________________
આગળ કરો, તો વસ્તુ ધર્મોથી અભિન્ન છે. એટલું ધ્યાન રાખવું કે અહીં માત્ર આગળ-પાછળ કરવાની વાત છે. પણ એક અંશથી વિચારતા બીજા અંશના સર્વથા છેદની વાત નથી.
અવયવ-અવયવી
નૈયાયિકો વગેરે માત્ર કાર્યદ્રવ્યને જ અવયવી માને છે ને અવયવોમાં ઉત્પન્ન થતું એ કાર્યદ્રવ્ય-અવયવી દ્રવ્ય સમવાય સંબંધથી પોતાના અવયવોમાં રહે છે. અવયવો ને અવયવી એકાંતે ભિન્ન છે. અવયવી દ્રવ્ય પહેલા નહોતું ને ઉત્પન્ન થાય છે, એટલે કે અસની ઉત્પત્તિ થાય છે. જે અવયવોમાં અવયવીનો પ્રાગભાવ મળે, એ અવયવોમાં અવયવી ઉત્પન્ન થાય, બીજાઓમાં નહીં. બૌદ્ધો અવયવ-અવયવી કશું માનતા જ નથી. તેઓ નિરંશ ક્ષણિક ક્ષણાત્મક બધું માને છે.
જૈનોના મતે જે પણ સ્કંધ અનેક પ્રદેશાત્મક હોય, તે બધા અવયવી છે, ભલે એ નિત્ય હોય. તેથી અસંખ્ય પ્રદેશાત્મક આત્મા પણ અવયવી છે. જૈન મતે અવયવો અવયવીમાં રહે છે, નહિં કે અવયવી અવયવોમાં. વળી, અવયવો ને અવયવી વચ્ચે રાખનારો કોઇ અન્ય સમવાય સંબંધ નથી, પણ ‘પરસ્પર અપૃથભાવે રહેવું' એ સ્વરૂપ જ બંને વચ્ચેનો સંબંધ છે. તેથી જ બંને વચ્ચે કથંચિદ્ અભેદ પણ છે.
ઘટ-પટ આદિ કાર્યદ્રવ્યોમાં પણ અવયવો-અવયવી વચ્ચે અપૃથગ્માવરૂપે કથંચિત્ અભેદ છે જ. તેથી જ અવયવીના નાશમાં તે રૂપે કથંચિદ્ અવયવોનો નાશ પણ ઇષ્ટ છે જ. કપડો નાશ પામતા તંતુઓ પણ પટરૂપે નાશ પામે જ છે. માટી ઘટરૂપે નાશ પામ્યા વિના ઠીકરારૂપે કેવી રીતે ઉત્પન્ન થઇ શકે ? સોનું કુંડળરૂપે નાશ પામે તો જ વીંટીરૂપે ઉત્પન્ન થઇ શકે. સત્કાર્યવાદ અને અસત્કાર્યવાદ
સાંખ્ય વગેરેના મતે કોઇ વસ્તુ ઉત્પન્ન થઇ નથી, થતી નથી. છુપાયેલી-આવરાયેલી હતી, તે પ્રગટ થાય છે. આથી તેઓ સત્કાર્યવાદી કહેવાયા. જે સત્ = છે જ, તે જ પ્રગટ થવારૂપે કાર્યરૂપ બને છે. આમ તેમના મતે માત્ર ડીસ્કવરી છે, ઇન્વેન્શન નથી.
નૈયાયિકોના મતે જેનો પહેલા અભાવ હતો
સમાધિનો પ્રાણવાયુ
૩૯
= પ્રાગભાવ, તે જ