________________
હવે તમે કોઇ ગરીબને શ્રીમંત કરવા ધન આપો, તો એ દાન ફોગટ છે, કારણ કે જો એ ગરીબી નામના ધર્મ-સ્વભાવવાળો છે, તો એ ધર્મ-સ્વભાવ નિત્ય હોવાથી બદલાવાનો જ નથી. અલબત્ત આ તો સમજવા માટે આપેલી કલ્પના છે. મૂળભૂત રીતે એ જીવ જ્યારથી છે, ત્યારથી સુખસ્વભાવવાળો છે કે દુઃખસ્વભાવવાળો ? જો એ સુખસ્વભાવવાળો છે, તો ત્યારથી એ સુખી જ છે. એ દુઃખી થયો જ નથી કે જેથી એને સુખી કરવાની મહેનત કરવી પડે. ને એ જો પહેલેથી જ દુઃખસ્વભાવવાળો છે, તો તમે ગમે તેટલું કરો એનો સ્વભાવ બદલાવાનો જ નથી, તેથી દુઃખી જ રહેવા સર્જાયેલો છે. તેથી મહેનત માથે પડશે !
આમ એકાંતવાદમાં શુભ કે અશુભ કોઇ વ્યવહાર ઘટી શક્તા જ નથી. સર્વત્ર અનેકાંતથી જ કાર્યસિદ્ધિ પણ થાય છે ને બધા વ્યવહારો પણ સંપન્ન થાય છે. તેથી જ એકાંતવાદમાં ભાગ્ય-કર્મ પણ માત્ર શબ્દો જ રહે છે. તેથી કોઇ અર્થ સરતો નથી. દુઃખી સ્વભાવવાળાને પુણ્યકર્મ સુખી નહીં કરી શકે ને સુખી સ્વભાવવાળાને પાપકર્મ દુઃખી નહીં કરી શકે.
અરે એ જે કોઇ મહેનત-પુરુષાર્થ કરે, એ પણ માથે જ પડે. કારણકે દુખસ્વભાવ છે, તો સુખી થવા ગમે તેટલા માથા પછાડે-મહેનત કરે, દુઃખી જ રહેવાનો છે. જેમ કે કોઇ માણસ હંમેશા દુઃખ માથે લઇને જ ફરતો હોય છે. શિયાળામાં એની ફરિયાદ “ઠંડી ખૂબ પડે છે” એ હશે... ઉનાળામાં એ કહેશેબાપરે ! શેકી નાખે એવી ગરમી છે' ચોમાસામાં આકાશમાંથી પાણીની સાથે એની આંખમાંથી ય પાણી નીકળતા હશે. “આ વરસાદમાં ક્યાંય જવાતું નથી.” રૂપિયા આવશે તોય રોશે-“રાખવા ક્યાં ? સંભાળવા કેવી રીતે ?” ને ગયા તો- “હાય ! ગયા ?'
બસ એકાંતવાદ માનો તો જીવની હાલત કાં'ક આવી જ રહે.. કાં તો કાયમ સુખી... કાં તો કાયમ દુઃખી !
અનેકાંત જ સર્વત્ર બધી ઘટનાઓનો તાળો મેળવી આપે છે. એકવાર છોકરાએ લાત મારી તો બાપાએ એને છાતીએ વળગાડ્યો..એ જ છોકરાએ
જ્યારે બીજી વાર લાત મારી ત્યારે બાપાએ એને કાયમ માટે અળગો કરી નાખ્યો..આમ કેમ ? અનેકાંત કહે છે-સંદર્ભ બદલાયા...અર્થ બદલાઇ ગયો. વ્યવહાર - ૧૬ -
– અનેકાંતવાદ