SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવતું હોય, તો કલ્યાણકર થતું નથી. દા.ત. ‘વિનયરત્ન’ નામ. આમ અહીં પણ અનેકાંત થયો. ‘ઢંઢણ’ નામમાં શું વિશેષતા છે ? પણ એ શ્રી નેમિનાથ ભગવાને અઢાર હજા૨ સાધુમાં પ્રથમ નંબર તરીકે વખાણેલા ને લાડુ પરઠવતા પરઠવતા કેવળજ્ઞાન પામેલા ઢંઢણ મુનિની યાદ અપાવતું હોવાથી કર્મનિર્જરાનું કારણ બને છે. માટે સવારે ભરહેસર બાહુબલી સજ્ઝાયમાં યાદ કરાય છે. ‘આચાર્ય' શબ્દ અંગારમર્દક જેવા અભવ્ય સાથે જોડાય છે, ત્યારે અપ્રધાન દ્રવ્યભૂત હોવાથી એમની આજ્ઞા માનવી જરુરી નથી, પણ જ્યારે એ જ આચાર્ય શબ્દ આચાર્યને યોગ્ય ગુણો ધરાવતા હોવાથી ભાવાચાર્ય સાથે જોડાય છે, ત્યારે એમની આજ્ઞા તીર્થંકરની આજ્ઞા સમાન ગણાય છે. સ્ત્રીની આકૃતિ વાસના પેદા કરે છે ને પ્રભુની પ્રતિમા-આકૃતિ ઉપાસનાના ભાવ જગાડે છે. છોકરી જન્મી. નામ રાખ્યું લક્ષ્મી. પણ એના જ પગલે ઘરની બધી લક્ષ્મી જતી રહી. હવે આ નામલક્ષ્મીનું શું કરવું ? જે શાંતિભાઇની હાજરીથી જ સભામાં અશાંતિ ઊભી થતી હોય, તેવા શાંતિભાઇના નામને કામ સાથે શી લેવા દેવા ? વાત આ છે કે વસ્તુના અનંત ધર્મોને અને તેથી જ સ્યાદ્વાદને સમજવા નિક્ષેપા પણ ઉપયોગી છે. તેથી જ ભદ્રબાહુ સ્વામીએ સર્વત્ર ઓછામાં ઓછા (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય અને (૪) ભાવ, આમ ચાર નિક્ષેપા તો અવશ્ય કરવા કહ્યું છે કે જેથી વસ્તુ સ્વરૂપ સારી રીતે સમજી શકાય. અનેકાંત-સ્યાદ્વાદ એક ? અનેકાંત અને સ્યાદ્વાદ એક જ કે ભિન્ન ? આમ તો બંને એક જ છે, અનેકાંતવાદ કહો કે સ્યાદ્વાદ કહો, બંને એક જ છે. પણ પર્યાયવાચી શબ્દોને નહીં સ્વીકારતા સમભિરૂઢ નયથી વિચારીએ, તો બંનેમાં કાં’ક ભેદ છે. ‘અનેં કાંતવાદ' આ શબ્દ જ અનેક અંત = અંશ અથવા નિશ્ચયને સ્વીકારતો વાદ... એ રીતે સ્પષ્ટ રીતે અનેક ધર્મોનો-નયોનો સ્વીકાર કરે છે. ‘સ્યાદ્વાદ’ માં ‘સ્યા' શબ્દના કારણે શબ્દથી નહીં, પણ અર્થથી અન્ય અંશો-ધર્મો-નયોનો સ્વીકાર થાય છે. ૫૬ અનેકાંતવાદ
SR No.023296
Book TitleSamadhino Pranvayu
Original Sutra AuthorN/A
AuthorVijayajitshekharsuri, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy