________________
‘અનેકાંતવાદ’ એ સિદ્ધાંત છે. ‘સ્યાદ્’ એની ઓળખ છે, એનો દ્યોતક છે. તેથી જ ‘સ્યાદ્’ અવ્યય અનેકાંતનો દ્યોતક છે એમ કહેવાયું છે. એટલે કે કોઇ ધર્મસ્વરૂપની ચર્ચા વખતે ‘અનેકાંત’ શબ્દ નથી બોલાતો, ‘સ્યાદ્’ બોલાય છે, અને સ્યાદ્ના પ્રયોગથી આ અનેકાંતમય છે, એમ બોધ થાય છે. આમ અનેકાંત એ પ્રમાણ છે ને ‘સ્યાદ્’ વાક્યને પ્રમાણવાક્ય બનાવે છે.
સ્યાદ્વાદ ને સપ્તભંગીમાં એકતા ?
સ્યાદ્વાદ ને સપ્તભંગી એક ખરા ? અહીં સપ્તભંગી સ્યાદ્વાદમય છે, પણ સ્યાદ્વાદ માત્ર સપ્તભંગીમય નથી, નય-નિક્ષેપા-વિકલ્પોથી સભર સ્યાદ્વાદ સપ્તભંગી કરતાં ઘણું વિશાળ છે.
સપ્તભંગી વસ્તુગત તમામ ધર્મોને બે વિરોધી જુથમાં વહેંચી લે છે ને પછી જિજ્ઞાસુની જિજ્ઞાસા સાત પ્રકારની સંભવતી હોવાથી એ રીતે સાત પ્રકારે જવાબ આપે છે. પણ સપ્તભંગી બે વિરોધી ધર્મો અંગે જ સંભવે, જેમકે સામાન્ય-વિશેષ, અસ્તિ-નાસ્તિ... અલબત્ત આવી અનંતી સપ્તભંગીઓ સંભવે. પણ એ દરેક સપ્તભંગી બે વિરોધી ધર્મોને આગળ કરી જ સંભવે ને એ સાતે ભાંગામાં સ્યાદ્વાદસૂચક સ્યાપદ તો હોય જ.
સ્યાદ્વાદમાં તો એક ધર્મના ઉલ્લેખ વખતે વિરોધી-અવિરોધી બધા જ ધર્મોનો અર્થતઃ નિર્દેશ માન્ય છે. જેમકે સપ્તભંગીમાં ‘સ્યાદ્ ઘટોસ્તિ’ એમ બોલાય, ત્યારે બીજો વિકલ્પ એથી વિરોધી ‘સ્યાદ્ ઘટો નાસ્તિ' નો આવે. પણ સ્યાદ્વાદમય નિરૂપણમાં સ્યાદ્ ઘટોસ્તિ એમ બોલતી વખતે ઘટત્વની સાથે મૃત્ત્વ, દ્રવ્યત્વ વગેરે અવિરોધી ધર્મોનો પણ અર્થતઃ સમાવેશ ઇષ્ટ છે, ને વિરોધીધર્મોનો પણ સમાવેશ છે. તેથી સ્યાદ્વાદમાં સપ્તભંગીનો સમાવેશ હોવા છતાં સ્યાદ્વાદ એથી કાંઇક વિશેષ છે. કોઇ એક બાબતની જિજ્ઞાસા ૫૨ સપ્તભંગીના સાત વિકલ્પો ઊભા થાય છે. પણ સ્યાદ્વાદના કારણે એ દરેક વિકલ્પ અર્થતઃ સર્વધર્મ સૂચક બને છે.
સ્યાદ્વાદને વિભજ્યવાદ જુદા ?
એ જ રીતે સ્યાદ્વાદ ને વિભજ્યવાદ બંને એક ખરા ? સૂત્રકૃતાંગમાં ‘વિભજ્જવાય વાગરેજ્જ' એમ કહ્યું છે. એ વિભજ્યવાદનો સૂચક છે. તો
સમાધિનો પ્રાણવાયુ
૫૭