________________
આત્માનું ને એના અનુસંધાનથી જગતના વસ્તુમાત્રનું જે યથાર્થ સ્વરૂપ દેખાડી શકે, એ જ ધર્મ શુદ્ધ સુવર્ણસ્વરૂપ છે. એના પ્રણેતા વાસ્તવમાં સર્વજ્ઞ છે. જો જગતમાં કોઇ પણ પ્રકારનો એકાંત જ તત્ત્વરૂપ હોત, તો અનંતકાળથી જગત એ પ્રમાણે જ ચાલતું રહેવાથી વારંવારના એક સરખા અનુભવના આધારે સમગ્ર જગતના સ્વરૂપનો નિર્ણય ક૨વા કોઇ પણ સક્ષમ બની શકે ને તેથી સર્વજ્ઞ થઇ શકે.
પણ જગત અનંત વિચિત્રતાઓથી ભરપૂર છે. જીવો એક સ્વભાવી નથી, પણ તે-તે અવસ્થા-દશા-ભૂમિકાને સૂચવતા અનંત સ્વભાવવાળા છે. કર્મો પણ એક પ્રકારના નથી, એક પ્રકારની જ અસ૨વાળા નથી, ને જીવો પણ કર્મની તે-તે અસ૨ને લેવાવાળા છે, તેથી પણ અનંતી વિચિત્રતાઓ સર્જાય છે. આ જ સૂચવે છે કે અહીં પ્રાયઃ કોઇ વાતનો એકાંત નથી, પ્રાયઃ ક્યાંય એક સાથે કે ક્રમશઃ એકસરખાપણું દેખાતું નથી. તેથી જ એકવારના તેવા અનુભવથી બીજીવા૨ પણ એમ જ થશે તેવું સો ટકા ગેરંટીવાળું અનુમાન થઇ શકતું નથી. ને તેથી જ જગતની આવી તમામ વિચિત્રતાઓને જે સ્પષ્ટ જાણી શકે છે, ને તેથી જ એ વર્ણવી શકે છે, એને સર્વજ્ઞ માનવો જ રહ્યો. સર્વજ્ઞકથિત વસ્તુ સ્વરૂપ...
વીતરાગ થઇ સર્વજ્ઞ થયેલા પ્રભુ તીર્થસ્થાપન વખતે ગણધર ભગવંતોના ‘ભયવં કિ તત્ત’ (ભગવાન ! તત્ત્વ શું છે ?) એવા પ્રશ્નના જવાબમાં જે ત્રિપદી આપે છે, એ જૈનમત માન્ય તત્ત્વસ્વરૂપ છે.
પરમાત્મા કહે છે-‘ઉપ્પન્ને ઇ વા, વિગમે ઇ વા, વે ઇ વા,’ (ઉત્પન્ન પણ થાય છે, વિગમ (નાશ) પણ પામે છે, ધ્રુવ (કાયમી) પણ રહે છે.) આમાં દરેક પદ પછીનો ‘વા’ ‘સ્યાદ્’ નો દ્યોતક છે. એટલેકે કથંચિત્ (કંઇક અંશે) ઉત્પન્ન થાય છે... ઇત્યાદિ. આ ‘વા’ જ સૂચવે છે કે ઉત્પત્તિ-વિનાશ-ધ્રૌવ્ય ત્રણે એક બીજા સાથે સંકળાયેલા છે, ને દરેક સત્ વસ્તુ પ્રતિસમય આ ત્રણે ભૂમિકાને અનુભવે છે.
જગતના ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ અને જીવ આ પાંચે અસ્તિકાયને ને કાળ-આમ છ એ દ્રવ્યને આ ત્રણે ય ભૂમિકા હંમેશા સ્પર્શે છે. શ્રીગણધર ભગવંતો આ ત્રિપદીના આધારે દ્વાદશાંગીની રચના મુહૂર્તમાત્રમાં (૪૮ મિનિટમાં) કરે છે.
૧૦
અનેકાંતવાદ