Book Title: Samadhino Pranvayu
Author(s): Vijayajitshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 60
________________ ૬) આત્મા કેવો ? તૈયાયિક વગેરેના મતે આત્મા આકાશ જેવો વ્યાપક છે. અન્ય મતે આત્મા પરમાણુ જેવો સૂક્ષ્મ છે. જૈનમતે નિગોદ વગેરેમાં આત્મા અલબત્ત સાવ પરમાણુ જેવો નહીં હોવા છતાં એટલો બધો સૂક્ષ્મ છે, કે એવા અનંતા આત્માઓ અસંખ્ય શરીરરૂપે ભેગા થાય, તો પણ જોઇ શકાતા નથી. આમ લગભગ પરમાણુ જેવો છે. તો કેવળી સમુદ્યાત વખતે એક સમય માટે સમગ્ર લોકાકાશ વ્યાપી છે, ને સામાન્યથી શરીર પ્રમાણ છે. શરીર નાનું-મોટું થાય એમ આત્માની સાઇઝ પણ નાની-મોટી થાય છે. એટલે એક ચોક્કસ સાઇઝનો નથી. વળી, આત્મા આકાશ જેટલો વ્યાપક કે સૂક્ષ્મતમ પરમાણુ જેવડો અનુભવાતો નથી, પણ શરીરવ્યાપી તરીકે જ અનુભવાય છે, કારણકે સુખદુઃખાદિ સંવેદન એ રીતે અનુભવાય છે. વળી જેનમતે સંસારી આત્મા કાર્મણશરીર સાથે દૂધ-પાણીની જેમ એકમેક થયો હોવાથી કથંચિત્ રૂપી છે, તો મૂળભૂત સ્વરૂપથી અરૂપી છે. આમરૂપી-અરૂપી છે. વળી, નૈયાયિકો આત્માના જ્ઞાનાદિ ગુણોને આત્માથી એકાંતે ભિન્ન માને છે કે જે સમવાય સંબંધથી આત્મામાં રહે છે. જ્ઞાનવાદી બૌદ્ધમતે આત્મા જ્ઞાન સિવાય અન્ય કોઈ રૂપે નથી, આમ જ્ઞાન ને આત્મા વચ્ચે એકાંતે અભેદ છે. જૈનમતે આત્મા જ્ઞાન આદિ સાથે ભેદાભેદ ધરાવે છે. નામ, સ્વરૂપ વગેરે અપેક્ષાએ ભેદ છે, ને અપૃથભાવ વગેરે અપેક્ષીને અભેદ છે. તેથી જ તે-તે જ્ઞાનની ઉત્પત્તિ સાથે તે-તે જ્ઞાનવાળા તરીકે આત્મા પણ કથંચિત્ ઉત્પન્ન થાય છે, એ જ રીતે કથંચિત્ વિનાશ પામે છે ને છતાં સ્વસ્વરૂપે નિત્ય રહે છે. આમ પ્રત્યેક પળે જુદા જુદા પરિણામના ઉત્પાદ (ઉત્પત્તિ)-વિનાશ સતત ચાલતા હોવાથી તે-તે પરિણામરૂપે આત્માનો પણ સતત ઉત્પાદ-વિનાશ ચાલુ છે. છતાં તે અન્વય પામતા (તમામ અવસ્થામાં સાથે જ રહેતા) દ્રવ્યરૂપે, આત્મસ્વરૂપે નિત્ય છે. આમ બોદ્ધમાન્ય ક્ષણિકવાદ પણ કથંચિ ઘટે છે, તો નૈયાયિકાદિમાન્ય નિત્યવાદ પણ કથંચિદુ ઘટે છે, કારણકે જૈનમતે માત્ર આત્મા નહીં, ધર્માસ્તિકાયાદિ દરેક દ્રવ્ય પરિણામી નિત્ય છે, નહીં કે પૂર્વે કહ્યું તેવું અન્ય માન્ય કૂટનિત્ય. આત્મા-જૈનમતે તે-તે કર્મની નિર્જરા થતી હોવાથી - તે-તે કર્મથી મુક્ત થાય છે, તો તે-તે નવા કર્મ પણ દરેક સમયે બંધાતા હોવાથી પ્રત્યેક સમાધિનો પ્રાણવાયુ - ૪૩ -

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84