________________
પછી જ્યારે ભગવાન શ્રીગણધર ભગવંતોની એ રચનાને માન્યતા આપવા ને તીર્થ સ્થાપવા એ ગણધર ભગવંતો પર વાસક્ષેપ કરે છે, ત્યારે કહે છે-દ્રવ્ય-ગુણ-પર્યાયથી તીર્થની અનુજ્ઞા આપું છું.
જગતમાં જે કાંઇ સત્ છે, તે બધું કાં તો દ્રવ્યરૂપ છે, કાં તો ગુણરૂપ છે, કાં તો પર્યાયરૂપ છે. તત્ત્વાર્થસૂત્રમાં “ગુણપર્યાયવત્ દ્રવ્યમ્' આ સૂત્રથી ગુણો અને પર્યાયોને દ્રવ્યને આધારે રહેલા બતાવ્યા છે. ત્યાં જ કહ્યું છે.
વ્યાશ્રિતા નિર્ગુણ ગુણા” ગુણો દ્રવ્યને આશ્રયીને રહ્યા છે. કોઇ ગુણ બીજા કોઇ ગુણનો આશ્રય નથી. (તમાં દ્રવ્યની સાથે જ ઉત્પન્ન થાય તે ગુણ. ક્રમશઃ આવતી અવસ્થાઓ તે પર્યાય. મુળભૂત પદાર્થ તે દ્રવ્ય.)
આઇન્સ્ટાઇનને જગતને Law of Relativity.... સાપેક્ષવાદનો સિદ્ધાંત બતાવ્યો... જોકે સ્પેસ અને ટાઇમની અપેક્ષાવાળો આ સિદ્ધાંત મર્યાદિત બાબતોને જ સ્પર્શે છે. એમના મતે કોઇપણ પદાર્થ પ્રકાશની ઝડપ મેળવે છે ત્યારે તે કાળાતીત થાય છે.
જિનેશ્વર પ્રભુએ બતાવેલો સ્યાદ્વાદ વસ્તુમાત્રને સ્પર્શે છે, આ વાત એટલે સુધી છે કે જે સ્યાદ્વાદમય નથી, તે વસ્તુ નથી, સત્ નથી. ધર્માસ્તિકા
આદિ છ દ્રવ્યોમાંથી એક પણ દ્રવ્ય ઉત્પાદ-વ્યય અને પ્રીવ્યના એક સાથે સતત અનુભવથી રહિત નથી. કેવળજ્ઞાનરૂપ (સર્વજ્ઞતા-બધા જ પદાર્થોનું બધું જ જ્ઞાન થવું) સર્વશ્રેષ્ઠ, સર્વોત્કૃષ્ટ અને સંપૂર્ણ પ્રમાણથી આ સિદ્ધ થયું છે.
કેવળજ્ઞાનરૂપ પ્રમાણથી જ દરેક વસ્તુ અનંતધર્માત્મક (અનંત ગુણધર્મોવાળી) પણ સિદ્ધ છે. બીજી રીતે કહીએ તો દરેક વસ્તુ સર્વધર્માત્મક છે. જગતની તમામ વસ્તુઓ (જીવ કે જડ)ના તમામ ધર્મો એક વસ્તુના પણ ધર્મો છે, ને એક વસ્તુના તમામ ધર્મો જગતની બીજી તમામ વસ્તુઓના પણ ધર્મોરૂપ છે.
આમ જગત એક છે, સર્વમય છે ને પૂર્ણ છે. અહીં મને લાગે છે કે વસ્તુ તરીકે (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય અને (૪) વર્તમાન સમયરૂપ કાળ આ ચાર દ્રવ્યો તથા (૫) અનંતા પુદ્ગલ પરમાણુઓ અને (૬) અનંતા જીવો.. આ રીતે ગણતરી કરવી જોઇએ.
ઘટ (ઘડો), પટ (કપડું) વગેરે સ્વતંત્ર વસ્તુ નક્ષી, પણ પુદ્ગલ
સમાધિનો પ્રાણવાયુ
–
૧૧
-