Book Title: Samadhino Pranvayu
Author(s): Vijayajitshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 53
________________ ૨૧ થી છે. હોવાથી ને એ બધામાં “વિશેષ “વિશેષ” એવી સમાન બુદ્ધિ થતી હોવાથી સામાન્યરૂપ પણ છે. તાવગ્રસ્ત છગન ડૉક્ટર પાસે ગયો... ડૉક્ટરે ચેકપ કરી કહ્યું - તમારે લગભગ સાત દિવસ દવા લેવી પડશે. છગને પૂછ્યું - દવા લેવાથી શું થશે ? ડૉક્ટરે કહ્યું – સાત દિવસ દવા લેશો એટલે તાવ ઉતરી જશે. તદ્દન સારુ થઇ જશે. આમ કહી ડોક્ટર ઇંજેકશન વગેરેની તૈયારી કરવા ઉઠ્યા.. અહીં છગને વિચાર્યું... તાવ ઉતારવાનો ઉપાય તો મળી ગયો.. હવે અહીંથી છટકી જઇશ, તો ફી ચુકવવી નહીં પડે. એ ત્યાંથી છટકી દવાવાળાની દુકાને જઇ કહેવા માંડ્યો-મને દવા આપો. પેલો-પણ ડૉક્ટરનો કાગળ તો લાવો ! તમને કઈ દવા આપવાની છે ! છગન - અરે ડોક્ટરે જ મને કહ્યું છે.. દવા લેવી પડશે. દવા એટલે દવા.. એનાં કઇ-બઇની વાત ક્યાંથી આવી ? દવા લેવાથી સારું થઇ જશે ! આ એક ભૂલ દૃષ્ટાંત છે... “દવા'... એ સામાન્ય છે. તાવની અમુક નામની દવા એ વિશેષ છે. “દવા' શબ્દ તો દવાની દુકાનમાં રહેલી તમામ દવા માટે સમાન છે. પણ તેટલાથી કંઇ કામ થાય નહીં. ત્યાં અમુક દવાવિશેષ એમ વિશેષની જરૂરત છે. તો સાથે એ જે વિશેષ છે, એમાં “દવા' રૂપ સામાન્ય પણ જરૂરી છે. “વાડીલાલનો આઇસ્ક્રીમ’ એ વિશેષ છે... પણ શરદીના તાવ માટે એ કંઇ દવારૂપ નથી. આમ દરેક સ્થળે સામાન્ય-વિશેષ ઉભય સંકળાયેલા છે. દરેક વિશેષ કોઇ ને કોઇ સમુદાય(સામાન્ય)નો સભ્ય છે, ને દરેક સમુદાય ઘણા વિશેષોના કારણે સમુદાયરૂપ બન્યો છે. આ એવું તો નથી-છગન ઇંટરનેશનલ ગ્રુપ” નામ હોય.. જેના પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી, ને સભ્ય એકમાત્ર છગન જ હોય... ઘણા વિશેષો વિના સામાન્ય નથી, ને સામાન્ય વિનાના વિશેષો નથી. બંને પરસ્પર ગાઢ સંકળાયેલા છે, એકમેક થયા છે, એટલે કે સામાન્ય પણ કથંચિત્ વિશેષ છે ને વિશેષ પણ કથંચિત્ સામાન્ય છે. - ૩૬ - અનેકાંતવાદ

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84