SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ના પ્રયાસો પ્રાકીય અનંતજ્ઞાનગુણસંપન્ન તીર્થકર ભગવંતો મોહના અંધકારમાં અથડાતા જીવોને સુખની ઓળખ અને સાચા સુખનો માર્ગ મળે તે માટે જ્ઞાનના પ્રકાશનું છૂટે હાથે દાન કરવા કેવલજ્ઞાની બન્યા પછી રોજ બે દેશના=૭ કલાક જિનવાણી પ્રકાશે છે. શાસનની સ્થાપના બાદ તુર્ત જ ગણધર ભગવંતોએ વ્યક્ત કરેલી તત્ત્વ-જિજ્ઞાસાના પ્રત્યુત્તરમાં પ્રભુએ સમગ્ર સંસાર સ્વરૂપને ઓળખવાની ચાવી રૂપ ત્રિપદી પ્રકાશી. ‘ઉપ્પષે ઇ વા, વિગમે છ વા, ધુવે ઇ વા', અને એ ત્રિપદીના નાના દ્વારમાં છુપાયેલો મહાતત્ત્વખજાનો ગણધર ભગવંતોએ પોતાની વિશિષ્ટ પ્રજ્ઞાથી દ્વાદશાહુગીરૂપે પ્રગટ કર્યો.... ( જિનશાસનના સારસર્વસ્વસમો એ દ્વાદશાંગીનો પ્રવાહ કાળબળે વિલુપ્ત થતો રોકવા પૂર્વાચાર્યોએ લેખન-વિવેચનસર્જન અને પ્રકરણ-ભાષ્ય આદિ ઉદ્ધરણરૂપે સતત પુરૂષાર્થ કરી ટકાવ્યો...પરંતુ કાળનું વિષમ આક્રમણ નિતનવા રૂપો ધારણ કરે છે. સંસ્કૃત-પ્રાકૃત ગિરાનો પ્રવાહ રુંધાયો અને પુણ્યપુરૂષોએ લોકબોલીમાં પ્રભુવાણીની ધારા વહાવી... પ.પૂ. સકલ ઘહિતચિંતક યુ વાજના દ્ધારક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ કોઇ પુણ્યવંતી ધન્યપળે જિનશાસનના તત્ત્વજ્ઞાનને વિષયવાર વિભાજિત કરી સરળ ભાષામાં પ્રકાશિત કરવાનો વિચાર વહેતો મૂક્યો...વર્ષો બાદ પ.પૂ. પરમાત્મભક્તિનિમગ્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોધિવિજયજી મ.સા.એ ગુરૂભક્તિથી એ વિચારને સાકાર કરવા કમર કસી, જબરદસ્ત જહેમત ઉઠાવી. અનેક મહાત્માઓને વિનંતી કરતા તે મહાત્માઓએ પણ શ્રુતભક્તિ, ગુરૂભક્તિ અને સંઘભક્તિના આ અવસરને વધાવી લીધો, જેની અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. | ૫.પૂ. શાસ્ત્ર-શાસનમર્મજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજિતશેખરસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. બહુશ્રુત પ્રવચનપટુ પંન્યાસજી શ્રી મહાબોધિવિજયજી મ.સા. એ આવેલ તમામ લખાણને પોતાની શાસ્ત્ર-પરિકર્મિત મતિથી સંશોધિત કરી આપ્યું છે તે બદલ પૂજ્યશ્રીઓના અત્યંત ઋણી છીએ. ' નિશ્ચિત કરેલા ૪૦ થી અધિક વિષયોમાંથી પ્રથમ ચરણ રૂપે ૧૧ પુસ્તકોનો સેટ પ્રકાશિત કરી રહ્યા છીએ, તેમાં સમાધિનો પ્રાણવાયુ (જૈન દર્શનની વિશ્વને અમૂલ્ય ભેટ-સ્યાદ્વાદ-અનેકાંતવાદ) પુસ્તક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજીતશેખરસૂરિજી મ.સા.શ્રીએ આગવી શૈલીમાં અને તમામ તત્ત્વોનો સમાવેશ કરીને લખી આપેલ છે. પૂજ્યશ્રીની ઋતભક્તિની અંતરથી અનુમોદના...એક જ વારની વિનંતિથી માર્મિક પ્રસ્તાવના લખી આપનાર પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકુલચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની અંતરથી અનુમોદના...પ્રિન્ટીંગનું કાર્ય દિલ દઇને કરી આપનાર શુભાય આર્ટ્સવાળા દિનેશભાઇ મુડેકર્ણને પણ હજારો સલામ. પ્રાન્ત, શાસનની, સંઘની, શ્રતની સર્વતોમુખી સેવા સાતત્યપૂર્વક, સમર્પણપૂર્વક અને સફળતાપૂર્વક કરી શકીએ એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.. જૈનમ્ પરિવાર
SR No.023296
Book TitleSamadhino Pranvayu
Original Sutra AuthorN/A
AuthorVijayajitshekharsuri, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy