________________
ઇંબેશન ઇઝ ધ લાસ્ટ ઇપ્રેશન' અનેકાંતને માન્ય નથી, ભંગાર ભવ્ય થઇ શકે છે ને ભવ્ય ભંગાર !
સુબુદ્ધિ મંત્રીએ રાજાને પ્રયોગથી બતાવી આપ્યું, કે ગટરનું ગંદું પાણી શ્રેષ્ઠતમ પાણી-ઉદકરન થઇ શકે છે.
રામલીલામાં જે બાળકે રામનું પાત્ર ભજવ્યું હોય, તે જ પછી યુવાવયમાં રાવણનું પાત્ર ભજવી શકે એવી ભૂમિકાવાળો થઇ શકે છે, કારણ કે અને કાંતના મતે એક વ્યક્તિમાં અનેક અવસ્થાઓ સંભવી શકે છે ને સાથે સાથે એ અવસ્થાના નાશની સાથે એ અપેક્ષાએ એ અવસ્થાવાળી વ્યક્તિનો પણ નાશ થઈ શકે છે, છતાં બન્ને અવસ્થા પોતાની જ હોવાથી પોતે સ્થિર પણ રહે છે, આ આશયથી જ કહી શકાય, મનવા ! તુંહી જ રામ ! તુંહી જ રાવણ !
પદાર્થોના તાત્ત્વિક સ્વરૂપથી સત્યભૂતને તથ્થભૂત વિચારણા પણ સ્યાદ્વાદના આધારે જ શક્ય છે. અનેકાંતવાદના કારણે જ વસ્તુમાં જુદી જુદી અપેક્ષાએ અલગ-અલગ ને દેખીતા વિરોધી ધર્મો સંભવી શકે છે, જેમ કે દીવાના પ્રકાશથી પ્રકાશિત થઇ રહેલો ઘડો બાહ્યભાગની અપેક્ષાએ પ્રકાશિત છે ને અંદરના ભાગની અપેક્ષાએ અપ્રકાશિત છે, અને તે પણ એક જ સમયે ! અરે ! સ્યાદ્વાદ તો એમ કહે છે કે દેખીતા વિરોધી દેખાતા નિત્યતા (કાયમીપણું) અને અનિત્યતા (વિનાશીપણું) ધર્મો પણ વાસ્તવમાં પરસ્પર એકાંતે વિરોધી નથી. નિત્યતાને અનિત્યતા વિના ને અનિત્યતાને નિત્યતા વિના ચાલે એમ નથી. આ બંને પરસ્પર એવા એકમેક થયા છે કે જાણે માની લો દૂધ ને પાણી ! | સર્વજ્ઞકથિત જૈનમતે પદાર્થો પરિણામી નિત્ય છે. આમાં પરિણામ અનિત્યતા દ્યોતક છે. જે પોતાને વસ્તુ ગણાવે એને જો પોતાને નિત્ય ઠેરવવું હોય, તો ત્યાં એના પ્રતિક્ષણ બદલાતા અનિત્ય પર્યાયો હોવા જરૂરી છે, નહિંતર એ નિત્ય નથી, અસત્ છે.
આમ વસ્તુમાં અનિત્યતાથી સંકળાયેલી નિત્યતા છે. જેને શાસ્ત્રીય પરિભાષામાં અનિત્યતાનુવિદ્ધ નિત્યતા કહી શકાય. એ જ રીતે સામાન્ય અને વિશેષ પણ સાવ વિરોધી નથી. હકીકતમાં તો બંનેને એકબીજા વિના જરા પણ ચાલતું નથી, જેમ કે રામ-લક્ષ્મણને એક બીજા વિના... “રામ મરી ગયા' ના સમાચાર મળવા માત્રથી લક્ષ્મણ મરી ગયા. એમાં તો વચ્ચે અસંખ્ય સમય ગયા..
-
૨૦
-
- અનેકાંતવાદ