________________
પ્રમાણવાદ
વસ્તુ સ્વરૂપમાં વિવાદ થાય, ત્યારે સત્ય તત્ત્વની ગવેષણા (શોધ) પ્રમાણના આધારે થાય. જોકે જુદા જુદા દર્શનો વચ્ચે પ્રમાણની વ્યાખ્યા, પ્રમાણની સંખ્યા ઇત્યાદિ અંગે પણ એકમત નથી.
કેટલાક (૧) પ્રત્યક્ષ (૨) અનુમાન (૩) ઉપમાન (૪) આગમ (૫) સંભવ (૬) અર્થપત્તિ એમ છ પ્રમાણ માને છે. કેટલાક સંભવ પ્રમાણ નથી ગણતા, પણ એ સિવાયના ભાવસાધક (વસ્તુના અસ્તિત્વના સૂચક) પાંચ પ્રમાણ જ્યાં પ્રવૃત્ત થાય નહીં, ત્યાં અભાવ નામનું છઠું પ્રમાણ સ્વીકારે છે.
નેયાયિક આદિ કેટલાક શરુઆતના ચાર પ્રમાણ સ્વીકારે છે. બૌદ્ધો પહેલા બે પ્રમાણ સ્વીકારે છે ને નાસ્તિકો માત્ર પ્રત્યક્ષ પ્રમાણ સ્વીકારે છે.
જેનો (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ એમ બે રીતે પ્રમાણ સ્વીકારે છે. જોકે જૈનમતે જે પણ જ્ઞાન જે પણ રીતે સત્યતત્ત્વનો બોધ કરાવે, તે પ્રમાણભૂત છે. જે પણ રીતે એટલે કે પ્રત્યક્ષથી, અનુમાનથી ઇત્યાદિ પદ્ધતિ.
જૈનમતે પ્રમાણની વ્યાખ્યા પ્રમાણનયતત્તાલોકમાં શ્રી વાદિદેવસૂરિએ “સ્વપરવ્યવસાયિજ્ઞાનું પ્રમાણમ્' આ રીતે બતાવી છે. અહીં સ્વ એટલે પોતાનો ને પર એટલે બાહ્ય ઘટાદિ વસ્તુનો વ્યવસાય = નિશ્ચય કરાવે તે જ્ઞાન પ્રમાણભૂત છે. જેમ દીવો વસ્તુને પ્રકાશતી વખતે પોતાને પણ પ્રકાશે છે, એટલે કે એ દીવાને જોવા બીજા દીવાની જરુરત પડતી નથી. એમ જ્ઞાન પણ પોતાનો અને વસ્તુનો બંનેનો બોધ કરાવે છે. એમાં દરેક જ્ઞાન પોતાના બોધ અંગે તો સત્યરૂપ જ હોય છે. વસ્તુના બોધ અંગે ચાર ભૂમિકા થાય છે.
(૧) નિશ્ચય (૨) વિપર્યય - બ્રાન્ત નિર્ણય (૩) સંશય અને (૪) અનવ્યવસાય = લગભગ અનાભોગ જેવી અવસ્થા.
એમાં જે જ્ઞાન વસ્તુના વાસ્તવિક સ્વરૂપનો નિર્ણય કરાવે છે, એ પ્રમાણ છે. આ જેન વ્યાખ્યા અન્ય તમામ દર્શનોની ઉધી કે અધુરી વ્યાખ્યા કરતાં વિશિષ્ટ અને પરિપૂર્ણ છે. જેમ કે નૈયાયિકો વગેરે માને છે કે અન્ય પ્રમાણથી જ્ઞાત થયેલા (જણાયેલા) અર્થનો બોધ કરાવતું જ્ઞાન સાચું હોય, તો પણ પ્રમાણભૂત નહીં. તેથી તેઓ સ્મૃતિને પ્રમાણભૂત માનતા નથી. તેઓને - ૨૨ -
– અનેકાંતવાદ