________________
આમ તો આ ક્ષણે પણ આપણા દરેકમાં અનંતા ધર્મો વિદ્યમાન છે. પણ એમાંથી કેટલાક ધર્મો વિનાશ પામ્યા છે, કેટલાક માટેની સ્વરૂપયોગ્યતા (સંભાવનાઓ જીવંત છે) ને કેટલાક પ્રગટરૂપે છે. જેમ કે અવ્યવહારરાશિપશુંરૂપ ધર્મ નાશ પામ્યો છે. સિદ્ધત્વ ધર્મ સ્વરૂપયોગ્યતામાં છે, ભવ્યત્વ પ્રગટરૂપે છે.
એ જ રીતે ભૂતકાલીન નરકાદિપર્યાયો નાશ પામ્યા છે, ભવિષ્યકાલીન દેવઆદિ પર્યાયોની સ્વરૂપ યોગ્યતા છે કે મનુષ્યપર્યાય પ્રગટરૂપે છે.
માનો કે કોઇ છગનભાઇ છે. તો અત્યારના પણ એમનામાં મનુષ્યપણું, ભારતીયપણું, પુત્રપણું, ભાઇપણું, પિતાપણું, પતિપણું વગેરે ઢગલાબંધ પર્યાયો પ્રગટરૂપે છે. પ્રમાણ કોઇપણ પર્યાય-ધર્મને મુખ્ય-ગૌણ કરે નહીં. પ્રમાણ માટે બધા જ ધર્મો-પર્યાયો એક સરખા છે. એક સરખા મુલ્યવાળા છે. તેથી જ પ્રમાણ તો કહે છે કે જ્યારે કોઇની એક પર્યાયને આગળ કરી શાબ્દિક ઓળખાણ અપાય છે, ત્યારે પણ અર્થથી તો એના તમામ પ્રગટ-અપ્રગટ પર્યાયોની ને એ પર્યાયોવાળા તરીકે એની ઓળખ થાય જ છે.
તેથી જ પિતા, ભાઈ, પત્ની, પુત્ર વગેરે સાથે રહેતા છગનભાઇએ આ તમામ સાથેના સંબંધથી પોતાનામાં ઉત્પન્ન થતાં તમામ પુત્રપણું વગેરે ધર્મોને સમાનતયા જોવાના છો એટલે કે એ જેટલો પિતા માટે પુત્ર છે એટલો જ ભાઇ માટે ભાઇ છે, પત્ની માટે પતિ છે ને પુત્ર માટે પિતા છે.
પતિએ પત્નીને ફરિયાદ કરી-લગ્ન પહેલા તો આપણે મળતા ત્યારે તું કહેતી હતી કે તમારા વિના મને ગમતું નથી ને હવે તો તને આખા દિવસમાં મને મળવાનો સમય પણ નથી મળતો.
પત્નીએ કહ્યું-પહેલા તો તમે મારા પ્રિયતમ હતા. એ એક જ સંબંધ હતો. હવે તો મારે બધાને સાચવવાના છે. સાસુ-સસરા માટે હું પુત્રવધુ છું. દિયરો માટે ભાભી છું. નણંદ માટે ભોજાય છું ને છોકરાઓ માટે મા છું. એ બધા સંબંધોને સાચવવા જતાં તમે જ કહો, તમારી પત્ની તરીકે મને કેટલો સમય મળે ?
તે-તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદિને આગળ કરી તે-તે એક ધર્મ વિશેષને આગળ કરે, મહત્ત્વ આપે એ નય છે. ઉચિત પ્રાધાન્ય આપે એ સુનય છે ને અનુચિત પ્રાધાન્ય આપે અથવા એક જ ધર્મને સ્વીકારે, બાકી બધા ધર્મોને
-
૧૪
-
અનેકાંતવાદ