________________
પ્રશ્ન કરીએ કે જો સાચી સ્મૃતિ પ્રમાણભૂત નથી, તો શું અપ્રમાણભૂત છે ? પ્રમાણાપ્રમાણ નામનો વિકલ્પ તો બે વિરુદ્ધના યોગરૂપ બને ને ! તો... તો સ્યાદ્વાદ સિદ્ધ થાય. તેથી તેઓએ સ્મૃતિને અપ્રમાણભૂત માનવાની રહે. બીજા બાજુ તેઓ સ્મૃતિને અનુમાન પ્રમાણનું સાધન માને છે, કેમ કે લિંગલિંગીના સંબંધના સ્મરણથી અનુમિતિ (અનુમાન) થાય છે. તેથી પ્રશ્ન થાય કે જો સ્મૃતિજ્ઞાન સ્વયં પ્રમાણભૂત નથી, તો પ્રમાણજ્ઞાનનું કારણ પણ કેવી રીતે બની શકે ? અલબત્ત તેઓ આ માટે જાત-જાતના જવાબ આપે છે, પણ એ બધી રેતીમાંથી તેલ કાઢવાની ચેષ્ટા બની રહે છે.
એજ રીતે અન્ય મતવાળાઓ અગ્નિ આદિ સાધ્યને પર્વત આદિ પક્ષમાં અનુમિત-અનુમાન પ્રમાણથી નિશ્ચિત કરવા માટે અપાતા ધુમાડા આદિ હેતુઓ ત્રણ કે પાંચ વગેરે મુદ્દાઓથી યુક્ત માને છે, જેમ કે એ વિરુદ્ધ ન હોય, વ્યભિચારી ન હોય, અસિદ્ધ ન હોય... ઇત્યાદિ. જ્યારે જૈનદર્શન કહે છે, હેતુ એક જ સ્વરૂપવાળો છે, અન્યથા અનુપપત્તિ...જો સાધ્ય પક્ષમાં ન હોય, તો હેતુ જે રૂપે ઉપલબ્ધ થાય છે, એ રૂપે ઉપલબ્ધ થઇ શકે નહીં. પણ ઉપલબ્ધ થાય છે, માટે સાધ્ય પક્ષમાં નિશ્ચિત થાય છે. તેથી જ જ્યારે નૈયાયિકો વગેરે એ પકડીને બેઠા છે કે હેતુ અને સાધ્ય બંને સમાનાધિકરણ જ હોવા જોઇએ. તેથી બંનેને સમાનાધિકરણ કરવા માટે જાત-જાતના લાંબા લાંબા સંબંધો જોડે છે, ત્યારે જૈનમત એવા આગ્રહવાળો નથી. ‘આકાશમાં ચાંદ ઉગ્યો છે, એ વિના પાણીમાં એનું પ્રતિબિંબ પડે નહીં.' આ સીધી વાત છે. એમાં ચંદ્ર આકાશમાં છે. પાણી જમીન ૫૨ છે. છતાં અનુમાન અન્યથાઅનુપપત્તિથી થઇ જાય છે. જમીન પરના પાણીને આકાશના ચંદ્ર સાથે એક જ અધિકરણઆધારમાં બેસાડવા જતાં કેવા સંબંધો ગોઠવવા પડે ? અસ્તુ...
આ પ્રમાણવાદથી જ જૈન સિદ્ધાંતોની સર્વજ્ઞમૂલકતા અને વૈજ્ઞાનિક
સત્યતા જાણી શકાય છે.
બીજા બધા આંખ વગેરેથી થતા બોધને પ્રત્યક્ષ પામે છે. જ્યારે જૈનદર્શન કહે છે, આત્માને જે સાક્ષાત્ બોધ થાય, તે જ વાસ્તવિક પ્રત્યક્ષ છે, ને તે (૧) અવધિજ્ઞાન (૨) મનઃ પર્યયજ્ઞાન અને (૩) કેવળજ્ઞાનરૂપ છે. એમાં પણ પ્રથમ બે પોતાના બોધની અપેક્ષાએ સાચા હોવા છતાં અધુરા છે. પરિપૂર્ણ
સમાધિનો પ્રાણવાયુ
૨૩