________________
સમયે બદ્ધ પણ થાય છે. જો કે પ્રવાહને અપેક્ષીને કહીએ, તો કદી ઉત્પન્ન નહીં થયેલો અનાદિ આત્મા-ખાણમાં રહેલું સોનું જેમ પ્રથમથી જ માટીથી વ્યાપ્ત છે, એમ અનાદિથી જ કર્મથી બંધાયેલો છે.
છતાં જેમ એ જ સોનું અગ્નિપ્રયોગ વગેરેથી શુદ્ધિ પામે છે-માટી વગેરેથી મુક્ત થાય છે, એમ અનાદિ કાલથી કર્મથી બંધાયેલો આત્મા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપના પ્રયોગથી કર્મથી કાયમ માટે મુક્ત પણ થાય છે.
બૌદ્ધો નિર્વાણ' વખતે ચિત્તસંતતિનો ઉચ્છેદ માને છે. આમ તેમના મતે આત્માનો નાશ થાય છે. નિયાયિકાદિના મતે આત્માનો મોક્ષ થાય છે. ત્યારે આત્મા રહે છે, એના તમામ ગુણો નાશ પામે છે. તેથી જ્ઞાનાદિ રહેતા નથી.
જેનો કહે છે આત્માનો સાંસારિક વ્યવહારરૂપે અભાવ આવે છે. આત્માના મતિજ્ઞાનાદિ ક્ષાયોપથમિક ગુણો નાશ પામે છે. છતાં મુક્ત-શુદ્ધરૂપે આત્મા રહે છે-નાશ પામતો નથી. તેમ જ ક્ષાયિક કેવળજ્ઞાનાદિ ગુણોથી યુક્ત જ રહે છે, સર્વથા ગુણોના અભાવવાળો રહેતો નથી. તેથી જ જૈનમતે મોક્ષ એ અનંત જ્ઞાનરૂપ ને પરમ આનંદમય છે. સાવ જડ સ્વરૂપ નથી.
૭) આત્મા વગેરે સત છે કે અસત ? તૈયાયિકો વગેરેના મતે આકાશ વગેરે એકાંત સત્ એટલે કે કોઇથી ઉત્પન્ન થતા નથી. એકાંતે નિત્ય છે. ખરશૃંગ વગેરે એકાંતે અસત્ છે. ક્યારેય ઉત્પન્ન થતાં નથી. ને ઘટ વગેરે ઉત્પન્ન થયા પૂર્વે એકાંતે અસત્ અને ઉત્પન્ન થયા પછી નાશ પામે નહીં ત્યાં સુધી એકાંતે સત્ છે. શુન્યવાદીઓની અપેક્ષાએ દેખાતું સમગ્ર જગત્ અસત્ છે. ભ્રમણા છે. “કશું જ ન હોવું' શૂન્ય જ સત્ છે. સાંખ્ય માટે જે કાંઇ છે, તે બધું એકાંતે સત્ છે. કશું ઉત્પન્ન થતું નથી, કશું નાશ પામતું નથી.
જૈનમતે કેવળજ્ઞાનીના જ્ઞાનના વિષય બને, તે બધા જ સત્ છે, ને તે પણ સદસત્. સ્વસ્વરૂપાદિથી સતુ. પરસ્વરૂપ આદિથી અસત્... એકાંતે એક સ્વભાવી નિત્ય કે અનિત્ય વસ્તુ પોતાની અર્થક્રિયાઓ ક્રમશઃ કે એક સાથે કરવા સક્ષમ નથી. ક્રમશઃ કરવામાં સ્વભાવભેદની આપત્તિ છે ને એક સાથે કરી લેવામાં બીજી ક્ષણથી અર્થાત્ ત્યાર પછી કશું કરવાનું રહેતું નહીં હોવાથી સર્વથા અસત્ થવાની આપત્તિ છે... ઇત્યાદિ આપત્તિઓ છે.
વસ્તુને અનંત સ્વભાવી ને પરિણમનશીલ માનવાથી જ અર્થક્રિયા પણ ઘટી શકે છે.
- અનેકાંતવાદ