________________
નિક્ષેપા
વળી, પદાર્થો સંબંધી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચાર નિક્ષેપાઓના કારણે પણ સ્યાદ્વાદ ઊભો થાય છે. ધર્મસંગ્રહણિની ૯૧૯મી ગાથામાં પૂ. સૂરિપુરંદર હરિભદ્રસૂરિમહારાજે નિક્ષેપાના કારણે સ્યાદ્વાદ સરસ બતાવ્યો છે.
પૂર્વપક્ષે એકાંતવાદ પર ભાર મુકતા કહ્યું - સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્ર મોક્ષમાર્ગ જ છે. એટલે કે આ ત્રણનો સંગમ મોક્ષનું એકાંત કારણ બને છે. આમ અહીં એકાંત છે. ત્યાં સૂરિજીએ જવાબ આપ્યો અહીં પણ અનેકાંત છે, કારણ કે સમ્યક્ત્વ વગેરે પણ નામ આદિ ચાર પ્રકારે છે. એમાં નામાદિરૂપ સમ્યક્ત્વ કંઇ મોક્ષમાર્ગ નથી, પણ ભાવરૂપ સમ્યક્ત્વાદિ જ મોક્ષમાર્ગ છે.
એક ધાર્મિક માણસના ઘરે ત્રણ દીકરા થયા, પહેલાનું નામ રાખ્યું સમકિત, બીજાનું નામ રાખ્યું સુબોધ અને ત્રીજાનું નામ રાખ્યું સંયમ. તો શું આ ત્રણે ભેગા મલે તો મોક્ષમાર્ગરૂપ બને ?
આ ચાર નિક્ષેપામાં નામ = અભિધાન. સ્થાપના = આકાર અથવા તેવા આકાર વિનામાં પણ તેવી ધારણા. દ્રવ્ય ભાવનો પૂર્વ-ઉત્તર પર્યાય (પહેલા-પછીની અવસ્થા) ને ભાવ ઇષ્ટ પર્યાય. આ સંક્ષેપથી સ્થૂળ સમજ માટે વાત કરી. જેમ કે તીર્થંકર નામકર્મના ઉદયને અનુભવતા ભગવાન ભાવ તીર્થંક૨, એ જ ભગવાન પૂર્વાવસ્થામાં કે સિદ્ધ અવસ્થામાં દ્રવ્ય તીર્થંક૨, એમની પ્રતિમા સ્થાપના તીર્થંકર, ને તે અક્ષરોથી ‘તીર્થંકર' એવું થયેલું અભિધાન નામ તીર્થંકર. ભાવ તીર્થંક૨ ૫૨મ વિશુદ્ધ અને અત્યંત વિશિષ્ટ છે, માટે તેમનું સ્મરણ કરાવતું નામ પણ કલ્યાણકારી છે, એમનો જાપ પણ પુણ્ય, સંવ૨, નિર્જરા માટે હેતુ બને છે, ને એમની જ ઉપસ્થિતિની અનુભૂતિ કરાવતી એમની પ્રતિમા પણ દર્શન-પૂજા-સ્તવન-ધ્યાન આદિથી ઉત્તરોત્તર વિશિષ્ટ પુણ્યાદિનું કારણ બને છે.
શુભ નામ પણ અશુદ્ધ ભાવ સાથે જોડાયેલું હોય ને તેથી એમની સ્મૃતિ સમાધિનો પ્રાણવાયુ
-
-
૫૫
-