________________
હારમાં સમાવેશ થાય, તો સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ છ ભેદ પડે. (૭) નૈગમને પણ અલગ ક૨વામાં આવે, તો નયના સાત ભેદ પડે. (૮) સાંપ્રત નયને અલગ ગણવામાં આવે તો આઠ ભેદ. (૯) કેટલાક આચાર્યો ઉપરોક્ત સાતમાં દ્રવ્યાર્થિક અને પર્યાયઅર્થિક એમ બે નયને ઉમેરી નવ નય સ્થાપે છે. આ અયોગ્ય છે. દ્રવ્યાનુયોગ તર્કણામાં આનું ખંડન છે. (૧૦) નૈગમનયના નવ ભેદ કરી સંગ્રહ વગેરે છમાં ઉમેરવામાં આવે તો પંદર નય થાય. (૧૧) નિશ્ચય નયના અઠ્ઠાવીશ અને વ્યવહાર નયના આઠ ભેદ મળીને છત્રીશ ભેદ થઇ શકે. (૧૨) દરેક નયના સો સો ભેદ કરવામાં આવે તો નૈગમાદિ પાંચના પાંચસો અને સાતના સાતસો ભેદ થાય. (૧૩) ઉત્કૃષ્ટથી જેટલા વચન એટલા નય હોવાથી અનંત ભેદ પડે.
(C) i) નૈગમનય - (૧) સામાન્ય અને વિશેષનું ગ્રહણ કરે તે નૈગમનય, મલ્લિષેણસૂરિ, સિદ્ધÉિગણી વગેરે મુજબ. (૨) બે ધર્મ અથવા બે ધર્મ અથવા એક ધર્મ અને એક ધર્મીની પ્રધાનતા અને ગૌણતાથી વિવક્ષા કરનાર નૈગમનય છે. દેવસૂરિમ. તથા ઉ. યશોવિજય મ. નો મત. (૩) જેના દ્વારા લૌકિક અર્થનું જ્ઞાન થાય તે નૈગમ-પૂ. જિનભદ્રગણિ તથા પૂ. સિદ્ધસેનગણિ (૪) સર્વસંકલ્પને ગ્રહણ કરે તે નૈગમ છે. પ્રસ્થક દૃષ્ટાંત અહીં સમજવું. નેગમનયના મુખ્ય ત્રણ ભેદ. (૧) પર્યાય (૨) દ્રવ્ય (૩) દ્રવ્યપર્યાય નૈગમ. પર્યાય નૈગમના ત્રણ ભેદ. (૧) અર્થ (૨) વ્યંજન અને (૩) અર્થવ્યંજન. દ્રવ્ય નૈગમના બે ભેદ. (૧) શુદ્ઘ દ્રવ્યનેગમ અને (૨) અશુદ્વ દ્રવ્યનેગમ. દ્રવ્યપર્યાય નેગમના ચાર ભેદ (૧) શુદ્ધદ્રવ્યાર્થપર્યાય નૈગમ (૨) શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય નેગમ (૩) અશુદ્ધદ્રવ્યઅર્થપર્યાય નૈગમ તથા (૪) અશુદ્વદ્રવ્યથંજનપર્યાયનેગમ. વિશેષ માટે જુઓ દ્રવ્ય ગુણપર્યાયનો રાસ. એકાન્તવાદી નેગમ-નેગમઆભાસ કહેવાય. જેમાં નૈયાયિક વૈશેષિકો આવે.
ii) સંગ્રહનય - સઘળા વિશેષને ગૌણ કરી સામાન્યમાત્રનું ગ્રહણ ક૨ના૨ો સંગ્રહનય છે. સત્તારૂપ મહાસામાન્યને માનનારો પ૨સંગ્રહ. અને દ્રવ્યત્વ વગેરે અવાન્તર સામાન્યને સ્વીકારનારો અપરસંગ્રહ. સંગ્રહના આમ બે ભેદ છે. સર્વથા વિશેષનો નિષેધ કરનારો સંગ્રહાભાસ છે. અદ્વૈતવાદી અને સાંખ્યદર્શનનો આમાં સમાવેશ થાય.
૫૦
અનેકાંતવાદ