________________
-
કહ્યું - એક જ શબ્દમાં સ્પષ્ટ કહો... (૪) તેથી બંનેએ કહ્યું, એમ એક જ શબ્દમાં સ્પષ્ટ કેવી રીતે કહી શકાય ? એ રીતે કહી શકાય એમ નથી. પછી છગનભાઇએ કહ્યું - (૧) ઉપાશ્રયઆદિ અપેક્ષાએ ઉદારતા છે, છતાં બીજી અપેક્ષાએ જોતા ઉદારતા-અનુદારતા અંગે એક જ શબ્દમાં કહી શકાય નહીં. ગમનભાઇએ કહ્યું (૨) લગ્નની વાડી જેવી વાત માટે એમનામાં સ્પષ્ટ અનુદારતા જોવા મળી. છતાં બીજી અપેક્ષાએ જોતા ઉદારતા-અનુદારતા અંગે એક શબ્દમાં કંઇ કહી શકાય નહીં. પછી વાત સમાપન કરતા બંને એ કહ્યું (૧) કેટલીક અપેક્ષાએ ઉદારતા છે, બીજી કેટલીક અપેક્ષાએ ઉદારતા નથી. છતાં એક શબ્દમાં કશું નહીં કહી શકાય. બસ સપ્તભંગી આવી છે.
સપ્તભંગીનું સ્વરૂપ
પ્રશ્ન એ સાત ભાંગા ક્યા ક્યા છે ?
ઉત્તર - જ્યારે જીવાદિ વસ્તુના અસ્તિત્વ વગેરે ધર્મો અંગે પ્રશ્ન ઉઠે છે, ત્યારે તે પ્રશ્નના સમાધાન તરીકે પ્રત્યક્ષાદિ પ્રમણોથી બાધ ન પહોંચે, એ પ્રમાણે વિધિ અને નિષેધનો અલગ-અલગરૂપે અને સમુદિતરૂપે (ભેગારૂપ) વિચા૨ ક૨વામાં આવે છે, પછી ‘સ્યાત્' શબ્દથી યુક્ત સાત (ભેગારૂપે) પ્રકારના વચનોની રચના કરવામાં આવે છે. આને સપ્તભંગી કહે છે. તે સપ્તભંગી આ પ્રમાણે છે - (૧) વિધિ (હોવાપણા)ની કલ્પનાથી = પ્રધાનતાથી ‘બધી વસ્તુઓ કથંચિત્ છે જ' અર્થાત્ જ્યારે વસ્તુને ‘પોઝીટીવ એંગલ' (Positive angle) થી વિચારવામાં આવે, ત્યારે તે વસ્તુ કથંચિત્ વિદ્યમાન છે. અર્થાત્ અસ્તિત્વધર્મથી યુક્ત છે. (૨૨) નિષેધની કલ્પના = નેગેટીવ એંગલ (Negative angle) થી પ્રરૂપણા કરવામાં આવે, તો દરેક વસ્તુ કથંચિત્ નથી જ નાસ્તિત્વધર્મથી યુક્ત છે. (૩) વસ્તુમાં ક્રમશઃ વિધિ અને નિષેધની કલ્પના કરવામાં આવે, તો વસ્તુ કથંચિત્ છે જ, અને કથંચિત્ નથી જ. અર્થાત્ વસ્તુ ‘અસ્તિત્વ’ અને ‘નાસ્તિત્વ' આ બંને ધર્મોથી યુક્ત છે. (૪) વસ્તુમાં વિધિ અને નિષેધ ધર્મનો એક સાથે વિચા૨ ક૨વામાં આવે, તો તે વસ્તુ કથંચિત્ અવક્તવ્ય જ છે. (૫) વસ્તુમાં વિધિની અને એકસાથે વિધિ-નિષેધની કલ્પના કરવામાં આવે, તો વસ્તુ કથંચિત્ છે જ, અને કથંચિત્ અવક્તવ્ય જ છે. (૬) વસ્તુમાં નિષેધની અને એકી સાથે વિધિ-નિષેધની પ્રરૂપણા ક૨વામાં સમાધિનો પ્રાણવાયુ
,
૫૩
=