________________
જૈનશાસન સ્યાદ્વાદ-અનેકાંતવાદને આગળ કરી કહે છે-જે અસત્ છે, એ પણ પોતાના “અસત્” સ્વરૂપે સત્ છે. વળી, આકાશકુસુમ, ગધેડાના શિંગડા જેવી અસત્ વસ્તુઓ પણ અસત્ તરીકે બુદ્ધિના વિષય બને છે ને તે-તે શબ્દપ્રયોગરૂપે શબ્દના પણ વિષય બને છે. જુઓ ધર્મસંગ્રહણિ ગાથા ૯૧૭.
નત્યિ ચ્ચિય ખરસંગ એગંતો તન્નો બુદ્ધિધણિભાવા | અહવા પરૂવેણ નત્યિ સરૂવેણ અત્યિત્તિ //
(ગાથાર્થઃ શંકાઃ ખરશંગ-ગધેડાના શિંગડા નથી જ. આ એકાંત છે. સમાધાનઃ એમ નથી. (એકાંત નથી.) કેમ કે એ અંગે પણ બુદ્ધિ અને શબ્દ છે. અથવા તે પરૂપે (સત્રૂપે) નથી. સ્વરૂપથી (અસત્ રૂપે) તો છે જ.
કેવળજ્ઞાનીએ જે સરૂપે જોયા છે, તે પદાર્થો કેવારૂપે જોયા છે ? અહીં જૈનમત કહે છે-દ્રવ્ય-પર્યાયરૂપે. તેથી જ તત્ત્વાર્થકારે કહ્યું છે-ઉત્પાદ-વ્યયધ્રૌવ્યયુક્ત સત્... અહીં ધ્રૌવ્ય = ધ્રુવતા = શાશ્વતતા = નિત્યતા અંશ દ્રવ્યઅંશનો સૂચક છે ને ઉત્પાદ-વ્યય પર્યાય અંશના સૂચક છે. ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણેય સ્યાદ્ પદથી સુશોભિત છે.
સંસ્કૃતમાં “અધાતુ (બીજો ગણ પરસ્મપદ) નું વિધ્યર્થરૂપ છે “ચાતું. પણ જે “સ્યાદ્રપદનો પ્રયોગ માન્ય છે, તે આ નથી. સ્યાદ્વાદમાં જે “સ્યા” છે, એ અનેકાંતનો સૂચક અવ્યય છે.
એમ મજાકમાં કલ્પી શકાય કે બૌદ્ધોની નજર દીવા પર ગઇ હશે. દીવાની જ્યોત પ્રત્યેક ક્ષણે નવી-નવી પ્રગટે છે, વળી તે એકસરખી જેવી હોય છે, ને તેથી જ્યોત ઘણી લાંબી ચાલી એમ ભાસ થાય છે, ને પછી એ જ્યોત બુઝાઈ જાય છે, ત્યારે કશું રહેતું નથી.... આ જોયું. આના પર ચિંતન ક્યું.. ને દૃષ્ટાંત સિદ્ધાંત થઈ ગયો !
છગને મગનને ઇજેકશન આપ્યું. ગમન તે જોઇ ગયો ને ગમને આખા ગામમાં જાહેરાત કરી છગન ડૉક્ટર થઇ ગયો. પણ એણે એ નહીં જોયું કે ખોટી રીતે અપાયેલા એ ઇંજેક્શનથી મગન મરી ગયો !
બૌદ્ધોએ દીવાના દૃષ્ટાંતને જાણે કે આગળ કરીને આત્મા સહિતના જગતના તમામ પદાર્થોને એકાંતે ક્ષણિક માની લીધા. એકસરખી દેખાતી એ ક્ષણોના પ્રવાહને સંતાનનું નામ આપી દીધું ને દીપનિર્વાણ સમાન નિર્વાણ
-
૨૮
અનેકાંતવાદ