________________
બદલાઇ ગયા... છ મહીનાનો હતો... લાત લગાવી, વહાલી લાગી.. છવીસ વર્ષનો થયો, લાત લગાવી... વસમી લાગી.
જે ભગવાન મહાવીર સ્વામીએ ભવિતવ્યતાવાદી ગોશાળાના મતને પકડીને બેઠેલા સદ્દાલપુત્ર આગળ પુરુષાર્થનું મહત્ત્વ બતાવ્યું, ને એમ કરી એને સમ્યક્ત્વ આપી મહાશ્રાવક બનાવ્યો... એજ પ્રભુ વીરે અંતિમ સમયે ઇંદ્રે એક ક્ષણ આયુષ્ય વધારવા કહ્યું ત્યારે એ શક્ય નથી એમ કહી કહ્યું-‘ભસ્માશિગ્રહનો મારા જન્મ નક્ષત્રમાં મારા નિર્વાણ પછી પ્રવેશ ને તેથી જૈનશાસન ૫૨ બે હજાર વર્ષ થનારી અસર, આ નિર્માણ થયેલો ભાવિભાવ છે-ભવિતવ્યતા છે-એમાં ફેરફાર થવો શક્ય નથી', કારણ કે ત્યાં ભવિતવ્યતાને જ આગળ કરવામાં સાર હતો. પુરુષાર્થવાદી અગ્નિભૂતિને પ્રભુએ કર્મની મહત્તા બતાવી.
ભગવાને તેથી જ કાર્યસિદ્ધિમાટે ૧) સ્વભાવ ૨) કાળ ૩) વિતવ્યતા ૪) કર્મ અને ૫) પુરૂષાર્થ આ પાંચ કારણોનો સમવાય (પરસ્પર ઉચિત સમ્બન્ધપૂર્વકનો સમૂહ) બતાવ્યો છે. નિર્વાણયાત્રા માટે છઠ્ઠું અસાધારણ કારણ ભગવદ્ અનુગ્રહ ગણાયો છે.
અભવ્યોનો મોક્ષ કેમ નહીં ? તો ત્યાં તેવા સ્વભાવ સિવાય બીજું કશું કારણ આપી શકાય નહીં. જેમાં દૃષ્ટાંત તરીકે કો૨ડુ મગ બતાવી શકાય. એકજ ખેતરમાં-અરે એક જ ફળીમાં રહેલા મગ દાણાઓમાં એક મગનો દાણો કોરડો હોય... ચુલ્કે ચડેલા બીજા દાણાઓ સીઝે... એ સીઝે નહીં...
અચરમાવર્તમાં રહેલાના ધર્માનુષ્ઠાન તદ્વેતુ કે અમૃત અનુષ્ઠાન થાય જ નહીં, કેમ ? અચ૨માવર્તકાળ જ એમાં કારણભૂત છે. હજી કાળ પાક્યો નથી. એ સિવાય બીજું ક્યું કારણ આપી શકાય ?
શ્રી પુંડરિકસ્વામી સાથે ચૈત્રી પૂનમે પાંચ કરોડ ભવ્યાત્માઓ મોક્ષે ગયા...એજ દિવસે પાંચ કરોડ જીવો અનાદિ નિગોદમાંથી બહાર નીકળ્યા... તો શું એ બધા ભવિષ્યમાં એક જ દિવસે મોક્ષે જશે ? ના... એવું એકાંતે ન કહેવાય... એ બધા જેવું તથાભવ્યત્વ સાથે લઇને આવ્યા હશે, એ પ્રમાણે મોક્ષ પામશે.
કર્મ બળવાન કે જીવ બળવાન ? યોગબિંદુમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજે અનેકાંતમય કહ્યું - ક્યાંક ક્યારેક કર્મ બળવાન... ક્યાંક ક્યારેક જીવ
સમાધિનો પ્રાણવાયુ
૧૭