________________
આમ સર્વનયમય હોવાથી જ સર્વદર્શનની માન્યતાઓનો જૈનશાસનમાં સમાવેશ થાય છે. તેથી જ તે સમુદ્રસમાન છે ને અન્ય દર્શનો નદી સમાન છે. સમુદ્રમાં નદીઓ સમાવેશ પામે છે, પણ નદીઓમાં સમુદ્ર દેખાતો નથી.
આ જ ઉપમાને જ આગળ વધારતા કહી શકાય. સમુદ્રમાં નદીઓ સમાવેશ પામતી હોવા છતાં સમુદ્ર નદીઓના માત્ર સરવાળારૂપ નથી, પણ તેથી ઘણો ઘણો વિશિષ્ટ છે. એમ જેનશાસનમાં બધા નો સમાવેશ પામતા હોવા છતાં જૈનશાસન એમના સરવાળામાત્રરૂપ નથી. પણ મેદાનુવિદ્ધઅભેદ આદિ જાત્યંતરોનો સ્વીકાર કરતો એ બધાથી તદ્દન વિલક્ષણ-વિશિષ્ટ છે.
ઉપરાંતમાં સાગરથી વાદળો બંધાય છે. પછી પર્વતો પર વરસે છે.. ને પર્વતોમાંથી નદી નીકળે છે. એમ નદીઓની ઉત્પત્તિ પણ સાગરને આભારી છે, એમ જૈનદર્શનમાન્ય અનેકાંત જ તે-તે એકાંતવાદરૂપી નદીઓના ઉદ્ગમનું કારણ છે.
તાત્પર્ય (A) વસ્તુના એક અંશનું સાપેક્ષ નિરૂપણ કરે તે નય કહેવાય. આ નય વસ્તુના અનન્ત ધર્મોમાંથી એક ધર્મને પ્રધાન કરે છે. બાકીના પ્રત્યે મૌન રહે છે. પ્રમાણજ્ઞાન થયા પછી નયની પ્રવૃત્તિ થાય. પ્રમાણ વસ્તુના સર્વ અંશોને પ્રાધાન્ય આપે છે, જ્યારે નય માત્ર એક અંશને. તેથી “નય’ પ્રમાણથી ભિન્ન છે અને પ્રમાણનો એક અંશમાત્ર છે. એક અંશને પ્રધાન કરી અન્ય સર્વ અંશનો નિષેધ કરે, તે દુર્નય છે. તે અપ્રમાણભૂત છે. “સ્યાત્’ શબ્દથી યુક્ત નયવાક્ય પ્રમાણ બને છે. | (B) જેટલા પણ કથનના પ્રકારો છે, એટલા નાયો છે. એટલે નયો અનંત છે. તે નયોના અનેક રીતે ભેદ પડે છે. (૧) સામાન્યઆદેશથી નય એક છે. (૨) સામાન્ય અને વિશેષની અપેક્ષાએ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે ભેદ (૩) સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર એમ ત્રણ ભેદ. (નેગમનો સંગ્રહ-વ્યવહારમાં તથા શબ્દાદિનો ઋજુસૂત્રમાં સમાવેશ થાય છે.) (૪) શબ્દને અલગ ગણવામાં આવે તો સંગ્રહ, ધવહાર, ઋજુસૂત્ર અને શબ્દ. આમ આ ચાર ભેદ પડે. (૫) નેગમને અલગ કરવામાં આવે તો પાંચ ભેદ. (૬) સમભિરૂઢ અને એવંભૂતને અલગ કરવામાં આવે અને નૈગમનો સંગ્રહ-વ્યવ
સમાધિનો પ્રાણવાયુ
-
૪૯
BK