________________
બળવાન.... તદ્દન સ્કૂલ ભાષામાં કહીએ, તો સંસારમાં મળતી સફળતા-નિષ્ફળતામાં મુખ્ય ભાગ કર્મ ભજવે છે. ત્યાં બુદ્ધિ અને પુરુષાર્થ ગૌણભાવે છે.
સાધનાના ક્ષેત્રમાં મુખ્ય ભાગ જીવની સબુદ્ધિ કે જીવનો પુરુષાર્થ ભજવે છે, કર્મ ગૌણભાગ ભજવે છે.
સંસારમાં પુણ્ય જેટલું તીવ્ર એટલી મહેનત ઓછી ને મલાઇ વધુ ! શાલિભદ્ર જેવું પુણ્ય હોય, તો કશું કરે નહી ને રોજ નવાણુ પેટી ઉતરે ! પુણ્ય પરવારેલું હોય તો શ્રાદ્ધવિધિગ્રંથમાં સાગર શેઠની બતાવેલી કથા મુજબ હજારો ધંધા કરે.. મરી ફીટે.... હાથમાં કાંઇ બચે નહીં !
સફળતારૂપી નવનીત માટે ૧) પુણ્ય ૨) પુરૂષાર્થ અને ૩) પ્રજ્ઞા. આ ત્રણે જરૂરી. હવે સંસારની સફળતા માટે પુણ્ય દહીરૂપ છે, પુરુષાર્થ રવૈયામંથન સમાન છે ને પ્રજ્ઞા પાણી સમાન છે.
સાધનાના ક્ષેત્રમાં સફળતા માટે પુરુષાર્થ દહીસમાન છે, પુણ્ય મંથન સમાન છે, ને બુદ્ધિ પાણી સમાન છે. આમ કહી શકાય. જો કે આમાં પણ અનેકાંત તો સમજવો જ પડે.
નંદીષેણ મુનિના ભોગાવલી કર્મો બાકી હતા, તેથી સાધનાના પ્રચંડ પુરુષાર્થ પછી પણ નાના નિમિત્તે પતિત થયા.
જંબુસ્વામીના પૂર્વભવમાં શિવકુમારે બાર વર્ષ ઉગ્ર તપ વગેરે ક્ય છતાં દીક્ષાની રજા મળી નહી. ને અઈમુત્તાને માતા-પિતાએ અપેક્ષાએ સહજતાથી દીક્ષાની રજા આપી.
કર્મ અને પુરુષાર્થના કારણે જ સાધનામાં ચાર ભાંગા થાય છે. કેટલાક સિંહ જેવા ઉત્સાહથી દીક્ષા લઇ સિંહ જેવા ઉત્સાહથી પાળે છે. સિંહોત્યિક સિંહપાલિત...
કેટલાક સિંહ જેવા ઉત્સાહથી દીક્ષા લઇ શિયાળ જેવી કાયરતાથી પાળે છે... સિંહત્યિત શિયાળપાલિત.
કેટલાક નાછુટકે દીક્ષા લઇ સિંહ જેવા ઉત્સાહથી પાળે છે. શિયાળઉત્યિત સિંહપાલિત..
કેટલાક નાછુટકે દીક્ષા લઇ શિયાળ જેવી કાયરતાથી પાળે છે. શિયાઘઉસ્થિત શિયાળપાલિત...
અનેકાંતવાદ