________________
બનતા મકાનમાં બન્યો છે. પ્રસંગ બન્યો ત્યારે મકાનની દિવાલો ચણાઇ ગઇ હતી, છતનું કામ બાકી હતું અને બધી ગૂંચ ઉકલી ગઇ. કડીનું અનુસંધાન થઇ ગયું.
અનેકાંતવાદી પાસે જ આવી બીજાના વિચારને અપનાવવાની મહાનતા છે, તેથી જ તુચ્છ પકડ, હઠાગ્રહ, કે મમતની ગ્રંથિ તેને સતાવતી નથી. અનેકાન્તવાદને વિશાળ સમુદ્રની અને એકાંતવાદને છીછરી નદીની ઉપમા વગર કારણે મળી નથી. સાત અંધ પુરુષ અને હાથીનું દૃષ્ટાંત પણ આજ કારણસર પ્રસિદ્ધ થયું છે. “યુ એટીટયુડ'-સામેની વ્યક્તિના દૃષ્ટિકોણથી વિચારવાની તૈયારી માત્ર સ્યાદ્વાદીને જ વરેલી છે. તેથી જ સ્યાદ્વાદી સકળજીવસૃષ્ટિ પ્રત્યે સહાનુભૂતિની સરવાણી વહાવી શકે છે. તે જ બધા સાથે મૈત્રીના ઉષ્માભર્યા સમ્બન્ધો રાખી શકે છે. બધા ગુણોના મૂળ સ્રોત સમાન “દિલની ઉદારતા' ગુણ સ્યાદાદીને જ સુલભ છે. “સાચું એ મારું'-એ તેમની ફિલસુફી છે.
પરવાદનું ખંડન શા માટે ? અહીં પ્રશ્ન થાય, કે “જો સ્યાદ્વાદી પાસે સમન્વયદૃષ્ટિ હોય, બધાને આવકારવાનું દિલ હોય, તો પછી તૈયાયિક આદિ પરદર્શનોના દૃષ્ટિકોણને સમજીને સ્વીકારવાને બદલે તેઓનું ખંડન જૈન ગ્રંથોમાં કેમ થાય છે ? બીજાની લીટીને ટૂંકી કરી પોતાની લીટી મોટી દેખાડવાની આ પદ્ધતિ શું ઉપરોક્ત દાવા સાથે સંગત છે ? બીજાને પછાડી પોતાની ઊંચાઇ દર્શાવવામાં સમન્વયદૃષ્ટિને બદલે અસૂયાદૃષ્ટિ જ વ્યક્ત થાય છે.” આ પ્રશ્નનો ઉત્તર સમજતા પહેલા એક દૃષ્ટાંત સમજી લો.
ભારે તાવમાં પટકાઈ પડેલો છોકરો કડવી ગોળી લેવા કેમે કરીને તૈયાર નથી. તેથી વાત્સલ્યમયી માતાએ યુક્તિ લડાવી. મીઠો મધ જેવો પંડો તૈયાર ર્યો અને તેની મધ્યમાં તાવ ઉતારનારી કડવી ગોળી ધરબાવી દીધી. પુત્રના મસ્તક પર પ્રેમાળ હાથ ફેરવી પૅડો ખાવા આપ્યો. પોતે બીજા કામમાં પરોવાઇ. થોડીવાર રહીને પૂછ્યું “બેટા પેંડો ખાધો ?' દીકરાએ ઠાવકા મોઢે કહ્યું-હા ! મા ! પેંડો ખાધો, અને તેમાં રહેલો ઠળિયો ફેંકી દીધો !!
નયાયિક વગેરે પરવાદીઓની આ દશા છે. મહામોહ અને મિથ્યાત્વનો ઉદય તાવ જેવો છે. સ્યાદ્વાદનો સ્વીકાર મોહતાવને ઉતારનારું રામબાણ
અનેકાંતવાદ