________________
ત્યવાદ સિદ્ધ થાય છે. જે પૂર્વે જોયેલો હોય, તે જો સાવ જ ભિન્ન હોય, તો આવી પ્રત્યભિજ્ઞા થાય નહીં, ને પેલા નમન જેવું કરવા જાય તો હસવાપાત્ર
થાય.
આ પ્રત્યભિજ્ઞા કહે છે – એક જ વ્યક્તિમાં અવસ્થાઓ બદલાતી રહે છે, એ બદલાતી અવસ્થાઓ રૂપે એ વ્યક્તિ પણ બદલાય છે. આમ એ રૂપે એની ઉત્પત્તિ-નાશ થયા કરે છે, છતાં પોતાના કો'કસ્વરૂપે તે સ્થિર પણ છે, તેથી જ એના અંગે પૂર્વાપરનો સંબંધ જોડતી “આ તે જ છે' ઇત્યાદિરૂપ પ્રત્યભિજ્ઞા થાય છે.
જે જરા પણ બદલાતો જ ન હોય- (એકાંતનિત્ય) તેવા અંગે પ્રત્યભિજ્ઞાની જરૂરત પણ રહેતી નથી. ને જે ક્ષણિક નાશવંત છે-બીજી ક્ષણે સર્વથા અલગ જ વ્યક્તિ છે, તો એના અંગે તે જ આ એવી પ્રત્યભિજ્ઞા પેલા નમનની પ્રત્યભિજ્ઞાની જેમ તદ્દન ખોટી જ ઠરે !
બદલાતી અવસ્થાઓમાં પણ એક ચોક્કસનતત્ત્વનો એ તમામ અવસ્થાઓમાં અખંડ અન્વય હોવો એજ નિત્યાનિત્ય સિદ્ધાંતની સત્યતા ઠેરવે છે. પર્યાયોની અનિત્યતાનું ચિંતન મમતા છોડાવે છે, વૈરાગ્યનું કારણ બને છે તો આત્મસ્વરૂપની નિત્યતાનું ચિંતન “મારું કશું નાશ પામતું નથી' એવી ભાવનાથી સ્વસ્થતા-સમાધિનું કારણ બને છે.
એકાંતવાદમાં અનેકાંતનો પ્રવેશ અનાદિ મિથ્યાત્વવાસિત જીવમાત્રને પ્રાયઃ બે પરસ્પર વિરોધી દેખાતી વાત એકસાથે એક ઠેકાણે હોવી મનમાં બેસતી નથી. એનું મન તો એમ જ પોકારે છે કે કાં તો આમ જ હોય, કાં તો આમ જ હોય. પણ બંને કેવી રીતે હોઇ શકે ? ડાહ્યાભાઈ ગાંડાભાઇ વ્યક્તિ અને તેના પિતાના નામ હોઇ શકે, પણ એક જ વ્યક્તિ એક જ સમયે ડાહ્યો-ગાંડો બંને કેવી રીતે હોઇ શકે ? કોઇ માણસ કાં તો વિદ્વાન હોય, કાં તો અજ્ઞ હોય, પણ એકી સાથે-એક સમયે એ વિદ્વાન ને અજ્ઞ બંને કેવી રીતે હોઇ શકે ?
જીવમાત્રમાં જોવા મળતી આ મિથ્યાત્વવાસિત વિચારધારા તે-તે જૈનેતર દર્શનકારોમાં સ્પષ્ટરૂપે પ્રગટ ભાસે છે. તેથી તેઓની કલ્પના એકાંતે નિત્ય કે એકાંતે અનિત્યને છોડી એકી સાથે નિત્ય અને અનિત્ય આ વાત પર બેસતી જ
-
૩૨
-
– અનેકાંતવાદ