________________
જૈનશાસનમાં ચારેય પ્રકારના દેષ્ટાંત મળે છે. જેના કર્મ મંદ છે, ને ઉલ્લાસ પ્રબળ છે, એમના અદ્ભુત ચરિત્રના ઇતિહાસો લખાયા છે ને જેઓના મોહનીય કર્મ પ્રબળ થયા, પુરુષાર્થ ઢીલા પડ્યા એ બધા કાળના ગર્ભમાં ક્યાંક ખોવાઇ ગયા.
સનતકુમાર ચક્રવર્તીએ મુનિપણામાં સાતસો વર્ષ સોળ રોગ પ્રસન્નતાથી સહન કર્યા, છતાં હજી દેવલોકમાં છે, મોક્ષ નથી મળ્યો ને સાધુઘાતક રાજાને તીવ્રતમ પશ્ચાત્તાપના કારણે ત્યાં જ મોક્ષ-કેવળજ્ઞાન થઇ ગયા.
જગતમાં દેખાતી એક ઘટનાના આધારે પૂર્વાપરનો નિયમ જોડી હંમેશા એ ઘટના મુજબ જ થશે એવો કોઇ નિયમ બાંધવો નહીં એ અનેકાંતવાદ
છે.
રોજ કહ્યું માનતો છોકરો એજ ક્રમથી આજે પણ માનશે જ એવી જો ધારણા રાખશો, તો સંભવ છે કે તમે ખોટા પડશો. આજે કદાચ આકરું સંભળાવી પણ દે.
દસ વખત જેના વિશ્વાસે વહાણ ચાલ્યા એ મિત્ર કે પાર્ટનર કે વેપારી અગ્યારમી વખત પણ વિશ્વાસપાત્ર જ રહેશે એવો કોઇ નિયમ નહીં બાંધવો. એ અગ્યારમી વખત એવો વિશ્વાસઘાત કરી શકે છે કે જેમાં દસ વખતનું પણ ધોવાઇ જાય. ચેડા રાજાનું બાણ કોશિક સાથેના યુદ્ધમાં દસ વખત સફળ . થયું, અગ્યારમી વાર નિષ્ફળ !
ગોશાળાએ આપેલા દૃષ્ટાંતમાં પણ હરેક રાફડામાંથી મનગમતું જ મળશે, એવો નિયમ રાખી શકાય નહીં, એક રાફડામાંથી સાપ પણ નીકળી શકે. શ્રી સુધર્માસ્વામી બ્રાહ્મણ પંડિતરૂપે એવી શંકાવાળા હતા કે જે જેવો હોય, તે મરીને તેવો જ થાય... ત્યારે ભગવાને એ જ કહ્યું, એવો નિયમ નથી, મનુષ્ય મરીને ક્રૂરતાથી નરકજીવ, માયાવિતાથી તિર્યંચ, સરળતાથી મનુષ્ય ને ઉદારતાથી દેવ પણ બની શકે છે.
સ્યાદ્વાદ કહે છે, જો તમારે ચિત્ત પ્રસન્ન રાખવું હોય, તો આ ક્ષણે જે બને છે, તેને સહજ સ્વીકારી લો, પણ ભવિષ્ય માટે આના આધારે કોઇ પણ પ્રકારનો નિર્ણય કરી લેવો નહીં, એવા ચોક્કસ ધારણાવાળા આયોજનો કરવા નહીં ને કોઇ પણ વ્યક્તિની કોઇ પણ ભૂમિકાને કાયમી માની લેવી નહીં. ‘ફર્સ્ટ
સમાધિનો પ્રાણવાયુ
૧૯