________________
વા-વાચક જેનદર્શન સિવાયના બાકીના લગભગ બધા દર્શનો શબ્દને આકાશના ગુણરૂપ માને છે. જૈનદર્શન શબ્દને પગલપરિણામરૂપ ગણે છે. જેમ માટી ઘડારૂપે પરિણામ પામે છે, એમ ભાષાવર્ગણાના પુદ્ગલો જ શબ્દાદિ રૂપે પરિણામ પામે છે. શબ્દો દ્રવ્યાત્મક હોવાથી જ કંપન વગેરે સિદ્ધ થાય છે, કે જેના આધારે રેડિઓ વગેરેની શોધ સફળ થઇ.
જેનમતે શબ્દ પીગલિક હોવાથી જ પુદ્ગલાદરૂપે નિત્ય છે અને તે-તે “ક” “ખ” આદિરૂપે અનિત્ય છે. આમ નિત્યાનિત્ય છે. જેનેતરોમાં આ માટે બે મત છે (૧) એકાંત નિત્ય (૨) એકાંત અનિત્ય.
વળી જૈનમતે શબ્દનો અર્થ સાથે ભેદભેદ છે. “અગ્નિ” બોલવાથી કોઇ દાઝી જતું નથી. તેથી અગ્નિ અર્થથી “અગ્નિ' શબ્દ ભિન્ન સિદ્ધ થાય છે. તો “અગ્નિ' પદાર્થને જોવાથી જેમ અગ્નિ તરીકેનો બોધ થાય છે, એમ “અગ્નિ” શબ્દથી પણ તેનો જ બોધ થાય છે, આ રીતે બે વચ્ચે અભેદ છે.
જગતના તમામ શબ્દથી ઓળખી શકાતા-કહી શકાતા પદાર્થો વાચ્યરૂપે કે પ્રમેયરૂપે એક છે, અને તે તે પદાર્થોના તે-તે અલગ વાચક શબ્દ હોવા વગેરેથી ભિન્ન છે. એ જ રીતે બધા વાચક શબ્દો વાચકતારૂપે એક છે, ને અક્ષરરચના વગેરે રૂપે ભિન્ન છે.
વળી જેનમતે દરેક શબ્દ બધા જ વાચ્યોનો બોધક બનવા સક્ષમ છે. જેનો નૈયાયિકાદિમાન્ય ઇશ્વરેચ્છારૂપ શક્તિ માનતા નથી. દરેક શબ્દ રુઢિ, યોગ, સંકેતાદિના આધારે સર્વાર્થવાચક બની શકે છે. કોઈ પણ શબ્દનો તત્કાળ સ્કુરાયમાણ થતો અર્થ મુખ્યતયા રૂઢિ પર આધાર રાખે છે. પણ કેટલાક શબ્દો વ્યુત્પત્તિ-યોગના આધારે અર્થવાચક બને છે. પાચક” શબ્દ જે રાંધે તે પાચક' (પચતીતિ પાચકઃ) આ રીતે રસોઇઆને સૂચવે છે. ક્યારેક વ્યુત્પત્તિથી મળતા ઘણા અર્થોમાં જે અર્થમાં શબ્દ રૂઢ થયો હોય, તે અર્થની ફુરણા થાય છે. જેમકે “પંકાતું જાયતે ઇતિ પંકજ' આ વ્યુત્પત્તિમાં પંક = કાદવમાંથી તો કીડા પણ થાય છે... પણ 'પંકજ' શબ્દ કમળ માટે રૂઢ છે. તેથી તે અર્થની ફુરણા થાય છે. એકનો એક શબ્દ ક્યારેક વ્યુત્પત્તિ અર્થનો બોધક બને ને ક્યારેક રૂઢ અર્થનો, તે યૌગિક રૂઢ કહેવાય છે. જેમકે ઉભિ
જ્જનો વ્યુત્પત્તિ અર્થ પૃથ્વીને ભેદીને ઉદ્ભવતા અંકુરા, તિતિઘોડા વગેરે માટે થાય છે. જ્યારે યાશિકો માટે એનો રૂઢ અર્થ યજ્ઞવિશેષ છે. સમાધિનો પ્રાણવાયુ - ૪૧ -