________________
બાકી આત્મા પોતાના સુખ-દુઃખાદિ વિવિધ પર્યાયો-સ્વરૂપોરૂપે તો પ્રતિક્ષણ નાશવંત-ઉત્પત્તિમાન છે.. ને એ રીતે અનિત્ય પણ છે. તો આત્મા નયાયિકોની જેમ નિત્ય દ્રવ્ય છે કે બૌદ્ધોની જેમ અનિત્ય-પર્યાયરૂપ છે. એનો જવાબ છે-“અર્પિતાનર્પિતસિદ્ધ ' જે વખતે જે સ્વરૂપને મુખ્ય કરો, તે વખતે તે રૂપે જોવો.. દ્રવ્યરૂપને આગળ કરો, તો નિત્યરૂપ જોવો... ને પર્યાયરૂપને આગળ કરો, તો અનિત્યરૂપે જોવો, જેવો આત્મા, તેવા જ બાકીના પણ બધા પદાર્થો.
શંકાઃ આ તો ૧+૧ = બે જેવી વાત થઇ. બે મતોનો સરવાળો એટલે
જૈનમત....
સમાધાન ના ! ૧ ની બાજુમાં ૧ તો ૧૧ પણ થાય. એક મોસંબી ને એક સંતરું હોય, તો બે નહીં કહેવાય. વાત એ છે કે જૈનમત સરવાળારૂપ નથી. જૈનમાન્ય નિત્યાનિત્યત્વ નિત્યત્વ જાતિ વત્તા (+) અનિયત્વ જાતિ એમ બે જાતિરૂપ નથી, પણ નિત્યવાનુવિદ્ધાનિત્યસ્વરૂપ (અનિત્યત્વને ખોળામાં લઇને બેઠેલા નિત્યસ્વરૂપ) છે. જ્યારે નિયત્વ છે, ત્યારે પણ ગૌણરૂપે અનિત્યત્વ છે. ને જ્યારે અનિત્યત્વ છે, ત્યારે પણ ગૌણરૂપે નિત્યરૂપ છે. કેળા, વટાણા ને ચીભડાના ત્રણ જુદા શાક થાળીમાં ભેગા કરી એ જુદું, ને ત્રણેયનું જે ઉંધિયું થાય, એ જુદું.
તેથી જ જૈનમતે કૂટનિત્યત્વ (પર્યાયોની બદલાવટ વિનાનું, જેવું છે તેવું જ સદા રહેનારું) માન્ય નથી, પણ પરિણામી નિત્યત્વ માન્ય છે. સ્યાદ્વાદની આજ મહત્તા છે કે વસ્તુ નિત્ય પણ હોવી ને સાથે તે-તે અન્યઅન્યરૂપે સતત પરિણામ પણ પામતી રહેવી. “સોનું' સોનારૂપે કાયમ પણ રહે ને બંગડી, કુંડળ, વીંટી, ગોળ સીક્કો વગેરે રૂપે બદલાયા પણ કરે.
આ જ તત્ત્વ છે. આ રૂપે આત્માને માનવાથી જ, આત્માના બંધ, મોક્ષ, પુણ્ય, પાપ, સુખ-દુઃખ વગેરે સંભવે છે ને દુઃખી આત્માનો સુખી થવાનો પ્રયત્ન પણ સાર્થક થાય છે.
અન્યયોગવ્યવચ્છેદના ૧૮મા શ્લોકમાં (૧) કૃતનાશ (કરેલા પુણ્ય કે પાપનું ફળ ન મળવું) (૨) અમૃતઆગમ (ન કરેલા પુણ્ય કે પાપનું ફળ મળવું) તથા (૧) સંસાર-બંધ (૨) મોક્ષ અને (૩) સ્મૃતિ, આ ત્રણની અઘટમાનતા
– અનેકાંતવાદ