજવામાં આવ્યો નથી. એટલે સુધી કે શંકરાચાર્ય પણ આ દોષથી મુક્ત નથી. તેમણે પણ આ સિદ્ધાંતને અન્યાય ક્યું છે. (જૈનદર્શન.. પૃ. ૪૧૧) સ્યાદ્વાદ શ્રી શંકરાચાર્યના કહેવા મુજબનો સંશયવાદ નથી, એક અન્ય ભૂતકાલીન ચિંતકની માન્યતા મુજબનો કદાચિતુવાદ નથી, તો શ્રીરાધાકૃષ્ણનના કહેવા મુજબનો અર્ધસત્યવાદ નથી. શ્રી શંકરાચાર્ય કહે છે-સ્યાદવાદી વસ્તુ ને નિત્ય-અનિત્ય ઊભય કહે છે, તેથી સંશય પડે છે કે વસ્તુ નિત્ય હશે કે અનિત્ય.. કદાચિતુવાદવાળા કહે છે. સાત્ કદાચ.. કદાચ વસ્તુ નિત્ય હશે, કદાચ અનિત્ય. એટલે કે કશું નક્કી કહેવાય નહીં. રાધાકૃષ્ણન કહે છે “એક અપેક્ષાએ નિત્ય છે' આ વાક્ય અર્ધસત્ય કહે છે. આમ આ ત્રણેએ સ્યાદ્વાદ માટે ખોટી કલ્પના કરી છે. વસ્તુ વાસ્તવિક જે સ્વરૂપે છે તે સ્વરૂપે વર્ણવવામાં સંશય, અનિર્ણય કે અર્ધસત્ય રહેતા જ નથી. વિવિધરૂપે અનેકાંત (૧) નિત્ય-અનિત્ય... કેવળજ્ઞાન પ્રમાણથી સિદ્ધ થયેલું વસ્તુસ્વરૂપ આપણે શ્રુતજ્ઞાનના બળ પર જાણી શકીએ છીએ. અહીં પ્રશ્ન થાય, વસ્તુનું સ્વરૂપ શું છે ? શું સત્ છે ? સામાન્યથી બધા દર્શનો એમ માને છે કે જે અર્થક્રિયાકારી હોય, તે સત્ છે. એટલે કે જે સત્ પદાર્થ જે સ્વરૂપે સ્વીકારાયો છે, તે પદાર્થ તે સ્વરૂપને અનુરૂપ ક્રિયા કરતો હોય, તો સત્ છે. તદ્દન જાડી ભાષામાં કહીએ, તો જે કાંઇક પણ કરે છે, તે સત્ છે. દુનિયા જેને તદ્દન નકામું માનતી હોય, તે પણ કશુંક તો કરે જ છે. પત્નીએ પતિને કહ્યું-અમારી ગઈ મીટીંગમાં નક્કી થયા મુજબ આજની મીટીંગમાં મારે સાવ નકામી વસ્તુ લઇને જવાનું છે. પતિએ પૂછ્યું-તો તું શું લઇને જશે ? પત્ની:- મારો વિચાર તમને લઇને જવાનો છે ! તો આ પતિ સત્ કે અસત્ ? સતું, કેમ કે નકામી ચીજ લઇ જવાના કાર્યમાં પણ છેવટે ઉપયોગી તો છે ! હકીકતમાં તો કેવળજ્ઞાનીના જ્ઞાનમાં જે સરૂપે ભાસે નહીં, તે અસત્ છે. તો પ્રશ્ન થાય, “જે અસત્ છે” એ સર્વથા અસત્ છે ? અહીં પણ સમાધિનો પ્રાણવાયુ Page #45 -------------------------------------------------------------------------- ________________ જૈનશાસન સ્યાદ્વાદ-અનેકાંતવાદને આગળ કરી કહે છે-જે અસત્ છે, એ પણ પોતાના “અસત્” સ્વરૂપે સત્ છે. વળી, આકાશકુસુમ, ગધેડાના શિંગડા જેવી અસત્ વસ્તુઓ પણ અસત્ તરીકે બુદ્ધિના વિષય બને છે ને તે-તે શબ્દપ્રયોગરૂપે શબ્દના પણ વિષય બને છે. જુઓ ધર્મસંગ્રહણિ ગાથા ૯૧૭. નત્યિ ચ્ચિય ખરસંગ એગંતો તન્નો બુદ્ધિધણિભાવા | અહવા પરૂવેણ નત્યિ સરૂવેણ અત્યિત્તિ // (ગાથાર્થઃ શંકાઃ ખરશંગ-ગધેડાના શિંગડા નથી જ. આ એકાંત છે. સમાધાનઃ એમ નથી. (એકાંત નથી.) કેમ કે એ અંગે પણ બુદ્ધિ અને શબ્દ છે. અથવા તે પરૂપે (સત્રૂપે) નથી. સ્વરૂપથી (અસત્ રૂપે) તો છે જ. કેવળજ્ઞાનીએ જે સરૂપે જોયા છે, તે પદાર્થો કેવારૂપે જોયા છે ? અહીં જૈનમત કહે છે-દ્રવ્ય-પર્યાયરૂપે. તેથી જ તત્ત્વાર્થકારે કહ્યું છે-ઉત્પાદ-વ્યયધ્રૌવ્યયુક્ત સત્... અહીં ધ્રૌવ્ય = ધ્રુવતા = શાશ્વતતા = નિત્યતા અંશ દ્રવ્યઅંશનો સૂચક છે ને ઉત્પાદ-વ્યય પર્યાય અંશના સૂચક છે. ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણેય સ્યાદ્ પદથી સુશોભિત છે. સંસ્કૃતમાં “અધાતુ (બીજો ગણ પરસ્મપદ) નું વિધ્યર્થરૂપ છે “ચાતું. પણ જે “સ્યાદ્રપદનો પ્રયોગ માન્ય છે, તે આ નથી. સ્યાદ્વાદમાં જે “સ્યા” છે, એ અનેકાંતનો સૂચક અવ્યય છે. એમ મજાકમાં કલ્પી શકાય કે બૌદ્ધોની નજર દીવા પર ગઇ હશે. દીવાની જ્યોત પ્રત્યેક ક્ષણે નવી-નવી પ્રગટે છે, વળી તે એકસરખી જેવી હોય છે, ને તેથી જ્યોત ઘણી લાંબી ચાલી એમ ભાસ થાય છે, ને પછી એ જ્યોત બુઝાઈ જાય છે, ત્યારે કશું રહેતું નથી.... આ જોયું. આના પર ચિંતન ક્યું.. ને દૃષ્ટાંત સિદ્ધાંત થઈ ગયો ! છગને મગનને ઇજેકશન આપ્યું. ગમન તે જોઇ ગયો ને ગમને આખા ગામમાં જાહેરાત કરી છગન ડૉક્ટર થઇ ગયો. પણ એણે એ નહીં જોયું કે ખોટી રીતે અપાયેલા એ ઇંજેક્શનથી મગન મરી ગયો ! બૌદ્ધોએ દીવાના દૃષ્ટાંતને જાણે કે આગળ કરીને આત્મા સહિતના જગતના તમામ પદાર્થોને એકાંતે ક્ષણિક માની લીધા. એકસરખી દેખાતી એ ક્ષણોના પ્રવાહને સંતાનનું નામ આપી દીધું ને દીપનિર્વાણ સમાન નિર્વાણ - ૨૮ અનેકાંતવાદ Page #46 -------------------------------------------------------------------------- ________________ કલ્પી લીધું. હવે જગતના તમામ પદાર્થોને આ દૃષ્ટિથી જ જોવાના. માપવાના... ફીટ ન બેસે, તો બુદ્ધિથી તેવી કાપ-કુપ કરીને પણ બેસાડી દેવાના. આ સ્થપાયો એકાંત અનિત્યવાદ. એમાં એકાદ અંશે પણ નિત્યતાને સ્થાન નથી. અરે જે ક્ષણ કરતાં લાંબી ચાલતી પરંપરા છે, એ ભલે સંતાન ગણાય, પણ એ સત્ નહીં, કાલ્પનિક. વસ્તુએ ઉત્પત્તિની બીજી જ ક્ષણે પોતાનો એક પણ અંશ પાછળ રહી નહીં જાય, એ રીતે નાશ પામી જ જવાનું... તો જ એને સત્ત્નું લેબલ લાગી શકે. હવે કહો, જો જીવની પણ આ જ સ્થિતિ હોય, તો કોણ ધર્મ કરશે ? કોણ આચાર પાળશે ? ને તેથી કોનું કલ્યાણ થશે ? એ રીતે જ મજાકમાં કહી શકાય કે નૈયાયિકો વગેરેની દૃષ્ટિ આકાશ પર ગઇ હશે. એ સર્વવ્યાપી આકાશ... એના અમુક ભાગમાં વાદળો... એ વાદળોથી આકાશ પરસ્પર તદ્દન ભિન્ન... જે ક્ષણે આકાશ સૂર્ય-ચંદ્ર-તારાવાદળ વિનાનું હોય (લગભગ સૂર્યોદયની પૂર્વની ક્ષણોમાં) ત્યારે કેવું એકલું દેખાય છે ! બસ, આત્મા પણ આવો જ છે. સર્વવ્યાપી છે. જ્ઞાન વગેરે ગુણો એના શરીર જેવા વિભાગમાં રહ્યા છે... પણ એનાથી સાવ ભિન્ન છે. બધી ઉત્પત્તિવિનાશ ક્રિયા એ બધામાં ચાલ્યા કરે છે. પણ આત્મા તો એકાંતે નિત્ય જ છે ને આ ગુણોથી એકાંતે ભિન્ન છે. જ્યારે આ બધા જ ગુણો વિલય પામે છે, કશું જ બચતું નથી, ત્યારે મોક્ષમાં એકમાત્ર આત્મા-જ્ઞાનાદિ ગુણો વિનાનો એકલો રહે છે. બસ, આત્મા આવો છે, ને તેથી પરમાણુઓને છોડી જેટલા પણ નિત્ય પદાર્થો છે, એ બધા આવા જ છે... કશા ફેરફાર વિનાના ! કાયમ એક જ સ્વરૂપે-એક જ સ્વભાવે રહેવાવાળા... તેથી જ ધર્મ ક૨વાથી આત્મા સુખી થાય ને અધર્મ ક૨વાથી દુઃખી થાય એવી વાત પણ કેવી રીતે ઘટશે ? કેમ કે એમાં તો સ્વરૂપ-સ્વભાવ બદલાયા કરે, જે પરવડે એમ નથી. તો જૈનમત શો છે ? જૈનમત કહે છે, સ્યાદ્વાદ ! આત્મા અનિત્ય પણ છે, નિત્ય પણ છે. આત્મા નિત્ય છે, તો કેવો નિત્ય છે ? ‘તદ્ભાવાવ્યાં નિસ્યં' પોતાના આત્મસ્વરૂપથી-જીવદ્રવ્યાત્મક સ્વરૂપથી ખસી અજીવાત્મક થવું નહીં. ક્યારેય આ બાબતમાં ફેરફાર થવો નહીં. બસ એજ આત્માનું નિત્યત્વ... સમાધિનો પ્રાણવાયુ ૨૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ બાકી આત્મા પોતાના સુખ-દુઃખાદિ વિવિધ પર્યાયો-સ્વરૂપોરૂપે તો પ્રતિક્ષણ નાશવંત-ઉત્પત્તિમાન છે.. ને એ રીતે અનિત્ય પણ છે. તો આત્મા નયાયિકોની જેમ નિત્ય દ્રવ્ય છે કે બૌદ્ધોની જેમ અનિત્ય-પર્યાયરૂપ છે. એનો જવાબ છે-“અર્પિતાનર્પિતસિદ્ધ ' જે વખતે જે સ્વરૂપને મુખ્ય કરો, તે વખતે તે રૂપે જોવો.. દ્રવ્યરૂપને આગળ કરો, તો નિત્યરૂપ જોવો... ને પર્યાયરૂપને આગળ કરો, તો અનિત્યરૂપે જોવો, જેવો આત્મા, તેવા જ બાકીના પણ બધા પદાર્થો. શંકાઃ આ તો ૧+૧ = બે જેવી વાત થઇ. બે મતોનો સરવાળો એટલે જૈનમત.... સમાધાન ના ! ૧ ની બાજુમાં ૧ તો ૧૧ પણ થાય. એક મોસંબી ને એક સંતરું હોય, તો બે નહીં કહેવાય. વાત એ છે કે જૈનમત સરવાળારૂપ નથી. જૈનમાન્ય નિત્યાનિત્યત્વ નિત્યત્વ જાતિ વત્તા (+) અનિયત્વ જાતિ એમ બે જાતિરૂપ નથી, પણ નિત્યવાનુવિદ્ધાનિત્યસ્વરૂપ (અનિત્યત્વને ખોળામાં લઇને બેઠેલા નિત્યસ્વરૂપ) છે. જ્યારે નિયત્વ છે, ત્યારે પણ ગૌણરૂપે અનિત્યત્વ છે. ને જ્યારે અનિત્યત્વ છે, ત્યારે પણ ગૌણરૂપે નિત્યરૂપ છે. કેળા, વટાણા ને ચીભડાના ત્રણ જુદા શાક થાળીમાં ભેગા કરી એ જુદું, ને ત્રણેયનું જે ઉંધિયું થાય, એ જુદું. તેથી જ જૈનમતે કૂટનિત્યત્વ (પર્યાયોની બદલાવટ વિનાનું, જેવું છે તેવું જ સદા રહેનારું) માન્ય નથી, પણ પરિણામી નિત્યત્વ માન્ય છે. સ્યાદ્વાદની આજ મહત્તા છે કે વસ્તુ નિત્ય પણ હોવી ને સાથે તે-તે અન્યઅન્યરૂપે સતત પરિણામ પણ પામતી રહેવી. “સોનું' સોનારૂપે કાયમ પણ રહે ને બંગડી, કુંડળ, વીંટી, ગોળ સીક્કો વગેરે રૂપે બદલાયા પણ કરે. આ જ તત્ત્વ છે. આ રૂપે આત્માને માનવાથી જ, આત્માના બંધ, મોક્ષ, પુણ્ય, પાપ, સુખ-દુઃખ વગેરે સંભવે છે ને દુઃખી આત્માનો સુખી થવાનો પ્રયત્ન પણ સાર્થક થાય છે. અન્યયોગવ્યવચ્છેદના ૧૮મા શ્લોકમાં (૧) કૃતનાશ (કરેલા પુણ્ય કે પાપનું ફળ ન મળવું) (૨) અમૃતઆગમ (ન કરેલા પુણ્ય કે પાપનું ફળ મળવું) તથા (૧) સંસાર-બંધ (૨) મોક્ષ અને (૩) સ્મૃતિ, આ ત્રણની અઘટમાનતા – અનેકાંતવાદ Page #48 -------------------------------------------------------------------------- ________________ આ પાંચ દોષ જે એકાંત અનિત્યવાદમાં બતાવ્યા છે, તે બધા દોષો એકાંત નિત્યવાદમાં પણ ઊભા થાય છે. વીતરાગ સ્તોત્રના આઠમા પ્રકાશ (અધ્યાય) માં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે એકાંત નિત્ય-એકાંત અનિત્યવાદમાં (૧) કૃતનાશ-અકૃતઆગમ (૨) સુખ-દુઃખ ભોગાભાવ (૩) પુણ્યપાપ અભાવ (૪) બંધ-મોક્ષ અભાવ અને (૫) ક્રમથી કે અક્રમ = એકી સાથે અર્થક્રિયાનો અભાવ-આ પાંચ પ્રકારના દોષો બતાવ્યા છે. ટુંકમાં, સંસારનો કોઇ પણ વ્યવહાર એકાંત નિત્ય કે એકાંત અનિત્યવાદમાં ઘટી શકતો નથી. જૈનમતનો નિત્યાત્તુવિદ્ધ અનિત્ય આવો અનેકાંતવાદ ગોળ-સૂંઠની ગોળી જેવો છે કે જે પરસ્પરના દોષોને દૂર કરી તત્ત્વપ્રાપ્તિરૂપ ગુણ કરનારો બને છે. (ગોળ કફ કરે, સૂંઠ પિત્ત કરે પરંતુ બન્નેની ગોળી બન્ને દોષોને શમાવવાનું કાર્ય કરે.) નિત્યાનિત્ય નમને બસસ્ટેન્ડ ૫૨ ઊભેલા એક ભાઇને ધબ્બો મારતા કહ્યું -‘અરે ! તું તો એક વર્ષમાં સાવ બદલાઇ ગયો... પહલો તો કેવો દુબળો હતો, હવે કેવો જાડો થઇ ગયો છે ! પહેલા તો ચશ્મા પણ પહેરતો ન હોતો... હવે તો કેવા જાડા ચશ્મા છે ! પહેલા ડામર જેવો કાળો તું, હવે રૂની પુણી જોવો ધોળો કેવી રીતે થઇ ગયો ! એક વર્ષ પહેલા તો તું કેવો બટકો હતો, એક વર્ષમાં તારી હાઇટ આટલી કેવી રીતે વધી ગઇ ?’ પેલાએ મુંઝાઇને નમન સામે જોઇ પૂછ્યું -‘ભાઇ ! તમે કોણ છો ? હું તો તમને ઓળખતો નથી !' નમનઃ ‘અલ્યા ! એક વર્ષમાં તારી સ્મરણશક્તિ પણ જતી રહી ? પહેલા તો તું વર્ષોનું યાદ રાખતો હતો... કમાલ ! તારી યાદશક્તિ પણ બદલાઇ ગઇ...' પેલો - અરે ! તમે કોની વાત કરો છો ! નમનઃ અલ્યા છગન ! તારી તો વાત કરું છું... પેલો - મિસ્ટર ! હું છગન નથી, મગન છું... નમનઃ અલ્યા ! તેં તો નામ પણ બદલી નાખ્યું ! હવે આ નમનને કોણ કહે - અલ્યા ટપ્પી ! જે મૂળથી જ છગન ન હોય, એને સાવ બદલાઇ ગયો કહીને તારી બુદ્ધિનું પ્રદર્શન કર નહીં । વાત આ છે કે જ્યારે સાચી પ્રત્યભિજ્ઞા (પૂર્વે અનુભવેલાનું ફરી સ્મરણ) થાય છે કે આજ પેલો પાંચ વર્ષ પહેલાનો છગન ? ત્યારે નિત્યાનિ સમાધિનો પ્રાણવાયુ ૩૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ ત્યવાદ સિદ્ધ થાય છે. જે પૂર્વે જોયેલો હોય, તે જો સાવ જ ભિન્ન હોય, તો આવી પ્રત્યભિજ્ઞા થાય નહીં, ને પેલા નમન જેવું કરવા જાય તો હસવાપાત્ર થાય. આ પ્રત્યભિજ્ઞા કહે છે – એક જ વ્યક્તિમાં અવસ્થાઓ બદલાતી રહે છે, એ બદલાતી અવસ્થાઓ રૂપે એ વ્યક્તિ પણ બદલાય છે. આમ એ રૂપે એની ઉત્પત્તિ-નાશ થયા કરે છે, છતાં પોતાના કો'કસ્વરૂપે તે સ્થિર પણ છે, તેથી જ એના અંગે પૂર્વાપરનો સંબંધ જોડતી “આ તે જ છે' ઇત્યાદિરૂપ પ્રત્યભિજ્ઞા થાય છે. જે જરા પણ બદલાતો જ ન હોય- (એકાંતનિત્ય) તેવા અંગે પ્રત્યભિજ્ઞાની જરૂરત પણ રહેતી નથી. ને જે ક્ષણિક નાશવંત છે-બીજી ક્ષણે સર્વથા અલગ જ વ્યક્તિ છે, તો એના અંગે તે જ આ એવી પ્રત્યભિજ્ઞા પેલા નમનની પ્રત્યભિજ્ઞાની જેમ તદ્દન ખોટી જ ઠરે ! બદલાતી અવસ્થાઓમાં પણ એક ચોક્કસનતત્ત્વનો એ તમામ અવસ્થાઓમાં અખંડ અન્વય હોવો એજ નિત્યાનિત્ય સિદ્ધાંતની સત્યતા ઠેરવે છે. પર્યાયોની અનિત્યતાનું ચિંતન મમતા છોડાવે છે, વૈરાગ્યનું કારણ બને છે તો આત્મસ્વરૂપની નિત્યતાનું ચિંતન “મારું કશું નાશ પામતું નથી' એવી ભાવનાથી સ્વસ્થતા-સમાધિનું કારણ બને છે. એકાંતવાદમાં અનેકાંતનો પ્રવેશ અનાદિ મિથ્યાત્વવાસિત જીવમાત્રને પ્રાયઃ બે પરસ્પર વિરોધી દેખાતી વાત એકસાથે એક ઠેકાણે હોવી મનમાં બેસતી નથી. એનું મન તો એમ જ પોકારે છે કે કાં તો આમ જ હોય, કાં તો આમ જ હોય. પણ બંને કેવી રીતે હોઇ શકે ? ડાહ્યાભાઈ ગાંડાભાઇ વ્યક્તિ અને તેના પિતાના નામ હોઇ શકે, પણ એક જ વ્યક્તિ એક જ સમયે ડાહ્યો-ગાંડો બંને કેવી રીતે હોઇ શકે ? કોઇ માણસ કાં તો વિદ્વાન હોય, કાં તો અજ્ઞ હોય, પણ એકી સાથે-એક સમયે એ વિદ્વાન ને અજ્ઞ બંને કેવી રીતે હોઇ શકે ? જીવમાત્રમાં જોવા મળતી આ મિથ્યાત્વવાસિત વિચારધારા તે-તે જૈનેતર દર્શનકારોમાં સ્પષ્ટરૂપે પ્રગટ ભાસે છે. તેથી તેઓની કલ્પના એકાંતે નિત્ય કે એકાંતે અનિત્યને છોડી એકી સાથે નિત્ય અને અનિત્ય આ વાત પર બેસતી જ - ૩૨ - – અનેકાંતવાદ Page #50 -------------------------------------------------------------------------- ________________ નથી. એમાં પણ પોતે જે એક પક્ષ પકડી લીધો, પછી એ પક્ષથી વિપરીત દૃષ્ટાંતો-તર્કો-હેતુઓ મળતા હોય, તો પણ તે તરફ માત્ર ઉપેક્ષા કે આંખ મિચામણા નથી થતાં, બલ્ક એ દૃષ્ટાંત વગેરેને પોતાના પક્ષમાં મારી-મચડીને બેસાડવામાં પોતાની તમામ બુદ્ધિની કઢી કરી નાખે છે, ને છતાં જો ન જ બેસે, તો એ દૃષ્ટાંતોને ભ્રાન્ત જાહેર કરી દે છે. આ છે તેઓનો કામરાગ ને નેહરાગથી પણ વધુ ભયાનક દૃષ્ટિરાગ. તેથી જ જેમ અચરમાવર્તમાં વાસ્તવિક મુક્તિઅદ્વેષ આવતો જ નહીં હોવાથી તે કાળની ધર્મપ્રવૃત્તિ પણ મોક્ષોપાયના નાશ માટે કે વિકૃતિ માટે થાય છે, એમ તે-તે મિથ્યામતી દર્શનકારોની ક્ષમા વગેરે પણ મિથ્યાત્વની જ પોષક બને છે. “એગતો મિચ્છત્ત અનેગેતો સમ્પત્તિ' આ જૈનશાસનનો મુખ્ય સિદ્ધાંત છે. વસ્તુના પરસ્પર વિરોધી દેખાતા પણ અનેકાનેક સ્વરૂપનો નિર્ણયાત્મક સ્વીકાર અનેકાંત છે. સામાન્ય માણસને તો સમજાવી શકાય કે નામથી ડાહ્યો ગાંડપણ કરતો હોય, તો એ એક સાથે ડાહ્યો ગાંડો છે. અથવા લોકવ્યવહારમાં ડાહ્યો પણ તે સંસારમાં જ સુખ શોધે છે એ તેનું ગાંડપણ છે. એ જ રીતે ગણિતનો વિદ્વાન ભૂગોળમાં સાવ અજ્ઞ હોઇ શકે છે. આમ એક જ વ્યક્તિમાં બે જુદી જુદી અપેક્ષાએ એક સાથે વિદ્વત્તા ને અજ્ઞતા હોઇ શકે છે. પણ પેલા બિચારા ગાઢ મિથ્યાત્વી પરદર્શનકારો આ સમજી શકતા નથી. વસ્તુ અનંતધર્માત્મક હોવાથી વસ્તુમાં જુદા-જુદા ધર્મોની અપેક્ષાએ જુદુ જુદુ રૂપ સ્પષ્ટ દેખાતું હોવા છતાં તેઓ જોઇ શકતા નથી ને બુદ્ધિમાં બેસી શકતી વાત હોવા છતાં એ રીતે વિચારવા તૈયાર જ થતા નથી. જેન કહે છે, ભાઇ ! વસ્તુ વસ્તુત્વરૂપે, આત્મા આત્મસ્વરૂપે નિત્ય છે, ને તે-તે મનુષ્યત્વ આદિ પર્યાયરૂપે અનિત્ય છે. આમ એક જ ક્ષણે એનામાં બે જુદી જુદી અપેક્ષાએ નિત્યત્વ-અનિત્યત્વ બંને ઘટી શકે છે. - પણ અફસોસ ! એમના કાન બંધ છે. એમની બુદ્ધિ બહેર મારી ગઇ છે. એમનો અવિવેક તીવ્ર છે. એમની જડતા જડ પદાર્થને પણ ટપી જાય એવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે પોતાના એકાંતે નિત્ય કે અનિત્ય આદિ મતને સિદ્ધ કરવાના ધમપછાડામાં તેઓ એક યા બીજી રીતે અનેકાંતનો આશરો તો પાછા લઈ જ લે છે. સમાધિનો પ્રાણવાયુ ૩૩ છે Page #51 -------------------------------------------------------------------------- ________________ માટે જ વીતરાગ સ્તોત્રના આઠમા પ્રકાશમાં કહ્યું કે વિજ્ઞાનના એક આંકારને અનેક આકારથી સંવલિત માનનારા બૌદ્ધો, લાલ-પીળા વગેરે અનેક રંગવાળા એક ચિત્રમાં એક સાથે એકતા ને અનેકતાને પ્રમાણભૂત માનતા નૈયાયિકો અને પ્રધાન-પ્રકૃતિને સત્ત્વ-રજસ-તમસ આ ત્રણ પરસ્પર વિરોધી ગુણોથી ગુંથાયેલી માનનારા સાંખ્યદર્શનકારો અનેકાંતવાદનો વિરોધ કેવી રીતે કરી શકે ? તેથી અહીં અન્યયોગ વ્યવચ્છેદમાં (ગા. ૧૯) આપેલી ઉપમા સાર્થક થાય છે. એક પંખીનું બચ્ચું સમુદ્રકિનારે રહેલા વહાણના કુપસ્તંભ પર બેઠું હતું. વહાણ સમુદ્રમાં સરકવા માંડ્યું. શરુઆતમાં તો એ બચ્ચાએ એની મજા માણી. પણ પછી જહાજ ભરદરિયે આવ્યું. હવે એ બચ્ચુ પોતાના સ્થાને જવા ઉડે છે. પણ ચારે બાજુ પાણી જોઇ થાકીને ફરી એ કુપસ્તંભનો આશરો લે છે. એમ સ્યાદ્વાદરૂપ કુપસ્તંભના આધારે બધા સિદ્ધાંતો છે. એકાંતવાદીરૂપ પંખી બચ્ચું એ સ્યાદ્વાદને છોડી જુદા-જુદા તર્કોના સમુદ્રમાં ફરી આવે છે, પણ ક્યાંય પોતાની વાતને ટેકો મળતો નથી, તેથી છેવટે ફરીથી સ્યાદ્વાદનો આશરો લેવો પડે છે. અહીં ‘ઘટફુટ્યાં પ્રભાત' ન્યાય પણ પ્રસિદ્ધ છે. એક ગામડિયો ઘીના ઘડા વેંચવા બળદગાડામાં ઘડા લઇ શહેર તરફ આવે છે. શહેરના પ્રવેશદ્વાર પાસે જ પ્રવેશકર (Octroi)ની ઓફિસ છે. દૂરથી એ ઓફિસ જોઇ ક૨ બચાવવા એ રાતના સમયે આડો રસ્તો લે છે. એ રસ્તે આખી રાત બળદગાડું ચાલતું રહ્યું. સવાર પડી ને એ ગામડિયાએ જોયું, તો બળદગાડું એ ઓફિસ આગળ જ આવીને ઊભું છે. જિનેશ્વર ભગવાન નામના રાજાના ‘પ્રમાણભૂત સિદ્ધાંત' નામના નગરની પાસે સ્યાદ્વાદની ઓફિસ છે. જે તાર્કિકે પોતાની વાત પ્રમાણભૂત સિદ્ધાંત તરીકે પ્રવેશ કરાવવી હોય, એણે ‘સ્યાદ્વાદ’ નો ટેક્ષ ભરવો પડે એમ છે, એટલે કે સ્યાદ્વાદની મુદ્રા લગાવવી જરુરી છે. જૈનેતર વિદ્વાનો આ સ્યાદ્વાદથી બચવા બુદ્ધિના બળદગાડાને એકાંતવાદના જુદા જુદા રસ્તે ખૂબ ફેરવે છે... ઘોર મિથ્યાત્વના એ અંધારામાં આખી રાત ફર્યા પછી સમજણનું પરોઢ ઉગે છે, ત્યારે એ જુએ છે કે છેવટે તો આટલી મથામણ પછી પણ પોતાના સિદ્ધાંતને પ્રમાણભૂત ઠેરવવા સ્યાદ્વાદનો જ આશરો લેવો પડે છે. અનેકાંતવાદ ૩૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય-વિશેષઆદિ બીજા અનેકાંતો અદ્વૈતવાદીઓ સામાન્યગ્રાહી છે, બીજા અન્યો વિશેષગ્રાહી છે. નૈયાયિકો સામાન્ય અને વિશેષ ઉભયને સ્વીકારે છે, પણ પરસ્પરથી સાવ જુદારૂપે અને પોતાના આશ્રય(આધાર)થી એકાંતે ભિન્નરૂપે સ્વીકારે છે. જૈનમતે દરેક વસ્તુ સામાન્ય-વિશેષ ઉભય સંવલિત છે. આ બંનેનો પરસ્પરને આશ્રયભૂત ધર્મીથી મેદાનુવિદ્ધ અભેદ છે. એટલે કે અમુક અપેક્ષાએ ભિન્ન છે, બીજા અમુક અપેક્ષાએ અભિન્ન છે, ને બંને પરસ્પર સંકળાયેલા છે. એ જુદી-જુદી વસ્તુઓમાં સમાનતાનો બોધ કરાવે એ સામાન્ય છે. દા.ત. જુદા જુદા ઘડાઓમાં “ઘટ' તરીકે સમાન બોધ કરાવે છે “ઘટત્વ' સામાન્ય. એ જ રીતે ઘટવાદિના કારણે જેઓમાં સમાનતા ભાસે છે, તેઓમાં જ વ્યક્તિગત વગેરરૂપે જે અલગતા ભાસે છે, એ વિશેષ છે, એક વસ્તુથી બીજી વસ્તુમાં ભેદ = અલગતા-વિશેષ જે આવે છે, એ માટે “અયમેવ હિ ભેદો ભેદહતુર્વા યદ્ વિરુદ્ધધર્માધ્યાસઃ કારણભેદશ” (મંડનમિશ્રત “ભામતી' ગ્રંથ) આ સૂત્ર છે. એક વસ્તુ કરતા બીજી વસ્તુના કારણ અલગ હોવાથી એ વસ્તુ બીજી વસ્તથી ભિન્ન છે, અલગ છે. એ જ રીતે આકાશ અને આત્મા જેવા પદાર્થો ભિન્ન છે, કેમ કે એ બંનેમાં જુદા-જુદા ધર્મો રહ્યા છે. | એક ઘડાથી બીજો ઘડો એ બંનેના અવયવોરૂપ કારણ જુદા હોવાથી જુદા પડે છે. પણ અંતિમ પરમાણુઓ એક બીજાથી જે અલગ પડે છે, એમાં બંનેમાં રહેલા અલગ-અલગ વિશેષ કારણ છે. આવી બધી માન્યતાઓથી તેઓ વસ્તુને કાં તો માત્ર સામાન્યરૂપ ને કાં તો માત્ર વિશેષરૂપ માને છે, અથવા વસ્તુને ઉભયરૂપ માનવા છતાં એ બંનેને પરસ્પરથી અને વસ્તુથી એકાંત ભિન્ન માને છે. જૈનમતે-સમાનતાની બુદ્ધિ કરાવે એ સામાન્ય ને અલગતાની બુદ્ધિમાં કારણભૂત વિશેષ. બંને પરસ્પર પણ ભિન્ન-અભિન્ન છે, જે વસ્તુ સ્વયં જ ઉભયરૂપ છે, તેથી એ રૂપે પણ ભેદભેદ છે. તેથી જ જૈનમતે દરેક વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયાત્મક જ છે. જે માત્ર સામાન્યરૂપ જ ગણાય છે, એ મહાસામાન્યરૂપ “સત્તા” પણ “યત્વ” “પ્રમેયત્વ' થી કથંચિ ભિન્ન હોવાથી વિશેષરૂપ પણ છે. ને જે માત્ર વિશેષરૂપ જ ગણાય છે, તે વિશેષ પણ અનંત સમાધિનો પ્રાણવાયુ - ૩૫ - Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૧ થી છે. હોવાથી ને એ બધામાં “વિશેષ “વિશેષ” એવી સમાન બુદ્ધિ થતી હોવાથી સામાન્યરૂપ પણ છે. તાવગ્રસ્ત છગન ડૉક્ટર પાસે ગયો... ડૉક્ટરે ચેકપ કરી કહ્યું - તમારે લગભગ સાત દિવસ દવા લેવી પડશે. છગને પૂછ્યું - દવા લેવાથી શું થશે ? ડૉક્ટરે કહ્યું – સાત દિવસ દવા લેશો એટલે તાવ ઉતરી જશે. તદ્દન સારુ થઇ જશે. આમ કહી ડોક્ટર ઇંજેકશન વગેરેની તૈયારી કરવા ઉઠ્યા.. અહીં છગને વિચાર્યું... તાવ ઉતારવાનો ઉપાય તો મળી ગયો.. હવે અહીંથી છટકી જઇશ, તો ફી ચુકવવી નહીં પડે. એ ત્યાંથી છટકી દવાવાળાની દુકાને જઇ કહેવા માંડ્યો-મને દવા આપો. પેલો-પણ ડૉક્ટરનો કાગળ તો લાવો ! તમને કઈ દવા આપવાની છે ! છગન - અરે ડોક્ટરે જ મને કહ્યું છે.. દવા લેવી પડશે. દવા એટલે દવા.. એનાં કઇ-બઇની વાત ક્યાંથી આવી ? દવા લેવાથી સારું થઇ જશે ! આ એક ભૂલ દૃષ્ટાંત છે... “દવા'... એ સામાન્ય છે. તાવની અમુક નામની દવા એ વિશેષ છે. “દવા' શબ્દ તો દવાની દુકાનમાં રહેલી તમામ દવા માટે સમાન છે. પણ તેટલાથી કંઇ કામ થાય નહીં. ત્યાં અમુક દવાવિશેષ એમ વિશેષની જરૂરત છે. તો સાથે એ જે વિશેષ છે, એમાં “દવા' રૂપ સામાન્ય પણ જરૂરી છે. “વાડીલાલનો આઇસ્ક્રીમ’ એ વિશેષ છે... પણ શરદીના તાવ માટે એ કંઇ દવારૂપ નથી. આમ દરેક સ્થળે સામાન્ય-વિશેષ ઉભય સંકળાયેલા છે. દરેક વિશેષ કોઇ ને કોઇ સમુદાય(સામાન્ય)નો સભ્ય છે, ને દરેક સમુદાય ઘણા વિશેષોના કારણે સમુદાયરૂપ બન્યો છે. આ એવું તો નથી-છગન ઇંટરનેશનલ ગ્રુપ” નામ હોય.. જેના પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી, ને સભ્ય એકમાત્ર છગન જ હોય... ઘણા વિશેષો વિના સામાન્ય નથી, ને સામાન્ય વિનાના વિશેષો નથી. બંને પરસ્પર ગાઢ સંકળાયેલા છે, એકમેક થયા છે, એટલે કે સામાન્ય પણ કથંચિત્ વિશેષ છે ને વિશેષ પણ કથંચિત્ સામાન્ય છે. - ૩૬ - અનેકાંતવાદ Page #54 -------------------------------------------------------------------------- ________________ ભેદભેદ લગ્ન પછી બીજે જ દિવસે પતિએ પત્નીને ઉલ્લાસથી કહ્યું - હવે આપણે બેમાંથી એક થઈ ગયા. પત્નીએ કહ્યું - બરાબર ! પણ રસોઇ તો બેની જ કરું ને ! કે એકની ? ભાવનાથી અભેદ પણ શરીરથી ભેદ ! બંને પાછા ભેગા ! જગતના તમામ પદાર્થો પરસ્પર ભેદાભેદ ધરાવે છે. પ્રકાશ ને અંધકાર વચ્ચે પણ ભેદભેદ છે, કારણ કે પુદગલસ્વરૂપે બંનેમાં અભેદ છે. એક અને બે બંને સંખ્યારૂપે-(સંખ્યાત્વથી) એક છે, ને રકમરૂપે જુદા છે. જીવસૃષ્ટિની અપેક્ષાએ વિચાર કરીએ, તો સમગ્ર જીવસૃષ્ટિ સાથે આપણને ભેદ-અભેદ છે. એક બાજુ અન્યત્વ ભાવના પોતાના જ્ઞાનદર્શનમય આત્માને છોડી બાકી બધા જ-ને બાકી બધું અન્ય છે એમ કહે છે. તેથી જ શાંતસુધારસ ગ્રંથની એકત્વ ભાવનામાં જીવ એકલો જન્મે છે, એકલો મરે છે, એકલો જ કર્મ બાંધે છે ને એકલો જ તેના ફળ ભોગવે છે. આમ કહ્યું છે. આમ એક બાજુ “કોઇ કોઇનું નથી' એમ ભાવના કરવાની છે. આ ભેદ' ભાવને આગળ કરી સ્વજનમમતા તોડવા ને વૈરાગ્યભાવ દઢ કરવા વિચારી. બીજી બાજુ પાપકર્મના બંધથી બચવા દસકાલિક ગ્રંથના ચોથા અધ્યયનમાં કહ્યું – સવભૂઅપ્પભૂયસ્સ.. જે બધા જીવોને પોતાને સમાન માને છે. તે પાપકર્મ બાંધતો નથી. સ્થાનાંગ કહે છે - “એગે આયા.' આત્મા એક છે... સંગ્રહનયને આગળ કરી તમામ જીવોમાં એક જીવત્વ રહ્યું છે. તે જીવત્વની અપેક્ષાએ સમગ્ર જીવસૃષ્ટિ એક છે. જીવાસ્તિકાય એક દ્રવ્ય છે. આ થઇ “અભેદ'ભાવે વિચારણા. આ બંને નય છે. ભેદનય ને અભેદનાય. પ્રમાણ બંનેનો સમાવેશ કરીને કહે છે, બધા જ જીવો એકબીજા સાથે ભેદાનુવિદ્ધ અભેદથી યુક્ત છે. સંખ્યા આદિ અપેક્ષાએ ભેદ છે, જીવવાદિ અપેક્ષાએ અભેદ છે ને બંને એકસમયે એકસાથે જ છે. સામાન્ય-વિશેષની વાત સાથે જ ભેદ-ભેદ પણ સંકળાયેલા છે. વસ્તુથી અને પરસ્પરથી ધર્મો ભિન્ન કે અભિન્ન ? નૈયાયિકો વગેરે દર્શનો ગુણ અને સમાધિનો પ્રાણવાયુ ૩૭ - Page #55 -------------------------------------------------------------------------- ________________ જ ક્રિયાધર્મો દ્રવ્યરૂપ આધા૨થી એકાંતે ભિન્ન છે ને સમવાય સંબંધથી રહે છે એમ સ્વીકારે છે. બૌદ્ધો માટે વસ્તુ ક્ષણજીવી હોવાથી ધર્મ એ જ ધર્મી છે, એટલે કે એકાંતે અભેદ છે. જૈનમતે ધર્મો પરસ્પર અને ધર્મથી ભિન્નાભિન્ન છે. ધર્મો પરસ્પર નામ-સ્વરૂપાદિ ભેદથી જેમ ભિન્ન છે, એમ પોતાના આશ્રયમાં કથંચિદ્ અભેદભાવે રહ્યા હોવાથી ૫૨સ્પ૨ કથંચિદ્ અભિન્ન પણ છે. આત્મા નિત્યત્વથી કથંચિદ્ અભિન્ન છે, એમ અનિત્યત્વથી પણ કથંચિદ્ અભિન્ન છે, માટે નિત્યત્વ અને અનિત્યત્વ પણ પરસ્પર કથંચિદ્ અભિન્ન છે. ધર્મો ધર્મીથી ‘પૃથક્-અલગરૂપે ઉપલબ્ધ થવું નહીં' ઇત્યાદિ કારણોથી અભિન્ન છે, તો નામ-સ્વરૂપ આદિ કારણોથી ભિન્ન પણ છે. ટુંકમાં જૈનમતને છોડી બીજાઓની એકાંતે ભેદ કે અભેદની કલ્પનાઓ ઘણી ઘણી વિસંગતિઓથી ભરપુર છે. જૈનમત કહે છે, ધર્મો ધર્મીમાં ‘અપૃથભાવે રહેવું’ બસ તદ્રુપ સ્વરૂપથી જ રહે છે. એમાં અન્ય કોઇ સંબંધની જરુરત નથી, વળી, ધર્મ ધર્મીમાં કથંચિદ્ અભેદભાવે હોવાથી તે ધર્મના નાશે ધર્મનો પણ તધર્મવાનરૂપે કથંચિદ્ નાશ ઇષ્ટ છે. સાથે અન્ય ધર્મોથી યુક્તરૂપે એ વસ્તુ રહી હોવાથી જ એ રૂપે વસ્તુનો નાશ પણ નથી. જૈનમતે ઉત્પન્ન થતા ધર્મ સાથે કથંચિદ્ અભેદના કારણે વસ્તુ કથંચિત્ ઉત્પન્ન થાય છે, નાશ પામનારા ધર્મ સાથે કથંચિદ્ અભેદના કારણે વસ્તુ કથંચિત્ નાશ પામે છે, ને સ્થિર રહેનારા ધર્મ સાથે કથંચિત્ અભેદ હોવાથી વસ્તુ કથંચિદ્ સ્થિર પણ રહે છે. જગતના દરેક દ્રવ્ય આ રીતે જ પ્રતીત થતાં ને તર્કથી સિદ્ધ થતા દેખાય છે, અનુભવાય છે... માટે આ જ સાચો સિદ્ધાંત છે. પ્રમાણમાન્ય છે. પ્રશ્ન થાય કે, તો વસ્તુ નિત્ય કે અનિત્ય ? ધર્મોથી ભિન્ન કે અભિન્ન ? તો જવાબ છે, આમ તો નિત્યાનિત્ય ને ભિન્નાભિન્ન... પણ જે વખતે જે અંશને આગળ કરો, તે વખતે તે અંશને આધારે વસ્તુસ્વરૂપ જોવું... ધ્રૌવ્ય અંશને આગળ કરો, તો વસ્તુ નિત્ય છે. ઉત્પાદ-વ્યય અંશને આગળ કરો, તો અનિત્ય છે. આ માટે તત્ત્વાર્થમાં સૂત્ર છે-‘અર્પિતાનર્પિતસિદ્ધેઃ' જે નય-અંશને આગળ કરો, તે અર્પિત-મુખ્ય. જે અંશને ગૌણ કરો તે અનર્પિત. આનાથી સર્વ સિદ્ધિ થાય છે. ભેદ અંશને આગળ કરો, તો વસ્તુ ધર્મોથી ભિન્ન છે. અભેદ અંશને ૩૮ અનેકાંતવાદ Page #56 -------------------------------------------------------------------------- ________________ આગળ કરો, તો વસ્તુ ધર્મોથી અભિન્ન છે. એટલું ધ્યાન રાખવું કે અહીં માત્ર આગળ-પાછળ કરવાની વાત છે. પણ એક અંશથી વિચારતા બીજા અંશના સર્વથા છેદની વાત નથી. અવયવ-અવયવી નૈયાયિકો વગેરે માત્ર કાર્યદ્રવ્યને જ અવયવી માને છે ને અવયવોમાં ઉત્પન્ન થતું એ કાર્યદ્રવ્ય-અવયવી દ્રવ્ય સમવાય સંબંધથી પોતાના અવયવોમાં રહે છે. અવયવો ને અવયવી એકાંતે ભિન્ન છે. અવયવી દ્રવ્ય પહેલા નહોતું ને ઉત્પન્ન થાય છે, એટલે કે અસની ઉત્પત્તિ થાય છે. જે અવયવોમાં અવયવીનો પ્રાગભાવ મળે, એ અવયવોમાં અવયવી ઉત્પન્ન થાય, બીજાઓમાં નહીં. બૌદ્ધો અવયવ-અવયવી કશું માનતા જ નથી. તેઓ નિરંશ ક્ષણિક ક્ષણાત્મક બધું માને છે. જૈનોના મતે જે પણ સ્કંધ અનેક પ્રદેશાત્મક હોય, તે બધા અવયવી છે, ભલે એ નિત્ય હોય. તેથી અસંખ્ય પ્રદેશાત્મક આત્મા પણ અવયવી છે. જૈન મતે અવયવો અવયવીમાં રહે છે, નહિં કે અવયવી અવયવોમાં. વળી, અવયવો ને અવયવી વચ્ચે રાખનારો કોઇ અન્ય સમવાય સંબંધ નથી, પણ ‘પરસ્પર અપૃથભાવે રહેવું' એ સ્વરૂપ જ બંને વચ્ચેનો સંબંધ છે. તેથી જ બંને વચ્ચે કથંચિદ્ અભેદ પણ છે. ઘટ-પટ આદિ કાર્યદ્રવ્યોમાં પણ અવયવો-અવયવી વચ્ચે અપૃથગ્માવરૂપે કથંચિત્ અભેદ છે જ. તેથી જ અવયવીના નાશમાં તે રૂપે કથંચિદ્ અવયવોનો નાશ પણ ઇષ્ટ છે જ. કપડો નાશ પામતા તંતુઓ પણ પટરૂપે નાશ પામે જ છે. માટી ઘટરૂપે નાશ પામ્યા વિના ઠીકરારૂપે કેવી રીતે ઉત્પન્ન થઇ શકે ? સોનું કુંડળરૂપે નાશ પામે તો જ વીંટીરૂપે ઉત્પન્ન થઇ શકે. સત્કાર્યવાદ અને અસત્કાર્યવાદ સાંખ્ય વગેરેના મતે કોઇ વસ્તુ ઉત્પન્ન થઇ નથી, થતી નથી. છુપાયેલી-આવરાયેલી હતી, તે પ્રગટ થાય છે. આથી તેઓ સત્કાર્યવાદી કહેવાયા. જે સત્ = છે જ, તે જ પ્રગટ થવારૂપે કાર્યરૂપ બને છે. આમ તેમના મતે માત્ર ડીસ્કવરી છે, ઇન્વેન્શન નથી. નૈયાયિકોના મતે જેનો પહેલા અભાવ હતો સમાધિનો પ્રાણવાયુ ૩૯ = પ્રાગભાવ, તે જ Page #57 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે-નહોતું, તે ઉત્પન્ન થયું. આમ તેઓ અસત્-કાર્યવાદી છે. અહીં જૈનમત અનેકાંતવાદ સ્થાપે છે. સદસકાર્યવાદ. પિંડરૂપે રહેલી માટી જ ઘડારૂપે થઇ. ઉપાદાન કારણ જ કાર્યરૂપ બને છે. એ કારણ પોતાની પૂર્વાવસ્થા(માટીપણા)ને છોડી ઉત્તરાવસ્થા(ઘડાપણા)ને સ્વીકારે એ જ કાર્ય છે. ઉત્તરાવસ્થા પૂર્વક્ષણે નહોતી ને હવે આવી, એથી અસની ઉત્પત્તિ. પણ તે પોતાના ઉપાદાનરૂપે તો હતી જ, તેથી સતુની ઉત્પત્તિ. આમ સદસત્કાર્યવાદ છે. ‘ગધેડાના શિંગડા’ની જેમ જે અસત્ હોય, તેનો ઉત્પાદ થઇ શકે નહીં... તેથી કાર્ય જો પહેલા અસત્ હતું, તો તે ખરશૃંગ (= ગધેડાના શિંગડા) તુલ્ય હતું... તો એની ઉત્પત્તિ કેવી રીતે થાય ? જો તેની ઉત્પત્તિ થાય, તો ખરશૃંગની ઉત્પત્તિ કેમ નહીં ? વળી, ઘટપ્રાગભાવ વગેરે જે કહેવાય છે, તે અભાવ માત્ર અભાવરૂપ છે, કે એ કાંઇક ભાવરૂપ પણ છે ? એમના મતે એકાંત હોવાથી એ માત્ર અભાવરૂપ છે. સર્વથા અભાવરૂપ છે. જો એ સર્વથા અભાવરૂપ હોય, તો એના ઘટપ્રાગભાવ-પટપ્રાગભાવ ઇત્યાદિ સ્થળે ‘ઘટ' પટ વગેરે ભાવો કેવી રીતે વિશેષણ થઇ શકે ? ને જો એ વિશેષણ થઇ શકે, તો એ રૂપે ભાવાત્મકતા આવી ને ? વગેરે ઘણા પ્રશ્નો અસત્કાર્યવાદીને ઊભા થાય છે. સાંખ્યાદિ સત્કાર્યવાદીને પણ આ રીતે જ પ્રશ્નો થાય છે, જે એકાંતે સત્ છે, એની ઉત્પત્તિ કેવી રીતે સંભવે ? પ્રગટ થવું એ ઉત્પત્તિ છે... તો એને કોણ ઢાંકે છે ? એ ઢાંકનાર આવરણ નિત્ય છે કે અનિત્ય ? નિત્ય માનો તો એ કદી હટશે નહીં... ને અનિત્ય માનો, તો એ ક્યારે આવ્યું ? કેવી રીતે ઉત્પન્ન થયું ! વગેરે ઢગલાબંધ પ્રશ્નો છે. માત્ર પરિણામવાદ = સદસત્કાર્યવાદ સ્વીકારવાથી જ કાર્યકારણભાવ ઘટે છે. સોનુ વીંટી આકારરૂપે નાશ પામે એનો અર્થ છે, એનો વીંટી પર્યાય નષ્ટ થયો. એ પર્યાય સાથે કથંચિદ્ અભેદ હોવાથી એ પર્યાયરૂપે પોતે પણ કથંચિદ્ નાશ પામે છે. એ જ વખતે એ કુંડળ આકારરૂપે ઉત્પન્ન થાય છે, કેમકે એ પર્યાય સાથે પણ કથંચિદ્ અભેદ છે. આ જુદી જુદી અવસ્થાઓ જ કાર્યરૂપ, પર્યાયરૂપ પરિણામરૂપ છે. આ રીતે વિચારવાથી બધું ઘટી શકે છે. ૪૦ અનેકાંતવાદ Page #58 -------------------------------------------------------------------------- ________________ વા-વાચક જેનદર્શન સિવાયના બાકીના લગભગ બધા દર્શનો શબ્દને આકાશના ગુણરૂપ માને છે. જૈનદર્શન શબ્દને પગલપરિણામરૂપ ગણે છે. જેમ માટી ઘડારૂપે પરિણામ પામે છે, એમ ભાષાવર્ગણાના પુદ્ગલો જ શબ્દાદિ રૂપે પરિણામ પામે છે. શબ્દો દ્રવ્યાત્મક હોવાથી જ કંપન વગેરે સિદ્ધ થાય છે, કે જેના આધારે રેડિઓ વગેરેની શોધ સફળ થઇ. જેનમતે શબ્દ પીગલિક હોવાથી જ પુદ્ગલાદરૂપે નિત્ય છે અને તે-તે “ક” “ખ” આદિરૂપે અનિત્ય છે. આમ નિત્યાનિત્ય છે. જેનેતરોમાં આ માટે બે મત છે (૧) એકાંત નિત્ય (૨) એકાંત અનિત્ય. વળી જૈનમતે શબ્દનો અર્થ સાથે ભેદભેદ છે. “અગ્નિ” બોલવાથી કોઇ દાઝી જતું નથી. તેથી અગ્નિ અર્થથી “અગ્નિ' શબ્દ ભિન્ન સિદ્ધ થાય છે. તો “અગ્નિ' પદાર્થને જોવાથી જેમ અગ્નિ તરીકેનો બોધ થાય છે, એમ “અગ્નિ” શબ્દથી પણ તેનો જ બોધ થાય છે, આ રીતે બે વચ્ચે અભેદ છે. જગતના તમામ શબ્દથી ઓળખી શકાતા-કહી શકાતા પદાર્થો વાચ્યરૂપે કે પ્રમેયરૂપે એક છે, અને તે તે પદાર્થોના તે-તે અલગ વાચક શબ્દ હોવા વગેરેથી ભિન્ન છે. એ જ રીતે બધા વાચક શબ્દો વાચકતારૂપે એક છે, ને અક્ષરરચના વગેરે રૂપે ભિન્ન છે. વળી જેનમતે દરેક શબ્દ બધા જ વાચ્યોનો બોધક બનવા સક્ષમ છે. જેનો નૈયાયિકાદિમાન્ય ઇશ્વરેચ્છારૂપ શક્તિ માનતા નથી. દરેક શબ્દ રુઢિ, યોગ, સંકેતાદિના આધારે સર્વાર્થવાચક બની શકે છે. કોઈ પણ શબ્દનો તત્કાળ સ્કુરાયમાણ થતો અર્થ મુખ્યતયા રૂઢિ પર આધાર રાખે છે. પણ કેટલાક શબ્દો વ્યુત્પત્તિ-યોગના આધારે અર્થવાચક બને છે. પાચક” શબ્દ જે રાંધે તે પાચક' (પચતીતિ પાચકઃ) આ રીતે રસોઇઆને સૂચવે છે. ક્યારેક વ્યુત્પત્તિથી મળતા ઘણા અર્થોમાં જે અર્થમાં શબ્દ રૂઢ થયો હોય, તે અર્થની ફુરણા થાય છે. જેમકે “પંકાતું જાયતે ઇતિ પંકજ' આ વ્યુત્પત્તિમાં પંક = કાદવમાંથી તો કીડા પણ થાય છે... પણ 'પંકજ' શબ્દ કમળ માટે રૂઢ છે. તેથી તે અર્થની ફુરણા થાય છે. એકનો એક શબ્દ ક્યારેક વ્યુત્પત્તિ અર્થનો બોધક બને ને ક્યારેક રૂઢ અર્થનો, તે યૌગિક રૂઢ કહેવાય છે. જેમકે ઉભિ જ્જનો વ્યુત્પત્તિ અર્થ પૃથ્વીને ભેદીને ઉદ્ભવતા અંકુરા, તિતિઘોડા વગેરે માટે થાય છે. જ્યારે યાશિકો માટે એનો રૂઢ અર્થ યજ્ઞવિશેષ છે. સમાધિનો પ્રાણવાયુ - ૪૧ - Page #59 -------------------------------------------------------------------------- ________________ શબ્દોનું સ્વાભાવિક સામર્થ્ય છે. એ સામર્થ્ય પણ દેશ-કાળ આદિને અપેક્ષીને બદલાતું રહે છે. “ઘટ’ શબ્દ જેમ ઘડા માટે વપરાય છે, એમ યોગીઓ શરીર માટે પણ એ વાપરે છે. | શબ્દોમાં વાચ્યોને ઓળખાવવાની શક્તિ સંકેત પર પણ આધાર રાખે છે. સંકેત પુરુષેચ્છાધીન હોવાથી ગમે તે હોઈ શકે છે. તેથી જ વાદિદેવસૂરિ મહારાજે “સ્વાભાવિકસામર્થ્ય સમયાભ્યામર્થબોધનિબન્ધને શબ્દ:” એવું સૂત્ર પ્રમાણનય તત્ત્વાલોકમાં આપ્યું છે. શબ્દ પોતાના સ્વાભાવિક સામર્થ્ય અને સમય = સંકેત દ્વારા અર્થબોધ કરાવે છે. એક શબ્દ અનેક અર્થનો બોધ કરાવી શકે, જેમ કે છગને કહ્યું-મારી પત્ની તો દેવી છે. મગને કહ્યું-દેવી તો મારે પણ છે, પણ લેનાર કોઇ નથી !! અહીં “દેવી' શબ્દના બે અલગ અર્થ થઇ ગયા. મહેમાનોની હાજરીમાં ચ મમ્મીને વારંવાર કહે છે-મારે પી.પી. કરવી છે. તેથી મમ્મીએ સારુ નહીં લાગવાથી કહ્યું-બેટા ! આવું નહીં બોલવું. તારે પી.પી. લાગે ત્યારે મને કહેવું “મારે ગીત ગાવું છે.” હું સમજી જઇશ. રાતે પપ્પાની બાજુમાં સુતેલા ચીંટુએ પપ્પાને કહ્યું-મારે ગીત ગાવું છે. બે-ત્રણ વાર તો પપ્પાએ દાદ દીધી નહીં. છેવટે ચીંટુએ કહ્યું-પપ્પા ! હવે રહેવાતું નથી. મારે ગીત ગાવું છે... પપ્પાએ કહ્યું-મારા કાનમાં ગાઇ લે !! વાત આ છે, “પી-પી કરવી છે” એનો અર્થ “ગીત ગાવું છે' એવા વાક્યથી મળી શકે ? મળી શકે, જો સંકેત એવો ર્યો હોય. તેથી જ જૈનમતે દરેક શબ્દ સર્વ અર્થક બની શકે છે. શબ્દ-ક્રિયાપદ વગેરેનું સાધક વ્યાકરણ પણ સ્યાદ્વાદમય છે. તેથી જ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે રચેલા શબ્દાનુશાસનમાં શરૂઆતમાં જ કહી દીધું “સિદ્ધિઃ સ્યાદ્વાદાત્...” આ સૂત્રોથી જે નિયમો થશે, તેની સિદ્ધિ સ્યાદ્વાદથી કરવી, એકાંતથી નહીં. જેમકે એક સૂત્રથી નિયમ બને છે કે એ એ ઓ ઔ પછી કોઇ પણ સ્વર આવે, તો એ ઐ ઓ ઔ ના સ્થાને ક્રમશઃ અયું આયું એવું ને આવું થાય. પછીનો સ્વર એમ જ રહે... પણ બીજા એક સૂત્રથી એમ નિયમ બને છે કે પદાંતે એ કે ઓ પછી “અ” આવે, તો “એ” “ઓ' ને કંઇ થાય નહીં, પેલા “અ' નો લોપ થઇ જાય. દા.ત. નમો+અતુ=નમોસ્તુ વર્ધમાનાય. આમ નિયમના ઉપયોગમાં પણ સ્થાવાદ છે. અનેકાંતવાદ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૬) આત્મા કેવો ? તૈયાયિક વગેરેના મતે આત્મા આકાશ જેવો વ્યાપક છે. અન્ય મતે આત્મા પરમાણુ જેવો સૂક્ષ્મ છે. જૈનમતે નિગોદ વગેરેમાં આત્મા અલબત્ત સાવ પરમાણુ જેવો નહીં હોવા છતાં એટલો બધો સૂક્ષ્મ છે, કે એવા અનંતા આત્માઓ અસંખ્ય શરીરરૂપે ભેગા થાય, તો પણ જોઇ શકાતા નથી. આમ લગભગ પરમાણુ જેવો છે. તો કેવળી સમુદ્યાત વખતે એક સમય માટે સમગ્ર લોકાકાશ વ્યાપી છે, ને સામાન્યથી શરીર પ્રમાણ છે. શરીર નાનું-મોટું થાય એમ આત્માની સાઇઝ પણ નાની-મોટી થાય છે. એટલે એક ચોક્કસ સાઇઝનો નથી. વળી, આત્મા આકાશ જેટલો વ્યાપક કે સૂક્ષ્મતમ પરમાણુ જેવડો અનુભવાતો નથી, પણ શરીરવ્યાપી તરીકે જ અનુભવાય છે, કારણકે સુખદુઃખાદિ સંવેદન એ રીતે અનુભવાય છે. વળી જેનમતે સંસારી આત્મા કાર્મણશરીર સાથે દૂધ-પાણીની જેમ એકમેક થયો હોવાથી કથંચિત્ રૂપી છે, તો મૂળભૂત સ્વરૂપથી અરૂપી છે. આમરૂપી-અરૂપી છે. વળી, નૈયાયિકો આત્માના જ્ઞાનાદિ ગુણોને આત્માથી એકાંતે ભિન્ન માને છે કે જે સમવાય સંબંધથી આત્મામાં રહે છે. જ્ઞાનવાદી બૌદ્ધમતે આત્મા જ્ઞાન સિવાય અન્ય કોઈ રૂપે નથી, આમ જ્ઞાન ને આત્મા વચ્ચે એકાંતે અભેદ છે. જૈનમતે આત્મા જ્ઞાન આદિ સાથે ભેદાભેદ ધરાવે છે. નામ, સ્વરૂપ વગેરે અપેક્ષાએ ભેદ છે, ને અપૃથભાવ વગેરે અપેક્ષીને અભેદ છે. તેથી જ તે-તે જ્ઞાનની ઉત્પત્તિ સાથે તે-તે જ્ઞાનવાળા તરીકે આત્મા પણ કથંચિત્ ઉત્પન્ન થાય છે, એ જ રીતે કથંચિત્ વિનાશ પામે છે ને છતાં સ્વસ્વરૂપે નિત્ય રહે છે. આમ પ્રત્યેક પળે જુદા જુદા પરિણામના ઉત્પાદ (ઉત્પત્તિ)-વિનાશ સતત ચાલતા હોવાથી તે-તે પરિણામરૂપે આત્માનો પણ સતત ઉત્પાદ-વિનાશ ચાલુ છે. છતાં તે અન્વય પામતા (તમામ અવસ્થામાં સાથે જ રહેતા) દ્રવ્યરૂપે, આત્મસ્વરૂપે નિત્ય છે. આમ બોદ્ધમાન્ય ક્ષણિકવાદ પણ કથંચિ ઘટે છે, તો નૈયાયિકાદિમાન્ય નિત્યવાદ પણ કથંચિદુ ઘટે છે, કારણકે જૈનમતે માત્ર આત્મા નહીં, ધર્માસ્તિકાયાદિ દરેક દ્રવ્ય પરિણામી નિત્ય છે, નહીં કે પૂર્વે કહ્યું તેવું અન્ય માન્ય કૂટનિત્ય. આત્મા-જૈનમતે તે-તે કર્મની નિર્જરા થતી હોવાથી - તે-તે કર્મથી મુક્ત થાય છે, તો તે-તે નવા કર્મ પણ દરેક સમયે બંધાતા હોવાથી પ્રત્યેક સમાધિનો પ્રાણવાયુ - ૪૩ - Page #61 -------------------------------------------------------------------------- ________________ સમયે બદ્ધ પણ થાય છે. જો કે પ્રવાહને અપેક્ષીને કહીએ, તો કદી ઉત્પન્ન નહીં થયેલો અનાદિ આત્મા-ખાણમાં રહેલું સોનું જેમ પ્રથમથી જ માટીથી વ્યાપ્ત છે, એમ અનાદિથી જ કર્મથી બંધાયેલો છે. છતાં જેમ એ જ સોનું અગ્નિપ્રયોગ વગેરેથી શુદ્ધિ પામે છે-માટી વગેરેથી મુક્ત થાય છે, એમ અનાદિ કાલથી કર્મથી બંધાયેલો આત્મા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપના પ્રયોગથી કર્મથી કાયમ માટે મુક્ત પણ થાય છે. બૌદ્ધો નિર્વાણ' વખતે ચિત્તસંતતિનો ઉચ્છેદ માને છે. આમ તેમના મતે આત્માનો નાશ થાય છે. નિયાયિકાદિના મતે આત્માનો મોક્ષ થાય છે. ત્યારે આત્મા રહે છે, એના તમામ ગુણો નાશ પામે છે. તેથી જ્ઞાનાદિ રહેતા નથી. જેનો કહે છે આત્માનો સાંસારિક વ્યવહારરૂપે અભાવ આવે છે. આત્માના મતિજ્ઞાનાદિ ક્ષાયોપથમિક ગુણો નાશ પામે છે. છતાં મુક્ત-શુદ્ધરૂપે આત્મા રહે છે-નાશ પામતો નથી. તેમ જ ક્ષાયિક કેવળજ્ઞાનાદિ ગુણોથી યુક્ત જ રહે છે, સર્વથા ગુણોના અભાવવાળો રહેતો નથી. તેથી જ જૈનમતે મોક્ષ એ અનંત જ્ઞાનરૂપ ને પરમ આનંદમય છે. સાવ જડ સ્વરૂપ નથી. ૭) આત્મા વગેરે સત છે કે અસત ? તૈયાયિકો વગેરેના મતે આકાશ વગેરે એકાંત સત્ એટલે કે કોઇથી ઉત્પન્ન થતા નથી. એકાંતે નિત્ય છે. ખરશૃંગ વગેરે એકાંતે અસત્ છે. ક્યારેય ઉત્પન્ન થતાં નથી. ને ઘટ વગેરે ઉત્પન્ન થયા પૂર્વે એકાંતે અસત્ અને ઉત્પન્ન થયા પછી નાશ પામે નહીં ત્યાં સુધી એકાંતે સત્ છે. શુન્યવાદીઓની અપેક્ષાએ દેખાતું સમગ્ર જગત્ અસત્ છે. ભ્રમણા છે. “કશું જ ન હોવું' શૂન્ય જ સત્ છે. સાંખ્ય માટે જે કાંઇ છે, તે બધું એકાંતે સત્ છે. કશું ઉત્પન્ન થતું નથી, કશું નાશ પામતું નથી. જૈનમતે કેવળજ્ઞાનીના જ્ઞાનના વિષય બને, તે બધા જ સત્ છે, ને તે પણ સદસત્. સ્વસ્વરૂપાદિથી સતુ. પરસ્વરૂપ આદિથી અસત્... એકાંતે એક સ્વભાવી નિત્ય કે અનિત્ય વસ્તુ પોતાની અર્થક્રિયાઓ ક્રમશઃ કે એક સાથે કરવા સક્ષમ નથી. ક્રમશઃ કરવામાં સ્વભાવભેદની આપત્તિ છે ને એક સાથે કરી લેવામાં બીજી ક્ષણથી અર્થાત્ ત્યાર પછી કશું કરવાનું રહેતું નહીં હોવાથી સર્વથા અસત્ થવાની આપત્તિ છે... ઇત્યાદિ આપત્તિઓ છે. વસ્તુને અનંત સ્વભાવી ને પરિણમનશીલ માનવાથી જ અર્થક્રિયા પણ ઘટી શકે છે. - અનેકાંતવાદ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૮) વસ્તુના ધર્મો – નૈયાયિક વગેરે બીજાઓ વસ્તુને અમુક ધર્માત્મક માને છે, જ્યારે જૈનમતે વસ્તુમાત્ર અનંતધર્માત્મક છે. કેટલાક ધર્મો સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અપેક્ષીને વસ્તુના સ્વધર્મો છે. બીજા કેટલાક ધર્મો ૫૨દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અપેક્ષીને વસ્તુના પરધર્મો છે. સ્વધર્મો અસ્તિત્વ સંબંધથી વસ્તુના છે, ને પરધર્મો નાસ્તિત્વ સંબંધથી વસ્તુના છે. આમ દરેક વસ્તુ સર્વધર્માત્મક છે. તેથી જ જે એક વસ્તુને તમામ ધર્મોથી જાણે છે, તે તમામ વસ્તુને તમામ ધર્મોથી જાણે છે. એ જ રીતે જે તમામ વસ્તુઓને તમામ ધર્મથી જાણે છે, તે જ એક વસ્તુને એના તમામ ધર્મથી જાણે છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે, ‘જે એવં જાણઇ, સે સવ્વ જાણઇ. જે સળં જાણઇ સે એવં જાણઇ.’ તેથી જ આપણા જેવા (છદ્મસ્થ) બીજા કોઇ માટે કહે કે ‘એને તો હું પૂરેપરો ઓળખું છું, બરાબર ઓળખું છું' તો એ વચન ખોટું ગણાય. આમ જૈનમત આદીપ આવ્યોમ = (દીવા જેવા અનિત્ય તરીકે પ્રસિદ્ધ દષ્ટાંતથી માંડી આકાશ જેવા નિત્ય તરીકે પ્રસિદ્ધ) તમામને ઉત્પાદ-વ્યયધ્રૌવ્યયુક્ત = નિત્યાનિત્ય ભિજ્ઞાભિન્ન સામાન્ય-વિશેષઉભયરૂપ વગેરે રૂપે સમાન સ્વભાવવાળા ગણે છે. દીવાના તેજસ્વી પુદ્ગલકણો જ તમસ (અંધકારપણાના, કાળાપણાનાં) પર્યાયને પામે છે, એ રીતે પુદ્ગલરૂપે નિત્ય જ છે. ને આકાશ પણ ઘટસંયોગ વગેરેને અપેક્ષીને અનિત્ય છે. અર્થાત્ ઘડાનો આકાશ સાથે સંયોગ થતા કથંચિદ્ ઘટાકાશ ઉત્પન્ન થાય છે અને વિયોગ થતા નાશ પામે છે. જૈનમતે નૈયાયિકની જેમ પરમાણુ પણ સર્વદા એકરૂપ જ રહેવારૂપે નિત્ય નથી. નૈયાયિક મતે પૃથ્વી પરમાણુ કાયમ પૃથ્વી પરમાણુ જ રહે છે. જૈનમતે પુદ્ગલ ૫૨માણુ જુદા-જુદા સ્કંધો સાથે જોડાઇને જુદા-જુદા સ્વરૂપ પામે છે. અરે ૫૨માણુમાં રહેલા તે-તે વર્ણાદિ પણ કાયમ તે-તે વર્ણાદિ રૂપ રહે તેવો નિયમ નથી. એક જ રૂપે અસંખ્ય કાળચક્ર રહ્યા પછી પણ ફેરફાર શક્ય બને છે. જૈનમતે જગત પણ નિત્યાનિત્ય છે, ને અનાદિસિદ્ધ છે. તેથી કોઈ જગતકર્તા ઇશ્વર નથી. તીર્થંક૨ પ્રભુઓ જગતને બનાવનારા નહીં, બતાવનારા ઇશ્વર છે. જગતકર્તા ઇશ્વરને માનવામાં એને રાગી-દ્વેષી, ક્રુર માનવો વગેરે ઘણી આપત્તિઓ છે. જૈનમતે અભવ્યાદિને અપેક્ષીને કર્મપ્રવાહ સાથેનો સંબંધ અનાદિ અનંત છે. તો ભવ્યોને અપેક્ષીને અનાદિ પણ તે અંતવાળો છે. સમાધિનો પ્રાણવાયુ ૪૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ યવાદ દરેક વસ્તુ અનંત ધર્મોવાળી છે. એમાંથી એક અંશ-ધર્મનો બોધ કરતું જ્ઞાન નય કહેવાય. આમ અનુયોગદ્વારમાં કહ્યું છે. પ્રમાણનયતત્ત્વાલોકના સાતમા પરિચ્છેદમાં આની વિસ્તૃત વ્યાખ્યા આવી છે. ‘શ્રુતનામના પ્રમાણના વિષય બનેલા અર્થના બીજા અંશો પ્રત્યે ઉદાસીનતાપૂર્વક એક અંશનો નિર્ણય વક્તાના જે અભિપ્રાયવિશેષથી કરાય છે, તે અભિપ્રાયવિશેષ નય છે.’ ટુંકમાં, કોઇ વક્તા વસ્તુના અનંત ધર્મોમાંથી પોતાને ઇષ્ટ એક અંશને આગળ કરી વસ્તુને એ રૂપે દર્શાવે, ત્યારે તે નયવાક્ય થાય છે કે જેમાં બે શરત છે (૧) એ વાક્ય વસ્તુના સર્વધર્મોનું નિર્દેશ કરતું ન હોય ને (૨) એ વાક્ય વસ્તુના બાકીના ધર્મોનો નિષેધ કરતું ન હોય. જે સર્વધર્મબોધક વાક્ય હોય, તો તે પ્રમાણવાક્ય ગણાય ને જો એ બીજા રહેલા ધર્મોનો સાવ નિષેધક હોય, તો તે દુર્નય ગણાય. પ્રભુવચન નયગર્ભિત હોય છે. વિશેષાવશ્યક ભાષ્ય (ગા. ૨૧૧) માં કહ્યું છે જિનમતમાં કોઇ સૂત્ર કે અર્થ નયરહિત હોતાં નથી. શ્રોતાને પામી નયવિશારદ વ્યક્તિ તે-તે નય બતાવે છે, જેમકે નમસ્કાર નિર્યુક્તિમાં ચૌદ પૂર્વધર પૂજ્ય ભદ્રબાહુસ્વામીએ જુદા જુદા નયોની અપેક્ષાએ નમસ્કાર કોનો ? એ બતાવ્યું છે. પ્રભુના સમવસરણમાં (૧) ૧૮૦ પ્રકારના ક્રિયાવાદીઓ (૨) ૮૪ પ્રકારના અક્રિયાવાદીઓ (૩) ૬૭ પ્રકારના અજ્ઞાનવાદીઓ અને (૪) ૩૨ પ્રકારના વિનયવાદીઓ એમ ૩૬૩ પાખંડીઓ આવતા હતા. તેઓ પ્રભુની દેશનામાંથી પોત-પોતાને મનગમતો એક-એક નય પકડી લઇ પોતાની સ્વચ્છંદ પ્રરૂપણાઓ જકારપૂર્વક કરતા હતા. આમ તેઓ નયવાદી હોવા છતાં ગાઢ મિથ્યાત્વી હતા કારણ કે બાકીના નયોના તેઓ નિષેધક હતા. નય વિચારણા એગંતો મિચ્છાં અનેગંતો સમ્મત્ત' આ જૈનશાસનનો મુખ્ય સિદ્ધાંત છે. વસ્તુના પરસ્પર વિરોધી દેખાતા પણ અનેકાનેક સ્વરૂપનો નિર્ણયાત્મક - અનેકાંતવાદ ૪૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર અનેકાંત છે. - પૂજ્ય સિદ્ધસેનદિવાકરસૂરિએ કહ્યું છે. “જાવઇઆ વયણપહા તાવઇઆ નયા'. અહીં વચનપથો એટલે વસ્તુના ધર્મસ્વરૂપને સૂચવતા વચનો. આવા દરેક વચન નયરૂપ છે, વસ્તુના તે-તે એક સભુત ધર્મ-સ્વરૂપના સૂચક બને છે. એટલું સમજી લેવાનું કે જે વચન વસ્તુના એકાદ પણ સ્વરૂપનું સૂચક ન હોય, તે નયરૂપ પણ નથી. તેથી જ આકાશકુસુમને સત્ કહેતું વચન નયરૂપ ગણાય નહીં. પણ આ નયવચન મિથ્યાવચન એટલા માટે બને છે કે એમાં અન્યાંશોનો નિષેધક કાર હોય છે. આમ તો વ્યાકરણના નિયમ મુજબ દરેક વાક્ય સાવધારણ = જકારયુક્ત જ હોય. જ્યાં સાક્ષાત્ જકાર ન હોય, ત્યાં અધ્યાહારથી સમજી લેવાનો હોય છે. પણ જ્યારે વસ્તુના સ્વરૂપનું જ્ઞાન કરાવનાર વચનમાં જકાર અન્યયોગવ્યવચ્છેદ કરે છે, એટલે કે વસ્તુમાં એ સિવાયના બીજા ધર્મોના નિષેધરૂપ બને છે, ત્યારે એ નય દુર્નય બને છે ને મિથ્યાવાદ ગણાય છે. સમ્યકત્વી પણ વચન બોલે છે ત્યારે એકાદ ધર્મ આગળ થતો હોવાથી નયવચન બને, પણ એમાં કાર અયોગવ્યવચ્છેદક હોય છે. એટલે કે વસ્તુમાં એ ધર્મના સ્વીકારરૂપ બને છે, અન્ય ધર્મો માટે ઉદાસીન રહે છે, તેથી એ નયરૂપ બને છે. પણ જ્યારે એ વચનને સાથે સ્થાયુક્ત કરે છે, ત્યારે વચનથી એક ધર્મનો સાક્ષાત ઉલ્લેખ હોવા છતાં અર્થતઃ બીજા ધર્મોનો પણ સમાવેશ કરતો હોવાથી એ પ્રમાણ વચન થાય છે. તેથી જ પૂ. સિદ્ધસેનદિવાકરસૂરિએ પ્રભુસ્તવનારૂપ બત્રીશીમાં કહ્યું છે કે, જ્યારે નયો સાયુક્ત બને છે, ત્યારે જેમ લોખંડ સુવર્ણરસના સ્પર્શથી સોનું બને છે, એમ નયો સાહ્ના સ્પર્શથી પ્રમાણરૂપ બને છે. - પૂજ્ય મલ્લિષેણસૂરિએ સ્યાદ્વાદમંજરીમાં તેથી જ કહ્યું છે કે જેનમતે વાક્ય જેમ જકારયુક્ત હોય છે, એમ “સ્યાયુક્ત પણ હોય છે. એટલે કે દરેક વાક્ય જકારયુક્ત અને સ્વાદ્યક્ત એમ બંને યુક્ત હોય છે. એમ કલ્પી શકાય કે જે વાક્ય જકારનો નિષેધ કરી માત્ર ચા યુક્ત હોય, તે વાક્ય સંભાવના બતાવે છે, સંશય બતાવે છે. દા.ત. ઘટો નિત્યઃ સમાધિનો પ્રાણવાયુ - ૪૭ - Page #65 -------------------------------------------------------------------------- ________________ ચાત્ = ઘડો નિત્ય હોઇ શકે. જે વાક્ય સ્યાહ્નો નિષેધ કરી માત્ર જકારયુક્ત છે, એ એકાંતવાદરૂપ-દુર્નયરૂપ છે. ઘડો નિત્ય જ છે, એટલે કે ઘડામાં નિત્યત્વને છોડી બીજો કોઇ ધર્મ નથી. જે વાક્યમાં બંને હોય, તે વાક્ય પ્રમાણભૂત અથવા સત્રયરૂપ બને છે, જેમ કે સ્યાદ્ ઘટો નિત્ય એવ..! અહીં ‘સ્યા’ સંભાવના અર્થે નથી, પણ અન્ય ધર્મોથી યુક્તતા સૂચવવારૂપે છે. એટલે કે અન્ય ધર્મોથી યુક્ત ઘડો નિત્ય છે જ. આમ અનેકાંતવાદમય જૈનશાસન વસ્તુ સંબંધી એક સ્વરૂપનું જ્ઞાન કરાવનાર તમામ વાક્યોને નયરૂપ ગણે છે. એ બધા સત્યાંશોના સમાવેશરૂપ પ્રમાણભૂત અનેકાંત શાસન છે. આથી જ ઘડા માટેની માટીને પણ ઘડો કહેતા નગમનયથી માંડી માત્ર ઘડા તરીકેની-જલાશયમાંથી પાણી લાવવા વગેરે રૂપ અર્થક્રિયા કરતો હોય ત્યારે જ ઘડાને ઘડો કહેતા એવંભૂતનય સુધીના બધા નયોનો આ શાસનમાં-આ અનેકાંતવાદમાં સમાવેશ થાય છે. એક નયથી એક વાત સ્વીકારતી વખતે બીજા નયનો-બીજા સ્વરૂપનો નિષેધ નહીં કરતો આ વાદ શંકરાચાર્ય વગેરે માને છે એમ સંશયવાદ નથી. કારણકે તે-તે સ્વરૂપનો સ્પષ્ટ સ્વીકાર-નિશ્ચય હોય જ છે. નહિતરતો સ્યાદ્વાદમય બોધ કરતા સમકિતીને મતિજ્ઞાનનો “અપાય' નામનો ભેદ રહે જ નહીં. તેમજ ઇહા વખતે અન્ય ધર્મોના નિષેધ સાથે સંભવિત ધર્મ તરફી ઝોકવાળો ઉહાપોહ પણ થાય નહીં. જોકે અન્ય ધર્મના નિષેધરૂપ અપોહાત્મક તર્ક વખતે પણ સમ્યકત્વ હોવાથી “સ્યા તો છે જ, કે જેનું તાત્પર્ય છે કે અત્યારના અસ્તિત્વ સંબંધથી એ ધર્મો ઉપલબ્ધ નથી, પણ નાસ્તિત્વ સંબંધથી તો એ ધર્મો રહેલા છે જ. તેથી જ અપાય પણ બે પ્રકારે સંભવે છે. (૧) આ ઝાડ જ છે. અથવા (૨) આ પુરુષ નથી જ. ટૂંકમાં સ્યાદવાદમય બોધ સંશયાત્મક બોધ નથી. પણ પ્રસ્તુત પ્રસંગે જે ધર્મ અંગે વિચારણા હોય, તે ધર્મના તે વખતે અસ્તિત્વ (હોવાપણા) કે નાસ્તિત્વ ન હોવાપણા) રૂપે સ્પષ્ટ નિર્ણયાત્મક વિચારણા છે કે જે અન્ય સંદર્ભાદિથી અન્ય ધર્મોની હાજરીનો નિષેધ કરતી નથી. - ૪૮ - અનેકાંતવાદ Page #66 -------------------------------------------------------------------------- ________________ આમ સર્વનયમય હોવાથી જ સર્વદર્શનની માન્યતાઓનો જૈનશાસનમાં સમાવેશ થાય છે. તેથી જ તે સમુદ્રસમાન છે ને અન્ય દર્શનો નદી સમાન છે. સમુદ્રમાં નદીઓ સમાવેશ પામે છે, પણ નદીઓમાં સમુદ્ર દેખાતો નથી. આ જ ઉપમાને જ આગળ વધારતા કહી શકાય. સમુદ્રમાં નદીઓ સમાવેશ પામતી હોવા છતાં સમુદ્ર નદીઓના માત્ર સરવાળારૂપ નથી, પણ તેથી ઘણો ઘણો વિશિષ્ટ છે. એમ જેનશાસનમાં બધા નો સમાવેશ પામતા હોવા છતાં જૈનશાસન એમના સરવાળામાત્રરૂપ નથી. પણ મેદાનુવિદ્ધઅભેદ આદિ જાત્યંતરોનો સ્વીકાર કરતો એ બધાથી તદ્દન વિલક્ષણ-વિશિષ્ટ છે. ઉપરાંતમાં સાગરથી વાદળો બંધાય છે. પછી પર્વતો પર વરસે છે.. ને પર્વતોમાંથી નદી નીકળે છે. એમ નદીઓની ઉત્પત્તિ પણ સાગરને આભારી છે, એમ જૈનદર્શનમાન્ય અનેકાંત જ તે-તે એકાંતવાદરૂપી નદીઓના ઉદ્ગમનું કારણ છે. તાત્પર્ય (A) વસ્તુના એક અંશનું સાપેક્ષ નિરૂપણ કરે તે નય કહેવાય. આ નય વસ્તુના અનન્ત ધર્મોમાંથી એક ધર્મને પ્રધાન કરે છે. બાકીના પ્રત્યે મૌન રહે છે. પ્રમાણજ્ઞાન થયા પછી નયની પ્રવૃત્તિ થાય. પ્રમાણ વસ્તુના સર્વ અંશોને પ્રાધાન્ય આપે છે, જ્યારે નય માત્ર એક અંશને. તેથી “નય’ પ્રમાણથી ભિન્ન છે અને પ્રમાણનો એક અંશમાત્ર છે. એક અંશને પ્રધાન કરી અન્ય સર્વ અંશનો નિષેધ કરે, તે દુર્નય છે. તે અપ્રમાણભૂત છે. “સ્યાત્’ શબ્દથી યુક્ત નયવાક્ય પ્રમાણ બને છે. | (B) જેટલા પણ કથનના પ્રકારો છે, એટલા નાયો છે. એટલે નયો અનંત છે. તે નયોના અનેક રીતે ભેદ પડે છે. (૧) સામાન્યઆદેશથી નય એક છે. (૨) સામાન્ય અને વિશેષની અપેક્ષાએ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે ભેદ (૩) સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર એમ ત્રણ ભેદ. (નેગમનો સંગ્રહ-વ્યવહારમાં તથા શબ્દાદિનો ઋજુસૂત્રમાં સમાવેશ થાય છે.) (૪) શબ્દને અલગ ગણવામાં આવે તો સંગ્રહ, ધવહાર, ઋજુસૂત્ર અને શબ્દ. આમ આ ચાર ભેદ પડે. (૫) નેગમને અલગ કરવામાં આવે તો પાંચ ભેદ. (૬) સમભિરૂઢ અને એવંભૂતને અલગ કરવામાં આવે અને નૈગમનો સંગ્રહ-વ્યવ સમાધિનો પ્રાણવાયુ - ૪૯ BK Page #67 -------------------------------------------------------------------------- ________________ હારમાં સમાવેશ થાય, તો સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ છ ભેદ પડે. (૭) નૈગમને પણ અલગ ક૨વામાં આવે, તો નયના સાત ભેદ પડે. (૮) સાંપ્રત નયને અલગ ગણવામાં આવે તો આઠ ભેદ. (૯) કેટલાક આચાર્યો ઉપરોક્ત સાતમાં દ્રવ્યાર્થિક અને પર્યાયઅર્થિક એમ બે નયને ઉમેરી નવ નય સ્થાપે છે. આ અયોગ્ય છે. દ્રવ્યાનુયોગ તર્કણામાં આનું ખંડન છે. (૧૦) નૈગમનયના નવ ભેદ કરી સંગ્રહ વગેરે છમાં ઉમેરવામાં આવે તો પંદર નય થાય. (૧૧) નિશ્ચય નયના અઠ્ઠાવીશ અને વ્યવહાર નયના આઠ ભેદ મળીને છત્રીશ ભેદ થઇ શકે. (૧૨) દરેક નયના સો સો ભેદ કરવામાં આવે તો નૈગમાદિ પાંચના પાંચસો અને સાતના સાતસો ભેદ થાય. (૧૩) ઉત્કૃષ્ટથી જેટલા વચન એટલા નય હોવાથી અનંત ભેદ પડે. (C) i) નૈગમનય - (૧) સામાન્ય અને વિશેષનું ગ્રહણ કરે તે નૈગમનય, મલ્લિષેણસૂરિ, સિદ્ધÉિગણી વગેરે મુજબ. (૨) બે ધર્મ અથવા બે ધર્મ અથવા એક ધર્મ અને એક ધર્મીની પ્રધાનતા અને ગૌણતાથી વિવક્ષા કરનાર નૈગમનય છે. દેવસૂરિમ. તથા ઉ. યશોવિજય મ. નો મત. (૩) જેના દ્વારા લૌકિક અર્થનું જ્ઞાન થાય તે નૈગમ-પૂ. જિનભદ્રગણિ તથા પૂ. સિદ્ધસેનગણિ (૪) સર્વસંકલ્પને ગ્રહણ કરે તે નૈગમ છે. પ્રસ્થક દૃષ્ટાંત અહીં સમજવું. નેગમનયના મુખ્ય ત્રણ ભેદ. (૧) પર્યાય (૨) દ્રવ્ય (૩) દ્રવ્યપર્યાય નૈગમ. પર્યાય નૈગમના ત્રણ ભેદ. (૧) અર્થ (૨) વ્યંજન અને (૩) અર્થવ્યંજન. દ્રવ્ય નૈગમના બે ભેદ. (૧) શુદ્ઘ દ્રવ્યનેગમ અને (૨) અશુદ્વ દ્રવ્યનેગમ. દ્રવ્યપર્યાય નેગમના ચાર ભેદ (૧) શુદ્ધદ્રવ્યાર્થપર્યાય નૈગમ (૨) શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય નેગમ (૩) અશુદ્ધદ્રવ્યઅર્થપર્યાય નૈગમ તથા (૪) અશુદ્વદ્રવ્યથંજનપર્યાયનેગમ. વિશેષ માટે જુઓ દ્રવ્ય ગુણપર્યાયનો રાસ. એકાન્તવાદી નેગમ-નેગમઆભાસ કહેવાય. જેમાં નૈયાયિક વૈશેષિકો આવે. ii) સંગ્રહનય - સઘળા વિશેષને ગૌણ કરી સામાન્યમાત્રનું ગ્રહણ ક૨ના૨ો સંગ્રહનય છે. સત્તારૂપ મહાસામાન્યને માનનારો પ૨સંગ્રહ. અને દ્રવ્યત્વ વગેરે અવાન્તર સામાન્યને સ્વીકારનારો અપરસંગ્રહ. સંગ્રહના આમ બે ભેદ છે. સર્વથા વિશેષનો નિષેધ કરનારો સંગ્રહાભાસ છે. અદ્વૈતવાદી અને સાંખ્યદર્શનનો આમાં સમાવેશ થાય. ૫૦ અનેકાંતવાદ Page #68 -------------------------------------------------------------------------- ________________ iii) વ્યવહાર સંગ્રહનયના વિષય બનેલા પદાર્થોનો યોગ્ય રીતે વિભાગ કરવાવાળો વ્યવહારનય છે. જેમ કે જે સત્ છે, તે દ્રવ્ય કે પર્યાયરૂપ છે. દ્રવ્ય અને પર્યાય વચ્ચે એકાંત ભેદ માનનારો વ્યવહા૨ાભાસ છે. ચાર્વાકદર્શન આમાં આવે. વ્યવહારનય લૌકિકવ્યવહારને જ પ્રધાન કરે છે. તેથી પર્વત બળે છે’' વગેરે ઉપચારને પણ માન્ય રાખે છે. તથા આ વ્યવહાર મહાસામાન્ય અને અત્યંત વિશેષને સ્વીકારતો નથી. - iv) ૠજુસૂત્ર - વસ્તુના વર્તમાન ક્ષણિક પર્યાયને જ સ્વીકારે, તે પણ સ્વકીયને જ, પરકીયને નહિ. વસ્તુને એકાંતે ક્ષણિક માનનારો ૠજુસૂત્રાભાસ છે. બૌદ્ધદર્શન આ પ્રકારનો છે. V) શબ્દ - કાળ, કારક, સંધ્યા, વચન, લિંગ, પુરુષ આદિથી શબ્દના અર્થમાં ભેદ માને, પર્યાયશબ્દોના એક અર્થને સ્વીકારે. કાળાદિથી એકાંતભેદ માનનારો શબ્દનયાભાસ છે. vi) સમભિરૂઢ - દરેક શબ્દના વ્યુત્પત્તિનિમિત્તો જુદા હોવાથી પર્યાયવાચી શબ્દોના અર્થ પણ જુદા છે. પર્યાયવાચી શબ્દના અર્થોને એકાંતે ભિન્ન માનનારો સમભિરૂઢાભાસ છે. vii) એવંભૂતનય - ક્રિયાભેદે વસ્તુભેદ છે. શબ્દની વ્યુત્પત્તિમાં હેતુ જે ક્રિયા હોય, તે ક્રિયાથી યુક્ત વસ્તુ જ તે જ શબ્દથી વાચ્ય બને. શબ્દ અને અર્થ પરસ્પરને નિયત કરે છે. ક્રિયાભેદે એકાંતે વસ્તુભેદ માનનારો એવંભૂત નયાભાસ છે. આ સાતે નયનો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે વિભાગમાં સમાવેશ થાય છે. સિદ્ધાન્તવાદીઓના મતે નૈગમ, સંગ્રહ, વ્યવહા૨ અને ૠજુસૂત્ર આ ચાર દ્રવ્યાર્થિક છે અને બાકીના ત્રણ પર્યાયઅર્થિક છે. તાર્કિકોના મતે ઋજુસૂત્ર પણ પર્યાયાર્થિક નય છે. અર્થનું નિરૂપણ કરનારો દ્રવ્યાર્થિકનય કહેવાય. શબ્દનું કે પર્યાયનું નિરૂપણ કરનારો પર્યાયાર્થિક નય છે. આ સાત નયોમાં ઉત્તરોત્તરના વિષયો સૂક્ષ્મ સૂક્ષ્મતર છે. નયોના વ્યવહાર અને નિશ્ચય તથા જ્ઞાન અને ક્રિયા એમ પણ બે ભેદ પડે છે. પ્રમાણ - સર્વનયાત્મક છે. સમ્યગ્બોધ પ્રમાણથી થાય. તેના બે ભેદ-પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષના બે ભેદ (૧) સાંવ્યવહારિક અને (૨) પારમાર્થિક, પરોક્ષના પાંચભેદ (૧) સ્મૃતિ (૨) પ્રત્યભિજ્ઞાન (૩) તર્ક (૪) અનુમાન અને (૫) આગમ. ‘સ્યાત્' પદથી લાંછિત વાક્ય પ્રમાણવાક્ય બને. સમાધિનો પ્રાણવાયુ ૫૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ ( સપ્તભંગી ) કોઇ પણ વસ્તુના અનંત ધર્મોની અપેક્ષાએ તત્ત્વનિર્ણય અંગે જિજ્ઞાસા સાત પ્રકારની જ સંભવતી હોવાથી જિજ્ઞાસુના પ્રશ્નો સાત પ્રકારના હોય છે. તેથી એ પ્રશ્નો માટેના જવાબ પણ સાત પ્રકારના હોય છે. આ સાત પ્રકાર પણ વસ્તુમાં બે વિરોધી ધર્મોની અપેક્ષાએ જ ઊભા થાય છે. જે ધર્મો પરસ્પર વિરોધી નથી એ ધર્મોની અપેક્ષાએ સાત પ્રશ્નો સંભવતા નથી. દા.ત. નિત્યતા ને ભિન્નતા પરસ્પર વિરોધી નથી. તેથી ઘડો દ્રવ્યાપેક્ષાએ નિત્ય ને માટીથી કથંચિત્ ભિન્ન આ બંને જવાબ એકબીજાના વિરોધી નથી. તેથી અહીં સાત પ્રકાર સંભવતા નથી. પણ ઘડો નિત્ય કે અનિત્ય ? ભિન્ન કે અભિન્ન ? સામાન્ય કે વિશેષ ? એક કે અનેક ? ઇત્યાદિ પરસ્પર વિરોધી ધર્મોની અપેક્ષાએ સાત પ્રકારની જિજ્ઞાસા થાય છે, તેથી સાત પ્રકારની પ્રશ્નોત્તરી થાય છે. આમાં દરેક જવાબ બાકીના છએ જવાબને સાપેક્ષ છે અને જો દરેક ધર્મને સમાન પ્રધાનતા આપે, તો સક્લાદેશ બને છે-પ્રમાણરૂપ બને છે. ને જો એમાં ગૌણ-પ્રાધાન્યની વિવક્ષા આવે, એક ધર્મને પ્રાધાન્ય ને બીજાને ગૌણતા. તો એ વિકલાદેશ કહેવાય ને નયવાક્યરૂપ બને છે. સપ્તભંગીની વિસ્તૃત વિચારણા માટે સ્યાદ્વાદમંજરી વગેરે ગ્રંથો જોઇ શકાય. અહીં દાખલો લઇએ.. છગનભાઇ ઉપાશ્રય માટેની અરજી લઇ મગનભાઇ પાસે ગયેલા. મગનભાઇએ ઉદારતાથી રકમ ફાળવી.. પછી ગમનભાઇ લગ્નની વાડી માટેની ટીપ લખાવવા મગનભાઈ પાસે ગયા. મગનભાઇએ સ્પષ્ટ ના પાડી. હવે રમણભાઇ પાંજરાપોળ માટે મગનભાઈ પાસે જવા નીકળ્યા છે. રસ્તામાં છગનભાઇ-ગમનભાઈ બંને સાથે જ સામે મળ્યા. રમણભાઇએ બંને આગળ મગનભાઇમાં ઉદારતા છે કે નહીં ? એ બાબતમાં અભિપ્રાય માંગ્યો. છગનભાઇએ કહ્યું (૧) ઉદારતા છે. મગનભાઇએ કહ્યું (૨) ઉદારતા નથી. પછી બંને એ કહ્યું. (૩) કેટલીક બાબતમાં છે, કેટલીક બાબતમાં નથી. રમણભાઇએ - પર છે - અનેકાંતવાદ Page #70 -------------------------------------------------------------------------- ________________ - કહ્યું - એક જ શબ્દમાં સ્પષ્ટ કહો... (૪) તેથી બંનેએ કહ્યું, એમ એક જ શબ્દમાં સ્પષ્ટ કેવી રીતે કહી શકાય ? એ રીતે કહી શકાય એમ નથી. પછી છગનભાઇએ કહ્યું - (૧) ઉપાશ્રયઆદિ અપેક્ષાએ ઉદારતા છે, છતાં બીજી અપેક્ષાએ જોતા ઉદારતા-અનુદારતા અંગે એક જ શબ્દમાં કહી શકાય નહીં. ગમનભાઇએ કહ્યું (૨) લગ્નની વાડી જેવી વાત માટે એમનામાં સ્પષ્ટ અનુદારતા જોવા મળી. છતાં બીજી અપેક્ષાએ જોતા ઉદારતા-અનુદારતા અંગે એક શબ્દમાં કંઇ કહી શકાય નહીં. પછી વાત સમાપન કરતા બંને એ કહ્યું (૧) કેટલીક અપેક્ષાએ ઉદારતા છે, બીજી કેટલીક અપેક્ષાએ ઉદારતા નથી. છતાં એક શબ્દમાં કશું નહીં કહી શકાય. બસ સપ્તભંગી આવી છે. સપ્તભંગીનું સ્વરૂપ પ્રશ્ન એ સાત ભાંગા ક્યા ક્યા છે ? ઉત્તર - જ્યારે જીવાદિ વસ્તુના અસ્તિત્વ વગેરે ધર્મો અંગે પ્રશ્ન ઉઠે છે, ત્યારે તે પ્રશ્નના સમાધાન તરીકે પ્રત્યક્ષાદિ પ્રમણોથી બાધ ન પહોંચે, એ પ્રમાણે વિધિ અને નિષેધનો અલગ-અલગરૂપે અને સમુદિતરૂપે (ભેગારૂપ) વિચા૨ ક૨વામાં આવે છે, પછી ‘સ્યાત્' શબ્દથી યુક્ત સાત (ભેગારૂપે) પ્રકારના વચનોની રચના કરવામાં આવે છે. આને સપ્તભંગી કહે છે. તે સપ્તભંગી આ પ્રમાણે છે - (૧) વિધિ (હોવાપણા)ની કલ્પનાથી = પ્રધાનતાથી ‘બધી વસ્તુઓ કથંચિત્ છે જ' અર્થાત્ જ્યારે વસ્તુને ‘પોઝીટીવ એંગલ' (Positive angle) થી વિચારવામાં આવે, ત્યારે તે વસ્તુ કથંચિત્ વિદ્યમાન છે. અર્થાત્ અસ્તિત્વધર્મથી યુક્ત છે. (૨૨) નિષેધની કલ્પના = નેગેટીવ એંગલ (Negative angle) થી પ્રરૂપણા કરવામાં આવે, તો દરેક વસ્તુ કથંચિત્ નથી જ નાસ્તિત્વધર્મથી યુક્ત છે. (૩) વસ્તુમાં ક્રમશઃ વિધિ અને નિષેધની કલ્પના કરવામાં આવે, તો વસ્તુ કથંચિત્ છે જ, અને કથંચિત્ નથી જ. અર્થાત્ વસ્તુ ‘અસ્તિત્વ’ અને ‘નાસ્તિત્વ' આ બંને ધર્મોથી યુક્ત છે. (૪) વસ્તુમાં વિધિ અને નિષેધ ધર્મનો એક સાથે વિચા૨ ક૨વામાં આવે, તો તે વસ્તુ કથંચિત્ અવક્તવ્ય જ છે. (૫) વસ્તુમાં વિધિની અને એકસાથે વિધિ-નિષેધની કલ્પના કરવામાં આવે, તો વસ્તુ કથંચિત્ છે જ, અને કથંચિત્ અવક્તવ્ય જ છે. (૬) વસ્તુમાં નિષેધની અને એકી સાથે વિધિ-નિષેધની પ્રરૂપણા ક૨વામાં સમાધિનો પ્રાણવાયુ , ૫૩ = Page #71 -------------------------------------------------------------------------- ________________ આવે, તો ‘વસ્તુ કથંચિત્ નથી જ અને કવિદ્ અવકતવ્ય જ છે.’ (૭) વસ્તુમાં ક્રમશઃ વિધિ-નિષેધ, અને એકસાથે વિધિ-નિષેધની કલ્પના કરવામાં આવે, તો ‘કથંચિત્ છે જ, કથંચિત્ નથી જ અને કથંચિત્ અવકતવ્ય જ છે.’ સ્યાદ્વાદ મંજરીની ૨૩મી ગાથામાં આ વિચારણા છે. પૂ. પાદ ગુરુદેવશ્રી અભયશેખરસૂરિ મહારાજે આ વિષય ૫૨ સપ્તભંગી વિંશિકા રચી છે. તે જોઇ લેવી. ૫૪ અનેકાંતવાદ Page #72 -------------------------------------------------------------------------- ________________ નિક્ષેપા વળી, પદાર્થો સંબંધી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચાર નિક્ષેપાઓના કારણે પણ સ્યાદ્વાદ ઊભો થાય છે. ધર્મસંગ્રહણિની ૯૧૯મી ગાથામાં પૂ. સૂરિપુરંદર હરિભદ્રસૂરિમહારાજે નિક્ષેપાના કારણે સ્યાદ્વાદ સરસ બતાવ્યો છે. પૂર્વપક્ષે એકાંતવાદ પર ભાર મુકતા કહ્યું - સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્ર મોક્ષમાર્ગ જ છે. એટલે કે આ ત્રણનો સંગમ મોક્ષનું એકાંત કારણ બને છે. આમ અહીં એકાંત છે. ત્યાં સૂરિજીએ જવાબ આપ્યો અહીં પણ અનેકાંત છે, કારણ કે સમ્યક્ત્વ વગેરે પણ નામ આદિ ચાર પ્રકારે છે. એમાં નામાદિરૂપ સમ્યક્ત્વ કંઇ મોક્ષમાર્ગ નથી, પણ ભાવરૂપ સમ્યક્ત્વાદિ જ મોક્ષમાર્ગ છે. એક ધાર્મિક માણસના ઘરે ત્રણ દીકરા થયા, પહેલાનું નામ રાખ્યું સમકિત, બીજાનું નામ રાખ્યું સુબોધ અને ત્રીજાનું નામ રાખ્યું સંયમ. તો શું આ ત્રણે ભેગા મલે તો મોક્ષમાર્ગરૂપ બને ? આ ચાર નિક્ષેપામાં નામ = અભિધાન. સ્થાપના = આકાર અથવા તેવા આકાર વિનામાં પણ તેવી ધારણા. દ્રવ્ય ભાવનો પૂર્વ-ઉત્તર પર્યાય (પહેલા-પછીની અવસ્થા) ને ભાવ ઇષ્ટ પર્યાય. આ સંક્ષેપથી સ્થૂળ સમજ માટે વાત કરી. જેમ કે તીર્થંકર નામકર્મના ઉદયને અનુભવતા ભગવાન ભાવ તીર્થંક૨, એ જ ભગવાન પૂર્વાવસ્થામાં કે સિદ્ધ અવસ્થામાં દ્રવ્ય તીર્થંક૨, એમની પ્રતિમા સ્થાપના તીર્થંકર, ને તે અક્ષરોથી ‘તીર્થંકર' એવું થયેલું અભિધાન નામ તીર્થંકર. ભાવ તીર્થંક૨ ૫૨મ વિશુદ્ધ અને અત્યંત વિશિષ્ટ છે, માટે તેમનું સ્મરણ કરાવતું નામ પણ કલ્યાણકારી છે, એમનો જાપ પણ પુણ્ય, સંવ૨, નિર્જરા માટે હેતુ બને છે, ને એમની જ ઉપસ્થિતિની અનુભૂતિ કરાવતી એમની પ્રતિમા પણ દર્શન-પૂજા-સ્તવન-ધ્યાન આદિથી ઉત્તરોત્તર વિશિષ્ટ પુણ્યાદિનું કારણ બને છે. શુભ નામ પણ અશુદ્ધ ભાવ સાથે જોડાયેલું હોય ને તેથી એમની સ્મૃતિ સમાધિનો પ્રાણવાયુ - - ૫૫ - Page #73 -------------------------------------------------------------------------- ________________ કરાવતું હોય, તો કલ્યાણકર થતું નથી. દા.ત. ‘વિનયરત્ન’ નામ. આમ અહીં પણ અનેકાંત થયો. ‘ઢંઢણ’ નામમાં શું વિશેષતા છે ? પણ એ શ્રી નેમિનાથ ભગવાને અઢાર હજા૨ સાધુમાં પ્રથમ નંબર તરીકે વખાણેલા ને લાડુ પરઠવતા પરઠવતા કેવળજ્ઞાન પામેલા ઢંઢણ મુનિની યાદ અપાવતું હોવાથી કર્મનિર્જરાનું કારણ બને છે. માટે સવારે ભરહેસર બાહુબલી સજ્ઝાયમાં યાદ કરાય છે. ‘આચાર્ય' શબ્દ અંગારમર્દક જેવા અભવ્ય સાથે જોડાય છે, ત્યારે અપ્રધાન દ્રવ્યભૂત હોવાથી એમની આજ્ઞા માનવી જરુરી નથી, પણ જ્યારે એ જ આચાર્ય શબ્દ આચાર્યને યોગ્ય ગુણો ધરાવતા હોવાથી ભાવાચાર્ય સાથે જોડાય છે, ત્યારે એમની આજ્ઞા તીર્થંકરની આજ્ઞા સમાન ગણાય છે. સ્ત્રીની આકૃતિ વાસના પેદા કરે છે ને પ્રભુની પ્રતિમા-આકૃતિ ઉપાસનાના ભાવ જગાડે છે. છોકરી જન્મી. નામ રાખ્યું લક્ષ્મી. પણ એના જ પગલે ઘરની બધી લક્ષ્મી જતી રહી. હવે આ નામલક્ષ્મીનું શું કરવું ? જે શાંતિભાઇની હાજરીથી જ સભામાં અશાંતિ ઊભી થતી હોય, તેવા શાંતિભાઇના નામને કામ સાથે શી લેવા દેવા ? વાત આ છે કે વસ્તુના અનંત ધર્મોને અને તેથી જ સ્યાદ્વાદને સમજવા નિક્ષેપા પણ ઉપયોગી છે. તેથી જ ભદ્રબાહુ સ્વામીએ સર્વત્ર ઓછામાં ઓછા (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય અને (૪) ભાવ, આમ ચાર નિક્ષેપા તો અવશ્ય કરવા કહ્યું છે કે જેથી વસ્તુ સ્વરૂપ સારી રીતે સમજી શકાય. અનેકાંત-સ્યાદ્વાદ એક ? અનેકાંત અને સ્યાદ્વાદ એક જ કે ભિન્ન ? આમ તો બંને એક જ છે, અનેકાંતવાદ કહો કે સ્યાદ્વાદ કહો, બંને એક જ છે. પણ પર્યાયવાચી શબ્દોને નહીં સ્વીકારતા સમભિરૂઢ નયથી વિચારીએ, તો બંનેમાં કાં’ક ભેદ છે. ‘અનેં કાંતવાદ' આ શબ્દ જ અનેક અંત = અંશ અથવા નિશ્ચયને સ્વીકારતો વાદ... એ રીતે સ્પષ્ટ રીતે અનેક ધર્મોનો-નયોનો સ્વીકાર કરે છે. ‘સ્યાદ્વાદ’ માં ‘સ્યા' શબ્દના કારણે શબ્દથી નહીં, પણ અર્થથી અન્ય અંશો-ધર્મો-નયોનો સ્વીકાર થાય છે. ૫૬ અનેકાંતવાદ Page #74 -------------------------------------------------------------------------- ________________ ‘અનેકાંતવાદ’ એ સિદ્ધાંત છે. ‘સ્યાદ્’ એની ઓળખ છે, એનો દ્યોતક છે. તેથી જ ‘સ્યાદ્’ અવ્યય અનેકાંતનો દ્યોતક છે એમ કહેવાયું છે. એટલે કે કોઇ ધર્મસ્વરૂપની ચર્ચા વખતે ‘અનેકાંત’ શબ્દ નથી બોલાતો, ‘સ્યાદ્’ બોલાય છે, અને સ્યાદ્ના પ્રયોગથી આ અનેકાંતમય છે, એમ બોધ થાય છે. આમ અનેકાંત એ પ્રમાણ છે ને ‘સ્યાદ્’ વાક્યને પ્રમાણવાક્ય બનાવે છે. સ્યાદ્વાદ ને સપ્તભંગીમાં એકતા ? સ્યાદ્વાદ ને સપ્તભંગી એક ખરા ? અહીં સપ્તભંગી સ્યાદ્વાદમય છે, પણ સ્યાદ્વાદ માત્ર સપ્તભંગીમય નથી, નય-નિક્ષેપા-વિકલ્પોથી સભર સ્યાદ્વાદ સપ્તભંગી કરતાં ઘણું વિશાળ છે. સપ્તભંગી વસ્તુગત તમામ ધર્મોને બે વિરોધી જુથમાં વહેંચી લે છે ને પછી જિજ્ઞાસુની જિજ્ઞાસા સાત પ્રકારની સંભવતી હોવાથી એ રીતે સાત પ્રકારે જવાબ આપે છે. પણ સપ્તભંગી બે વિરોધી ધર્મો અંગે જ સંભવે, જેમકે સામાન્ય-વિશેષ, અસ્તિ-નાસ્તિ... અલબત્ત આવી અનંતી સપ્તભંગીઓ સંભવે. પણ એ દરેક સપ્તભંગી બે વિરોધી ધર્મોને આગળ કરી જ સંભવે ને એ સાતે ભાંગામાં સ્યાદ્વાદસૂચક સ્યાપદ તો હોય જ. સ્યાદ્વાદમાં તો એક ધર્મના ઉલ્લેખ વખતે વિરોધી-અવિરોધી બધા જ ધર્મોનો અર્થતઃ નિર્દેશ માન્ય છે. જેમકે સપ્તભંગીમાં ‘સ્યાદ્ ઘટોસ્તિ’ એમ બોલાય, ત્યારે બીજો વિકલ્પ એથી વિરોધી ‘સ્યાદ્ ઘટો નાસ્તિ' નો આવે. પણ સ્યાદ્વાદમય નિરૂપણમાં સ્યાદ્ ઘટોસ્તિ એમ બોલતી વખતે ઘટત્વની સાથે મૃત્ત્વ, દ્રવ્યત્વ વગેરે અવિરોધી ધર્મોનો પણ અર્થતઃ સમાવેશ ઇષ્ટ છે, ને વિરોધીધર્મોનો પણ સમાવેશ છે. તેથી સ્યાદ્વાદમાં સપ્તભંગીનો સમાવેશ હોવા છતાં સ્યાદ્વાદ એથી કાંઇક વિશેષ છે. કોઇ એક બાબતની જિજ્ઞાસા ૫૨ સપ્તભંગીના સાત વિકલ્પો ઊભા થાય છે. પણ સ્યાદ્વાદના કારણે એ દરેક વિકલ્પ અર્થતઃ સર્વધર્મ સૂચક બને છે. સ્યાદ્વાદને વિભજ્યવાદ જુદા ? એ જ રીતે સ્યાદ્વાદ ને વિભજ્યવાદ બંને એક ખરા ? સૂત્રકૃતાંગમાં ‘વિભજ્જવાય વાગરેજ્જ' એમ કહ્યું છે. એ વિભજ્યવાદનો સૂચક છે. તો સમાધિનો પ્રાણવાયુ ૫૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ ને વિભજ્યવાદ એક કે ભિન્ન ? તો જવાબ છે, બંને એક જ છે. માત્ર શબ્દફેર છે. છતાં જો ફરક કહેવો હોય, તો એ કહેવાય કે વિભજ્યવાદનું તાત્પર્ય છે વસ્તુ અનંત ધર્માત્મક હોવા છતાં જ્યારે પ્રરૂપણા ક૨વાની હોય, કોઇની શંકાનું સમાધાન કરવાનું હોય, ત્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પુરુષ, નય વગેરેને ધ્યાનમાં રાખી પ્રરૂપણા કરવી. જેમ કે જયંતી શ્રાવિકાએ પ્રભુને પ્રશ્ન પૂછ્યો - ‘જીવો ઉંઘતા સારા કે જાગતા ?’ તો ભગવાને વિભાગ કરી જવાબ આપ્યો - આરાધના કરવી છે, તો જાગવું સારું... નહિંતર સુતેલો... સંવિગ્નભાવિત (સંયમી સાધુઓથી સંસ્કાર પામેલા) ક્ષેત્રમાં અલગ વાત થાય, ને પાર્શ્વસ્થ ભાવિત (શિથિલાચારી સાધુઓથી સંસ્કાર પામેલા) ક્ષેત્રમાં અલગ. જિનાલયદ્રવ્યોપજીવી (ચૈત્યવાસી) શિથિલાચારીઓએ કુવલયપ્રભાચાર્યને (= સાવદ્યાચાર્યને) કહ્યું - તમે લોકોને અહીં જિનાલય માટે પ્રેરણા કરો. ત્યારે કુવલયપ્રભાચાર્ય આ ક્ષેત્ર શિથિલાચા૨ીઓથી ભાવિત છે ને તેઓ દેરાસર પોતાની આજીવિકા માટે ઇચ્છે છે, એ જાણીને કહ્યું - જોકે જિનાલય અંગે છે, તો પણ આ સાવદ્ય છે, હુંએ બાબતમાં વચનમાત્રથી પણ (પ્રેરણારૂપ) આચરણ કરીશ નહીં. એમનું આ વચન વિભજ્યવાદનું સરસ દૃષ્ટાંત છે. આ વચનથી એમણે (અનિકાચિત) જિનનામકર્મ બાંધ્યું. એ જ રીતે સુકાળ-દુકાળ વગેરે રૂપ કાળ અને જ્ઞાનરુચિ, ક્રિયારુચિ વગે૨ેરૂપ ભાવ જોઇને દેશના-ઉપદેશ દેવાના છે. તેથી જ સમ્યક્ત્વના પણ નિસર્ગરુચિ વગેરે દસ ભેદ બતાવ્યા છે. તેમ જ પુરુષ-નય વગેરે પણ વિચારી ઉપદેશ આપવો જોઇએ, નહીં તો સ્વરૂપથી સત્ય વચન પણ પરસ્થાન દેશનારૂપ બની સ્વ-પરના હિતને ઘાતક બને છે. (૫૨સ્થાન દેશના કંઇક અલગ પાત્રતા ધરાવનારને તેનાથી અલગ જ ઉપદેશ આપવો)... = આમ સ્યાદ્વાદની જ વાત વ્યક્તિ આદિના વિભાગપૂર્વક ૨જુ ક૨વી એ વિભજ્યવાદ છે. સ્યાદ્વાદ એ જ સંભાવનાવાદ ? સ્યાદ્વાદ એ સંભાવનાવાદ છે ? ``probability" ને આગળ કરે છે ? અલબત્ત ફરી એકવાર કહીએ કે સ્યાદ્વાદ હોવાથી જ સંભાવનાઓ ઊભી થાય ૫૮ અનેકાંતવાદ Page #76 -------------------------------------------------------------------------- ________________ છે. એકાંતવાદમાં તો બીજી કોઈ સંભાવનાને સ્થાન જ ક્યાં છે ? છતાં સ્યાદ્વાદ એ માત્ર સંભાવનાવાદ નથી. એથી વિશેષ છે. પ્રોબેબીલીટી સંભાવના માત્રનો નિર્દેશ છે, હોવાનો નિર્ણય નથી.. જ્યારે સ્યાદ્વાદ તો અન્ય ધર્મો પણ હોવાનો નિર્ણય કરે છે. જે ધર્મની વાત છે, એ ધર્મ તો એ સંદર્ભે છે જ.અન્ય સંદર્ભોથી અન્ય ધર્મો પણ છે...સીતાના સંદર્ભથી રામમાં પતિત્વ ધર્મ છે જ. ત્યારે જ દશરથના સંદર્ભથી પુત્રત્વ ધર્મની માત્ર સંભાવના નથી, હકીકતમાં છે જ. (આમ સ્યાદ્વાદ એ માત્ર સંભાવનાવાદ નથી પણ નિર્ણયવાદ પણ છે.) બીજાનો મત પણ સાચો હોઇ શકે. આ સંભાવના, બીજો પણ પોતાની દૃષ્ટિથી સાચો છે, આ સ્યાદ્વાદ. સામે રહેલા ઘડા માટે કોઇ પૂછે-આ શું છે ? તો સાવાદી એમ નથી કહેવાનો કે ઘડો પણ છે ને નથી પણ... એમ પણ નહીં કહેકે ઘડો કદાચ છે. ને એમ પણ નહીં કહે એક અપેક્ષાએ ઘડો છે.... 1 એ એમ જ કહેશે “ઘડો છે'. હવે પેલો વધુ ઊંડાણથી પૂછવા જાય કે - “શું આ માત્ર ઘડો જ છે ?' તો યાવાદી કહેશે... એવું એકાંતે ન કહેવાય.... કારણ કે એ જેમ ઘડો છે, તેમ માટી પણ છે, દ્રવ્ય પણ છે. અહીં સમજવાની વાત છે. “શું આ માત્ર ઘડો જ છે ?' અહીં પ્રશ્ન એકાંતવાદ અંગે છે. તેથી જવાબ નિષેધરૂપ છે. કોઇ પૂછે રામ કોણ હતા ? તો જવાબ કેવી રીતે એકાંતરૂપ અપાય ? અહીં જનરલ વાત કરવી પડે.. રામ પતિ પણ હતા, પુત્ર પણ હતા. પેલો બીજો પ્રશ્ન પૂછે - દશરથના રામ શું થાય ? તો સ્યાદ્વાદી સ્પષ્ટ જ જવાબ આપે. “પુત્ર'. જો કે અહીં અધ્યાહારથી “સ્યા છે. એટલેકે અંતર્ગતરૂપે અનેકાંતવાદ ઇષ્ટ છે... તેથી જે જો પેલો ફરી પૂછે. રામ દશરથનો માત્ર પુત્ર જ હતો ? તો અહીં સ્યાદ્વાદી કહે-એ ભવની અપેક્ષાએ પુત્ર હતો. અન્ય ભવની અપેક્ષાએ તો ભાઇ-પિતા પણ સંભવે છે. હવે અહીં પ્રશ્નોને અનુરૂપ સૌથી ઉચિત જવાબ આપતો ને એ રીતે સમાધિનો પ્રાણવાયુ - ૫૯ - Page #77 -------------------------------------------------------------------------- ________________ વસ્તુના વાસ્તવિક સ્વરૂપને ન્યાય આપતા સ્યાદ્વાદીને સંશયગ્રસ્ત, અનિર્ણયકારી કે અર્ધસત્યસ્થાપક માનવા એ મૂર્ખામી જ છે ને ! ઘડો નિત્ય છે કે અનિત્ય... તો ઘડાના બંને સ્વરૂપને આગળ કરી એ નિત્યાનિત્ય છે. પર્યાય અપેક્ષાએ અનિત્ય અને દ્રવ્ય અપેક્ષાએ નિત્ય.. આમ કહેનારો અર્ધસત્યવાદી નથી, પૂર્ણસત્યપ્રકાશક છે. - એના સ્થાને “ઘડા અનિત્ય જ છે એટલે કે કોઇ પણ રીતે નિત્ય નથી એમ કહેનારો સ્પષ્ટ જવાબ આપે છે, પણ સાચો જવાબ નથી આપતો. એક બાજુ-એક પક્ષ તરફનું કહી દેવું એ સ્પષ્ટ ભલે કહેવાય, સત્ય નથી. કોઇને તું ચોર જ છે એમ કહેવું સ્પષ્ટ કહી દીધું એમ ભલે ગણાય, એ સત્યવચન ગણાતુ નથી. સૂરિપુરંદર આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ અને અનેકાંતવાદ અનેકાંતજયપતાકા ગ્રંથના પ્રણેતા સૂરિપુરંદર હરિભદ્રસૂરિ મહારાજ જન્મથી તો બ્રાહ્મણ હતા. વેદ-વેદાંતોના જાણકાર પ્રકાણ્ડ વિદ્વાન હતા. જૈનધર્મ પ્રત્યેનો એમનો દ્વેષ જાણીતો છે. એમણે જિનપ્રતિમા જોઇ કહેલું “મૂર્તિરેવ તવાચષ્ટ સ્પષ્ટમેવ મિષ્ટભોજિતામ્ ' (‘તમારી મૂર્તિજ સ્પષ્ટપણે રોજેરોજ મેવા-મિઠાઇના રાગભોજનને બતાવે છે.') એમની પ્રતિજ્ઞા હતી-જે પંક્તિનો અર્થ સમજાય નહીં, તે પંક્તિનો અર્થ સમજાવનારાના શિષ્ય થવું. એકવાર રસ્તેથી જતાં એમણે ઉપાશ્રયમાં બિરાજમાન યાકિની મહતરા સાધ્વીના મુખેથી સ્વાધ્યાયરૂપે બોલાયેલી આવશ્યક નિર્યુક્તિની “ચક્કીદુર્ગ...' ગાથા સાંભલી.. અર્થ સમજાયો નહીં. સાધ્વીજીના કહેવાથી આચાર્ય ભગવંત પાસે ગયા. અર્થ સમજી પ્રતિજ્ઞા પૂરી કરવા દીક્ષા લીધી. આટલે સુધી તો વાત બરાબર છે. પણ પછી એકબાજુ “પક્ષપાતો ન વીરે'.. એમ મધ્યસ્થભાવ બતાવી યુક્તિયુક્ત વચનને જ સ્વીકારવાના આગ્રહવાળા તેઓ “અનાહા અર્પે કહ્યું હુંતા.. જઇ જિનાગમો ન હુંતો' જો જિનાગમ નહીં મળ્યા હોત, તો અનાથ થયેલા અમારી શી હાલત થાત. આટલી દઢતાથી જૈનશાસન પ્રત્યે રંગાઇ ગયા કેવી રીતે ? પેલી ગાથા કોઇ તત્ત્વદર્શક તો હતી નહીં. માત્ર જૈનશાસનમાન્ય - અનેકાંતવાદ Page #78 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી અને વાસુદેવોનો ક્રમ બતાવતી હતી. એમાં જૈનેતર વિદ્વાનને સમજ ન પડે તે કંઇ નવાઇની વાત નથી. છતાં ચાલો પ્રતિજ્ઞા ખાતર દીક્ષા લીધી... પણ આટલો હાડોહાડ રંગ કેવી રીતે આવ્યો ? તેઓ તત્ત્વરસિક હતા... ધર્મની કષ, છેદ ને તાપ આ ત્રણમાંથી તત્ત્વનિર્ણયમાં ઉપયોગી તાપ પરીક્ષાથી જૈનસિદ્ધાંત તપાસ્યા... એમની કડક ચકાસણીમાંથી અનેકાંત સિદ્ધાંત પસાર થયો. મને એમ લાગે છે કે જૈનદર્શન ૫૨ તેઓ જે ખૂબ ઓવારી ગયા ને ‘આ જ સર્વજ્ઞનું શાસન છે' એવા પોકાર સુધી પહોંચી ગયા એ પાછળ એમને ગમી ગયેલો અનેકાંતસિદ્ધાંત મુખ્ય કારણ છે. આ એક જ મુદ્દે એમણે વેદને માનનારા ને નહીં માનનારા બીજા બધા દર્શનો પર ચોકડી લગાવી દીધી. અનેકાંત એમને એટલો બધો પસંદ પડ્યો દેખાય છે કે એમના ગ્રંથોમાં વારંવાર અનેકાંતની પ્રરૂપણા દેખાયા કરે છે. ધર્મસંગ્રહણિમાં તો એમણે લોકોના સ્વભાવની વિચિત્રતા, કર્મની પરિણતિ વગેરેને આગળ કરી સર્વથા અનેકાંતને જ પ્રધાન કરવાની વાત કરી છે. ને જૈનશાસનમાં તો સર્વત્ર અનેકાંતનો જયજયકાર છે. ઉત્સર્ગો ને અપવાદો અનેકાંત વિના સંભવે ખરા ? આય-વ્યય (લાભ-નુકસાન)ની તુલના કરી તે-તે અવસરે વર્તવાની વાત અનેકાંતની જ સાધિકા છે ને ? અરે, એક બાજુ ‘નિચ્છયમવલંબમાણાણું' નિશ્ચયનું જ અવલંબન ક૨ના૨ા ઋષિઓ પરિણામને જ પ્રમાણભૂત ગણે છે એમ જણાવ્યું છે. તો બીજી બાજુ વ્યવહારસૂત્રમાં આલોચનાર્હના ક્રમની ચર્ચામાં કહી દીધું-અમે પરિણામને પ્રમાણભૂત માનીએ છીએ એ પણ અનેકાંતિક છે... એકાંતે પ્રમાણભૂત માનતા નથી. દરેક પચ્ચખ્ખાણ આગારયુક્ત. એટલે કે પચ્ચક્ખાણ પણ અનેકાંતમય. આમ તો ઉપ્પન્નઇ વા... એ ત્રિપદીનીં અપેક્ષાએ આદીપ... આવ્યોમ... દીવાથી માંડી આકાશ સુધીના બધા જ દ્રવ્ય અનેકાંતરૂપ જિનાજ્ઞાને વરેલા છે. તત્ત્વાર્થનું અર્પિતાનર્પિત સિદ્ધેઃ સૂત્ર પણ સર્વત્ર તે-તે નય વગેરેને આગળ કરી અનેકાંતનું જ સમર્થક છે. અલબત્ત એ સિવાય ક્યાંક ક્યાંક એકાંત છે, જેમ કે અચ૨માવર્ત્તકા ૬૧ સમાધિનો પ્રાણવાયુ Page #79 -------------------------------------------------------------------------- ________________ ળમાં કરેલો ધર્મ યોગરૂપ બને જ નહીં. અભવ્ય સર્વકર્મક્ષયરૂપ મોક્ષ પામે જ નહીં. પર્યાયની અપેક્ષાએ વસ્તુ અનિત્ય જ છે... ઇત્યાદિ કોક કોક અંશે એકાંતમય વાતો છે. ત્યાં અપવાદ પણ નથી. અચ્છેરારૂપ પણ વાત નથી... પણ એવા કેટલાક એકાંત હોવાથી જ અનેકાંત હોવામાં ય અનેકાંત છે એમ સિદ્ધ થવાથી અનેકાંત પરિપૂર્ણ થાય છે. અનેકાંતવાદથી જ તત્ત્વની પ્રાપ્તિ થાય છે ને સમ્યક્ત્વ પ્રાપ્ત-શુદ્ધ-દઢ થાય છે. અનેકાંત સિદ્ધ કરતા ગ્રંથોના અભ્યાસથી સમ્યક્ત્વની શુદ્ધિ થાય છે. તેથી અપેક્ષાએ કહી શકાય કે અનેકાંતસાધક ગ્રંથોનો અભ્યાસ એ દર્શનાચા૨ છે. અનેકાંત જીવનવ્યવહારમાં અનેકાંતને જીવનવ્યવહારમાં પણ સર્વત્ર અજમાવવાથી ખોટી પકડ, જીદ રહેતી નથી. બીજાના દૃષ્ટિકોણને સમજવાની ઉદારતા આવે છે ને તેથી જ કલહ-કંકાસ પણ રહેતા નથી. છગને મગનને કહ્યું - રમણે બે દિ' પહેલા એક દુકાન ખોલી... આજે એ જેલમાં છે. મગને કહ્યું - અરે ! દુકાન ખોલી એમાં જેલ ? આ તો ગધેડાને તાવ આવે એવી વાત છે... તું જ કહે એણે દુકાન ખોલી એમાં જેલ કેમ થઇ ? છગને કહ્યું - એણે હથોડાથી દુકાન ખોલી ! આ તો મજાક છે. પણ વાત એ છે કે અનેકાંતવાદ હોય, તો કોઇ પણ વાતની ગાંઠ નહીં રહેવાથી બધી સંભાવનાઓ માપવાનો અવકાશ રહે છે ને ‘દુકાન ખોલનારો જેલમાં ગયો' એવું વાક્ય ખોટું માનવાના બદલે સંદર્ભ જાણવાનું મન થાય છે. એક માણસ વર્ષે દસ લાખ કમાય છે, બીજો વર્ષે પાંચ લાખ કમાય છે. તો વર્ષના અંતે કોણ વધારે બચત કરશે ? અહીં તમે એક જ મુદ્દો જોશો કે જે વધુ કમાય, તે વધુ બચાવે... તો ખોટા પડી શકો છો... બીજા પણ ઘણા મુદ્દાઓ બચત પર અસર કરે છે, જેમ કે જે દસ લાખ કમાય છે, એને ત્યાં ખાવાવાળા દસ છે, ને જે પાંચ લાખ કમાય છે, એને પોતાનો પણ ખાધાખોરાકી ખર્ચ બાપા આપે છે ! પત્નીએ પતિને કહ્યું - મને તો ખૂબ શરમ આવે છે. ઘરભાડુ મારા અનેકાંતવાદ ૬૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ - પિતા ભરે છે. અનાજખર્ચ મારા કાકા આપે છે. દૂધ-લાઇટબીલ ખર્ચ મારા મામા આપે છે. ખરેખર મને ખૂબ શરમ આવે છે ! પતિએ કહ્યું – બરાબર છે. તને શરમ આવવી જ જોઇએ, તારા બંને ભાઇ એક પણ ખર્ચ ઉઠાવતા નથી ! આ છે અનેકાંત ! પત્ની શરમ આવવાનું કારણ જુદુ માને છે, ને પતિ જુદુ ! એવો ક્યો મુદ્દો છે કે જે અનેકાંત વિના સિદ્ધ થઇ શકે ? હવે વિચારીએ, કોઇ પણ બાબતમાં અભિપ્રાય કેવો આપવો ? એકાંતમય કે અનેકાંતમય, એકાંતવાદ કે વિભજ્યવાદ ? પોતાની સર્વજ્ઞતાથી બધી જ બાબતનો સ્પષ્ટ બોધ ધરાવતા પ્રભુએ તે-તે કાળે પૂછાયેલા પ્રશ્નોના જવાબ સ્યાદ્વાદમય આપ્યા છે. જેમ કે પૂછાયુંસરિસવયા ભકખા (અ)ભકખા ? “સરિસવયા” પ્રાકૃત શબ્દ છે, એના નજર સામે બે અર્થ આવે છે - (૧) મિત્ર (૨) સરસવ = તેલવાળા બિયા. તો એ ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? તેથી જ ભગવાને પણ એ બંને અર્થ નજરમાં રાખી સ્યાદ્વાદમય જવાબ આપ્યો - મિત્રરૂપે અભક્ષ્ય... સરસવરૂપે ફરી પાછા વિકલ્પો. પણ જ્ઞાની પ્રભુ ભવિષ્ય ચોક્કસ જાણતા હોવાથી એ અંગે પૂછાય, ત્યારે સ્પષ્ટ જવાબ આપે.. જેમ કે ભરતે પૂછયું - આ સમવસરણમાં ભવિષ્યના કોઇ શલાકાપુરુષ છે ? તો ભગવાને સ્પષ્ટ કહ્યું - તારો પુત્ર મરીચિ ત્રણ રીતે શલાકા પુરુષ થશે. આ ભારતમાં પ્રથમ વાસુદેવ, મહાવિદેહમાં ચક્રવર્તી ને આ જ ભારતમાં અંતિમ તીર્થકર.. એક વ્યક્તિ જીવનભર ધર્મ-સાધના કરતી હોય. ભગવાનને કોઇ પૂછે-આ માણસને અંતિમ સમયે સમાધિ મળશે ? ત્યારે ભગવાન એની જીવનની સાધના સામે જોઇને નહીં, પણ સ્પષ્ટ દેખાતા ભવિષ્યને કારણે કહે-સમાધિમાં રહેશે. ભગવાન જગતના જીવોના જીવન, મરણ-પરલોક વગેરે બધું સતત એકી સાથે જુએ છે, એના આધારે ભગવાન આપણને ઉત્સર્ગઅપવાદનો નિયમ આપે છે. જીવનભર ધર્મસાધક જીવો મોટે ભાગે મરતા સમાધિમાં રહેતા જોવા મળે છે. એ જ રીતે જીવનભર ધર્મથી દૂર ભાગનારાઓ મોટે ભાગે મરતા અસમાધિમાં રહેતા જોવા મળે છે. તેથી જેને મરતા સમાધિ જોઇતી હોય, એણે જીવનમાં ધર્મ કરતા રહેવું. પણ ભગવાન જ સમાધિનો પ્રાણવાયુ- - ૬૩ 3 - Page #81 -------------------------------------------------------------------------- ________________ વિશેષમાં કહે છે - છતાં એવો એકાંત નહીં પકડવો કે જીવતા ધર્મ કરનારા બધા જ મરતા સમાધિમાં રહે, ને જીવનભર ધર્મથી દૂર રહેનારો મરતા અસમાધિમાં જ રહે, કારણ કે ક્યારેક વિપરીત પણ સંભવે છે. તેથી સતત અપમત્ત-સાવધ રહેવું. તેથી જ ધર્મસંગ્રહણિમાં કહે છે. બહુવિથ્થો જિલીઓ ચિત્તા કષ્માણ પરિણતી પાવા | વિહડઇ દરજયંપિ હુ તન્હા સવથ અનેગંતો T૯૨૩/ ગાથાર્થ ઃ જીવલોક ઘણા વિદ્ગોવાળો છે. તથા કર્મની પાપી પરિણતિઓ વિચિત્ર છે. તેથી જ કંઇક થયેલું કાર્ય પણ-આરંભાયેલું કાર્ય પણ અડધે જ વિનાશ પામી શકે છે. તેથી સર્વત્ર “અનેકાંત' જ કહેવો. આનું જ બીજું નામ છે વિભજ્યવાદ. અવસ્થાઓ, સંદર્ભો, શબ્દાર્થો, સંજોગો, રુચિઓ, અભિપ્રાયો વગેરે જીવે-જીવે, વસ્તુએ-વસ્તુએ બદલાતા હોવાથી સર્વત્ર અનેકાંતની જ જયપતાકા છે. રાજાને લાત મારે તેને શી સજા થાય' એવા રાજાના પ્રશ્નમાં જુવાનમંત્રીઓ અહીં રાજા સાથે ગેરવ્યવહાર કરે એને સજા જ હોય એવા એકાંતથી થાપ ખાઈ ગયા. વૃદ્ધ મંત્રીઓએ અવસ્થા વગેરે વિચારી-દુશ્મન લાત મારે તો મોત હોય.. પણ કોણ રાજાને લાત મારવા જેવો દુશ્મન થાય ? રાણી પ્રેમની રીસમાં કે લાડકો બાળકુંવર બાળપણની અજ્ઞાનતામાં લાત મારે... એ તો મીઠી લાગે. એથી એને તો ઇનામ હોય. આ જ સ્યાદ્વાદની જીત છે. ટ્રેનમાં બેઠેલો વીસ વર્ષનો યુવક પિતાજીને પૂછે છે. પિતાજી આ શું છે ? પિતાજી-ઝાડ. પછી પૂછે છે – આ ? પિતાજી-કાગડો. પેલું ? – પિતાજીઆકાશ.. બીજા મુસાફરો વિચારે.. શું આ મંદમતિ છે ? આટલી ઉંમરે આવા પ્રશ્નો બીજું કોણ પૂછે ? પિતાજીએ ખુલાસો ર્યો. જન્મ પછી થોડા જ દિવસમાં આંખ ગુમાવી બેઠેલો આ મારો યુવાન પુત્ર છે. અને હમણાં જ એને નવી આંખ બેસાડી ઘરે જઇ રહ્યા છીએ... આ બધું એ પહેલીવાર જોઇ રહ્યો છે. ' બોલો અનેકાંતમય વિચારધારા વિના આવા પ્રસંગોમાં ન્યાય કેવી રીતે આપી શકીશું ? જીવનના દરેક વ્યવહારમાં-પ્રસંગમાં અભિગમ અનેકાંતમય રાખવાથી જ બીજાને ન્યાય આપી શકાશે, મન શાંત રહી શકશે ને કોઇની સાથે ખોટા બદલાના-વેરના ભાવો ઊભા નહીં થાય. - અનેકાંતવાદ Page #82 -------------------------------------------------------------------------- ________________ છોકરો રોજ માને છે, તેથી એણે આજે પણ મારી વાત માનવી જ જોઇએ' આ એકાંત થયો. એથી આજે નહીં માનતા છોકરા પર દ્વેષ થશે, ને આજ સુધી એણે જે માન્યું તે વિસરાઇ જશે. એના બદલે “એણે માનવું જ જોઇએ આ એકાંત છોડી ક્યારેક બીજા સંજોગોમાં એ નહીં માને એમ પણ સંભવે છે, આવો અનેકાંતમય અભિગમ લેવાથી એને શાંતિથી પૂછી શકાશે. આજે કેમ ના પાડે છે ? અને એ પ્રેમથી કારણ કહેશે, જે કમ સે કમ એની નજરમાં તો વાજબી છે જ. “શેરબજારમાં કમાણી જ થાય' આ એકાંતે જ ઘણાને ડુબાડ્યા.. ખરેખર તો અનેકાંત હોવા છતાં “મોટે ભાગે તો ગુમાવવાનું જ થાય, કો'ક કમાયો એ એનું ભાગ્ય' એમ વિચારે તો જ પાગલ થતા અટકી શકાય. સૂર્યોદય ને સૂર્યાસ્ત વગેરે પણ અનેકાંતદ્યોતક છે, સૂર્ય પણ ક્યારેક પ્રકાશે છે, ક્યારેક નહીં. ચંદ્ર પણ હંમેશા પુનમનો રહેતો નથી.. દરિયામાં કાયમી ભરતી નથી... શિયાળો શાશ્વત નથી... કશું કાયમી ટકવાનું નથી... કહો, ક્યાં અનેકાંત નથી ? અનેકાંતની જયપતાકા દસે દિશામાં આસૂર્યચંદ્ર લહેરાતી રહે એ જ વારંવાર અભિલાષા રહો ! અનેકાંતપોષક પ્રત્યેક પંક્તિ હૃદયમાં સુવર્ણાક્ષરે કોતરવા જેવી છે, કારણકે એ દરેક પંક્તિ સમ્યકત્વના પર્યાયોને વધુને વધુ નિર્મળ બનાવતી જાય છે ને શુભ અધ્યવસાયો-શુભ ભાવોમાં જોડતી-એકાગ્ર-તન્મય બનાવતી જાય છે. આપણને અનુપ્રેક્ષા સ્વાધ્યાય તરફ લઇ જાય છે ને અને કાંતમય સર્વજ્ઞશાસન પ્રત્યે અહો ! અહો ! ભાવોના ઉછાળા પ્રગટાવતી જાય છે “પ્રભુ ! તુજ શાસન અતિ ભલું !' નો નાદ રોમે રોમે ગુંજવા માંડે એ માટે અનેકાંતસૂચક પંક્તિઓ ખૂબ ઉપયોગી થશે. એ આપણને ૨૪ કેરેટનો-સો ટચનો ધર્મ મળ્યાનો એવો આનંદ ઊભો કરાવશે કે બાહ્ય બીજું-ત્રીજું ઓછુંઅણગમતું નજરમાં ય નહીં આવે ! કરોડ રૂપિયાની કમાણીના આનંદ વખતે શાકમાં મીઠું ઓછું છે' એવી ફરિયાદ કરવાનું મન કોને થાય ? | મન નવરું પડે ને અશુભ ભાવોમાં તણાઈ જાય એવી પરિસ્થિતિ જો સમાધિનો પ્રાણવાયુ – ૬૫ - Page #83 -------------------------------------------------------------------------- ________________ ઊભી થવા દેવી ન હોય તો મનને સ્વાધ્યાયમાં પરોવી દેવું જોઇએ. સ્વાધ્યાય નામનો તપ જ એવો છે કે જીવને કલાકો-દિવસો-મહીનાઓ ને વર્ષો સુધી સતત શુભ ભાવોમાં જ રમતો રાખે. માટે જ “સ્વાધ્યાય જેવો તપ નથી” એમ કહેવાય છે. આ સ્વાધ્યાયમાં પણ અનેકાંતવાદની સિદ્ધિ કરતા તાર્કિક અને તાત્વિક ગ્રંથો એટલા માટે શિરમોર ગણાય કે એ સમ્યકત્વની શુદ્ધિ માટે ફટકડીનું કામ કરે છે. ધર્મધ્યાન માટેનો માર્ગ બને છે. આપણને તત્ત્વબોધ કરાવી બાલ, મધ્યમની ભૂમિકાથી ઉપર પંડિતની ભૂમિકા પર લઇ જાય છે. દરેક વસ્તુ અનંત ધર્મમય છે, દરેક વસ્તુ જગતની બીજી તમામ વસ્તુઓ સાથે અસ્તિ-નાસ્તિ ધર્મ-સંબંધથી સંકળાયેલી છે ને તેથી જ એક પણ વસ્તુના સર્વધર્માત્મકરૂપે જ્ઞાનથી સર્વ વસ્તુઓ સર્વધર્માત્મકરૂપે જ્ઞાત થાય છે, ઇત્યાદિ વાતોને સિદ્ધ કરતા સ્યાદ્વાદના મહિમાને વર્ણવવા શબ્દો ટુંકા પડે ! | સર્વ પદાર્થોના સર્વ પર્યાયોના પ્રત્યેક સમયે સ્પષ્ટ જ્ઞાતા તીર્થંકર પરમાત્મા સિવાય આ પ્રરૂપણા બીજો કોણ કરી શકે ? નિશ્ચયથી અનેકાન્ત દર્શન કેવલી ભગવંતોએ પ્રરૂપેલ છે, છતાં વ્યવહારથી કહી શકાય કે વિચારોના ઔદાર્યની ઉપજ છે. ધર્મસિદ્ધિનું પ્રથમ લક્ષણ ઓદાર્ય-ઉદારતા છે. સારાંશ - અનેકાંતદર્શનની સુવાસ એ જ સમ્યગ્દર્શન છે અને સમ્યગ્દર્શન એ જ ચિત્તની સ્વસ્થતાનું યાવત્ મુક્તિનું બીજ છે. તેથી જ દેવચન્દ્રજી પ્રભુ પાસે માંગે છે – ભાવસ્યાદ્વાદતા શુદ્ધ ભાસે. હકીકતમાં તો અનેકાંતની બીજા એકાંતવાદો સાથે તુલના, સરખામણી પણ સિંધુને બિંદુ સાથે સરખાવવા સમાન હાસ્યાસ્પદ છે. ચમચી સમુદ્રના પાણીનો તાગ કાઢવા સમર્થ નથી, એકાંતવાદથી ગ્રસ્ત થયેલી મતિવાળાઓ અનેકાંતની અમાપતાને કેવી રીતે સમજી શકે ? પોતાના ગામની ટેકરીને મેરુ કરતા ઉંચી ગણનારાઓની દયા જ ખવાય ! પોતાના કુવાની વિશાળતા આગળ સાગરને સાંકડો માનનારા દેડકા સાથે ચર્ચામાં ઉતારવામાં પણ મૂરખમાં ખપવાનું આવે ! અનેકાંતવાદને એકાંતવાદીઓ આગળ સાચો ઠેરવવા તર્કો લગાડવા પડે, એ કલિકાલની બલિહારી છે. અનેકાંત તો સૈકાલિક સત્ય સિદ્ધાંત છે, અદ્ભુત છે અનેકાંતવાદ ! અદ્ભુત છે જૈનશાસન ! - અનેકાંતવાદ Page #84 -------------------------------------------------------------------------- ________________ તાપ તો नाणं पयासगं એ તો ઇi i1 * * * * શ્રી ભુવનભાનું પદાર્થ પરિચય પ્રકIRIક જૈનમ પરિવાર SHUBHAY Cell:98205 30299