________________
ચાત્ = ઘડો નિત્ય હોઇ શકે.
જે વાક્ય સ્યાહ્નો નિષેધ કરી માત્ર જકારયુક્ત છે, એ એકાંતવાદરૂપ-દુર્નયરૂપ છે. ઘડો નિત્ય જ છે, એટલે કે ઘડામાં નિત્યત્વને છોડી બીજો કોઇ ધર્મ નથી.
જે વાક્યમાં બંને હોય, તે વાક્ય પ્રમાણભૂત અથવા સત્રયરૂપ બને છે, જેમ કે સ્યાદ્ ઘટો નિત્ય એવ..! અહીં ‘સ્યા’ સંભાવના અર્થે નથી, પણ અન્ય ધર્મોથી યુક્તતા સૂચવવારૂપે છે. એટલે કે અન્ય ધર્મોથી યુક્ત ઘડો નિત્ય છે જ.
આમ અનેકાંતવાદમય જૈનશાસન વસ્તુ સંબંધી એક સ્વરૂપનું જ્ઞાન કરાવનાર તમામ વાક્યોને નયરૂપ ગણે છે. એ બધા સત્યાંશોના સમાવેશરૂપ પ્રમાણભૂત અનેકાંત શાસન છે. આથી જ ઘડા માટેની માટીને પણ ઘડો કહેતા નગમનયથી માંડી માત્ર ઘડા તરીકેની-જલાશયમાંથી પાણી લાવવા વગેરે રૂપ અર્થક્રિયા કરતો હોય ત્યારે જ ઘડાને ઘડો કહેતા એવંભૂતનય સુધીના બધા નયોનો આ શાસનમાં-આ અનેકાંતવાદમાં સમાવેશ થાય છે.
એક નયથી એક વાત સ્વીકારતી વખતે બીજા નયનો-બીજા સ્વરૂપનો નિષેધ નહીં કરતો આ વાદ શંકરાચાર્ય વગેરે માને છે એમ સંશયવાદ નથી. કારણકે તે-તે સ્વરૂપનો સ્પષ્ટ સ્વીકાર-નિશ્ચય હોય જ છે. નહિતરતો સ્યાદ્વાદમય બોધ કરતા સમકિતીને મતિજ્ઞાનનો “અપાય' નામનો ભેદ રહે જ નહીં. તેમજ ઇહા વખતે અન્ય ધર્મોના નિષેધ સાથે સંભવિત ધર્મ તરફી ઝોકવાળો ઉહાપોહ પણ થાય નહીં. જોકે અન્ય ધર્મના નિષેધરૂપ અપોહાત્મક તર્ક વખતે પણ સમ્યકત્વ હોવાથી “સ્યા તો છે જ, કે જેનું તાત્પર્ય છે કે અત્યારના અસ્તિત્વ સંબંધથી એ ધર્મો ઉપલબ્ધ નથી, પણ નાસ્તિત્વ સંબંધથી તો એ ધર્મો રહેલા છે જ. તેથી જ અપાય પણ બે પ્રકારે સંભવે છે. (૧) આ ઝાડ જ છે. અથવા (૨) આ પુરુષ નથી જ.
ટૂંકમાં સ્યાદવાદમય બોધ સંશયાત્મક બોધ નથી. પણ પ્રસ્તુત પ્રસંગે જે ધર્મ અંગે વિચારણા હોય, તે ધર્મના તે વખતે અસ્તિત્વ (હોવાપણા) કે નાસ્તિત્વ ન હોવાપણા) રૂપે સ્પષ્ટ નિર્ણયાત્મક વિચારણા છે કે જે અન્ય સંદર્ભાદિથી અન્ય ધર્મોની હાજરીનો નિષેધ કરતી નથી.
-
૪૮
-
અનેકાંતવાદ