________________
છે. એકાંતવાદમાં તો બીજી કોઈ સંભાવનાને સ્થાન જ ક્યાં છે ? છતાં સ્યાદ્વાદ એ માત્ર સંભાવનાવાદ નથી. એથી વિશેષ છે. પ્રોબેબીલીટી સંભાવના માત્રનો નિર્દેશ છે, હોવાનો નિર્ણય નથી.. જ્યારે સ્યાદ્વાદ તો અન્ય ધર્મો પણ હોવાનો નિર્ણય કરે છે. જે ધર્મની વાત છે, એ ધર્મ તો એ સંદર્ભે છે જ.અન્ય સંદર્ભોથી અન્ય ધર્મો પણ છે...સીતાના સંદર્ભથી રામમાં પતિત્વ ધર્મ છે જ. ત્યારે જ દશરથના સંદર્ભથી પુત્રત્વ ધર્મની માત્ર સંભાવના નથી, હકીકતમાં છે જ. (આમ સ્યાદ્વાદ એ માત્ર સંભાવનાવાદ નથી પણ નિર્ણયવાદ પણ છે.)
બીજાનો મત પણ સાચો હોઇ શકે. આ સંભાવના, બીજો પણ પોતાની દૃષ્ટિથી સાચો છે, આ સ્યાદ્વાદ.
સામે રહેલા ઘડા માટે કોઇ પૂછે-આ શું છે ? તો સાવાદી એમ નથી કહેવાનો કે ઘડો પણ છે ને નથી પણ... એમ પણ નહીં કહેકે ઘડો કદાચ છે. ને એમ પણ નહીં કહે એક અપેક્ષાએ ઘડો છે.... 1 એ એમ જ કહેશે “ઘડો છે'. હવે પેલો વધુ ઊંડાણથી પૂછવા જાય કે - “શું આ માત્ર ઘડો જ છે ?' તો યાવાદી કહેશે... એવું એકાંતે ન કહેવાય.... કારણ કે એ જેમ ઘડો છે, તેમ માટી પણ છે, દ્રવ્ય પણ છે.
અહીં સમજવાની વાત છે. “શું આ માત્ર ઘડો જ છે ?' અહીં પ્રશ્ન એકાંતવાદ અંગે છે. તેથી જવાબ નિષેધરૂપ છે.
કોઇ પૂછે રામ કોણ હતા ? તો જવાબ કેવી રીતે એકાંતરૂપ અપાય ? અહીં જનરલ વાત કરવી પડે.. રામ પતિ પણ હતા, પુત્ર પણ હતા.
પેલો બીજો પ્રશ્ન પૂછે - દશરથના રામ શું થાય ? તો સ્યાદ્વાદી સ્પષ્ટ જ જવાબ આપે. “પુત્ર'. જો કે અહીં અધ્યાહારથી “સ્યા છે. એટલેકે અંતર્ગતરૂપે અનેકાંતવાદ ઇષ્ટ છે... તેથી જે જો પેલો ફરી પૂછે. રામ દશરથનો માત્ર પુત્ર જ હતો ?
તો અહીં સ્યાદ્વાદી કહે-એ ભવની અપેક્ષાએ પુત્ર હતો. અન્ય ભવની અપેક્ષાએ તો ભાઇ-પિતા પણ સંભવે છે.
હવે અહીં પ્રશ્નોને અનુરૂપ સૌથી ઉચિત જવાબ આપતો ને એ રીતે સમાધિનો પ્રાણવાયુ - ૫૯ -