________________
યેલા જજે હવે ચૂપ થઇ જવાનું કારણ પૂછ્યું. બંનેએ કહ્યું-અમને હજી કોઇ દીકરો થયો જ નથી. આ તો એ થાય, તો એને શું બનાવવો એ વિચારતા ઝઘડો થયો.
મૂળ જેને ભણાવવાની વાત છે, એ જ જો નથી, તો આ આખી વાતચર્ચા-લડાઇ નકામી જ છે ને !
વાત એ છે કે જગતના જુદા-જુદા ધર્મો વચ્ચે પણ લડાઈ છે કે કોનો ધર્મ સારો ? કોના ધર્મમાં સારી ક્રિયા-સારા આચારો બતાવ્યા છે ? પણ જૈનશાસન કહે છે-એ બધી વાત પછી, પણ પહેલા એનો તો નિર્ણય કરો કે ધર્મ કોના માટે છે ? આચાર કોના કલ્યાણ માટે છે ? ક્રિયાથી કોનો ઉદ્ધાર કરવો છે ? જેના માટે આ બધી ધમાલ છે, એ જ જો નહીં હોય, તો બધી ચર્ચા નક્કામી ઠરશે.
આમ તો પ્રાયઃ બધા જ ધર્મો એકી અવાજે કહેશે-બીજા કોના માટે વળી, આત્મા માટે જ ધર્મ-ક્રિયા-આચાર છે ને ?
ત્યારે ફરી જૈનશાસનનો પ્રશ્ન છે. તમે જે આત્મા કહો છો એ આત્મા કેવો છે ? તમે જેવો આત્મા માન્યો છે, એવો આત્મા છે ? ને એવા પ્રકારે જો એ હોય, તો એ આત્માને લાભ થઇ શકે ખરો ?
શ્રી અષ્ટક પ્રકરણ વગેરે ગ્રંથોમાં ધર્મની કષ-છેદ-તાપ પરીક્ષા કહી છે. આ ત્રણ પરીક્ષા દ્વારા ધર્મરૂપી સુવર્ણ શુદ્ધ છે કે બનાવટી છે, તે જાણી શકાય છે. એમાં તે-તે ધર્મે કરેલા વિધાનો અને નિષેધો ઉચિત હોય, તો તે કષ પરીક્ષામાં ઉત્તીર્ણ ગણાય છે, જેમ કે જીવદયા પાળવી, જુહુ નહીં બોલવું. તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાન કરવું. પણ આ વિધિ-નિષેધ યોગ્ય રીતે અમલમાં આવી શકે એવા અનુષ્ઠાન-આચારો બતાવવા પણ જરૂરી છે.
આચારોના આધાર વિનાના રજુ કરેલા સુંદર વિચારો એ તાળીઓ મેળવી લેવા રજુ કરેલા ક્વોટેશન માત્ર છે, કે જેઓનું વર્તમાનમાં ટનબંધ પ્રોડક્શન ચાલુ છે. દરેક આચારભ્રષ્ટ વક્તા સુંદર ક્વોટેશનો રજુ કરી રહ્યો છે. વેશ્યાઓ સતીના સ્વરૂપને વર્ણવી રહી છે. વિધિ-નિષેધ પોષક આચાર જે ધર્મમાં હોય, તે ધર્મ છેદ પરીક્ષામાં પાસ થાય છે. પણ આ વિધિ-નિષેધ કે આચાર જેના હિત માટે છે, એ આત્મા એવા સ્વરૂપનો હોવો જોઇએ કે જેથી એનું હિત થઇ શકે. આ પરીક્ષા તાપ પરીક્ષા છે. સમાધિનો પ્રાણવાયુ- - ૯ -