________________
તને સમજવામાં આવ્યો નથી. એટલે સુધી કે શંકરાચાર્ય પણ આ દોષથી મુક્ત નથી. તેમણે પણ આ સિદ્ધાંતને અન્યાય ક્યું છે. (જૈનદર્શન.. પૃ. ૪૧૧)
સ્યાદ્વાદ શ્રી શંકરાચાર્યના કહેવા મુજબનો સંશયવાદ નથી, એક અન્ય ભૂતકાલીન ચિંતકની માન્યતા મુજબનો કદાચિતુવાદ નથી, તો શ્રીરાધાકૃષ્ણનના કહેવા મુજબનો અર્ધસત્યવાદ નથી.
શ્રી શંકરાચાર્ય કહે છે-સ્યાદવાદી વસ્તુ ને નિત્ય-અનિત્ય ઊભય કહે છે, તેથી સંશય પડે છે કે વસ્તુ નિત્ય હશે કે અનિત્ય.. કદાચિતુવાદવાળા કહે છે. સાત્ કદાચ.. કદાચ વસ્તુ નિત્ય હશે, કદાચ અનિત્ય. એટલે કે કશું નક્કી કહેવાય નહીં. રાધાકૃષ્ણન કહે છે “એક અપેક્ષાએ નિત્ય છે' આ વાક્ય અર્ધસત્ય કહે છે. આમ આ ત્રણેએ સ્યાદ્વાદ માટે ખોટી કલ્પના કરી છે. વસ્તુ વાસ્તવિક જે સ્વરૂપે છે તે સ્વરૂપે વર્ણવવામાં સંશય, અનિર્ણય કે અર્ધસત્ય રહેતા જ નથી.
વિવિધરૂપે અનેકાંત (૧) નિત્ય-અનિત્ય... કેવળજ્ઞાન પ્રમાણથી સિદ્ધ થયેલું વસ્તુસ્વરૂપ આપણે શ્રુતજ્ઞાનના બળ પર જાણી શકીએ છીએ.
અહીં પ્રશ્ન થાય, વસ્તુનું સ્વરૂપ શું છે ? શું સત્ છે ? સામાન્યથી બધા દર્શનો એમ માને છે કે જે અર્થક્રિયાકારી હોય, તે સત્ છે. એટલે કે જે સત્ પદાર્થ જે સ્વરૂપે સ્વીકારાયો છે, તે પદાર્થ તે સ્વરૂપને અનુરૂપ ક્રિયા કરતો હોય, તો સત્ છે. તદ્દન જાડી ભાષામાં કહીએ, તો જે કાંઇક પણ કરે છે, તે સત્ છે. દુનિયા જેને તદ્દન નકામું માનતી હોય, તે પણ કશુંક તો કરે જ છે.
પત્નીએ પતિને કહ્યું-અમારી ગઈ મીટીંગમાં નક્કી થયા મુજબ આજની મીટીંગમાં મારે સાવ નકામી વસ્તુ લઇને જવાનું છે. પતિએ પૂછ્યું-તો તું શું લઇને જશે ? પત્ની:- મારો વિચાર તમને લઇને જવાનો છે !
તો આ પતિ સત્ કે અસત્ ? સતું, કેમ કે નકામી ચીજ લઇ જવાના કાર્યમાં પણ છેવટે ઉપયોગી તો છે ! હકીકતમાં તો કેવળજ્ઞાનીના જ્ઞાનમાં જે સરૂપે ભાસે નહીં, તે અસત્ છે.
તો પ્રશ્ન થાય, “જે અસત્ છે” એ સર્વથા અસત્ છે ? અહીં પણ
સમાધિનો પ્રાણવાયુ