________________
ઉત્પન્ન થાય છે-નહોતું, તે ઉત્પન્ન થયું. આમ તેઓ અસત્-કાર્યવાદી છે.
અહીં જૈનમત અનેકાંતવાદ સ્થાપે છે. સદસકાર્યવાદ. પિંડરૂપે રહેલી માટી જ ઘડારૂપે થઇ. ઉપાદાન કારણ જ કાર્યરૂપ બને છે. એ કારણ પોતાની પૂર્વાવસ્થા(માટીપણા)ને છોડી ઉત્તરાવસ્થા(ઘડાપણા)ને સ્વીકારે એ જ કાર્ય છે. ઉત્તરાવસ્થા પૂર્વક્ષણે નહોતી ને હવે આવી, એથી અસની ઉત્પત્તિ. પણ તે પોતાના ઉપાદાનરૂપે તો હતી જ, તેથી સતુની ઉત્પત્તિ. આમ સદસત્કાર્યવાદ છે.
‘ગધેડાના શિંગડા’ની જેમ જે અસત્ હોય, તેનો ઉત્પાદ થઇ શકે નહીં... તેથી કાર્ય જો પહેલા અસત્ હતું, તો તે ખરશૃંગ (= ગધેડાના શિંગડા) તુલ્ય હતું... તો એની ઉત્પત્તિ કેવી રીતે થાય ? જો તેની ઉત્પત્તિ થાય, તો ખરશૃંગની ઉત્પત્તિ કેમ નહીં ?
વળી, ઘટપ્રાગભાવ વગેરે જે કહેવાય છે, તે અભાવ માત્ર અભાવરૂપ છે, કે એ કાંઇક ભાવરૂપ પણ છે ? એમના મતે એકાંત હોવાથી એ માત્ર અભાવરૂપ છે. સર્વથા અભાવરૂપ છે. જો એ સર્વથા અભાવરૂપ હોય, તો એના ઘટપ્રાગભાવ-પટપ્રાગભાવ ઇત્યાદિ સ્થળે ‘ઘટ' પટ વગેરે ભાવો કેવી રીતે વિશેષણ થઇ શકે ? ને જો એ વિશેષણ થઇ શકે, તો એ રૂપે ભાવાત્મકતા આવી ને ? વગેરે ઘણા પ્રશ્નો અસત્કાર્યવાદીને ઊભા થાય છે.
સાંખ્યાદિ સત્કાર્યવાદીને પણ આ રીતે જ પ્રશ્નો થાય છે, જે એકાંતે સત્ છે, એની ઉત્પત્તિ કેવી રીતે સંભવે ? પ્રગટ થવું એ ઉત્પત્તિ છે... તો એને કોણ ઢાંકે છે ? એ ઢાંકનાર આવરણ નિત્ય છે કે અનિત્ય ? નિત્ય માનો તો એ કદી હટશે નહીં... ને અનિત્ય માનો, તો એ ક્યારે આવ્યું ? કેવી રીતે ઉત્પન્ન થયું ! વગેરે ઢગલાબંધ પ્રશ્નો છે. માત્ર પરિણામવાદ = સદસત્કાર્યવાદ સ્વીકારવાથી જ કાર્યકારણભાવ ઘટે છે. સોનુ વીંટી આકારરૂપે નાશ પામે એનો અર્થ છે, એનો વીંટી પર્યાય નષ્ટ થયો. એ પર્યાય સાથે કથંચિદ્ અભેદ હોવાથી એ પર્યાયરૂપે પોતે પણ કથંચિદ્ નાશ પામે છે. એ જ વખતે એ કુંડળ આકારરૂપે ઉત્પન્ન થાય છે, કેમકે એ પર્યાય સાથે પણ કથંચિદ્ અભેદ છે. આ જુદી જુદી અવસ્થાઓ જ કાર્યરૂપ, પર્યાયરૂપ પરિણામરૂપ છે. આ રીતે વિચારવાથી બધું ઘટી શકે છે.
૪૦
અનેકાંતવાદ