Book Title: Samadhino Pranvayu
Author(s): Vijayajitshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 18
________________ બીજ છે પ્રભુએ ગણધરોને આપેલી ત્રિપદી-ઉપ્પન્ને ઇ વા, વિગમે ઇ વા, વે ઇ વા...' એમાંથી જેઓએ માત્ર ઉપ્પન્નેઇ વા અને વિગમે ઇ વા એટલા જ અંશ સ્વીકાર્યા, એ બધા થયા એકાંત અનિત્યતાવાદી. ને જેઓએ માત્ર ‘ધુવેઇ વા' અંશ સ્વીકાર્યો, એ બધા થયા એકાંત નિત્યતાવાદી. ત્રણેય અંશનો સ્વીકા૨ અનેકાંતવાદ છે. આમ મિથ્યાશ્રુતોના ઉત્પત્તિસ્થાન પણ પ્રભુ હોવાથી નંદિસૂત્રમાં પ્રભુની સ્તવનામાં ‘જયઇ સુયાણં પભવો...’ એમ કહ્યું. ત્યાં ‘શ્રુતોના’ આમ બહુવચન પ્રયોગનું તાત્પર્ય ટીકાકારે એ જ બતાવ્યું છે કે મિથ્યાશ્રુતોના પણ ઉદ્ગમસ્થાન પ્રભુજી છે. પ્રભુના વચનમાંથી એક અંશ પકડી તેઓએ પોતાનો મત સ્થાપ્યો. તેથી મને લાગે છે કે સૌથી પ્રથમ નિત્યાનિત્ય એકાંત પ્રગટ થયો. એ પછી એ એકાંતોને સિદ્ધ કરવાના પ્રયાસમાં ભેદ-અભેદ એકાંત વગેરે પ્રગટ થયા. એકાંતવાદોની સ્થાપનામાં અધુરા જ્ઞાન કરતાં પણ વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે આભિગ્રહિક મિથ્યાત્વ (કદાગ્રહની પકડ સહિતની ખોટી માન્યતા) જગતમાં મલી જતા એવા બે-ચાર દૃષ્ટાંત અથવા કલ્પી લીધેલા તેવા દૃષ્ટાંતોના આધારે સિદ્ધાંત સ્થાપી પછી એ સિદ્ધાંત ત્રૈકાલિક સત્યરૂપે (ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ-એમ ત્રણે કાળમાં રહેનારા સત્યરૂપે) સ્થાપવામાં એકાંતવાદ પ્રગટ થાય છે. સ્યાાદનું મહત્ત્વ એક ભાઇએ બીજાને પૂછ્યું-તને કેટલા વર્ષ થયા ? બીજાએ કહ્યું-બાવીસ વર્ષ ! પહેલાએ સવિસ્મય પૂછ્યું-અરે ! મેં તને થોડાક વર્ષ પહેલાં પૂછેલું. ત્યારે પણ તેં બાવીસ વર્ષ જ કહેલા ! આમ કેમ ? બીજાએ ટાઢકતાથી જવાબ વાળ્યો-હું સત્યવાદી છું અને સત્યવાદીઓ કદી પોતાના વચનને ફેરવતા નથી !! આને સત્યવાદી કહી શકાય ખરો ? ‘વચન ન ફેરવવા’ એ અલગ વસ્તુ છે, અને ‘બદલાતા સત્યને અનુરૂપ વચનો બોલવા' એ અલગ વસ્તુ છે. કેટલાક ટંકશાળી સત્યવચનો ત્રિકાળાબાધિત હોય છે. કદી ફેરવાતા નથી, સમાધિનો પ્રાણવાયુ ૩

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84