Book Title: Samadhino Pranvayu
Author(s): Vijayajitshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 22
________________ વિશેષ મહત્તા આ દૃષ્ટિકોણની નથી, પણ ‘આ દૃષ્ટિકોણથી પ્રાપ્ત, થયેલા સત્યને કેવા રૂપે પકડવામાં આવે છે' તેની છે. દ્રવ્યાર્થિક નયો અને પર્યાયાર્થિક નયોના દ્રષ્ટિકોણમાં ભેદ છે. જ્ઞાનનય અને ક્રિયાનયની વિચારવાની ઢબ ભિન્ન ભિન્ન છે. વ્યવહારનય અને નિશ્ચયનયના રાહ અલગ-અલગ છે. નૈગમ વગેરે નયોનું દરેકનું પ્રતિપાદન જુદુ જુદુ છે, પણ ત્યાં સુધી વાંધો નથી. વાંધો ત્યાં આવે છે, જ્યાં તે-તે દૃષ્ટિકોણથી પ્રાપ્ત થયેલા આંશિક સત્યને સંપૂર્ણ સત્ય તરીકે સ્થાપવાનો પ્રયત્ન થાય છે. નયવાક્યને પ્રમાણવાક્ય કલ્પી લેવાની અયોગ્ય યેષ્ટા થાય છે. એક સત્યાંશના આધારે એકાંતવાદનો આશરો લેવાની ભૂલ અક્ષમ્ય છે, કારણકે આ એકાન્તવાદ દૃષ્ટિને સાંકડી, રાંકડી અને તુચ્છ બનાવી દે છે. એકાન્તવાદીઓ પોતાને પ્રાપ્ત થયેલા એક સત્યાંશને સર્વથા સત્ય તરીકે સ્થાપવાના ઝનુની પ્રયાસમાં બીજાને પ્રાપ્ત થયેલા સત્યાંશની માત્ર ઉપેક્ષા નથી કરતાં, પણ જોરશોરથી વિરોધ કરે છે. પરિણામે સર્જાય છે... કદી અંત નહીં પામનારી વાદોની વણઝાર... વાદાંશ્ચ પ્રતિવાદાંશ્વ... આ ઉક્તિને તેઓ સાર્થક કરે છે. એકાન્તવાદી પાસે બીજાને સમજવાનું દિલ નથી, બીજાના વિચારને અપનાવવાની તૈયારી નથી. ‘મારું એ સાચું’ એ તેમની માન્યતા છે. આની સામે અનેકાન્તવાદ-સ્યાદ્વાદ સિદ્ધાંત વિશાળ છે-મહાન છે, કેમકે તેની પાસે ઉમદા દૃષ્ટિ છે. બધા સત્યાંશોનો સુયોગ્ય સંગ્રહ કરવાની અનોખી આવડત છે. બધાને તિરસ્કારવાનું ઝેર નથી, પણ આવકારવાનું અમૃત છે. આશાવાદ કે નિરાશાવાદના દૂષણો નથી, પણ યથાર્થવાદનું ભૂષણ અદ્ભુત સમન્વયશક્તિ છે, આંશિક સત્યોના આધારે સંપૂર્ણ સત્યને તારવવાની કુશળતા છે. દૃષ્ટાંતઃ કોર્ટમાં એક મહત્ત્વના પ્રસંગનો કેસ ચાલતો હતો. ‘પ્રસંગ ક્યાં બન્યો ?' તે શોધવા જુદા જુદા સાક્ષીઓની જુબાની લેવાઇ રહી હતી... એક વિશ્વાસપાત્ર સાક્ષીએ કહ્યું, ‘આ પ્રસંગ ખુલ્લા આકાશ નીચે બન્યો છે.’ બીજા એટલા જ વિશ્વસનીય સાક્ષીએ કહ્યું ‘આ પ્રસંગ ચાર દિવાલની વચ્ચે બન્યો છે.’ પ્રથમ નજરે દેખાતા આ વિરોધાભાસે ગૂંચ ઊભી કરી. ત્યાં સ્યાદ્વાદ શૈલીના હાર્દને સમજતા ત્રીજા સાક્ષીએ કહ્યું ‘બન્ને સાચા છે ! પ્રસંગ એક નવા સમાધિનો પ્રાણવાયુ d. ૫

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84