SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જ ક્રિયાધર્મો દ્રવ્યરૂપ આધા૨થી એકાંતે ભિન્ન છે ને સમવાય સંબંધથી રહે છે એમ સ્વીકારે છે. બૌદ્ધો માટે વસ્તુ ક્ષણજીવી હોવાથી ધર્મ એ જ ધર્મી છે, એટલે કે એકાંતે અભેદ છે. જૈનમતે ધર્મો પરસ્પર અને ધર્મથી ભિન્નાભિન્ન છે. ધર્મો પરસ્પર નામ-સ્વરૂપાદિ ભેદથી જેમ ભિન્ન છે, એમ પોતાના આશ્રયમાં કથંચિદ્ અભેદભાવે રહ્યા હોવાથી ૫૨સ્પ૨ કથંચિદ્ અભિન્ન પણ છે. આત્મા નિત્યત્વથી કથંચિદ્ અભિન્ન છે, એમ અનિત્યત્વથી પણ કથંચિદ્ અભિન્ન છે, માટે નિત્યત્વ અને અનિત્યત્વ પણ પરસ્પર કથંચિદ્ અભિન્ન છે. ધર્મો ધર્મીથી ‘પૃથક્-અલગરૂપે ઉપલબ્ધ થવું નહીં' ઇત્યાદિ કારણોથી અભિન્ન છે, તો નામ-સ્વરૂપ આદિ કારણોથી ભિન્ન પણ છે. ટુંકમાં જૈનમતને છોડી બીજાઓની એકાંતે ભેદ કે અભેદની કલ્પનાઓ ઘણી ઘણી વિસંગતિઓથી ભરપુર છે. જૈનમત કહે છે, ધર્મો ધર્મીમાં ‘અપૃથભાવે રહેવું’ બસ તદ્રુપ સ્વરૂપથી જ રહે છે. એમાં અન્ય કોઇ સંબંધની જરુરત નથી, વળી, ધર્મ ધર્મીમાં કથંચિદ્ અભેદભાવે હોવાથી તે ધર્મના નાશે ધર્મનો પણ તધર્મવાનરૂપે કથંચિદ્ નાશ ઇષ્ટ છે. સાથે અન્ય ધર્મોથી યુક્તરૂપે એ વસ્તુ રહી હોવાથી જ એ રૂપે વસ્તુનો નાશ પણ નથી. જૈનમતે ઉત્પન્ન થતા ધર્મ સાથે કથંચિદ્ અભેદના કારણે વસ્તુ કથંચિત્ ઉત્પન્ન થાય છે, નાશ પામનારા ધર્મ સાથે કથંચિદ્ અભેદના કારણે વસ્તુ કથંચિત્ નાશ પામે છે, ને સ્થિર રહેનારા ધર્મ સાથે કથંચિત્ અભેદ હોવાથી વસ્તુ કથંચિદ્ સ્થિર પણ રહે છે. જગતના દરેક દ્રવ્ય આ રીતે જ પ્રતીત થતાં ને તર્કથી સિદ્ધ થતા દેખાય છે, અનુભવાય છે... માટે આ જ સાચો સિદ્ધાંત છે. પ્રમાણમાન્ય છે. પ્રશ્ન થાય કે, તો વસ્તુ નિત્ય કે અનિત્ય ? ધર્મોથી ભિન્ન કે અભિન્ન ? તો જવાબ છે, આમ તો નિત્યાનિત્ય ને ભિન્નાભિન્ન... પણ જે વખતે જે અંશને આગળ કરો, તે વખતે તે અંશને આધારે વસ્તુસ્વરૂપ જોવું... ધ્રૌવ્ય અંશને આગળ કરો, તો વસ્તુ નિત્ય છે. ઉત્પાદ-વ્યય અંશને આગળ કરો, તો અનિત્ય છે. આ માટે તત્ત્વાર્થમાં સૂત્ર છે-‘અર્પિતાનર્પિતસિદ્ધેઃ' જે નય-અંશને આગળ કરો, તે અર્પિત-મુખ્ય. જે અંશને ગૌણ કરો તે અનર્પિત. આનાથી સર્વ સિદ્ધિ થાય છે. ભેદ અંશને આગળ કરો, તો વસ્તુ ધર્મોથી ભિન્ન છે. અભેદ અંશને ૩૮ અનેકાંતવાદ
SR No.023296
Book TitleSamadhino Pranvayu
Original Sutra AuthorN/A
AuthorVijayajitshekharsuri, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy