________________
યવાદ
દરેક વસ્તુ અનંત ધર્મોવાળી છે. એમાંથી એક અંશ-ધર્મનો બોધ કરતું જ્ઞાન નય કહેવાય. આમ અનુયોગદ્વારમાં કહ્યું છે. પ્રમાણનયતત્ત્વાલોકના સાતમા પરિચ્છેદમાં આની વિસ્તૃત વ્યાખ્યા આવી છે.
‘શ્રુતનામના પ્રમાણના વિષય બનેલા અર્થના બીજા અંશો પ્રત્યે ઉદાસીનતાપૂર્વક એક અંશનો નિર્ણય વક્તાના જે અભિપ્રાયવિશેષથી કરાય છે,
તે અભિપ્રાયવિશેષ નય છે.’
ટુંકમાં, કોઇ વક્તા વસ્તુના અનંત ધર્મોમાંથી પોતાને ઇષ્ટ એક અંશને આગળ કરી વસ્તુને એ રૂપે દર્શાવે, ત્યારે તે નયવાક્ય થાય છે કે જેમાં બે શરત છે (૧) એ વાક્ય વસ્તુના સર્વધર્મોનું નિર્દેશ કરતું ન હોય ને (૨) એ વાક્ય વસ્તુના બાકીના ધર્મોનો નિષેધ કરતું ન હોય.
જે સર્વધર્મબોધક વાક્ય હોય, તો તે પ્રમાણવાક્ય ગણાય ને જો એ બીજા રહેલા ધર્મોનો સાવ નિષેધક હોય, તો તે દુર્નય ગણાય.
પ્રભુવચન નયગર્ભિત હોય છે. વિશેષાવશ્યક ભાષ્ય (ગા. ૨૧૧) માં કહ્યું છે જિનમતમાં કોઇ સૂત્ર કે અર્થ નયરહિત હોતાં નથી. શ્રોતાને પામી નયવિશારદ વ્યક્તિ તે-તે નય બતાવે છે, જેમકે નમસ્કાર નિર્યુક્તિમાં ચૌદ પૂર્વધર પૂજ્ય ભદ્રબાહુસ્વામીએ જુદા જુદા નયોની અપેક્ષાએ નમસ્કાર કોનો ? એ બતાવ્યું છે.
પ્રભુના સમવસરણમાં (૧) ૧૮૦ પ્રકારના ક્રિયાવાદીઓ (૨) ૮૪ પ્રકારના અક્રિયાવાદીઓ (૩) ૬૭ પ્રકારના અજ્ઞાનવાદીઓ અને (૪) ૩૨ પ્રકારના વિનયવાદીઓ એમ ૩૬૩ પાખંડીઓ આવતા હતા. તેઓ પ્રભુની દેશનામાંથી પોત-પોતાને મનગમતો એક-એક નય પકડી લઇ પોતાની સ્વચ્છંદ પ્રરૂપણાઓ જકારપૂર્વક કરતા હતા. આમ તેઓ નયવાદી હોવા છતાં ગાઢ મિથ્યાત્વી હતા કારણ કે બાકીના નયોના તેઓ નિષેધક હતા.
નય વિચારણા
એગંતો મિચ્છાં અનેગંતો સમ્મત્ત' આ જૈનશાસનનો મુખ્ય સિદ્ધાંત છે. વસ્તુના પરસ્પર વિરોધી દેખાતા પણ અનેકાનેક સ્વરૂપનો નિર્ણયાત્મક
- અનેકાંતવાદ
૪૬