________________
નથી. એમાં પણ પોતે જે એક પક્ષ પકડી લીધો, પછી એ પક્ષથી વિપરીત દૃષ્ટાંતો-તર્કો-હેતુઓ મળતા હોય, તો પણ તે તરફ માત્ર ઉપેક્ષા કે આંખ મિચામણા નથી થતાં, બલ્ક એ દૃષ્ટાંત વગેરેને પોતાના પક્ષમાં મારી-મચડીને બેસાડવામાં પોતાની તમામ બુદ્ધિની કઢી કરી નાખે છે, ને છતાં જો ન જ બેસે, તો એ દૃષ્ટાંતોને ભ્રાન્ત જાહેર કરી દે છે. આ છે તેઓનો કામરાગ ને નેહરાગથી પણ વધુ ભયાનક દૃષ્ટિરાગ.
તેથી જ જેમ અચરમાવર્તમાં વાસ્તવિક મુક્તિઅદ્વેષ આવતો જ નહીં હોવાથી તે કાળની ધર્મપ્રવૃત્તિ પણ મોક્ષોપાયના નાશ માટે કે વિકૃતિ માટે થાય છે, એમ તે-તે મિથ્યામતી દર્શનકારોની ક્ષમા વગેરે પણ મિથ્યાત્વની જ પોષક બને છે.
“એગતો મિચ્છત્ત અનેગેતો સમ્પત્તિ' આ જૈનશાસનનો મુખ્ય સિદ્ધાંત છે. વસ્તુના પરસ્પર વિરોધી દેખાતા પણ અનેકાનેક સ્વરૂપનો નિર્ણયાત્મક સ્વીકાર અનેકાંત છે. સામાન્ય માણસને તો સમજાવી શકાય કે નામથી ડાહ્યો ગાંડપણ કરતો હોય, તો એ એક સાથે ડાહ્યો ગાંડો છે. અથવા લોકવ્યવહારમાં ડાહ્યો પણ તે સંસારમાં જ સુખ શોધે છે એ તેનું ગાંડપણ છે. એ જ રીતે ગણિતનો વિદ્વાન ભૂગોળમાં સાવ અજ્ઞ હોઇ શકે છે. આમ એક જ વ્યક્તિમાં બે જુદી જુદી અપેક્ષાએ એક સાથે વિદ્વત્તા ને અજ્ઞતા હોઇ શકે છે.
પણ પેલા બિચારા ગાઢ મિથ્યાત્વી પરદર્શનકારો આ સમજી શકતા નથી. વસ્તુ અનંતધર્માત્મક હોવાથી વસ્તુમાં જુદા-જુદા ધર્મોની અપેક્ષાએ જુદુ જુદુ રૂપ સ્પષ્ટ દેખાતું હોવા છતાં તેઓ જોઇ શકતા નથી ને બુદ્ધિમાં બેસી શકતી વાત હોવા છતાં એ રીતે વિચારવા તૈયાર જ થતા નથી. જેન કહે છે, ભાઇ ! વસ્તુ વસ્તુત્વરૂપે, આત્મા આત્મસ્વરૂપે નિત્ય છે, ને તે-તે મનુષ્યત્વ આદિ પર્યાયરૂપે અનિત્ય છે. આમ એક જ ક્ષણે એનામાં બે જુદી જુદી અપેક્ષાએ નિત્યત્વ-અનિત્યત્વ બંને ઘટી શકે છે. -
પણ અફસોસ ! એમના કાન બંધ છે. એમની બુદ્ધિ બહેર મારી ગઇ છે. એમનો અવિવેક તીવ્ર છે. એમની જડતા જડ પદાર્થને પણ ટપી જાય એવી છે.
આશ્ચર્યની વાત તો એ છે કે પોતાના એકાંતે નિત્ય કે અનિત્ય આદિ મતને સિદ્ધ કરવાના ધમપછાડામાં તેઓ એક યા બીજી રીતે અનેકાંતનો આશરો તો પાછા લઈ જ લે છે.
સમાધિનો પ્રાણવાયુ
૩૩ છે