Book Title: Samadhino Pranvayu
Author(s): Vijayajitshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 41
________________ પ્રત્યક્ષ તો માત્ર કેવળજ્ઞાન જ છે, કે જે જગતના ભૂત-વર્તમાન-ભાવીકાલીન તમામ શેયોને વિષય બનાવે છે. લોકોમાં આંખ વગેરે ઇંદ્રિયથી થતું જ્ઞાન પ્રત્યક્ષ ગણાય છે, તેથી જૈનમત એને સાંવ્યવહારિક પ્રત્યક્ષ માને છે. ખરેખર તો એ મતિજ્ઞાનરૂપે પરોક્ષજ્ઞાન છે. શ્રુતજ્ઞાન પણ પરોક્ષ જ્ઞાનરૂપ છે. આમ ત્રણ પ્રત્યક્ષ અને બે પરોક્ષ આ પાંચ જ્ઞાન પ્રમાણરૂપ છે. વસ્તુસ્વરૂપના નિર્ણય માટે મુખ્ય પ્રમાણ કેવળજ્ઞાન છે. લોકમાન્ય સાંવ્યવહારિક પ્રત્યક્ષ જે કહેવાય છે, તે મતિજ્ઞાનરૂપ છે કે જે પાંચ ઇંદ્રિય અને મનના આધારે થાય છે, આંખ વગેરેથી જે દેખાય છે એ પ્રત્યક્ષ છે એમ ભલે લોકોમાં કહેવાય, પણ એમાં સંશય પડે છે-જે સામે દેખાય છે તે ધૂળ છે કે ધુમાડો ? જે નથી તેનો નિર્ણય થવારૂપ વિપર્યય પણ છે. સ૨દા૨જીને ચોથે માળેથી જમીન ૫૨ જોતા ચાંદીનો સીક્કો લાગ્યો. ઝડપથી દાદરા ઉતરી ત્યાં જઇ ઝપટ મારી ને હાથમાં લેવા પર ખ્યાલ આવ્યો કે એ તો દૂધની બોટલનું બૂચ હતું. બે પાટા ભેગા થઇ જતા દેખાય છે. તાજમહાલ જોઇને આવનારા ત્યાં એવી રીતે ફોટો પડાવે છે કે જેથી ફોટામાં એમ જ લાગે-આ ભાગ્યશાળીના હાથ નીચે તાજમહાલ છે. આ બધા વિપર્યયના દૃષ્ટાંતો છે. ઘણી વખતે ફસાયેલા પૈસાની ચિંતાને ગળે વળગાડી ટી.વી. જોવા બેઠેલાને ટી.વી. ની સીરિયલ પૂરી થઇ જાય છતાં ખબર નથી હોતી કે મેં શું જોયું ? આ છે અનધ્યવસાય. અનુમાનાદિ અપ્રત્યક્ષ જ્ઞાનોમાં જેમ સંશયાદિ પડે છે, એમ ઇંદ્રિય પ્રત્યક્ષમાં પણ સંશયાદિ થતા હોવાથી એ બધા પરોક્ષજ્ઞાન છે. છતાં લોકવ્યવહાર પ્રત્યક્ષનો હોવાથી અને અપેક્ષાએ અનુમાનાદિ બીજા પરોક્ષજ્ઞાનો કરતાં વધુ સ્પષ્ટ હોવાથી એ સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. જૈનમતે અસર્વજ્ઞ માટે પારલૌકિક અથવા અતીન્દ્રિય પદાર્થો અંગે આગમ જ મુખ્યરૂપે પ્રમાણભૂત છે. જેનતર્કભાષામાં ‘આપ્તવચનાદાવિર્ભૂતમર્થસંવેદનમાગમઃ' એવું આગમ સંબંધી સૂત્ર છે... તાત્પર્ય: યથાર્થ વક્તાના ૨૪ અનેકાંતવાદ

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84