________________
૮) વસ્તુના ધર્મો – નૈયાયિક વગેરે બીજાઓ વસ્તુને અમુક ધર્માત્મક માને છે, જ્યારે જૈનમતે વસ્તુમાત્ર અનંતધર્માત્મક છે. કેટલાક ધર્મો સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અપેક્ષીને વસ્તુના સ્વધર્મો છે. બીજા કેટલાક ધર્મો ૫૨દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અપેક્ષીને વસ્તુના પરધર્મો છે. સ્વધર્મો અસ્તિત્વ સંબંધથી વસ્તુના છે, ને પરધર્મો નાસ્તિત્વ સંબંધથી વસ્તુના છે. આમ દરેક વસ્તુ સર્વધર્માત્મક છે. તેથી જ જે એક વસ્તુને તમામ ધર્મોથી જાણે છે, તે તમામ વસ્તુને તમામ ધર્મોથી જાણે છે. એ જ રીતે જે તમામ વસ્તુઓને તમામ ધર્મથી જાણે છે, તે જ એક વસ્તુને એના તમામ ધર્મથી જાણે છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે, ‘જે એવં જાણઇ, સે સવ્વ જાણઇ. જે સળં જાણઇ સે એવં જાણઇ.’ તેથી જ આપણા જેવા (છદ્મસ્થ) બીજા કોઇ માટે કહે કે ‘એને તો હું પૂરેપરો ઓળખું છું, બરાબર ઓળખું છું' તો એ વચન ખોટું ગણાય.
આમ જૈનમત આદીપ આવ્યોમ = (દીવા જેવા અનિત્ય તરીકે પ્રસિદ્ધ દષ્ટાંતથી માંડી આકાશ જેવા નિત્ય તરીકે પ્રસિદ્ધ) તમામને ઉત્પાદ-વ્યયધ્રૌવ્યયુક્ત = નિત્યાનિત્ય ભિજ્ઞાભિન્ન સામાન્ય-વિશેષઉભયરૂપ વગેરે રૂપે સમાન સ્વભાવવાળા ગણે છે. દીવાના તેજસ્વી પુદ્ગલકણો જ તમસ (અંધકારપણાના, કાળાપણાનાં) પર્યાયને પામે છે, એ રીતે પુદ્ગલરૂપે નિત્ય જ છે. ને આકાશ પણ ઘટસંયોગ વગેરેને અપેક્ષીને અનિત્ય છે. અર્થાત્ ઘડાનો આકાશ સાથે સંયોગ થતા કથંચિદ્ ઘટાકાશ ઉત્પન્ન થાય છે અને વિયોગ થતા નાશ પામે છે. જૈનમતે નૈયાયિકની જેમ પરમાણુ પણ સર્વદા એકરૂપ જ રહેવારૂપે નિત્ય નથી. નૈયાયિક મતે પૃથ્વી પરમાણુ કાયમ પૃથ્વી પરમાણુ જ રહે છે. જૈનમતે પુદ્ગલ ૫૨માણુ જુદા-જુદા સ્કંધો સાથે જોડાઇને જુદા-જુદા સ્વરૂપ પામે છે. અરે ૫૨માણુમાં રહેલા તે-તે વર્ણાદિ પણ કાયમ તે-તે વર્ણાદિ રૂપ રહે તેવો નિયમ નથી. એક જ રૂપે અસંખ્ય કાળચક્ર રહ્યા પછી પણ ફેરફાર શક્ય બને છે. જૈનમતે જગત પણ નિત્યાનિત્ય છે, ને અનાદિસિદ્ધ છે. તેથી કોઈ જગતકર્તા ઇશ્વર નથી. તીર્થંક૨ પ્રભુઓ જગતને બનાવનારા નહીં, બતાવનારા ઇશ્વર છે. જગતકર્તા ઇશ્વરને માનવામાં એને રાગી-દ્વેષી, ક્રુર માનવો વગેરે ઘણી આપત્તિઓ છે.
જૈનમતે અભવ્યાદિને અપેક્ષીને કર્મપ્રવાહ સાથેનો સંબંધ અનાદિ અનંત છે. તો ભવ્યોને અપેક્ષીને અનાદિ પણ તે અંતવાળો છે.
સમાધિનો પ્રાણવાયુ
૪૫