SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ચરિતાર્થ કરે છે. તેઓ મુગ્ધ લોકોને છેતરે છે, અને સન્માર્ગ પામેલાઓને ઉન્માર્ગી ઠેરવવાની બાલિશ ચેષ્ટાથી મહાપાપના પોટલા ભેગા કરે છે. તેઓની આ સ્વપરને પ્રબળ હાનિકારક ચેષ્ટા જોઇ અનંત કરુણાથી છલકાતા જૈન આચાર્યોએ તેમની પ્રરૂપણાઓને ખાંડી છે, અને તેમાં યોગ્ય સુધારા સૂચવ્યા છે. અહીં જૈન આચાર્યોએ-આ ભૂલા પડેલાઓ સન્માર્ગને પામે, તથા મુગ્ધલોકો તેઓથી ભરમાઇને ઉન્માર્ગે ન જાય, અથવા સન્માર્ગ પામેલાઓ તેઓની બુમરાણથી શંકા પામી સન્માર્ગ છોડી ઉન્માર્ગે ન વળેઆવા પવિત્ર આશયથી જ પરદર્શનોનું ખંડન ક્યું છે. આ ખંડનમાં ક્યાંય બીજાને હલકા ચીતરી પોતાની મોટાઇ બતાવવાની ક્ષુદ્ર મનોદશા નથી. ક્યાંય બીજાને પછાડી પોતાની ઉંચાઇ બતાવવાની તુચ્છ ચેષ્ટા નથી. ક્યાંય અસૂયા દૃષ્ટિનો અંશ નથી. વળી જૈન ગ્રંથોમાં ક્યાંય નયસત્યોનું ખંડન નથી ર્યું, પણ મિથ્યા દુર્રયોનું જ ખંડન ક્યું છે. વળી પ્રાયઃ પરદર્શનકારો સ્યાદ્વાદના સ્વરૂપને સમજી શક્યા નથી. તેથી તેઓ જ્યારે જ્યારે પોતાના ગ્રંથ વગેરેમાં સ્યાદ્વાદનું નિરૂપણ કે ખંડન કરે છે, ત્યારે ત્યારે પ્રાયઃ સ્યાદ્વાદને વિકૃતરૂપે જ રજુ કરે છે. તેઓને મન સ્યાદ્વાદ એટલે ‘નિરાશાવાદ’ ‘સંદિગ્ધવાદ' કે ‘બધા દર્શનોના ભેળસેળથી પ્રગટેલો વાદ.’ તેઓને ‘પોતાની આ માન્યતા ખોટી છે' એમ ખબર પડે, અને સ્યાદ્વાદસિદ્ધાંત ‘યથાર્થવાદ છે, અસન્દિગ્ધવાદ છે અને મૌલિક સિદ્ધાંત છે' એવું સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય એ જ આશય આચાર્યોનો છે. ખ્યાલ રાખો ! પોતાના અહિતમાં પ્રવૃત્ત થયેલા પુત્રને થપ્પડ મારીને પણ અટકાવતી મા ક્રૂર નથી, પણ કરૂણામયી જ છે. ત્રણ પરીક્ષા પતિ-પત્ની વચ્ચે જબરો ઝઘડો થઇ ગયો. વાત છુટાછેડા સુધી પહોંચી ગઇ. કોર્ટમાં હાજર થયેલા બંનેને ન્યાયાધીશે પૂછ્યું-ઝઘડાનું કારણ શું છે ? પતિએ કહ્યું-મારે મારા દીકરાને વકીલ બનાવવો છે. ત્યાં જ પત્ની તાડુકી-એ નહીં જ બને ! એ તો ડૉક્ટર જ થશે... કોર્ટમાં જ ફરી બંને લડ્યા... છેવટે વાત પતાવવા જજે કહ્યું-એમ કરો ! તમારા દીકરાને જ બોલાવો. એને જ પૂછીએતારી શું થવાની ઇચ્છા છે ! આ સાંભળી બંને ચૂપ થઇ ગયા. આથી અકળા જ અનેકાંતવાદ
SR No.023296
Book TitleSamadhino Pranvayu
Original Sutra AuthorN/A
AuthorVijayajitshekharsuri, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy