Book Title: Samadhino Pranvayu
Author(s): Vijayajitshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 59
________________ શબ્દોનું સ્વાભાવિક સામર્થ્ય છે. એ સામર્થ્ય પણ દેશ-કાળ આદિને અપેક્ષીને બદલાતું રહે છે. “ઘટ’ શબ્દ જેમ ઘડા માટે વપરાય છે, એમ યોગીઓ શરીર માટે પણ એ વાપરે છે. | શબ્દોમાં વાચ્યોને ઓળખાવવાની શક્તિ સંકેત પર પણ આધાર રાખે છે. સંકેત પુરુષેચ્છાધીન હોવાથી ગમે તે હોઈ શકે છે. તેથી જ વાદિદેવસૂરિ મહારાજે “સ્વાભાવિકસામર્થ્ય સમયાભ્યામર્થબોધનિબન્ધને શબ્દ:” એવું સૂત્ર પ્રમાણનય તત્ત્વાલોકમાં આપ્યું છે. શબ્દ પોતાના સ્વાભાવિક સામર્થ્ય અને સમય = સંકેત દ્વારા અર્થબોધ કરાવે છે. એક શબ્દ અનેક અર્થનો બોધ કરાવી શકે, જેમ કે છગને કહ્યું-મારી પત્ની તો દેવી છે. મગને કહ્યું-દેવી તો મારે પણ છે, પણ લેનાર કોઇ નથી !! અહીં “દેવી' શબ્દના બે અલગ અર્થ થઇ ગયા. મહેમાનોની હાજરીમાં ચ મમ્મીને વારંવાર કહે છે-મારે પી.પી. કરવી છે. તેથી મમ્મીએ સારુ નહીં લાગવાથી કહ્યું-બેટા ! આવું નહીં બોલવું. તારે પી.પી. લાગે ત્યારે મને કહેવું “મારે ગીત ગાવું છે.” હું સમજી જઇશ. રાતે પપ્પાની બાજુમાં સુતેલા ચીંટુએ પપ્પાને કહ્યું-મારે ગીત ગાવું છે. બે-ત્રણ વાર તો પપ્પાએ દાદ દીધી નહીં. છેવટે ચીંટુએ કહ્યું-પપ્પા ! હવે રહેવાતું નથી. મારે ગીત ગાવું છે... પપ્પાએ કહ્યું-મારા કાનમાં ગાઇ લે !! વાત આ છે, “પી-પી કરવી છે” એનો અર્થ “ગીત ગાવું છે' એવા વાક્યથી મળી શકે ? મળી શકે, જો સંકેત એવો ર્યો હોય. તેથી જ જૈનમતે દરેક શબ્દ સર્વ અર્થક બની શકે છે. શબ્દ-ક્રિયાપદ વગેરેનું સાધક વ્યાકરણ પણ સ્યાદ્વાદમય છે. તેથી જ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે રચેલા શબ્દાનુશાસનમાં શરૂઆતમાં જ કહી દીધું “સિદ્ધિઃ સ્યાદ્વાદાત્...” આ સૂત્રોથી જે નિયમો થશે, તેની સિદ્ધિ સ્યાદ્વાદથી કરવી, એકાંતથી નહીં. જેમકે એક સૂત્રથી નિયમ બને છે કે એ એ ઓ ઔ પછી કોઇ પણ સ્વર આવે, તો એ ઐ ઓ ઔ ના સ્થાને ક્રમશઃ અયું આયું એવું ને આવું થાય. પછીનો સ્વર એમ જ રહે... પણ બીજા એક સૂત્રથી એમ નિયમ બને છે કે પદાંતે એ કે ઓ પછી “અ” આવે, તો “એ” “ઓ' ને કંઇ થાય નહીં, પેલા “અ' નો લોપ થઇ જાય. દા.ત. નમો+અતુ=નમોસ્તુ વર્ધમાનાય. આમ નિયમના ઉપયોગમાં પણ સ્થાવાદ છે. અનેકાંતવાદ

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84