Book Title: Samadhino Pranvayu
Author(s): Vijayajitshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 52
________________ સામાન્ય-વિશેષઆદિ બીજા અનેકાંતો અદ્વૈતવાદીઓ સામાન્યગ્રાહી છે, બીજા અન્યો વિશેષગ્રાહી છે. નૈયાયિકો સામાન્ય અને વિશેષ ઉભયને સ્વીકારે છે, પણ પરસ્પરથી સાવ જુદારૂપે અને પોતાના આશ્રય(આધાર)થી એકાંતે ભિન્નરૂપે સ્વીકારે છે. જૈનમતે દરેક વસ્તુ સામાન્ય-વિશેષ ઉભય સંવલિત છે. આ બંનેનો પરસ્પરને આશ્રયભૂત ધર્મીથી મેદાનુવિદ્ધ અભેદ છે. એટલે કે અમુક અપેક્ષાએ ભિન્ન છે, બીજા અમુક અપેક્ષાએ અભિન્ન છે, ને બંને પરસ્પર સંકળાયેલા છે. એ જુદી-જુદી વસ્તુઓમાં સમાનતાનો બોધ કરાવે એ સામાન્ય છે. દા.ત. જુદા જુદા ઘડાઓમાં “ઘટ' તરીકે સમાન બોધ કરાવે છે “ઘટત્વ' સામાન્ય. એ જ રીતે ઘટવાદિના કારણે જેઓમાં સમાનતા ભાસે છે, તેઓમાં જ વ્યક્તિગત વગેરરૂપે જે અલગતા ભાસે છે, એ વિશેષ છે, એક વસ્તુથી બીજી વસ્તુમાં ભેદ = અલગતા-વિશેષ જે આવે છે, એ માટે “અયમેવ હિ ભેદો ભેદહતુર્વા યદ્ વિરુદ્ધધર્માધ્યાસઃ કારણભેદશ” (મંડનમિશ્રત “ભામતી' ગ્રંથ) આ સૂત્ર છે. એક વસ્તુ કરતા બીજી વસ્તુના કારણ અલગ હોવાથી એ વસ્તુ બીજી વસ્તથી ભિન્ન છે, અલગ છે. એ જ રીતે આકાશ અને આત્મા જેવા પદાર્થો ભિન્ન છે, કેમ કે એ બંનેમાં જુદા-જુદા ધર્મો રહ્યા છે. | એક ઘડાથી બીજો ઘડો એ બંનેના અવયવોરૂપ કારણ જુદા હોવાથી જુદા પડે છે. પણ અંતિમ પરમાણુઓ એક બીજાથી જે અલગ પડે છે, એમાં બંનેમાં રહેલા અલગ-અલગ વિશેષ કારણ છે. આવી બધી માન્યતાઓથી તેઓ વસ્તુને કાં તો માત્ર સામાન્યરૂપ ને કાં તો માત્ર વિશેષરૂપ માને છે, અથવા વસ્તુને ઉભયરૂપ માનવા છતાં એ બંનેને પરસ્પરથી અને વસ્તુથી એકાંત ભિન્ન માને છે. જૈનમતે-સમાનતાની બુદ્ધિ કરાવે એ સામાન્ય ને અલગતાની બુદ્ધિમાં કારણભૂત વિશેષ. બંને પરસ્પર પણ ભિન્ન-અભિન્ન છે, જે વસ્તુ સ્વયં જ ઉભયરૂપ છે, તેથી એ રૂપે પણ ભેદભેદ છે. તેથી જ જૈનમતે દરેક વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયાત્મક જ છે. જે માત્ર સામાન્યરૂપ જ ગણાય છે, એ મહાસામાન્યરૂપ “સત્તા” પણ “યત્વ” “પ્રમેયત્વ' થી કથંચિ ભિન્ન હોવાથી વિશેષરૂપ પણ છે. ને જે માત્ર વિશેષરૂપ જ ગણાય છે, તે વિશેષ પણ અનંત સમાધિનો પ્રાણવાયુ - ૩૫ -

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84