________________
ના શ્રી સુમતિનાથાય નમઃ | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ II સિરસા વંદે મહાવીર !
એ નમઃ સિદ્ધમ વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખરસૂરિભ્યો નમઃ
છે વિવિધતામાં એકતાઃ છે અૉકાંતવાદ...
સ્યાદ્વાદની સ્થાપના અનંતગુણનિધાન અરિહંત પરમાત્માઓના અનંત ગુણો કદાચ ભૂ. જઇએ, તો પણ એક યથાર્થવાદિતા (વસ્તુના સ્વરૂપને જેવું હોય તેવું જ બતાવવું.) ગુણ એટલો બધો મહાન છે કે તેઓને એ નિમિત્તે અનંતવાર નમીએ તો પણ ઓછું ગણાય. તેથી જ પ્રભુના ચાર મૂળ-મુખ્ય-પાયાભૂત અતિશયોમાં વચનાતિશયનો માત્ર સમાવેશ છે, એમ નથી, એ મુખ્ય અતિશય છે. બાકીના ત્રણ અતિશય પણ આ અતિશયથી સિદ્ધ થાય છે અર્થાત્ આ અતિશય અન્ય ત્રણ અતિશયોનું કારણ બને છે.
પ્રભુએ પોતાના વરબોધિરૂપ સમ્યકત્વના પ્રભાવે એવી તીવ્ર કરૂણાભાવના ભાવી કે “હું સમસ્ત જગતને શાશ્વત સુખરૂપ મોક્ષનો માર્ગ દેખાડું, એટલે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયીનો માર્ગ દેખાડું, એટલે કે બધાને શાસનરસી કરું. આના પ્રભાવે તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું.
| તીર્થંકર નામકર્મનું વેદન (કર્મનો ફળરૂપ અનુભવ) અને નિર્જરા (કર્મનો નાશ) થાક્યા વિના ધર્મદેશના આપવાથી થાય છે. કહ્યું જ છેઅગિલાણાએ ધમ્મદેસણાએ.” પણ ધર્મદેશના આપતા પહેલા ધર્મ-અધર્મ આદિનું સ્પષ્ટ સ્વરૂપ જાણવું જરૂરી છે અને સંપૂર્ણ રીતે જ્ઞાન તો માત્ર કેવળજ્ઞાનથી જ થાય. તેથી કેવળજ્ઞાન જરૂરી ગણાય. પણ કેવળજ્ઞાન વીતરાગ થયા વિના આવે નહીં. માટે વીતરાગતા પણ જરૂરી ગણાય. સમાધિનો પ્રાણવાયુ - ૧ -