________________
ઔષધ છે. મિથ્યાત્વના ઉદયમાં આ સ્યાદ્વાદ ગળે ન ઉતરે-કડવો લાગે તે સહજ છે. કરુણાસાગર તીર્થકરો પરમવાત્સલ્યમયી માતા છે, જુદા જુદા નયોને આગળ કરી પરમાત્માએ પ્રકાશેલી સુધાવાણી પૅડા તુલ્ય છે. જુદા જુદા નયને પ્રધાન કરનારી દેશના દ્વારા પરમાત્માને મૂળમાં તો મિથ્યાત્વ (ખોટાની પકડ)મોહ (સત્ય ન સમજાવું) રૂપી તાવ ઉતારનારું સ્યાદ્વાદ ઔષધ જ પાવું છે, કારણકે સત્ય વચનની-તત્ત્વની સિદ્ધિ સ્યાદ્વાદથી જ થઇ શકે-તે સુગમ્ય છે. પરદર્શનકારોએ પ્રભુની વાણીમાંથી પોત પોતાને ઇષ્ટ નયનો સ્વીકાર ક્ય. એ વાત નંદીસૂત્રના “જયઇ સુઆણે પભવો' વચનથી સિદ્ધ છે. આ પરદર્શનોએ પોતાને અનુકુળ વિચારધારારૂપ પેંડાનો સ્વીકાર ર્યો, અને સ્યાદ્વાદને ઠળિયાતુલ્ય માની ફગાવી દીધો. પેંડામાં પુષ્ટિદાયક ગુણ છે, પણ તાવ દૂર થાય તો. તાવની હાજરીમાં તો પેંડો ખાવાથી તાવ વધે જ. કડવી ગોળીથી પહેલા તાવ ઉતારવો આવશ્યક છે.
બસ, આ જ પ્રમાણે સ્યાદ્વાદનો સ્વીકાર મોહ-મિથ્યાત્વ તાવને દૂર કરે, અને સમ્યકત્વરૂપ આરોગ્ય બક્ષે. તે પછી કરેલી નયોની વિચારણા અવશ્ય સમ્યકત્વરૂપ આરોગ્યને પુષ્ટિદાયક બને. પણ સ્યાદ્વાદને છોડી માત્ર તે-તે નયોને પકડવામાં મોહતાવ હટે તો નહિ, પણ ઉપરથી વધે જ. પરદર્શનકારોને મોહ-મિથ્યાત્વનો તાવ જોરદાર છે, તેથી તેમની પાસે નયસત્ય હોવા છતાં સ્યાદ્વાદદષ્ટિના અભાવમાં લાભને બદલે નુકસાન જ થાય છે. વસ્તુના એક ધર્મને પકડી વસ્તુને સંપૂર્ણતયા તે રૂપે જ માનવા-મનાવવાની તેમની ચેષ્ટા તેમના પ્રબળ મોહોન્માદને પ્રગટ કરે છે.
નયસત્ય(એકપક્ષી સત્ય)ને તેની કક્ષામાં રહેવા દેવાને બદલે પ્રમાણ(સંપૂર્ણ સત્ય)ની કક્ષામાં લઇ જવામાં એ નય પ્રમાણ તો બની શકતો નથી, પણ નયરૂપે પણ રહેતો નથી, બલ્ક દુર્નય બની જાય છે. “આંશિક સત્યને સંપૂર્ણ સત્ય ઠેરવવા જતાં તે મહાઅસત્ય બની જાય છે. આ વાત તેઓ ભૂલી જાય છે. આભિગ્રહિક અને આભિનિવેશિક મિથ્યાત્વના પ્રબળ ઉદયે તેઓ પોતાની આ ભૂલને સત્યમાં ખપાવવા ઉદ્યમ કરે છે, અને તે માટે મતિઅજ્ઞાનાવરણના ક્ષયોપશમથી મળેલી દુર્બુદ્ધિનો ઉપયોગ કરે છે. અને બીજી અનેક અસત્કલ્પનાઓ ઘડી “એક જૂઠ સો જૂઠને ખેંચી લાવે' એ પંક્તિને
સમાધિનો પ્રાણવાયુ