SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ભેદભેદ લગ્ન પછી બીજે જ દિવસે પતિએ પત્નીને ઉલ્લાસથી કહ્યું - હવે આપણે બેમાંથી એક થઈ ગયા. પત્નીએ કહ્યું - બરાબર ! પણ રસોઇ તો બેની જ કરું ને ! કે એકની ? ભાવનાથી અભેદ પણ શરીરથી ભેદ ! બંને પાછા ભેગા ! જગતના તમામ પદાર્થો પરસ્પર ભેદાભેદ ધરાવે છે. પ્રકાશ ને અંધકાર વચ્ચે પણ ભેદભેદ છે, કારણ કે પુદગલસ્વરૂપે બંનેમાં અભેદ છે. એક અને બે બંને સંખ્યારૂપે-(સંખ્યાત્વથી) એક છે, ને રકમરૂપે જુદા છે. જીવસૃષ્ટિની અપેક્ષાએ વિચાર કરીએ, તો સમગ્ર જીવસૃષ્ટિ સાથે આપણને ભેદ-અભેદ છે. એક બાજુ અન્યત્વ ભાવના પોતાના જ્ઞાનદર્શનમય આત્માને છોડી બાકી બધા જ-ને બાકી બધું અન્ય છે એમ કહે છે. તેથી જ શાંતસુધારસ ગ્રંથની એકત્વ ભાવનામાં જીવ એકલો જન્મે છે, એકલો મરે છે, એકલો જ કર્મ બાંધે છે ને એકલો જ તેના ફળ ભોગવે છે. આમ કહ્યું છે. આમ એક બાજુ “કોઇ કોઇનું નથી' એમ ભાવના કરવાની છે. આ ભેદ' ભાવને આગળ કરી સ્વજનમમતા તોડવા ને વૈરાગ્યભાવ દઢ કરવા વિચારી. બીજી બાજુ પાપકર્મના બંધથી બચવા દસકાલિક ગ્રંથના ચોથા અધ્યયનમાં કહ્યું – સવભૂઅપ્પભૂયસ્સ.. જે બધા જીવોને પોતાને સમાન માને છે. તે પાપકર્મ બાંધતો નથી. સ્થાનાંગ કહે છે - “એગે આયા.' આત્મા એક છે... સંગ્રહનયને આગળ કરી તમામ જીવોમાં એક જીવત્વ રહ્યું છે. તે જીવત્વની અપેક્ષાએ સમગ્ર જીવસૃષ્ટિ એક છે. જીવાસ્તિકાય એક દ્રવ્ય છે. આ થઇ “અભેદ'ભાવે વિચારણા. આ બંને નય છે. ભેદનય ને અભેદનાય. પ્રમાણ બંનેનો સમાવેશ કરીને કહે છે, બધા જ જીવો એકબીજા સાથે ભેદાનુવિદ્ધ અભેદથી યુક્ત છે. સંખ્યા આદિ અપેક્ષાએ ભેદ છે, જીવવાદિ અપેક્ષાએ અભેદ છે ને બંને એકસમયે એકસાથે જ છે. સામાન્ય-વિશેષની વાત સાથે જ ભેદ-ભેદ પણ સંકળાયેલા છે. વસ્તુથી અને પરસ્પરથી ધર્મો ભિન્ન કે અભિન્ન ? નૈયાયિકો વગેરે દર્શનો ગુણ અને સમાધિનો પ્રાણવાયુ ૩૭ -
SR No.023296
Book TitleSamadhino Pranvayu
Original Sutra AuthorN/A
AuthorVijayajitshekharsuri, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy