Book Title: Samadhino Pranvayu
Author(s): Vijayajitshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 30
________________ દા.ત. અત્યારે આપણા માટે નિગોદઅવસ્થાગત પર્યાયો પણ પૂર્વકાળસંબંધથી આપણા સ્વપર્યાયો છે, મનુષ્યપણું વગેરે વર્તમાનકાળસંબંધથી આપણા સ્વપર્યાયો છે ને સિદ્ધપણું વગેરે ભવિષ્યકાળસંબંધથી આપણા સ્વપર્યાયો છે, કારણ કે કેવળજ્ઞાનની પ્રજ્ઞામાં આ રીતે દેખાય છે. આમ નિગોદમાં જે હતો, એ પણ હું જ છું. આજે જે મનુષ્યરૂપે દેખાય છે, તે પણ હું જ છું ને ભવિષ્યમાં જે મોક્ષે જશે, તે પણ હું જ છું. જીવના પ૬૩ ભેદો જેમ વર્તમાનકાળે જગતમાં-સંસારમાં વિદ્યમાન તમામ જીવોનો સમાવેશ કરે છે, તેમ પ્રાયઃ હરેક જીવના કાલિક પર્યાયોને અપેક્ષીને તે-તે જીવમાત્રના એ પ૬૩ ભેદ છે. એટલે કે પ્રાયઃ દરેક જીવ અનંતકાળથી જીવના ૫૬૩ ભેદમાં ભમ્યા કરે છે. અહીં પ્રાયઃ શબ્દ એટલા માટે છેકે કેટલાક જીવો આ ૫૬૩ ભેદમાંથી અમુક ભેદ કદી પામતા નથી; જેમકે ભગવાન મહાવીર સ્વામીનો જીવ જીવના અનુત્તર દેવલોકસંબંધી જે ભેદો છે, તે ભેદો કદી પામ્યા નથી-પામવાના નથી. એ જ રીતે જે જીવો અનુત્તર દેવલોકસંબંધી જીવભેદ પર્યાય પામે છે, તેઓ પણ આ અનુત્તર ભેદ વધુમાં વધુ બે વાર જ પાળી શકે છે. તેથી વધુવાર નહી. તેથી પ્રાયઃ શબ્દ મૂક્યો છે. આમ પ્રાયઃ હરેક જીવમાં ત્રણકાળને અપેક્ષીને પ્રાયઃ ૫૬૩ જીવભેદો સંભવે છે. આમ વિચારવાથી એ લાભ થાય કે હે જીવ ! તું ભૂતકાળમાં અનંતવાર નિગોદ વગેરે જીવભેદ પર્યાય પામ્યો છે, ને હજી જો પ્રમાદ કરીશ, તો આ ભેદોમાં જ ભમ્યા કરીશ.... તને આ રીતે ભમ્યા કરવાનો કંટાળો આવવો જોઇએ. કેમ કે આમાં મનુષ્ય ભેદ ઘણી ઊંચાઇ બતાવે છે, ને નિગોદ ભેદ સાવ તળિયું બતાવે છે. તો શું તાજું ફરી અધઃપતન થાય એ ઇચ્છે છે ? જો તારી એવી ઇચ્છા ન હોય, તો તું પ્રમાદ છોડી સાધક થા.. જેથી હવે પછી તું માત્ર દેવ સંબંધી અને માનવસંબંધી સારા ગણાતા ભવભેદમાં જ ર્યા કરે ને એમ કરતા કરતાં અત્યારસુધી તું જે પર્યાય કદી પામ્યો નથી તે સિદ્ધ ભેદ પર્યાયને પામી જા. આ પર્યાય પામી ગયા પછી તારે બીજા એકપણ જીવભેદરૂપ પર્યાય પામવાનો રહેશે નહીં. સમાધિનો પ્રાણવાયુ ૧૩ -

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84