Book Title: Samadhino Pranvayu
Author(s): Vijayajitshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 32
________________ સ્વીકારે જ નહીં, અથવા અવસરોચિત આપવા યોગ્ય પ્રાધાન્ય આપે નહીં, એ બધો દુર્નય પ્રકાર છે. અવસરોચિત એકને મુખ્ય કરવો ને બીજાને ગૌણ કરવો એ અનેકાંતમય અમૃતદષ્ટિ છે. પૂર્વના કાળમાં ભરવાડણ દહીના મોટા ગોળામાં રવૈયો ફેરવતી વખતે રવૈયાને દોરીથી ફેરવતી હતી. એ વખતે એક છેડો ખેંચે ને બીજા છેડે ઢીલ મુકે.. એ રીતે રવૈયો ફેરવવાથી દહીમાંથી માખણ તૈયાર કરતી હતી.... પ્રમાણભૂત દહીમાંથી સાર તત્ત્વરૂપ માખણ મેળવવા નયોનો રવૈયો આ રીતે ફેરવવાનો છે. કોઇ વ્યક્તિ પોતાના પુત્રત્વ ધર્મને ખૂબ મહત્ત્વ આપે ને પતિત્વ ધર્મને સાવ કોરાણે મુકી દે, તો લોકો એને માવડીયો ગણે છે. એની પત્ની એને સન-બાય-કા.. કહે છે. તો જે વ્યક્તિ પત્નીના ઇશારે નાચતો થઇ જાય ને મા-બાપને તગેડી મુકે, એકલા પાડી દે... અપમાનિત કરી નાખે, તો એ પુત્રત્વ ધર્મને કલંકિત કરે છે.... એ જોરુ કા ગુલામ ગણાય છે. બાયડીઘેલો મનાય છે. મા-બાપના નિઃસાસા પામેલો તે જીવનમાં છેવટે બરબાદ થઇ જાય છે. ન્યાયાલયમાં એ જો ન્યાયાધીશ છે, તો ન્યાયાધીશપણું ધર્મ મધ્યસ્થ ભાવથી સિદ્ધ થાય છે, ત્યાં સગપણ ધર્મને આગળ કરે, તો એ ન્યાયાધીશ તરીકે નાલાયક ગણાય. જહાંગીરનો ન્યાય એટલા માટે જ વખણાયો કે ન્યાય કરતી વખતે તે સગા પુત્રના સગપણને ગૌણ કરી દેતા હતા. પણ એજ ન્યાયાધીશ જો ઘરે પણ ન્યાયની ભાષામાં વાત કરે તો ? હાઇકોર્ટના ન્યાયાધીશને એના આઠ વર્ણના ચીંટુએ રોતા રોતા કહ્યું - પપ્પા ! મમ્મીએ મને માર્યું. તરત એ ન્યાયાધીશ બોલી ઉઠ્યા = સુપ્રિમ કોર્ટમાં થયેલી સજા માટે હાઇકોર્ટમાં અપીલ કરી શકાય નહીં ! વાત આ છે કે નયો કોઇ ને કોઇ ધર્મને આગળ કરે છે, પણ સાચો નયાભ્યાસ એ ગણાય કે જે વખતે જે ધર્મને આગળ કરવાનો હોય, તે વખતે તે ધર્મને આગળ કરે. જો કે એકાંતવાદમાં તો આવી કોઇ વાત જ સંભવતી નથી, કારણકે એ તો દરેક વસ્તુને એક નિશ્ચિત સ્વભાવવાળું કાયમ માટે માની લે છે. એકથી વધુ સ્વભાવ પણ માને તો અનેકાંતવાદ આવીને ઊભો રહી જાય. સમાધિનો પ્રાણવાયુ

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84