Book Title: Samadhino Pranvayu
Author(s): Vijayajitshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 46
________________ કલ્પી લીધું. હવે જગતના તમામ પદાર્થોને આ દૃષ્ટિથી જ જોવાના. માપવાના... ફીટ ન બેસે, તો બુદ્ધિથી તેવી કાપ-કુપ કરીને પણ બેસાડી દેવાના. આ સ્થપાયો એકાંત અનિત્યવાદ. એમાં એકાદ અંશે પણ નિત્યતાને સ્થાન નથી. અરે જે ક્ષણ કરતાં લાંબી ચાલતી પરંપરા છે, એ ભલે સંતાન ગણાય, પણ એ સત્ નહીં, કાલ્પનિક. વસ્તુએ ઉત્પત્તિની બીજી જ ક્ષણે પોતાનો એક પણ અંશ પાછળ રહી નહીં જાય, એ રીતે નાશ પામી જ જવાનું... તો જ એને સત્ત્નું લેબલ લાગી શકે. હવે કહો, જો જીવની પણ આ જ સ્થિતિ હોય, તો કોણ ધર્મ કરશે ? કોણ આચાર પાળશે ? ને તેથી કોનું કલ્યાણ થશે ? એ રીતે જ મજાકમાં કહી શકાય કે નૈયાયિકો વગેરેની દૃષ્ટિ આકાશ પર ગઇ હશે. એ સર્વવ્યાપી આકાશ... એના અમુક ભાગમાં વાદળો... એ વાદળોથી આકાશ પરસ્પર તદ્દન ભિન્ન... જે ક્ષણે આકાશ સૂર્ય-ચંદ્ર-તારાવાદળ વિનાનું હોય (લગભગ સૂર્યોદયની પૂર્વની ક્ષણોમાં) ત્યારે કેવું એકલું દેખાય છે ! બસ, આત્મા પણ આવો જ છે. સર્વવ્યાપી છે. જ્ઞાન વગેરે ગુણો એના શરીર જેવા વિભાગમાં રહ્યા છે... પણ એનાથી સાવ ભિન્ન છે. બધી ઉત્પત્તિવિનાશ ક્રિયા એ બધામાં ચાલ્યા કરે છે. પણ આત્મા તો એકાંતે નિત્ય જ છે ને આ ગુણોથી એકાંતે ભિન્ન છે. જ્યારે આ બધા જ ગુણો વિલય પામે છે, કશું જ બચતું નથી, ત્યારે મોક્ષમાં એકમાત્ર આત્મા-જ્ઞાનાદિ ગુણો વિનાનો એકલો રહે છે. બસ, આત્મા આવો છે, ને તેથી પરમાણુઓને છોડી જેટલા પણ નિત્ય પદાર્થો છે, એ બધા આવા જ છે... કશા ફેરફાર વિનાના ! કાયમ એક જ સ્વરૂપે-એક જ સ્વભાવે રહેવાવાળા... તેથી જ ધર્મ ક૨વાથી આત્મા સુખી થાય ને અધર્મ ક૨વાથી દુઃખી થાય એવી વાત પણ કેવી રીતે ઘટશે ? કેમ કે એમાં તો સ્વરૂપ-સ્વભાવ બદલાયા કરે, જે પરવડે એમ નથી. તો જૈનમત શો છે ? જૈનમત કહે છે, સ્યાદ્વાદ ! આત્મા અનિત્ય પણ છે, નિત્ય પણ છે. આત્મા નિત્ય છે, તો કેવો નિત્ય છે ? ‘તદ્ભાવાવ્યાં નિસ્યં' પોતાના આત્મસ્વરૂપથી-જીવદ્રવ્યાત્મક સ્વરૂપથી ખસી અજીવાત્મક થવું નહીં. ક્યારેય આ બાબતમાં ફેરફાર થવો નહીં. બસ એજ આત્માનું નિત્યત્વ... સમાધિનો પ્રાણવાયુ ૨૯

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84