________________
( સપ્તભંગી )
કોઇ પણ વસ્તુના અનંત ધર્મોની અપેક્ષાએ તત્ત્વનિર્ણય અંગે જિજ્ઞાસા સાત પ્રકારની જ સંભવતી હોવાથી જિજ્ઞાસુના પ્રશ્નો સાત પ્રકારના હોય છે. તેથી એ પ્રશ્નો માટેના જવાબ પણ સાત પ્રકારના હોય છે. આ સાત પ્રકાર પણ વસ્તુમાં બે વિરોધી ધર્મોની અપેક્ષાએ જ ઊભા થાય છે. જે ધર્મો પરસ્પર વિરોધી નથી એ ધર્મોની અપેક્ષાએ સાત પ્રશ્નો સંભવતા નથી.
દા.ત. નિત્યતા ને ભિન્નતા પરસ્પર વિરોધી નથી. તેથી ઘડો દ્રવ્યાપેક્ષાએ નિત્ય ને માટીથી કથંચિત્ ભિન્ન આ બંને જવાબ એકબીજાના વિરોધી નથી. તેથી અહીં સાત પ્રકાર સંભવતા નથી.
પણ ઘડો નિત્ય કે અનિત્ય ? ભિન્ન કે અભિન્ન ? સામાન્ય કે વિશેષ ? એક કે અનેક ? ઇત્યાદિ પરસ્પર વિરોધી ધર્મોની અપેક્ષાએ સાત પ્રકારની જિજ્ઞાસા થાય છે, તેથી સાત પ્રકારની પ્રશ્નોત્તરી થાય છે.
આમાં દરેક જવાબ બાકીના છએ જવાબને સાપેક્ષ છે અને જો દરેક ધર્મને સમાન પ્રધાનતા આપે, તો સક્લાદેશ બને છે-પ્રમાણરૂપ બને છે. ને જો એમાં ગૌણ-પ્રાધાન્યની વિવક્ષા આવે, એક ધર્મને પ્રાધાન્ય ને બીજાને ગૌણતા. તો એ વિકલાદેશ કહેવાય ને નયવાક્યરૂપ બને છે. સપ્તભંગીની વિસ્તૃત વિચારણા માટે સ્યાદ્વાદમંજરી વગેરે ગ્રંથો જોઇ શકાય.
અહીં દાખલો લઇએ..
છગનભાઇ ઉપાશ્રય માટેની અરજી લઇ મગનભાઇ પાસે ગયેલા. મગનભાઇએ ઉદારતાથી રકમ ફાળવી.. પછી ગમનભાઇ લગ્નની વાડી માટેની ટીપ લખાવવા મગનભાઈ પાસે ગયા. મગનભાઇએ સ્પષ્ટ ના પાડી. હવે રમણભાઇ પાંજરાપોળ માટે મગનભાઈ પાસે જવા નીકળ્યા છે. રસ્તામાં છગનભાઇ-ગમનભાઈ બંને સાથે જ સામે મળ્યા. રમણભાઇએ બંને આગળ મગનભાઇમાં ઉદારતા છે કે નહીં ? એ બાબતમાં અભિપ્રાય માંગ્યો. છગનભાઇએ કહ્યું (૧) ઉદારતા છે. મગનભાઇએ કહ્યું (૨) ઉદારતા નથી. પછી બંને એ કહ્યું. (૩) કેટલીક બાબતમાં છે, કેટલીક બાબતમાં નથી. રમણભાઇએ - પર છે
- અનેકાંતવાદ