SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વનિર્ણયસ્થળે તો જે ક્ષણે તમે એમ કહો કે નેયાયિકમાન્ય વિશેષમાં સામાન્ય નથી, એજ ક્ષણે એ વિશેષ વિશેષરૂપે પણ રહેતો નથી, માત્ર ખપુષ્પ જેવો રહે છે. જાણેકે “વિશેષ” પોતાનામાં સામાન્યનો અભાવ” આ સાંભળવા માત્રથી એવો આઘાત પામે છે કે પોતે વિશેષરૂપે પણ નાશ પામી જાય છે. બસ આજ રીતે ભેદને અભેદ વિના ને અભેદ ને ભેદ વિના જરા પણ ચાલતું નથી, જેમ કે દિવસને રાત વિના ! બોલો કેવી ગજબ વાત છે કે જ્યાં પ્રકાશ નથી એવા અલોકમાં અંધકાર પણ નથી. સાત નરકમાં જે અંધારું છે, ત્યાં પણ ચામડીની આંખે અંધારું છે, વિર્ભાગજ્ઞાની ને અવધિજ્ઞાનીઓ તથા કેવળજ્ઞાનીઓ તો ત્યાં પણ જે બને છે, તે જુએ પણ છે કે જાણે પણ છે. નરકના જીવોને એ દેખીતા અંધારામાં પણ વૈતરણી નદી ને અસિપત્રવન દેખાય છે ને ત્યાં શાતા મેળવવા દોડે છે. શાતાના બદલે અશાતા મળે છે એ જુદી વાત. ને તીર્થકરજન્મ વગેરે અવસરે તો ત્યાં પણ કાં'ક ઉજાશ તો થાય જ છે. એજ રીતે એકત્વ અનેકત્વ વિના એક ક્ષણ રહી શકતું નથી, જેમકે શબ્દ અર્થ વિના ! જે સ્યાદ્વાદ પરસ્પર વિરોધી દેખાતા ધર્મોમાં પણ સમન્વય સાધી શકે છે એ સ્યાદ્વાદને વરેલા આપણે જેનો કેટકેટલી બાબતમાં સમન્વય સાધી શકતા નથી ને અલગ-અલગ ચોકા ઊભા કરી દીધા છે એ વળી એક અલગ વાત છે, જાણે કે આપણે એમ કહેવા માંગીએ છીએ કે સ્યાદ્વાદીઓ સર્વત્ર સમન્વયવાદી જ હોય એવો એકાંત નથી ! જો કે એ વાત પણ ખરી છે કે સ્યાદ્વાદ બે પરસ્પર વિરોધી એકાંતવાદ વચ્ચે એકાંતને કાઢી સમન્વય કરી આપે છે, પણ સ્યાદ્વાદ કદી અનેકાંતવાદનો એકાંતવાદ સાથે સમન્વય કરતો નથી. અજવાળું ને અંધારું એકસાથે હોઇ શકે, પણ એક જ ન હોઇ શકે ને !!! સમાધિનો પ્રાણવાયુ - ૨૧ -
SR No.023296
Book TitleSamadhino Pranvayu
Original Sutra AuthorN/A
AuthorVijayajitshekharsuri, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy